વર્લ્ડ એમ્બ્રીયોલોજી ડે ..!!
બહુ નવું લાગે નહિ આવો તે કેવો ડે … !!!પણ એમ્બ્રીયોલોજી એટલ કે ગર્ભ શાસ્ત્ર નો દિવસ…..!!!!એમ્બ્રીયોલોજી માં છેલ્લા ચાર દાયકા માં આવેલા સંશોધનાત્મક ચમત્કારો એ એટલી બધી જિંદગીઓ માં ખુશીઓ વેહ્ચી છે … કે ….જે કદાચ કોઈ બીજા બહુ ઓછા ક્ષેત્ર માં થી એટલી બધી ખુશી માનવ સમાજ ને મળી છે …. જેને આપણે વાંઝીયા મેહણું કહીએ છીએ … એ આ ગર્ભશાસ્ત્ર વિજ્ઞાને લાખો ઘરો માં ભાંગ્યું …!
આમ તો આ શાસ્ત્ર બહુ જુના સમય થી છે … એમ્બ્રીયોલોજી ની શરૂઆત શુક્રાણું અને અંડકોષ નું મિલન થાય ત્યા થી થાય પણ આજ ની એમ્બ્રીયોલોજી થોડી પાછળ થી ચાલુ થઇ છે ……કોઈ પણ કારણસર જો આ દૈવી મિલન કુદરતી રીતે શક્ય ના થતું હોય તો તેને આ આજ નું એમ્બ્રીયોલોજી સાયંસ તેને વાસત્વિકતા માં ફેરવે છે …અને એક સુંદર મજા નું નવજાત શિશુ ખુશીઓ ના રૂપ માં સમાજ ને આપે છે … હું આ શુક્રાણું અને અંડકોષ ના મિલન ની ઘટના ને દૈવી મિલન એટલે માનું છું કેમકે આ મિલન પછી ની જે પ્રોડક્ટ …નવજાત બાળક મળે છે .. !!! એ હમેશા મને ઈશ્વર નું રૂપ ….કદાચ સાક્ષાત ઈશ્વર લાગે છે …!! પણ જ્યાં સુધી બાળક નિયોનેટલ હોય ત્યાં જ સુધી હોં …! જેવું પીડયાટ્રીક થયું કે શૈતાન …!! પછી એના કર્મો …! મહાભારત માં એમ્બ્રીયોલોજી નો જબરજસ્ત ઉપયોગ કરાયો છે ..પાંચ પાંડવો … ..અને છઠ્ઠો કર્ણ .. વીકી ડોનર વાળી ટેકનોલોજી .. કૌરવો ..ક્લોનીંગ ..કૃષ્ણ ના મોટા ભાઈ બલરામ સેરોગેટ ચાઈલ્ડ …ની ટેકનોલોજી થી જન્મ્યા હતા .. બલરામ ની માતા રોહિણી દુનિયા ની પેહલી સેરોગેટ મધર .. દેવકી ના ગર્ભ માંથી ફિટસ લઇ અને રોહિણી ના યુટરસ માં ઈમપ્લાન્ટ કર્યું ..અને બલરામ જનમ્યા ..!!!
આ બધા તદ્દન મારા જ ઇન્ટરપ્રીટેશન છે .. કોઈ ની લાગણી દુભાય તો ક્ષમા …
પરંતુ જે વસ્તુ ની મહાભારત માં કલ્પના કે ખુબ ઓછા લોકો સુધી પોહચેલી હતી તે આજે સામાન્ય માણસ માટે ઉપલબ્ધ છે …!!અને માતૃત્વ નું પરમ સુખ પામે છે … એક મારા અંગત મિત્ર ના કિસ્સા માં પંદર વર્ષ ની ઇનફર્ટીલીટી અને ત્રણ વર્ષ ની ટ્રીટમેન્ટ પછી જયારે પ્રેગ્નેસી રહી …! અને પુરા દિવસે સિઝેરિયન વખતે ઓ ટી માં ડોક્ટર સાથે ની મિત્રતા ને લીધે હું પણ હાજર હતો….ડોકટર અને હું જયારે નવજાત બાળકી ને હાથ માં લઇ ને બહાર આવ્યા … ત્યારે બહાર ઉભેલા મિત્ર ના પરિવાર ના વીસ જણ ની આંખો માં હર્ષ ના આંસુ હતા દરેક માણસ ના હાથ ખુશી ના માર્યા કાંપતા હતા … !!! છેવટે ડોકટરે એ ઈશ્વર નું વરદાન મારા હાથ માં મુક્યું અને લગભગ વીસ મિનીટ સુધી મે મારા ખોળા માં રાખી ..પછી એ દીકરી ને પારણા માં મૂકી …!! મારા જીવન માં એ પેહલો અનુભવ હતો એક સાથે આટલા બધા લોકો ને આંન્દિત થયેલા જોવા નો …વાઝીયા મેણુ ભાંગ્યા નો અને ખોળા ના ખુદનાર આવ્યા એ જોવા નો..
માં રન્નાદે નો સાક્ષાત અવતાર એવા ડો ઇન્દિરા આહુજા જેમણે હિન્દુસ્તાન ને પ્રથમ ટેસ્ટટ્યુબ બેબી આપ્યું તેમને સલામ ..પ્રણામ સાથે ..
શુભ રાત્રી
– શૈશવ વોરા