Page 8
ઉમેશના અંત સમયે સળંગ પાંચ દિવસ અને પાંચ રાત મારી પૂર્વીભાભી જાગી,કદાચ યમરાજ ને પકડવા જ ઍ ઉમેશ પાસે બેઠી હતી , જેવો આવે ઍવો પુરો કરી નાખુ.
ડોક્ટરો પણ મૂંઝવણમાં હતા , કે આ ઉમેશ કેમ મરતો નથી..!! હવે તો ઍના શરીર મા કઈ જ રહ્યુ નથી, પણ હકીકત ઍ હતી કે યમરાજ પણ હવે આવતા બીતો હતો, પણ ઍક વેહલી સવારે યમરાજે છળ કર્યુ , પૂર્વી ને બેભાન કરી અને ઉમેશ ને લઈ ગયો..
રોતા કકળતા દિવસો કાઢ્યા ઉમેશ ના ગયા પછીના ,અનેરી -અનુજ લગભગ મારી અને વંદના પાસે રેહતા ,હુ દિવસે કામે પણ વંદના તો આખો દિવસ ભાભી અને કાકા ,કાકી પાસે જ રેહતી હતી અને બંને છોકરા સાચવે,ઉમેશને ગયે એક મહીનો થયો, માસીયો વાળી લીધો અને જોડે જોડે વર્ષી પણ વાળી લીધી ..
ઉમેશને આપેલા વચન અનુસાર વંદના ઍ ઉમેશે આપેલું કવર મને આપ્યુ,.મે ખોલ્યુ.. ટીનુ….
તારી ભાભી ને શિરીષ સાથે ફરી પરણાવજે , શિરીષ એને હજી પણ એટલો જે પ્રેમ કરે છૅ , જેટલો એ પેહલા કરતો હતો ,પૂર્વીની રાહમાં શિરીષે હજી લગન નથી કર્યા, પૂર્વી ને શિરીષ સાથે લગ્ન કરવા સમજાવા ની અને કન્વીન્સ કરવાની જવાબદારી તારી છે, તું એક જ આ કામ કરી શકીશ , મારી દીકરી અનેરી નુ કન્યાદાન તારે અને વંદના ઍ કરવા નુ છે,જો ભવિષ્યમાં ક્યારેય પણ શિરીષ ને અનુજ કે અનેરી સાથે જીવન મા ક્યારેય કઈ પ્રોબ્લેમ હોય તો તેમને તું હોસ્ટેલમાં મુકજે, અને ઍમનો ગર્ડિયાન જ્યાં સુધી મમ્મી પપ્પા છે ત્યા સુધી તેમને રાખજે, પછી તું અને વંદના કરજો ,બંને છોકરાંના ભણતર ની અને લગન સુધી ના પૈસા ની વ્યવસ્થા મેં અને પપ્પાઍ ગોઠવી છે,તું ખાલી નજર રાખજે..
ફરી ઍક્વાર પૂર્વી શિરીષ ને પરણવવા માટે પૂર્વી ને તારે જ કનવીંસ કરવી પડશે, બીજા કોઈ ની તાકાત નથી ટીનું .
બિજુ ઘણુ બધુ લખ્યુ હતુ …ઉમેશે. અને છેલ્લે શિરીષ ના કોન્ટેક્ટ નંબરો હતા….
પેલા ચાલીસ કવરો પણ મેં ઉમેશની ઈચ્છા પ્રમાણે પોસ્ટ કર્યા.
ઍક તેમાથી ઍક કવર મારા મારા મમ્મી પાપા ને પણ આવ્યુ હતું ..
ઉમેશે ઍના આજુબાજુ ના તમામ સગા અને મિત્રોને પૂર્વી ના પુનઃલગ્ન માટે સાથ સહકાર ની અપીલ કરી હતી, પણ મારી હિમત નોહતી ચાલતી પુર્વીભાભીને વાત કરવાની. ક્યાંથી વાત શરૂ કરુ ઍજ સમજાતું નોહતુ , રોજ ભાભીને મળતો એમના ઘેર જતો પણ વાતની શરૂઆત ક્યાંથી કરવી એ સમજાતું નોહતું..
ઍક સાંજે ભારતી કાકી હું પાસે બેઠો ઉમેશ ના લેટરની અને શિરીષની વાત કરીમેં એમને , કાકી અને કાકા બંને મને કહે મંદિર લઈ જા અમને , કાકા-કાકી ભાભીને દેખતા આ ટોપિક પર વાત કરવા નોહતા ઈચ્છતા.. ગાડીમાં અમે ત્રણ ગોઠવાયા, ભારતીકાકી ઍ ટોપિક કાઢાયો ..જો ટીનુ શિરીષ તૈયાર હોય તો બંને છોકરા અમે રાખીશુ ,ભગવાન નું દીધુ બધુ જ છે,બે નોકરો વધારે રાખશુ ,તું પૂર્વી ને વાત કર, મારાથી પૂર્વીનુ દુ:ખ નથી જોવતુ અને અમે તો હવે ખર્યુ પાન કેહવાઈઍ ..
કાકા ઍ તરત જ વચમાં વાત કાપી, ના ભારતી પેહલા પૂર્વી ને ઘર ની બહાર જતી કરો, એને પેહલા આ શોક ના માહોલમાંથી બહાર કાઢો અને સમાજમાં હળતી ભળતી કરો પછી વાત થાય , અત્યારે ઍક્દમ આવી વાત ના થાય , અને ટીનુ તું વડોદરા જા શિરીષ ને મળ એનું ઘરબાર જાણી લે એની શુ ઈચ્છા છે તે જાણ….!!!
મારી જવાબદારી થોડી હલકી થઇ ઘરડે ગાડા વળે..
Previous Page | Next Page