આજે હનુમાન જયંતી….મારા માટે બહુ બીઝી દિવસ ….અંજની પુત્ર હનુમાનજી નો જન્મ દિવસ…..
સાલ નેવું ના દાયકા માં જયારે હું મારા સંગીત ગુરુ શ્રીમતી સરોજ બેન ગુંદાણી પાસે શાસ્ત્રીય સંગીત માં કંઠય સંગીત ની તાલીમ લેતો ,અને એકપછી એક સંગીત ની પરીક્ષા પાસ કરતો ત્યારે એક વાર મેં સરોજબેન ને પૂછ્યું હતું કે આ સંગીત માં વિશારદ થઇ ને શું મળે ..?એક સંગીત ના માસ્તર ની નોકરી જ મળે ને ..??બીજા કોઈ કેરિયર ઓપ્શન ખરા ..? ત્યારે એમણે બહુ પ્રેમ થી જવાબ આપ્યો હતો ….બેટા તને ખબર છે દુનિયાનો પેહલો સંગીત વિશારદ કોણ હતું ..? મેં માથું ધુણાવી અને ના પાડી …જવાબ આવ્યો સાક્ષાત હનુમાનજી…..અને એ દિવસ થી મારી સંગીત તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ ,સંગીત ને ફક્ત કામ ધંધો કે પૈસા કમાવા નું માધ્યમ તરીકે જોવાનું માંડી વાળ્યું અને જેને આપણે બીજી કે કોઈ ત્રીજી દુનિયા કહે છે એની સાથે જોડવા નું મને માધ્યમ મળી ગયું …જે રાગ રાગીણી સાક્ષાત બજરંગબલી એ ગાયા છે એ મને ગાવા અને સંભાળતા વત્તા શીખવા મળ્યા … બસ આનાથી વધુ શું જોઈએ જીવન માં …!!!! લોકો મુકેશ કે રાફી ની નકલ કરે અને વોઈસ ઓફ મુકેશ કરી ને ગર્વ લે … જયારે મારા ગુરુ એ તો એક વાત કીધી અને મારું જીવન પલટી નાખ્યું …
સૃષ્ટિ માં અમરત્વ પામેલા ચૌદ જીવો , એમના એક હનુમાનજી … આજે પણ આ જ ધરતી પર ક્યાંક અજ્ઞાત વાસ માં હનુમાનજી સદેહે છે એવું શાસ્ત્રો કહે છે, અને ભક્તો ને ક્યાંક અજ્ઞાત રહી ને સહાય કરે છે,
આજના હનુમાન જયંતી ના ઉત્સવ પર રાહુ ની નજર પડી છે ….ચૈત્રી પૂર્ણિમા ના ચન્દ્ર ને ગ્રહણ લાગશે .. કન્યા રાશીના ચંદ્ર ને રાહુ ગળવા જશે…. ગ્રહણ નો ચાલુ થવા નો સમય બપોર નો છે અને મોક્ષ થશે લગભગ ચંદ્રોદય થયા પછી થશે … જો ગ્રહણ ના રીત રીવાજ માં ના માનતા હોવ , મારી જેમ , તો આજે ચંદ્ર નો ઉદય થશે પછી નજારો માણવા જેવો હશે …છાપા લખે છે બ્લડ રેડ મુન હશે ….લોહી જેવો લાલ ગુજરાતી કરું તો …..અને ગુજરાતી માં લખું તો લાલ હિંગળાક જેવો ચન્દ્ર હશે …
સવારથી વાતાવરણ માં ભાર છે ,જે ગ્રહણ ના દિવસે હોવું એ સામાન્ય બાબત છે…ભેજ થોડો વધારે હોય એવું લાગે છે … ક્યાંક માવઠું વર્તાય છે …ચૈતર વૈશાખ ના વાયરા પ્રમાણ માં ઓછા છે…
બીજા એક સારા સમાચાર એ છે કે જે તમારા મિત્રો આ ગુજરાતી ફેસબુક પર કે વોટ્સ એપ પર ના વાચી શકતા હોય એમના માટે એન્ડ્રોઈડ ૫.૦ લોલીપોપ આવી ગઈ છે …ડાઉનલોડ કરી લેજો ગુજરાતી ભાષા ને સપોર્ટ કરે છે ૫.૦ …
આજે આટલું જ .. જય બજરંગબલી
સુપ્રભાત
શૈશવ વોરા