છીંડે ચડેલો ચોર …મેગી ..
મેગી નો વિવાદ ચાલ્યો છે …આજીનો મોટો .. મોનો સોડીયમ ગ્લુટામેટ …વધારે છે .. સરસ બહુ સરસ જાગ્યા ત્યારથી સવાર … કીટલીની ચા નું શું ..?? બીસ ફીનોલ ..?? કેન્સર નહિ કરે ..??
સવારે ઉઠીને પેહલા મોમાં ટુથ બ્રશ નાખું છું અને એની ઉપર લગાડું ટુથપેસ્ટ …એમાં શું આવે ..?? સોડીયમ સેક્કેરીન , કેમ કર્સીયોજેનિક નથી ..??કેન્સર નહિ થાય ..?? પછી પીવું દૂધ કે ચા કે કોફી … દૂધ ઘરમાં શેમાં આવ્યું પ્લાસ્ટિક માં કયું પ્લાસ્ટિક LDPE ….અરે હા ગાય કે ભેસને દોહી પછી દૂધ તો પ્લાસ્ટિકના કેનમાં જ ભર્યું ને .. મેટલના કેન તો જતા રહ્યા ..
પેલું રોક એન રોલ મશીન પ્લાસ્ટ ઇન્ડિયા ૧૯૯૮ માં એ મશીન દિલ્લીમાં જોયું હતું બાર લાખનું હતું … ત્યારે તો મેટલના કેન હતા … શૈશવ તારે જ એને રિપ્લેસ કરવા હતા પ્લાસ્ટિક કેનથી યાદ કર ….હશે તે ના કર્યા કોઈ બીજા એ કર્યા HDPE માંથી બન્યા …
રસોડામાંથી ગરમ બ્રેકફાસ્ટ આવ્યો બટાકાપૌંઆ… મીઠું નાખ્યું .. કયું તો કહે આયોડાઇઝ .. કેમ ભાઈ પેલું દરિયામાંથી નીકળતું મીઠું શું ખોટું હતું ..?? એમાં આયોડીન નોહતું એટલે બિન આરોગ્યપ્રદ હતું …
વાહ વાહ હોમો ઇરેકટસમાંથી હોમો સેપીયંસ સેપીયંસ બન્યો .. એ કેવી રીતે બન્યો ..?? જવાબ હાજર છે ….માણસ જાત જ્યારથી મીઠું ખાતા થઇ ત્યારથી બુદ્ધિશક્તિનો ખુબ વિકાસ થયો છે અને ઉત્ક્રાંતિ ઝડપથી આગળ વધી ….લાખો વર્ષથી દરિયાનું મીઠું ખાધું અને પોણા વાંદરામાંથી માણસ થયો અને હવે એ બિનઆરોગ્યપ્રદ ..??
મેડીકલ અને કેમિકલ ફિલ્ડ જોડે સંકળાયેલા લોકોને ખબર છે એકલું સોડીયમ ક્લોરાઈડ નહિ પણ પોટેશિયમ, મેગ્નેશિયમ અને બીજા બધા સોલ્ટ શરીર માટે એટલાજ જરૂરી છે …એ દરિયાના કુદરતી રીતે મળતા મીઠામાં સપ્રમાણ સર આવતા હતા .. પણ આયોડાઈઝ મીઠાની ઘો ઘાલી અને હવે એકલું સોડીયમ ક્લોરાઈડ આવે … બાકી બધું નીકળી ગયું …..સબરસ જેને કેહતા એનું શું થયું શું થયું …?? આયોડાઈઝ નમક
રોટલીનો સમય થયો ઘંટી કઈ ..?? પત્થર કયો વાપરો …અરે રામ જાણે ..ઘંટીના પત્થર હું ક્યાં જોવા નવરો છું ..ધ્રાંગધ્રાની પત્થરની ખાણનો નીકળેલો ઘંટીનો પીળો પત્થર … એમાં ઘઉં બાજરો પીસાય અને લોટ બનતો શુદ્ધ કુદરતી રીતે નીકળેલો પત્થર ….ઘંટીના પત્થરમાં લેડ,આર્સેનિક , કે બીજી કોઈ હેવી મેટલ છે કે નહિ ..? ચેક કર્યું …??
શાકનો વારો આવ્યો બટાકા લીધા …અરે આ બટાકાને કાપીને ફરી રોપ્યા તો કઈ ઉગતું કેમ નથી..?? ભાઈ આ તો સંકર બિયારણના બટાકા છે … બટાકામાંથી બટાકા ના ઉગે …વાંઝીયા બટાકા છે.. તમામ શાકભાજી અને ધાનના બિયારણો સંકર આવે છે … અસર શું થઇ ..?? ભાઈ વાંઝિયું ધાન ખાવ તો માણસ વાંઝીયા જ થાય ને …ઇન્ફરટીલીટી ….
તેલ કયું …??તો કહે બસ નીકળી ગયું જવાદો વાત …અને ઘી ….તો કહે હાય હાય ના ખવાય કેમ તમને કોલેસ્ટ્રોલની બીમારી નથી …? ચીઝ કેવી રીતે બને ..?? એ ભાઈ ખોટા અઘરા સવાલો ના કરો …બધું ખવાય કેમ એ અમને પૂછો બસ
આપણી ચારે બાજુ નકરા કેમિકલ ફરે છે .. નાહવા ગયા …. ગટરો જામ થાય છે…? બાથરૂમની ..?? હા કેમ થાય …?? સાબુ આપણો …. બધી ફિલ્મી સુંદરીઓ અને એક શાહરૂખખાન નામે સુન્દરો જેનું મોડેલીંગ કરે અમે તો એ વાપરીએ … તો એમાં પેલું ડોલોમાઇટ નથી આવતું …??બીજા કેમિકલ તો ઢગલો ….
જો વિચારવા બેસીએ તો આપણી ચારે બાજુ અધધ..ધ…..કેમિકલ ફરે છે … આ મેગી તો છીંડે ચડેલો ચોર છે ,પેપ્સી ,કોક, તમામ પડીકા નું ફૂડ .. અરે ખેતરોમાં નાખતા ફર્ટીલાઈઝર અને બિયારણો પેસ્ટીસાઈડ … તમને અને મને ખબર જ નથી પેટમાં આપણે શું પધરાવ્યું અને શું બહાર કાઢયું ..?? ચાલો બ્રાન્ડેડ પેકેટમાં આવતું ફૂડ છોડી દઈએ , એ તો ખરાબ જ છે પણ રવિવારે ફરસાણ ખાવ છો એમાં ..?? ખમણ કે ઢોકળા આવા પોચા અને સરસ કેમ આવે છે …?? ખાવાનો સોડા ,સોડીયમ બાય કાર્બોનેટ કેટલો ખવાય મેક્સીમમ ..?? અને નાસ્તાનો રાજા ગાંઠિયા એમાં સોડા કેટલો ..??
કેમ કઈ ખબર છે ..?? ના તો હવે શું કરવાનું ..?? યાર ભરવો નહિ …બકરી બરફ ખાઈ ગઈ છે.
હકીકત એ છે કે ભારત સરકાર કે એની કોઈ પણ રાજ્ય સરકાર પાસે કોઈ પ્રોપર ટેકનીકલ નોલેજ નથી… અને જે છે એ પુસ્તકિયું જ્ઞાન છે ..કોઈ જ લેબોરેટરીમાં કોઈ જ ઢંગધડા નથી …. અને કોઈ નીતી પણ નથી… જેને જે બનાવવું હોય તે બનાવે અને વેચે ..!!! અને પ્રજા અંકારાતીયાની જેમ ખાય ..
તમને ક્યાય એવું યાદ છે કે કોઈ ગાઈડ લાઈન હોય સરકાર તરફથી કે આઇસક્રીમમાં આટલી જ ફેટ હોવી જોઈએ કે આટલી જ સુગર .. ના બધું જ લોલ એ લોલ ચાલે છે … અને આપણે દબાવે રાખ્યે છીએ …
મારું આ ડાહપણ રાંડ્યા પછી નું છે … મારું ગોલ બ્લેડર હું ગુમાવી ચુક્યો છું ,મારી દે દે ખાવાની હેબીટ ને લીધે ..
હું માનું છું કે માણસનું શરીર એ બહુ જ મોટી કેમિકલ ફેકટરી છે અને શરીર બિચારૂ બહુ એડજેસ્ટ કરે છે , એના મોટા પાર્ટ જ્યાં મેક્સીમમ કેમિકલ રીએક્શન થાય છે એ છે લંગ્સ, લીવર,અને કીડનીએ આમ તો બિચારા બહુ કામગરા છે … અને એ જ્યાં એક સીસ્ટમ ઢીલી પડે તો પણ ટેકે ટેકે બિચારા ખેંચાય છે….અને શરીર અને જીવનને આગળ ખેંચે છે …
છેલ્લું પણ નાખું ….પણ શરીરના આ બધા અંગો ને ભગવાને જીભ નથી આપી એટલે જયારે એની ઉઅપર લોડ બહુ વધે એટલે ચુપચાપ કામ કરવા નું બંધ કરે …
બાકી ત્રીસ વર્ષથી મેગી ખાઈએ છીએ , જાત જાત ની અને ભાત ભાતની મેગી બનાવી બનાવી ને ખાધી …. પણ હવે ખબર પડી એ આ તો ઝેર હતું હશે ત્યારે … સો વર્ષ આમ પણ જીવવું નથી … પાંચ મેગી ના નામે કુરબાન થયા … બીજા થોડા હાફૂસ અને કેસર કેરી લઇ જશે …!! કાર્બાઈડ … થવા દો …
આભ ફાટ્યું છે મેગી ના થીગડે ક્યાં સંધાશે ..??
સુપ્રભાત
શૈશવ વોરા