૨૬મી ફેબ્રુઆરીની સવાર પડી અને કાને રણભેરી સંભળાઈ…!!
જંગના નક્કારા ઉપર પેહલો ઘાત થઇ ગયો..!
પેહલે ઝાટકે જ એરસ્ટ્રાઈક અને લેસર ગાઈડેડ બોમ્બ ..!
આપણા જાંબાઝો તરખાટ મચાવીને ઘરભેગા થઇ ગયા..!
ઘણા વર્ષોની દરેક ભારતીયની દિલની તમન્ના પૂરી થઇ, હું માનું છું કે દરેક પેઢી એ એના જીવનકાળ દરમ્યાન એકાદું યુદ્ધ ચોક્કસ લડવું જોઈએ , યુદ્ધનો કાળ દરેક પ્રજાને શિસ્તમાં લાવે છે અને રાષ્ટ્ર પ્રત્યે પોતનાપણું અને સમર્પણની ભાવના ને મજબુત કરે છે, આજે લગભગ ૧૯૬૦ પછી જન્મેલી ભારતીય પ્રજાને યુદ્ધ શું છે એનો ફક્ત ચોપડી વાંચી ને જ અનુભવ છે,નવી પેઢી એ એકપણ યુદ્ધ લડ્યું જ નથી,ત્યાગ અને બલિદાન શું કેહવાય એની સમજણ છે પણ અનુભવ નથી..
માણેકચોકમાં ચાદર મુકાય અને પેહરેલા ઘરેણા ઉતારીને લોકો જતા રહે અને એ સોનાની મદદથી શસ્ત્રો આવે આવી બધી વાતો જ સાંભળી છે..!
યુદ્ધ એટલે પણ જરૂરી છે કે તમારી આવનારી પેઢી ને તમે કેહશો શું ?
દરેક પેઢી એ જેમ પોતાનું એક સ્મારક બનાવવું જરૂરી છે એમ એક યુદ્ધ સ્મારક પણ બનાવવું એટલું જ જરૂરી છે..!!
પેહલો ઘા રાણાનો એ ન્યાયે ભારતીય ફોજે ઈઝરાઈલી સ્પાઈસ ૨૦૦૦ લેઝર ગાઈડેડ બોમ્બ ફેંક્યા અને બધું જ સાફ થઇ ગયું,
ફક્ત અને ફક્ત ૧૬૦ કિલોમીટર ઇસ્લામાબાદથી દુર રહી ને મિરાજ ભારત ભેગા થઇ ગયા , પાકિસ્તાન માટે એક ભયાનક ઘટના છે..ભૌગોલિક રીતે જોઈએ તો પાકિસ્તાનની કેડ બહુ જ પાતળી છે અને આ રીતે જો મિરાજ ફાઈટર આટલે અંદર ઘુસી જતા હોય તો પછી બધા મિસાઈલ્સ આપણા ભાથામાં જ પડ્યા રહે અને પાકિસ્તાનના ફાડિયા હાથવેંતમાં થાય..
ચેનલો એવું બોલી રહી છે કે અઝહર મસુદના સાસરીયા સાફ થઇ ગયા..
હવે શું ? અઝહર મસુદ આખો જોઈએ જીવતો કે મુએલો…
પાકિસ્તાન પેહલા તો માનવા તૈયાર નોહ્તું પણ હવે માની લીધું છે, તો પછી પાકિસ્તાને હવે ભારત ઉપર હુમલો કરવો જ રહ્યો, અને એવું કરવામાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ પાકિસ્તાનને માથે આવી પડે એમ છે, પાકિસ્તાનના ખીસામાં એકેય રૂપિયો નથી અને જંગ લાડવો પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે ,
માંડ પાંચ સાત અબજ ડોલરનું હુંડીયામણ પાકિસ્તાન જોડે પડ્યું છે , આરબ રાજકુમાર વીસ આપતા ગયા પણ ક્યારે આપશે એ કીધું નથી…અને એમાં ઉપરથી આજે તો અમેરિકાને પણ સમજાઈ ગયું કે આ ભિખારીની જોડે દોસ્તી રાખવામાં આપણું જ નુકસાન છે..
પાકિસ્તાનના સરગોધા એરબેઇઝ ઉપરથી ઉપડેલા ચાર F-16 જેવા દુનિયાના બેહતરીન ફાઈટર ને મીગ-21 એ મારી પાડ્યું ..!!
ભારતના જાંબાઝ જવાનોને સલામ..!! અને એના પરિણામ સ્વરૂપ અમેરિકાએ આજે કેહવડાવી દીધું કે અમારા ફાઈટર પ્લેન તમારા ડીફેન્સમાં વાપરવા માટે આપ્યા છે આક્રમણ કરવા માટે નથી આપ્યા..! અમેરિકન વિદેશમંત્રીએ પાકિસ્તાની વિદેશમંત્રીને જબરજસ્ત ખખડાવ્યા છે..
લગભગ પગ નીચેથી શેતરંજી ખેંચી લીધી છે અમેરિકાએ..!!
બહુ સમય વિતાડી દીધો જગત જમાદારે રીએક્ટ કરવામાં ..!
બીજી તરફ કુટનીતિમાં સુષ્માસ્વરાજ એમનું કામ સુપેરે પાર પાડી રહ્યા છે ભારત ચીન અને રશિયાની ધરી ઉભી કરવામાં ખુબ જ સફળ રહ્યા છે..
હવે આમ જનતામાં સવાલ આવે છે કે હવે શું ?
તો જવાબ એવો હોઈ શકે કે યુદ્ધના મંડાણ થઇ ચુક્યા છે અને દેશ આખો જે દિવસોની રાહ જોઈ રહ્યો હતો એ દિવસો ચાલુ થઇ ચુક્યા છે..મીડિયા લખે છે કે સિયાલકોટ ઉપર રણગાડીઓ નો જમાવડો થઇ ચુક્યો છે અને બંને તરફથી તોપખાના આગળ વધી રહ્યા છે..
સરહદો ભારેલા અગ્નિ જેવી છે..!!
અત્યારે આપણે એક ગુજરાતી તરીકે અને બોર્ડર સ્ટેટ તરીકે આપણી જવાબદારી દેશના બીજા નાગરીકો કરતા વધારે આ સમયમાં ,જો કે ચોક્કસ આ કઈ કેહવાની વાત નથી ,પણ સોશિઅલ મીડિયાને જરાક સમજી વિચારીને વાપરવું રહ્યું..!!
આજે આપણા એક પાઈલટને દૈવયોગે પાકિસ્તાને ઝડપી લીધો છે, અને એમાં ક્યાંક દયા નો અને દુઃખ સૂર સંભળાયો..
તો પેહલી વાત હવે સમજી લેવાની જરૂર છે કે પકડાયો છે એ શેર પકડાયો છે, બકરી નહિ..!!
આપણે તો પાઈલોટ જીવતો છે એનો આનંદ લેવાનો અને એ પ્રકારે સોશિઅલ મીડિયા થકી દુનિયાભરમાં દબાણ ઉભું કરવું રહ્યું કે પાકિસ્તાન એને તાત્કાલિક પાછો મોકલે..!!
ભારતનો યોદ્ધો દયામાયાથી ઉપર હોય છે, અને એ પણ આજ નો નહિ સદીઓથી..!!
આજના ચાર પાકિસ્તાની એફ-૧૬ના હુમલા પછી એટલું તો સાબિત થઇ ગયું કે પાકિસ્તાનની ઔકાત હિન્દુસ્તાનમાં બહુ અંદર સુધી ઘુસી શકવાની તો બિલકુલ નથી..અને હવે તો અમેરિકાની સુચના પછી તો એફ-૧૬ વાપરવાની હિમત ફરી કરે છે કે નહિ એ જોવું જ રહ્યું..
હવે આ બધા ની વચ્ચે કાશ્મીરી નેતાઓની વાત..
`હરામી` કાશ્મીરી નેતાઓ હમેશા એક વાત સમજતા આવ્યા છે કે ભારત અને પાકિસ્તાનને લઢાવી ને અને એ લોકો ફાવી જશે.. બે બિલાડાની વચ્ચે વાંદરો ..પણ એટલીસ્ટ અત્યારે તો એવી પરીસ્થિતી છે કે બે આખલાની લડાઈમાં ઝાડનો ખો નીકળે ..
જો કે પાકિસ્તાનને `આખલો` તો ના કેહવાય એક આખલો ને એક બળદયો લડે છે..!!
પણ અત્યારે સમય છે ૧૦ કંપનીઓ કાશ્મીરમાં ઉભી છે તાત્કાલિક શ્રીનગરમાં એક મોટું ઓપરેશન ચાલુ કરીને આસ્તીનમાં છુપાયેલા સાંપ ને કચડી નાખો ..
ફક્ત આજની નહિ પણ આવનારી ઘણી રાતો ઉજાગરા કરાવે એવી છે હવે, પ્રજા તરીકે આપણે જ યુદ્ધ જોઈતું હતું..
ગઈકાલે પાકિસ્તાની એસેમ્બલીમાં એમના ભૂતપૂર્વ વિદેશમંત્રી હીના રબ્બાનીનું ભાષણ સાંભળવા જેવું હતું.. પ્રજા જે ઈચ્છે છે એ એસેમ્બલીમાં આવે છે અને એસેમ્બલી જયારે મજબૂતીથી સરકાર સાથે ઉભી હોય ત્યારે સેનાઓ આગળ વધી શકે છે..
દુશ્મન તો દુશ્મન તમારી વાત સો ટકા સાચી..
આજે ભારતની પ્રજા પાકિસ્તાનને નેસ્તનાબૂદ થયેલું જોવા ઈચ્છે..સંસદ એનો પડઘો પાડી રહી છે અને સરકાર એને અમલીજામો આપી રહી છે..!!
તૈયાર છે હિંદ કોઇપણ બલિદાન માટે ..
નાસૂર ને કાઢો ..
જય હિંદ
જય હિંદ કી સેના
શૈશવ વોરા
તા.ક. :- કોઈ દોઢડાહ્યો એવા મેસેજ મોકલે કે યુદ્ધના સમયે દવાઓ અને ખાવાનું ભરી રાખો, ફલાણું ને ઢીંકણું કરો તો એને ફોન કરીને ખખડાવજો ..`ઘોડીના તારા જેવાને લીધે જ બજારો વગર કારણે અછત ઉભી થાય, હું તો પેહલો ભારતીય અને પછી ગુજરાતી માણસ ખીચડી ખાઈને પીઝા નો ઓડકાર ખાઈ બતાડીશ પણ એક હરફ નહિ ઉચ્ચારું ..!!`
કરો આ મેસેજ ફોરવર્ડ હવે..!