ગઈકાલે એક વેપારી વડીલ પંજાબી મિત્ર સાથે બેઠો હતો, લગભગ તોંતેર વર્ષની એમની ઉંમર છે, અને પાકિસ્તાન સાથેના તમામ યુદ્ધ વખતે તેઓ પંજાબ બોર્ડરની નજીકમાં જ રેહતા હતા ,લગભગ ૧૯૭૫ પછી ગુજરાતમાં માઈગ્રેટ થઇ ને તેઓ આવ્યા..
સ્વાભાવિક રીતે અત્યારે તો વાત યુદ્ધની જ થાય..એમનો દીકરો મારો સારો દોસ્ત છે એટલે હું પણ એમને `બાઉજી` કહીને જ બોલવું છું ..
મેં સવાલ નાખ્યો “બાઉજી ક્યા હોગા ? ”
એમણે ફૂલ કોન્ફિડન્સથી કીધું ..”ક્યા હોગા, ક્યા ? જો હોગા વો દેખા જાએગા..”
મેં પૂછ્યું .. “લેકિન બાઉજી બીજેપી મેં ઐસે લોગ કમ હૈ જીસકો વોર કા એક્સપીરીયન્સ હૈ..”
તેઓ બોલ્યા .. “વોર કા એકસ્પીરીયન્સ કિસી કે પાસ નહિ હોતા હે શેશવ , હર `વોર` અલગ તરીકે સે લડા જાતા હૈ, વોર મેં સિર્ફ ઓર સિર્ફ હિમ્મત ઔર હોંસલા ચાહીયે, બસ આધી જીત તો વહીં હો જાતી હૈ બાકી તો ફિર ફૌજી સંભાલ લેતે હૈ..”
પછી તો બીજી ઘણી વાતો થઇ જૂની જૂની `૭૧ અને `૬૫ ના યુદ્ધની , સિયાલકોટ અને લોન્ગોવાલની પણ એમનો સૂર એક જ હતો , જુના યુદ્ધનો અનુભવ નવા યુદ્ધ માં જરાય કામ નથી લાગતો ,દરેક યુદ્ધ નવી નવી રણનીતિ થી જ લડાય છે અને મોટેભાગે `પડે એવા જ દેવા` પડે છે ..!!
`બાઉજી` ની વાત માની ને જો પાછલા અઠવાડિયાનું એનાલીસીસ કરીએ તો તદ્દન સાચી વાત છે ..
સેનાની ત્રણેય પાંખ સિવાય એક બીજા મોરચે જબરજસ્ત જંગ ખેલાયો છે અને છે…
મીડિયા, અને સોશિઅલ મીડિયા..
પાકિસ્તાને ભરપુર ઉપયોગ કર્યો ભારતની સોશિઅલ મીડિયા ની આઝાદીનો ..
અને આપણા મીડિયામાં તો કઈ કેહવું પડે તેમ છે જ નહિ , કેટલાય `કૂતરીના` એવા છે કે જેને “ભારત રત્ન” ની બદલે “નિશાને પાકિસ્તાન” લેવાની એમની દિલી તમન્ના હોય અને ફક્ત અને ફક્ત એના માટે જ રીપોર્ટીંગ કરતા હોય એવું લાગે..
આપણે ગુજરાતી પત્રકારત્વની વાત કરીએ તો પદ્મશ્રીની લાલચે પુલવામા ના હુમલા પછી યુદ્ધ નાં કરવા માટે આપણને સમજાવવા માટે પ્રયત્ન કરતા હવે યુદ્ધના ફાયદા સમજાવે છે..!! અને એમાં પણ એકબીજાને સામસામે ગાળો લખે છે..
અલ્યા બચ્યા છો કેટલા ? અને કેટલા વર્ષ બચેલા રેહશો એ તો જુવો ? વીસ વર્ષના જુવાન છોકરા કેટલા ટકા તમને વાંચે છે અને કેટલા અંગ્રેજી વાંચે છે..?
એની વે ગુજરાતી માણસની એક `વીકનેસ` રહી છે સેહજ ગામ ઓળખતું થાય એટલે પોતાની જાતને “મોટો” સમજતો થઇ જાય અને પછી બીજા `મોટા` ને વખોડતો થઇ જાય..!!
આ વાત એટલે કરવી પડી કે યુદ્ધ હવે લગભગ આપણે માથે ઓઢી જ લીધું છે તો ચોથો મોરચો વેરવિખેર હોય એ કેમ ચાલે ?
મિંયા ઇમરાનખાન ઉપર શેઇમ શેઇમની બુમો મારતા એમના વિપક્ષ જો સમજી જતા હોય અને પરમદિવસે પાકિસ્તાની એસેમ્બલીમાં “શાંતિદૂત” ના ભાષણ ઉપર પાટલીઓ થપથપાવીને એ બધા જે રીતે અભિવાદન કરતા હતા એમ હવે આપણે ના સમજી શકીએ ?
અત્યારે મીડિયાથી લઈને સોશિઅલ મીડિયા દરેક જગ્યાએ એક જ લાઈન અને લેન્થ હોવી જોઈએ આપણી, કોઈપણ રીતે પાકિસ્તાન ને પછાડો ..
ગઈકાલે મીડિયા એ જે ઉન્માદ અને ઉત્પાત મચાવ્યો હતો બાપ રે ..
અરે ભાઈ છૂટી ને આપણે ઘેર તો આવવા દે પછી હરખપદુડા થાજો.. જેમ જેમ મીડિયા ઉન્માદ વધારતું હતું તેમ તેમ સામેથી છોડવામાં વિલંબ વધતો જતો હતો..
અને પછી ક્યાંક એવી બીક પણ લાગતી હતી કે કૈક એવું કરી નાખશે કે હાથમાં આવેલી બાજી ખોવી પડે ..
એ નરાધમો ને એટલી પણ અક્કલ નથી કે કોને મારવા અને કોને છોડવા ..
આજે સમાચાર આવી રહ્યા છે કે એમના તોડી પડાયેલા એફ-૧૬ ના બે ઈજેક્ત કરી ગયેલા પાઈલોટમાંથી એક ને તો એમના જાહીલો એ જ `પતાવી` દીધો છે..
અને એ માર્યો ગયેલો પાકિસ્તાની વિંગ કમાન્ડર શહાજુદ્દીન પાકિસ્તાની એર માર્શલ વસીમુદ્દીન નો છોકરો છે ..
બોલો હવે આ પરજા પાસેથી શું અપેક્ષા રખાય ..? જેને `પોતાના` અને `દુશ્મન` નો ફર્ક ખબર નથી ..!!
ગઈકાલે ભારતે અમેરિકાને પોતાની ઉપર થયેલા હુમલામાં પાકિસ્તાને એફ-૧૬ વાપર્યા હતા એના પુરાવા સોંપી દીધા છે ,
*અહિયાં જ આપણું કામ હવે શરુ થવું જ જોઈએ જવાનો..*
*સોશિઅલ મીડિયા ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ ને સમજણ પાડવી જ પડે અને અમેરિકાની પ્રજા ને પણ કે તમારી સાથેના કરાર નો પણ પાકિસ્તાને ભંગ કર્યો છે, માટે વેહલામાં વેહલી તકે તમે ભીખમાં આપેલા એફ-૧૬ પાછા લઇ લ્યો..!*
*જેટલા એનઆરઆઈ છે અને અમેરિકામાં વસે છે એમના માટે માં ભોમ ના ઋણ ચુકવવાનો અનેરો અવસર છે ,અમેરિકામાં રેહતા ભારતીયો એ એક જબરદસ્ત રીતે “મુહિમ” ઉપાડવી જ રહી પાકિસ્તાને કરાર ભંગ કર્યો છે, એટલે એફ-૧૬ પાછા ખેંચી લ્યો..*
જેટલી પીટીશન ફાઈલ કરવી પડે તે કરો વ્હાઈટ હાઉસ ખાતે ધરણા ગોઠવો પણ એફ-૧૬ પાછા મંગાવો ..!!
છેલ્લા અડતાલીસ કલાકમાં એકપણ આવો મેસેજ અમેરિકન પ્રેસિડેન્ટ ઉપર દબાણ કરતો નથી આવ્યો ,
જો પાકિસ્તાન પાસે રહેલા ૬૮ લડાકુ એફ-૧૬ વિમાનો .
સોરી ..સોરી ..સોરી ..!!
હવે સડસઠ (૬૭) જ એફ-૧૬ રહ્યા છે , એક તો આપડો રણબંકો જીવ પર ખેલીને પછાડતો આવ્યો એટલે એનો ભંગાર તો શું ટ્રમ્પ સાહેબને કામ લાગે ?
છો એનો ભંગાર વેચી ખાતા મિંયા ઇમરાનખાન ..ખીચડી ખાવા કામ લાગશે એટલા રૂપિયા તો..મુઆ આપણે તો દુશ્મન એ ય ભૂખ્યો ના મરે એમ ઈચ્છીએ, એટલે એ તૂટેલા ફૂટેલા એફ-૧૬ના ભંગાર ના રૂપિયા ભલે મિંયા ઇમરાનખાન રાખતા ..!!
*ટૂંકમાં જો એફ-૧૬ વિમાનો અમેરિકા પાછા લઇ લ્યે અથવા કોઈ એવી ચાંપતી ગોઠવે કે જેનાથી પાકિસ્તાન આપણા ઉપર હુમલો કરવા માટે નાં વાપરી શકે તો અડધું નહિ પોણું યુદ્ધ તો જીતાઈ ગયું સમજો..*
નસબંધી થઇ જાય આતંકની ..!!
આ બધાની વચ્ચે બીજા સમાચાર આવ્યા કે અઝહર મસુદની કીડની ફેઈલ છે ..
મોકલી આપો અહિયાં એઈમ્સમાં, અમારા `કુતરીના` ઓ એના માટે પણ મધરાતે કોર્ટ ખોલાવશે અને પોતાની કીડની આપશે એમના `આકા` માટે ..!!
ફરી એકવાર સોશિઅલ મીડિયાની એકતા અને સતર્કતા ખુબ જરૂરી છે, અને *અમેરિકાના ભાઈઓ બેહનો જાગો, એફ-૧૬ નું કૈક કરો નહિ તો આ વખતે `અભિનંદન` બચી ગયા છે પણ તમને યાદ હોય તો ભૂતકાળના યુદ્ધ માં પાકિસ્તાન ને ભેટ માં આપેલી અમેરિકાની એક એક પેટન ટેંક તોડવા આપણો એક એક જવાન શહીદ થતો હતો..*
કૈક કરો વ્હાલા , પાકિસ્તાન પાસે બચેલા સડસઠ (૬૭) એફ-૧૬ ની સામે આપણા ૬૭ છોકરાંવના જીવ ના જોખમમાં છે ..!!
અને *સોશિઅલ મીડિયાના માસ્ટરો,બહાદુરો ,વીરો, જવાનો….કરો આ બ્લોગ ફોરવર્ડ અને શેર અમેરિકા રેહતા ગુજરાતીઓને , એટલે ઍ બધા જારાક હહળે..*
દેશ ભક્તિ દેખાડો ..
જય હિન્દ
જય હિન્દ કી સેના
શૈશવ વોરા