નરેન્દ્ર મોદીની સરકારના એક વર્ષ પર કઈ લખો ..શું લખવું ..??સૌથી મોટી તકલીફ એ છે કે સત્ય હોય તો એની ઉપર લખાય .. જુઠ્ઠું હોય તો પણ લખાય , પણ હકીકત એ છે કે જયારે અર્ધસત્ય જ ચારેબાજુ ફરતું હોય તો એના વિષે શું લખવું … સત્ય કે જુઠ એ બંને કરતા અર્ધસત્ય બહુ જ ભયંકર હોય છે ….
મોદી સરકારમા આમ તો ટ્રાન્સપેરંસીની વાતો થાય છે .. પણ ક્યાં અને કઈ ટ્રાન્સપેરંસી એ શોધવું પડે એવું છે .. જૂની પાછલી સાહીઠ કે પાંસઠ વર્ષની બધી સરકારો સાથે કોઈ રીતે સરખામણી થાય એમ જ નથી … એ તો બધા નકામા જ હતા…
પણ હવે થોડી કામની વાત કરું તો .. વિદેશનીતિમાં સો માંથી સો માર્કે નરેન્દ્ર મોદી પાસ ….. બહુજ વિચારીને થયેલી તમામ વિદેશ યાત્રા …
આર્થિક મામલે કઈ ખાસ ઉકાળ્યું નહિ .. નસીબે સાથ આપ્યો અને ક્રુડ ઘટ્યું અને ધીમેકથી ડીઝલને છુટું કરી નાખ્યું અને ઓપન માર્કેટમાં ઘાલી દીધું …કોઈને ખબર ના પડી ,અને બિચારા સરદારજી આ પરિસ્થિતિ માટે તરસતા હતા …. ક્યારે ડીઝલની સબસીડીના ભારથી છુટું … જેટલી સાહેબને તો ઉપરથી બીજી વધારાની મદદ મળી ,એકસાઈઝ વધારી નાખી પેટ્રોલ ડીઝલ પર , થોડો હાથ છુટ્ટો રહે આવી પરિસ્થિતિમાં નાણામંત્રીનો….પણ બિચારા લોકો રાહ જોતા રહ્યા અચ્છે દિનની …
દિલ્લીની ચુંટણીનો મોટો લાફો પડ્યો .. મોટું કારણ એ જ હતું કે લોકોને સપના મોટા બતાડાયા પણ જમીન પરની હકીકત ત્યાની ત્યાં જ રહી …ફક્ત દિલ્લીની પ્રજા નહિ આખા દેશની પ્રજા કઈક તાત્કાલિક અસરથી ઈફેક્ટ આવે એવું કશું ઈચ્છતી હતી ,પણ સાલું કોઈ જ જાતનો દેખીતો ફર્ક તો કોઈની જીંદગીમાં ના આવ્યો .., પરિણામ શું …? દિલ્લી નો લાફો … આજ રીતે બિહાર પણ ગુમાવશે …
નરેન્દ્ર મોદીની એક મોટી ખાસિયત એ છે કે હાઈપ ક્રિયેટ કરી નાખે છે … ગમે તે વાત નો …કોઈ પણ વાત હોય અને એટલો મોટો હાઈપ કરે કે તમે એકવાર સાચું માની લો … લગભગ આખું ગુજરાત બારે બાર વર્ષ એક પછી એક હાઈપ ઉભા કરીને ચલાવ્યું …પણ આખા દેશમાં હાઈપ ઉભો કરવો એ અત્યારના જમાનામાં અઘરું છે … ઇન્દિરા ગાંધીના જમાનામાં સેહલું હતું .. આધી રોટી ખાયેંગે ઇન્દિરા કો લાએંગે …એવા નારા ત્યારે ચાલતા હવે તો એક પણ નારો લાવે કે તરત જ સોસીઅલ મીડિયા પર તરત જ હવા નીકળી જાય .. કેમ ભાઈ આધી રોટી અમે શું કામ ખાઈએ …?? આખી રોટલી જ જોઈએ ભાઈ …..
કાળા નાણાના મુદ્દે તો ટોટલ મુર્ખ બની પ્રજા .. એમના બોલેલા ભાષણોનું રેકોર્ડીંગ પણ નરેન્દ્ર મોદી સાંભળી શકે એમ નથી , ઈચ્છા શક્તિનો અભાવ કે પછી ક્યાય કશું બચ્યું જ નથી ..?? એ જ ખબર નથી પડતી …તર્ક ઉપર સરકાર ચાલી કે તરંગ ઉપર .. એ સમજાતું નથી ….. કન્ફયુઝનની સ્થિતિ છે લોકો માટે કાળા નાણા માટે.. એ હોય દેશમાં કે વિદેશમાં
ભ્રષ્ટાચાર ઓ માડી રે….. એટલું કેહવું પડે કે એક વર્ષ માં કોઈ મોટું કૌભાંડ બહાર નથી આવ્યું એના માટે તો અભિનંદન ના અધિકારી છે નરેન્દ્ર મોદી ,પણ સામાન્ય માણસને તો રોડ પર ઉભેલો પોલીસ વાળો જયારે સો રૂપિયાની નોટ ઉઘરાવતો બંધ થાય .. ફેરિય પાસેથી હપ્તા બંધ થાય ત્યારે જ એમ લાગે કે ભ્રષ્ટાચાર દેશમાંથી ગયો , નરેન્દ્ર મોદી એમ કહે કે કોલસાની ખાલી છ ખાણો વેચી અને બે લાખ કરોડ મળ્યા , તો મારો સવાલ એ છે કે એ બે લાખ કરોડ વાપર્યા ક્યાં ..?? અને નથી વાપર્યા તો ક્યાં વાપરશો ..?? બીજી સવાસો કોલસાની ખાણની હરાજી કરશો અને કેટલા રૂપિયા મળશે ..? અને એને ક્યાં વાપરશો..? ટ્રાન્સપેરંસી અહિયાં નથી ..!!!!! શું કરશો એટલા બધા રૂપિયા નું એ બોલો , સાદી ભાષામાં બોલજો હો ગોળ ગોળ અને સરકારી ભાષામાં નહિ બોલતા ..
બહુ ગાજેલા જીએસટીને લોકસભામાં પાસ ના કરાવી શક્યા, મોટી નિષ્ફળતા …આર્થિક સુધારા હજી જોઈએ એટલા થતા નથી .. જનધન અને ઇન્સોરંસ યોજનાને ગણાવામાં આવે છે પણ બધું દમ વિનાનું છે …કઈ નક્કર વાત નથી બોસ ..લેન્ડ બીલમાં પણ ઝાપટ પડવાની નક્કી છે ..
કદાચ સૌથી મોટું નિષ્ફળ મંત્રાલય રહ્યું હોય તો ગંગા સફાઈ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય … કઈ ખબર જ પડતી નથી કે આ બે મંત્રાલય કરે છે શું … માનવ સંસાધન મંત્રાલય સ્મૃતિ ઈરાની .. બિલકુલ ફેઈલ ….સંરક્ષણ મંત્રાલય ચુપચાપ કામ કરે છે … લશ્કરની સાથે ટોટલ કોઓર્ડીનેશન…. ધીમી પણ મક્કમ ગતિ ..ગૃહ મંત્રાલય પરફેક્ટ , પણ કાશ્મીરમાં પીડીપી ની સાથેની સરકાર અને કકળાટ ફિફ્ટી પર્સન્ટ …રેલ્વે ચુપચાપ કામ કરીશું આવતી સાલ વાત …
પાછલી સરકારો કરતા સારી સરકાર , પણ સાહેબ તમે કદાચ તમારું સપનું પ્રધાનમંત્રી બનવાનું પૂરું કરી ગયા પણ અમારું સપનું સ્વચ્છ ભારત .. કચરા વિનાનું નહિ … ભ્રષ્ટાચાર અને ભૂખ્યા નાગા લોકો વિનાનું …ક્યારે પૂરું થશે .. શું મારા જીવન કાળમાં આ થશે ..?? બહાર પરદેશમાં ફરું છું ,કે પરદેશી સાથે દેશમાં , ત્યારે ભિખારીને જોઈ પરદેશી મને ટોણો મારે છે.. તારો કન્ટ્રી બ્રધર જો કેવી હાલતમાં છે ..!!! મારે એ નીચું જોવાવાળી કે આડું જોઈ જવાવાળી પરિસ્થિતિમાંથી છૂટવું છે … મને શરમ આવે છે , ઘૃણા થાય છે અને છેલ્લે દયા આવે છે .. અને ભગવાનને યાદ કરું છું .. મારી પાસે પરદેશ સેટ થવાના બધા ઓપ્શન હતા ,પણ મને મારી માં ,બાપ અને મારો દેશ .. મારો ભગવાન આ બધા મારાથી નથી છૂટતા …
મને મારા જીવનના આ દેશમાં જ રેહવા ના નિર્ણય પર ગર્વ થાય એવું મારે ભારત જોઈએ છે …પસ્તાવું નથી સાહેબ મારે … ગુજરાતમાં બધું બરાબર છે ..?? ચેક કરતા રેહજો .. વચન આપીને ગયા છો … વર્ષ થયું એને પણ …રસ્તા ખોદાયેલા છે … ચોમાસું માથે છે …અચ્છે દિનની બદલે અમારા તકલીફ વાળા દિવસો આવી રહ્યા છે , ક્યાંક અમદાવાદની મ્યુંનીસીપાલીટી ચુંટણી આવી રહી છે.. સાવધાન .. દિલ્લીવાળી થશે ….. ધમકી નહિ હકીકત છે જો તમને દેખાય અને સમજાય તો …
શુભ રાત્રી
શૈશવ વોરા