અત્યારે આજતકના ન્યુઝ જોઈ રહ્યો છું,અને એમના એન્કરે એકદમ હરખ હરખ થતા મોઢે જાહેરાત કરી ..
છેલ્લા વીતેલા અઠવાડિયામાં આજતક ને સૌથી વધારે લોકો એ નિહાળ્યું ,
આ “સૌથી વધારે” એટલે આજતકની સરખામણી કોઈ `ન્યુઝ ચેનલ` નહિ પણ `એન્ટરટેઈનમેન્ટ` આપતી ચેનલો સાથે કરાઈ, અને એમાં પણ દૂર દૂર સુધી કોઈ એમની નજીકમાં નથી ..
અને એ એન્કરના મોઢે જ બોલાયેલી વાત ..સૌથી વધારે લોકો એ વિંગ કમાન્ડર અભિમન્યુ ને પાકિસ્તાને પકડ્યા અને છોડ્યા એ સમયગાળામાં આજતક જોયું ..!!
કેવી લાગી સરખામણી ?
`મનોરંજન` ચેનલ જોડે ન્યુઝ ચેનલ `પોતાની` સરખામણી કરી અને પછી વિંગ કમાન્ડર અભિમન્યુ ની કેદ અને રિહાઈ સાથે પોતાની જાતને જોડી રહી છે ત્યારે સરખામણી કેવી વિચિત્ર લાગે ..!!
ખટક્યું નહિ કઈ ..?
છેલ્લા થોડાક દિવસોમાં દેશ આખામાંથી ચેનલો ધીમે ધીમે યુદ્ધ જવર ને ઉતારી મુકવામાં સફળ રહી છે..
લગભગ દરેક વોટ્સ એપ ગ્રુપ પર પણ ચર્ચાઓ બદલાઈ રહી છે..
લાગે છે કે હાથવેંત આવેલું `યુદ્ધ` યોજનો દૂર જતું રહ્યું છે, અને દેશને હવે ચૂંટણી યુદ્ધમાં ઝોંકી દેવાશે..
જો કે વિપક્ષે તો ચૂંટણી યુદ્ધ ને થોડોક સમય વિરામ આપ્યો હતો ,પણ સત્તા પક્ષ તો `જે પાણીએ ચડે એ પાણીએ મગ` ચડાવવા લાગી ચુક્યા હતા.. !!
નક્કી આપણે કરવાનું છે કોણ સાચું હતું અને કોણ ખોટું ..
આજે કોંગ્રેસે અગિયાર સીટોની યાદી જાહેર કરી ..
સોનિયા ગાંધી રાયબરેલી અને રાહુલ ગાંધી અમેઠી ..!
જે દિવસે એરસ્ટ્રાઈક થઇ એ દિવસે ઘણી ચેનલો બોલી રહી હતી કે પુલવામા નો બદલો પૂરો થયો ત્યારે જ ક્યાંક શંકા થઇ હતી કે બધું `પૂરું કરાવી` દેવાની વાત લાગે છે ભાઈ આ તો..
બહુ ગંદી રીતે દેશ આખા ને મીડિયા એ રમાડ્યો ..
પેહલા દરેક ને લાગણીઓ અને ભાવનાઓમાં ખેંચી ગયા અને પછી એક એરસ્ટ્રાઈક અને એમાં પણ વિંગ કમાન્ડર અભિનંદન નો એપિસોડ ,કોઈ ટીવી સીરીયલ નું કે ક્રિકેટ મેચનું ટેલીકાસ્ટ કરવાનું હોય એમ આખી સ્ક્રીપ્ટ બનાવાઈ ..
શા માટે આખો દિવસ સતત મીડિયા વિંગ કમાન્ડર ને દર કલાકે `છોડાવતી` હતી અને પછી નિરાશ કરતી હતી ?
આટલી બધી સનસની ફેલાવી મુકવાની જરૂર હતી ?
ન્યુઝ ચેનલ ચેનલનો નંબર વન હોવાનો દાવો શું કહે છે ?
મનોરંજન ચેનલ થી આગળ જવું એ કોઈ ન્યુઝ ચેનલ માટે `સારી` વાત છે એમ ?
હશે ત્યારે .. એમ રાખો ..
અત્યારે ટાઢી પડેલી ન્યુઝ ચેનલો હવે લગભગ સોશિઅલ મીડિયાને હવાલે થઇ ગઈ છે , ન્યુઝ ચેનલની પાછળ પાછળ સોશિઅલ મીડિયાએ પણ કઈ બાકી ના રાખ્યું ..
વિંગ કમાન્ડર ને મુકવા આવેલા પાકિસ્તાની વિદેશ મંત્રાલયના મહિલા અધિકારીને પણ સોશિઅલ મીડિયાએ ટ્રોલ કરી લીધા ..
ટૂંકમાં કહીએ તો મીડિયા અને સોશિઅલ મીડિયા એ યુદ્ધને પણ આવનારી પેઢી માટે ઉપહાસ નું સાધન બનાવી મુક્યું ..
સાદું ઉદાહરણ આપું તો પકવાન ચાર રસ્તે સાંજ પડ્યે કોઈ ૧૬૦૦ સીસી ના એન્જીનવાળું બાઈક લઈને ઉભા રેહવાનું અને ખાલી ખાલી એક્સીલેટર આપી અને મોટા મોટા અવાજો સાઈલેન્સરમાંથી કાઢવાના અને ગામ આખાને તમારી તરફ જોતું કરવાનું ,અને પછી ફક્ત ત્રીસની સ્પીડે આવડું મોટું સુપર બાઈક ચલાવીને ઘરભેગા થઇ જવાનું, તો પછી ભાઈ `એકટીવા` શું ખોટું છે ?
કેટલાય દિવસોથી “કૈક તો કરશે” એવી આશા લઈને દેશ જીવતો હતો, પણ હવે લગભગ “કઈ જ નહિ થાય” એવું નક્કી લાગે છે..!!
ચાલો જેવી ઉપરવાળાની મરજી ..
બાકી કોંગ્રેસને ગાળો આપીએ તો એને સત્તા ઉપર બેસાડનારા આપણે જ હતા ,અને આજે ભાજપ ને સત્તા ઉપર બેસાડનારા પણ આપણે જ છીએ ,
*ભૂતકાળ ને ગાળો આપનારો પોતાના માંબાપ ને જ ગાળ આપી રહ્યો છે એ વાત ભૂલી જાય છે..!!*
જો કે એક સત્ય એ પણ છે કે *જે વર્તમાનમાં પાણી નથી અને ભવિષ્ય દેખાય છે પણ એ એનાથી એચીવેબલ નથી,એવું નપાણીયુ થઇ ચૂકેલું વર્તમાન જ ભૂતકાળને ગાળો આપે છે..*
ભાજપ આવતીકાલે અડવાણીજી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠોને ટીકીટ આપવી કે નહિ એ માટે બેઠક કરશે..
જય હો ..
નહી મળે ટીકીટ ,અને આપે તો ખોટું કેહ્વાશે ..!!
*દુનિયા નો સર્વમાન્ય નિયમ છે કે દરેક માંબાપ એ પણ ઘરડું થવું અને મરવું પણ પડે…!!*
ન્યુઝ ચેનલોની સ્ક્રીપ્ટ લખાઈ ચુકી છે ક્યાંક , તમને અને મને ફરી રમાડવાની , લાગણીઓ અને ભાવનાઓ ને ફરી એકવાર રમાડી અને પછી જે કોઈ સરકાર આવશે એ તમને અને મને જ ચોર, મૂરખ ,જાહિલ , ગંદકી કરનારો વગેરે વગેરે વિશેષણોથી નવાજશે ..
કોઈ સરકાર બાકી નથી..
પ્રજાપીડન ને દુનિયાની તમામ લોકશાહીનું ઉત્તમ હથિયાર રહ્યું છે ,સમસ્યા પોતે ઉભી કરી અને પોતે જ સમાધાન આપે એનું નામ જ રાજકારણી અને એમાં ફસાય એનું નામ પ્રજા..!!
નાના સુખની સામે અપ્રત્યક્ષ કર ની જેમ અઢળક દુઃખ દુનિયાભરની સરકારો આજ સુધી પ્રજાને માથે મારતી આવી છે ,પણ આ બધાની વચ્ચે જે રાજકારણીએ પ્રજાના દુઃખને પણ એમ કહી દે કે અલ્યા ગાંડા આ`ને દુઃખ કેહવાય ? દુક્ખ તો જો હું ભોગવીને આવ્યો ને એને કેહવાય તું તો સુખી છો ..
બસ ..આનું નામ રાજકારણી અને શાસક ..
આ ચૂંટણીમાં હવે યુદ્ધ મા દુઃખ ને સુખમાં ફેરવવાની `કળા` જોવા મળશે..
અંતે મુરબ્બી વડીલ શ્રી વિક્રમ દલાલનું આજ મંથન બેઠ્ઠું મુકું છું ..
વિચારજો અને ફોરવર્ડ કરતા રેહજો ..
શૈશવભાઈ સારું લખો છો ,એટલું કીધે નહિ ચાલે ..
બીજાને પણ મોકલો
આભાર .
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
આજનું મન્થન Thought for today 8-3-2019
સમાજ શું કહેશે તેની પરવા કર્યા વીના પોતાની રીતે વર્તવું એ સન્તો અને ગુંડાઓનું સમાન લક્શણ છે; પરન્તુ આ બે છેડાના મનુશ્યો વચ્ચેનો તફાવત એ છે કે સન્તોના વર્તન પાછળ સમાજનું હીત સમાયેલું હોય છે જ્યારે ગુંડાના વર્તન પાછળ માત્ર અંગત સ્વાર્થ જ કામ કરતો હોઈને બીજા દુભાય તેની તે ચીન્તા કરતો નથી.
To act against the norms of society without worrying what it will think, is a common characteristic of a saint and a crook. The difference between these two types of persons having such a bold attitude is that the motive behind the behavior of the saint is for the benefit of the society while that of the crook is his selfish interest and he does not care at all for the harassment of others.
Vikram Dalal
2/15 Kalhaar Bungaloz
Shilaj
(15 Km. West of Amdavad)
Mo. No. 94273 25820