જીમમાં એક છોકરો મારી પાસે આવ્યો અને મને કહે અંકલ યાર પ્રોબ્લેમ હો ગઈ…મેં કીધું બોલ ભાઈ શું થયું … ?અંકલ બોલે તો દાવ હો ગયા … મેં કીધું શું થયુ ભાઈ ..? અરે વો મેરા ફ્રેન્ડ હૈ ને MMM ઉસને એક લડકી દેખી થી .. દો ચાર મીટીંગ હો ગઈ .. દોનો સાથ મે ઘૂમને ગયે પંદરા દિન સબ ઠીક ચલા … મેં પૂછ્યું પછી શું થયું ..? બોલતા હું યાર .. . એક દિન દોનો હોટેલ મેં ગયે .. ઔર વાપિસ આતે વક્ત મેરે ડોબે MMM ને વો લડકી કો પૂછા are you virgin…?? બસ વો લડકી ભડક ગઈ ગાડી સાઈડ કરવાઈ ઔર ઉતરકે રીક્ષા મેં ચલી ગઈ … બસ તબ સે કુછ બોલતી નહિ હૈ .. બાત તક નહિ કરતી હૈ ..ઉસકા નંબર બ્લોક કર દિયા હૈ… MMM તો બોલે તો એકદમ બાવલા હો ગયા હૈ ….મેં કીધું ભાઈ હવે આમાં હું શું કરું ..?? અરે ક્યાં અંકલ કોઈ રસ્તા બતાવો ના … બોલો હવે મારે શું રસ્તો બતાડવો ..??? મેં કીધું તારા અડબંગ MMM ને કહે કે ના પૂછવા ના સવાલ હવે બીજી કોઈ ને ના પૂછીશ …..નહિ તો રહી જઈશ પોપટલાલની જેમ કુંવારો , આખી જિંદગી …મને કહે બાત તો સહી હૈ … વો કોનસા VIRGIN થા ..?
મારા માટે આ એક નવો સવાલ હતો અને વિચાર પણ નવો હતો … આવો સવાલ કોઈ છોકરી ને પુછાય કે નહિ ..? આમ જોવા જઈએ તો , ના પુછાય સો ટકા ના પુછાય …પણ થોડા ભૂતકાળમાં જઈએ તો દરેક એરેન્જ મેરેજ કે લવ મેરેજમાં થોડી જુદી રીતે આવા સવાલ દરેક વખતે પૂછવામાં તો ઘણા સમયથી આવે છે … પેહલા જુના જમાનામાં કોઈ વડીલ મહિલા થોડું મ્ભ્ભમમાં પૂછી લેતા બેટા તમારું મન ક્યાય લાગેલું નથીને ..?? પછી થોડો ફેરફાર થયો …સવાલમાં .. કોઈ સીરીયસ અફેર ખરું ..??આવો સવાલ આવતો થયો …. અને હવે સીધો જ સવાલ …કોઈ શબ્દો ચોરવા ની વાત જ નહિ ….
પણ મને આ સવાલ પૂછવા પાછળ નો આશય આજ સુધી નથી સમજાયો …. મોટે ભાગે આવા પુછાયેલા સવાલના જવાબ ના માં જ હોય , કે ના ક્યાય અફેર નથી અને પેલા અંગ્રેજી સવાલનો જવાબ એમજ હોય 100 % VIRGIN … અને આ જવાબ સાચો કે ખોટો પણ હોઈ શકે છે …
એક બીજી ક્લેરીટી કરું આપણા સમાજમાં છોકરા ને આવા સવાલ બહુ પૂછવામાં નથી આવતા ..પણ આજ સવાલ ક્યારેક કોઈ છોકરી હિમત કરીને છોકર ને પૂછી લે ત્યારે જવાબ સરખો જ હોય છે ….૧૦૦ %
virgin હોવું કે ના હોવું .. આ બધું બહુ જ અંગત માન્યતા અને વિચાર માંગી લે એવી વાત છે… હું માનુ કે આ અવસ્થા તમારા ઉછેર અને ટીનએજમાં જયારે હો ત્યારે તમારી આજુબાજુના જે લોકો હોય છે એની ઉપર બહુ ડીપેન્ડ કરે છે … અને બીજું એવું થોડું આમાં નસીબ પણ મોટો ભાગ ભજવતું હોય છે …અમુક કુંડળીમાં શુક્ર એવી જગ્યા એ બેઠો હોય અને પાછો ચંદ્ર ,મંગળ કે રાહુની જોડે હોય કે સામે હોય …પછી તો પાછુ વાળીને જોવે એ બીજો , ઘણા કાગડા ને જ્યાં જોવે ત્યાં બધું મળે ,અને કેટલાક હંસલા બિચારા ઉપરના ઉપર હવામાં ઉડયા કરે ….. આ મુદ્દા પર વર્ષોથી આદિકાળથી ચર્ચાઓ ચાલે છે … પણ ક્યાય કોઈ ગાઈડ લાઈન પરફેક્ટ રીતે દોરેલી મળતી નથી… અને છેવટે ક્યારેક એકાંત, રાત , નશો , કે બીજું કઈ પણ ફેક્ટર બધું જ બાજુ પર હડસેલી દે ….
ફરી પાછો પેલા MMM પર આવું ….. અંકલ લેકિન વો બાત કયું નહિ કર રહી હૈ ..?? ઇતની ખફા કયું હૈ ..? અરે નહિ હૈ તો ના બોલ દેતી ,ઔર virgin હૈ તો હાં બોલતી …સિમ્પલ સી તો બાત હૈ …
એકદમ સામાન્ય વાત , હોય તો હા પાડ ,અને ના હોય તો ના પાડ , એમાં આટલું મોટું રૂપ શું આપવાનું વાતને, જો કે વાંક તો આપડો જ છે , આપણને નાનપણથી એમ શીખવાડાય છે કે રાજા રામચંદ્રજીએ જે કર્યું એ કરવાનું અને કૃષણએ જે કીધું એ કરવાનું …
મારા જેવો અવળચંડો ત્યારે પણ કેહતો ના ભાઈ આપણને તો કૃષણ એ કર્યું એ કરવામાં મજા પડે રામચંદ્રજી એ કર્યું એમાં તો નકરું દુઃખ દુઃખ છે … પણ હકીકત તો એ છે કે મર્યાદા પુરષોત્તમ રામ પણ આ સવાલમાંથી બાકાત નોહતા રહ્યા …. ઉત્તર રામાયણમાં એમણે પણ સીતાજીની અગ્નિ પરીક્ષા લીધી હતી ……
મને પેલા MMM ના સવાલ નો જવાબ મળી ગયો ….જેમ અગ્નિ પરીક્ષા પછી સીતાજીએ અયોધ્યા નો ત્યાગ કર્યો એમ તારા સવાલ ને વાહિયાત ગણી ને એણે તને રમતો મૂકી દીધો … અને તું એના કોલર લીસ્ટમાં બ્લોક થઇ ગયો ,હવે ગમે તેટલા વોટ્સ એપના ડીપી બદલે ,તારો મેળ નહિ પડે ફરી , બીજી કોઈમાં આવી ભૂલ ના કરતો કહીદે તારા MMM ને .. નહિ તો રહી જશે આખી જિંદગી કુંવારો …
મોટેભાગે એરેન્જ મેરેજમાં જે મીટીંગો થાય છે એ અને પછી સગાઇનો સમયગાળો છે એ બહુ નાજુક હોય છે .. બે એકદમ અજાણ્યા જીવો ને જીવનભર સાથે રેહવાનું હોય છે ,અને આ સમયગાળાનો અંત લગભગ હનીમુન પત્યા ના બે ત્રણ મહીને આવતો હોય છે .. પેહલા એકબીજા ને ઓળખવાની અને પછી સ્વીકારવાની પ્રક્રિયા ચાલતી હોય છે ….
જેવા એકબીજાને સ્વીકારી લે પછી તો જીવનભર ફક્ત એડજેસ્ટમેન્ટ જ બચે …બસ નાના મોટા સમાધાનો કરો અને સાંકડેમુકડે આગળ વધતા જાવ .. જે પેહલું લાકડામાં જાય ત્યારે બીજા ને સમજાય કે ઓહો ઘણા વર્ષો કાઢી નાખ્યા આપણે તો આમની જોડે … અને ત્યારે એક યક્ષ પ્રશ્ન આવે તારા વિના હવે હું કેમ જીવીશ ..???
પણ બધા જીવી જાય છે …. દુખ નું ઓસડ દાડા ..... </strong>
<strong> અને એ દા
ડે જો યાદ શક્તિ બચી હોય ત્યારે મુઠ્ઠી વધેલી રાખ ને પુછાય are you virgin …??????
ના પુછાય ભાઈ ના પુછાય ….
શુભ સંધ્યા
શૈશવ વોરા