બંગલા દેશ ..
ટીવી ચેનલ્સ ઉપર એક પછી એક ચર્ચાઓ અને અપડેટ આવી રહ્યા છે ..
જન સાધારણ તરીકે મારા તમારા જેવાને પ્રધાનમંત્રીશ્રીને સલાહ આપવાનું મન થઇ જાય , આ દેશના તમામ લોકોને પોતાની જાત સિવાય બીજાએ શું કરવું જોઈએ તેની ખબર છે , એ ન્યાયે એમ કહી દેવાય કે એકવાર ઠોકી ઘાલો..
શ્રીલંકામાં રાજીવ ગાંધીએ સૈન્ય મોકલી અને ઉપમહાદ્વીપમાં દબદબો કાયમ કર્યો હતો એમ તમે પણ ઠોકી ઘાલો , બિલકુલ પડખામાં પાકિસ્તા- અફઘાનિસ્તાન ઉભું થતું હોય તો ના થવા દેવાય સો વાતની એક વાત..!
આ થઇ સલાહ ..
હવે વાત સાંપ્રતની ..
ભારતીય સંઘમાંથી છુટા પડેલા તમામ દેશોમાં આ પ્રકારના કોઈને કોઈ ડખો ચાલ્યા જ કરે છે , સિવાય કે ભૂતાન .. અને ભૂતાનમાં ડખો ના પડવાનું કારણ એ કે નવી દિલ્લીએ દાંતથી પકડી રાખ્યું છે ભૂતાનને ,ભારતનું લશ્કર સો એ સો ટકા ભૂતાનમાં પડ્યું પાથર્યું છે અને ભૂતાનનું સુરક્ષાની જવાબદારી નવી દિલ્લીએ લીધેલી છે,બાકી રહી વાત , નેપાળ , મ્યાંમાર ,શ્રીલંકા ,માલદીવ ,પાકિસ્તાન ,અફઘાનિસ્તાન એકે એક જગ્યાએ ડખા..
ઈરાન, ઈરાક પણ બાકી નહિ, છેક મિડલ ઇસ્ટ જાવ ત્યારે રાજકીય સ્થિરતા દેખાય અને પૂર્વમાં દક્ષીણ કોરિયા , ઉત્તરે તો દોંગાઈ લબાલબ ભરેલું ચીન છે જ..! ચારેય તરફ રાજકીય અસ્થિરતા દેખાય ..
જે તત્વો એ આજે બંગલા દેશમાં અસ્થિરતા ઉભી કરી છે એ જ તત્વો ભારતમાં પણ બહુ મોટે પાયે છે પણ અહિયાં બહુ ઉપજે નહિ , સરકાર દેખાય ત્યાં જેર કરે નહિ તો અહિયાં પણ આવા જ ખેલ ચાલતા હોત..!
ભારતીય સંઘની વિશાળતા અને વિવિધતાએ એને આવી કોઈ પરિસ્થિતિમાંથી બચાવીને રાખ્યો છે..!
જે રીતે આર્થિક આંકડા આવી રહ્યા છે બંગલા દેશના એ જોતા દુનિયાનું બીજું સૌથી મોટું કાપડનું એક્સ્પોર્ટર થઇને ઉભું છે , એકલી સસ્તી લેબરથી આ સ્થાન એચીવ ના થાય , મેનજમેન્ટ અને રૂપિયા , બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ માંગી લ્યે અને છેલ્લા બે દસકામાં એમને મળ્યા પણ છે ,
એટલે ઘણા બધા દેશોના આર્થિક હિત એમાં પડેલા હશે બહુ જલ્દી આ બબાલ પૂરી કરાવશે એ જ લોકો દુનિયામાં સૌથી મોટી ચીજ હોય તો તે રૂપિયા અને ધંધો ..
સિવાય કે કોઈ મોરલો કળા કરે અને આ બાહના હેઠળ આખો ધંધો ખુવાર કરાવી દે અને બધું ઉશેટીને બીજે ક્યાંક લઇ જાય ..ધંધે મેં સબ જાઈઝ ..!!
એવા મોરલા આપણે ત્યાં પણ ખરા , બાપદાદા નરોડા જીઆઇડીસીના ટેકસટાઇલ યુનિટથી જ ઉભા થયા છે..!
રહી વાત સિક્યુરીટીની તો ગ્વાદર ચીન દેશના હાથમાં જઈ ચડ્યું પણ હંબનડોટામાં ફાંસ ઘાલી દીધી , એવી જ રીતે ચિત્તાગોંગમાં બીજા કોઈપણ દેશનો નેવલ બેઇઝ ઉભો ના થવા દેવાય નહિ તો નોર્થ-ઇસ્ટના રાજ્યો ઉપર કાયમ ખતરો ઝળુંબે ..
ઉપરથી જો લાગ આવે તો કઠપૂતળી સરકાર બેસાડીને આપણી ચીકન નેકને એલીફન્ટ નેક કરી મૂકાય, નામ એમનું અને કામ આપણું ..!!
જો કે રથી મહારથીઓથી આખ્ખી કેબીનેટ ભરેલી જ છે અને ઉપરથી પછી સંઘની થિંકટેંક મદદે આવે એટલે કોઈક ના વિચાર્યું હોય એવું સોલ્યુશન આવે પણ ખરું..!
રહી વાત હિંદુઓની પ્રતાડનાની ..
શું કેહવું હવે ?
ટેવાયેલો છે હિંદુ ,
સેઈમ… કોઈએ શું કરવું જોઈએ એની વાતો કરશે ,પણ પોતે કશું નહિ કરે અને આપણે એક રાજકીય સીસ્ટમ સ્વીકારેલી છે એટલે સીસ્ટમની બહાર જવાનું આપણને સુઝે પણ નહિ અને જઈએ પણ નહિ બે લાફા ખાઈ લઈએ પણ પોલીસ જ બોલાવવાની .. પોલીસ જે કરે તે ખરું ..
ઘણા બધા ઉક્સવવા વાળા મેસેજીસ ફરે છે અને પોતે જાણે હથિયારો લઈને બંગલા દેશ પોહચી ગયા હોય એમ વોટ્સ એપ ઉપર ફાંકા ફોજદારી કરે પણ સીસ્ટમને આપણે સ્વીકારી છે, અને સીસ્ટમથી ચાલવાનું છે , કાયદેમે રહોગે તો ફાયદેમે રહોગે ,એ નક્કી છે એટલે બીજા હિન્દુએ શું કરવું જોઈએ એની સલાહ ઠોકે પણ પછી દૂધનો ઉભરો શમી જાય..
ઉપ મહાદ્વીપમાં ભારત વર્ષમાંથી છુટા પડેલા તમામ દેશોમાં હિંદુ હમેશા મુસીબતમાં ઘેરાયેલો જ રહ્યો છે અને ભારતનું સીએએ જે એ બધા દેશોમાંથી આવેલા નાગરીકોને ભારતની નાગરિકતા આપવાનું કામ કરે છે ,એ બીલ જયારે આવ્યું ત્યારે જ આપણે સમજી જવાની જરૂર હતી કે આજુબાજુના દેશોની અંદર જઈને આપણે કશું ભવિષ્યમાં પણ કરવાના નથી હિંદુ હિતોની જાળવણી માટે ,
તમને તમારા ઘરમાંથી કાઢી મુક્યા હશે લ્યો તમે હિંદુ છો તો તમને અમે નાગરિકતા આપી દઈએ છીએ મજા કરો ..
સિંધમાંથી આવેલા સિંધી ભાઈઓ બેહનોની જેમ તમે પણ ભારતમાં આવો અને ફૂલો ફલો ,પણ એક મહાન રાષ્ટ્ર તરીકે અમે યુદ્ધ નહિ પણ બુદ્ધને જ ફોલો કરીશું , મહાનતા અમારી રગે રાગમાં દોડે છે ..
બહુ વર્ષો પેહલા એક જૈન મિત્રને ત્યાં ચોવીસ તીર્થંકરની જીવનીની એક બહુ નાની પુસ્તિકા હાથ ચડી હતી , વાંચી લીધી હતી તરત જ ..
ચોવીસે ચોવીસ તીર્થંકર ચક્રવર્તી સમ્રાટ હતા, પછી દીક્ષા લીધી હતી ..
જેમ ગરીબની સાદગીનો કોઈ મતલબ નથી તેમ સામર્થ્ય વિનાનું ડહાપણ કોઈને ખપતું નથી , ધરતી ઉપર વસતા સસ્તન જીવધારીઓમાં નર હંમેશા પોતાની જાતિના બીજા નર સાથે બખાડતો જ રહે છે અને પોતાની પ્રભુસત્તા જતાવતો રહે છે ..
મોકો શોધતો હોય છે ..
એકવાર નિર્બળ તરીકે ચિતરાઈ ગયા પછી સોશિઅલ મીડિયાના કીમિયાગરો બહુ કામ નથી લાગતા , ઈતિહાસ સોશિઅલ મીડિયા નહિ લખે ..
સીએએ થકી આવે તે ભલે પધાર્યા ,પણ સામર્થ્ય તો દેખાડવું રહ્યું જગતને ..
શાંતિ બંધુક ના નાળચેથી બેલેસ્ટિક મિસાઈલના માથે જઈને બેઠી છે..!
સીસ્ટમમાં રહી ને જીવવા ટેવાયેલા છીએ અને સીસ્ટમની બહાર નીકળવું નથી માટે સીસ્ટમ પાસેથી અપેક્ષા છે..
જય હો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*