ભાદરવો બેઠો ને મહાદેવ ના મંદિરે માંડવો બંધાઈ ગયો, પ્રાંગણમાં રામાપીર નું મંદિર છે અને ભાદરવી નવરાત્રીને રામાપીરની નવરાત્રી પણ ગણવામાં આવે છે..!!
અમારા જેવા રસિયા જીવડા ને આસોના ભણકારા થાય ને તરત જ કાને ..ધીન ધા ધા , તીન ના ક્ત્તા સંભળાવા લાગે ને પગ એમનેમ થીરકવા લાગે..!!
બે દિવસ પેહલા મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાં હતો, અને રાત પડ્યે એક મોટરસાયકલ હાથ લાગી ગઈ..એની માં ને મોજ આવી ગઈ એક તો મસ્ત ઠંડું `વેધર` ઉપરથી મોટ્ટા પોહળા રોડ અને સાડા ત્રણસો સીસીનો ઘોડો..પછી તો શૈશવ નામનો અસવાર ઝાલ્યો ઝલાય..!!??
રાત માથે જ લઇ લેવાની હોય ને..ગાડીઓ પાછળ દોડે અને આપડો ઘોડો આગળ ..
પણ એનાથી વધારે મજા તો આવી ગણપતિ માટે પેલા ઢોલ વગડવાની પ્રેક્ટીસ કરવાના મંડળો જોવાની..!!
હે`ઈ મજાના રામઢોલ લઈને વીસ-ત્રીસ જણા પ્રેક્ટીસ કરતા હોય અને જોડે દસ-બાર બીજા ત્રાંસા, મંજીરા ,નિશાન ,ડંકા લઈને મચ્યા હોય.. જોર જોર સમો બંધાય અને નાના નાના ટેણીયા લેજીમ લઈને મંડ્યા હોય ..!!
આપણો પ્રિયમાં પ્રિય ઢોલ એટલે રામઢોલ ..ઓહ હો હો ..!! જોર જોર ..!! ખમ્મા ખમ્મા ..જીવતા ર`યો મારા વા`લીડાવ..!!
નહિ નહિ તો પણ વીસેક મંડળો જોયા , દરેક જગ્યાએ તો નહિ પણ જ્યાં મોટ્ટું મંડળ દેખાય ત્યાં આપડો `ઘોડો` ઉભો રહી જાય ..
છાતીની આરપાર જાય ઢોલ, નિશાન ડંકાના એ ધ્રુબાંગ ધ્રુબાંગ ધીન ધીન..
રામઢોલ ગરજે જાણે સાસણ નો ડાલમથ્થો ..નાભિએથી ડણક મારે અને નાભિની આરપાર જાય..!!
કોઈ એ ધ્વનિ પ્રદુષણની માં પરણવા નહિ આવવાનું , અને આવે તો અઠ્ઠે મારી એવા મિજાજથી પ્રેક્ટીસ થતી , વીસ પચ્ચીસ વર્ષના છોકરા છોકરીઓ રમખાટ બોલવતા હોય..!! હૈયું ભરાઈ જાય..
અને અહિયાં ગુજરાતમાં અસ્મિતાબેનના પેલા નણંદોઈ અને સંસ્કૃતિબેનના સગ્ગા જેઠ એવા દુનિયા આખીની છોકરીઓ ની ઈજ્જત આબરૂ ના ઠેકા લઈને બેઠેલા ગુજ્તારી બુઢ્ઢો ઘુસડ ..
તમારી છોકરીઓને ગરબાના ક્લાસમાં ના મોકલતા નહિ તો કોઈ જુવાન છોકરાના ચક્કરમાં ફસાઈ જશે અને પછી તારું બૈરું કે છોકરી તારા હાથથી જશે..!!
એવી કૈક મોટી લાંબી લચક પત્રિકાઓ અત્યારથી વોટ્સ એપ પર ફરતી કરી મૂકી છે..
કેમ ઘોડીના ડોસલા તારી જુવાનીમાં તું નવરાત્રીમાં ગામ ના બૈરા જોવા જતો હતો હે ..??
હલકટ સાલા ,આંખેથી ચૂ xxx નાં ચશ્માં ઉતાર, મોતિયા આવી ગયા પણ સુધર્યો નહિ..!!
જા તો મહારાષ્ટ્રમાં કેહવા કે ગણપતિમાં આમ થાય ને તેમ થાય એવું કેહવા તો .. કેવી હુજાડી દે છે તારી ..!!!!
ઓછામાં ઓછા છ કરોડ ગુજરાતીમાંથી એક-દોઢ કરોડ ગુર્જર નરનારી ગરબે ઘુમવા નીકળતા હોય ત્યાં પેલા અસ્મિતાબેનના પેલા નણંદોઈ અને સંસ્કૃતિબેનના સગ્ગા જેઠ વાંકા પાડવા આવે..!!
ગધેડીના ઢોર.. આજે અસ્મિતાબેનના પેલા નણંદોઈ અને સંસ્કૃતિબેનના સગ્ગા જેઠ ને ભરપુર ગાળો પડવાની છે ,કેમકે પેલું કહે છે કે કળા વિનાનો મનુષ્ય પશુ સમાન હોય છે એટલે જે ગુજરાતીને ગરબા નામની કળામાં વાંધા વચકા હોય એ બધાય ઢોરાં જ છે..!!
અને ઢોર ને ઢોરના નામથી જ બોલાવાય..!!
તો ગધેડીના, ઢોર તને ખબર છે ગરબા કેટલા અને કેટલી રીતે રમાય ..? દોઢીયા,પોપટિયા ,હુડો ,થી લઈને રાસ સુધી કેટકેટલા રંગ છે ગરબાના ..? વાંચી લેજે જુના બ્લોગ ઘણું લખ્યું છે ..
સ્ટેપ કેટલા હોય ? છ માત્રાના હીંચ તાલને આ ગુર્જર નરનારીઓ ચોવીસ થી લઈને છત્રીસ છત્રીસમાત્રા સુધી લઇ જઈ ને રમતા હોય છે ..
પડ્યો ટપ્પો ઢોર ..? નહિ પડે ,
ગામ ના બૈરા ની ચિંતા મુક અને તું પણ ગરબા ક્લાસમાં જ અને એક બે ત્રણ ચાર કરી ને બે ચાર સ્ટેપ શીખી લ્યે કાગડા..!!
સાલું મને ખટકે એ કે આ ગણપતિના દિવસોમાં રાતની રાત ગણપતિના પંડાલોમાં આખું મહારાષ્ટ્ર મન મૂકી ને મ્હાલશે ,અને હા પાછું મહારાષ્ટ્રમાં તો પછી દારૂબંધી તો છે નહિ તો પણ ત્યાં કોઈ અડચણ કે નડતર નહિ, પણ અહિયાં ગુજરાતમાં તો દારૂબંધી અને દારૂબંધી ને લીધે આપણે તો બધા સંસ્કારી વસ્તાર જ પેદા કર્યો છે તો પણ રાતના બાર વાગે કેમ ગરબા બંધ કરવાના ..?
ધ્વનિ પ્રદુષણ થાય નહિ ..? હમણાં પેલો બકરા કાપવાવાળો તેહવાર ગયો નહિ ..!!
ચચરી તને અસ્મિતાબેનના પેલા નણંદોઈ અને સંસ્કૃતિબેનના સગ્ગા જેઠ ..ચચરી કે નહિ ..?
કેમ નવરાત્રીને એકલા જુવાનીયાનો જ તેહવાર બનાવી મુક્યો છે ?
અલ્યા ડોહા ડગરા રોજ સવારે અટીરા અને ઔડા કે મ્યુનિસિપલ ગાર્ડનમાં દોડે છે તે નવ દિવસ ગરબે ઘૂમી લે ને..તારા પોતાના જણેલા છોકરા છોકરી જોડે, શું પ્રોબ્લેમ છે નથી આવડતું ? અરે લપોડશંખ હજી મહિનો બાકી છે શરમની પૂંછડી મે`લ, અને તું પણ ક્લાસ જોડે જોડે ભરી ને આવ..
કઈ નથી અલ્યા આ નહિ નહિ તો ય પિસ્તાલીસ વર્ષથી અમે રમઝટ બોલાવીએ છીએ..
ખોટા તને નથી આવડતું એટલે રીસનો માર્યો જેને આનંદ કરવો છે એને આનંદ કરતા અટકાવે એવા મેસેજીસ ના ફેરવ..!!
અને રહી વાત પેલી ગંદા ગંદા કૃત્યોની તો પછી અસ્મિતાબેનના પેલા નણંદોઈ અને સંસ્કૃતિબેનના સગ્ગા જેઠ તારા ઘરના સંસ્કાર હશે ને એવું થશે.. તેરા કિયા આગે આયેગા ..!!
કૃત્યો કરવા માટે નવરાત્રીની કોઈ રાહ જોતું નથી , પાંચસો રૂપિયામાં બારેય મહિના અને ત્રણસો પાંસઠ દિવસ અઢળક હોટેલો ની રૂમો મળે છે ,ને ઠેર ઠેર સ્પાના આડમાં જે કરવા હોય એ બધા ધંધા થાય છે ..અને આ ટીંડર ના જમાનામાં હવે આ બધું વિચારવું પણ ખોટું છે..!!
જેને દુષ્ટ કૃત્યો કરવા છે એને કોઈ રોકી નથી શકતું અને જેને નથી કરવું એ રૂપલલનાના ખોળામાં માથું મૂકીને ઈશ્વર નું નામ જપે છે..!!
સરકાર નવરાત્રીના વેકેશન જાહેર કરીને પાછી હટી ગઈ છે ,ક્રિસમસમાં તો ઘેર ઘેર જઈને ભણાવવામાં આવે છે .. કાયદો અને વ્યવસ્થાના નામે બાર વાગ્યે ગરબા બંધના એવા ઔરંગઝેબના સમયના કાયદામાંથી મુક્તિ મળે એવી આશા છે..!
બાકી તો મારી માં મેલડી રમતી આવે..જુના જોગ ની જોગણી આવે ,માં ઉગતા પોર ની મેલડી આવે ,માં મસાણી મેલડી આવે .!! ભડકાવાળી માં મેલડી આવે…!!
યાદ રાખ અસ્મિતાબેનના પેલા નણંદોઈ અને સંસ્કૃતિબેનના સગ્ગા જેઠ ,કોઈ ને છોડતી નથી આ ભડકાવાળી માં મસાણી મેલડી …!!
એટલે જીવી લેજે અને બીજા ને જીવવા દેજે અસ્મિતાબેનના પેલા નણંદોઈ અને સંસ્કૃતિબેનના સગ્ગા જેઠ..!!
બોલ મારી અંબે જય જય અંબે ..આપનો દિન શુભ રહેશૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*