તમારા પરિવાર ઉપર ભયાનક મુસીબત આવી હોય તો શું કરો ? બહાર નીકળવા ના રસ્તા વિચારો કે પછી કવિતાઓ લખો કે પછી લેખો લખો કે પછી બ્લોગ લખો ?
શું કરો ?
અને હા મુસીબત માટે મારા કનકકાકા મને હમેશા કેહતા કે મુસીબત એકલી આવે જ નહિ એના ભાઈ બેહન ,માં બાપ બધા ને ભેગા લઈને જ આવે, એટલે જયારે મુસીબત આખા ખાનદાન ને લઈને આવી હોય ત્યારે આવી પરિસ્થતિમાં શું કરો ?
જેનામાં અક્કલ હોય અને સામર્થ્ય હોય તો એમાંથી બાહર નીકળવાના રસ્તા વિચારી ને એ રસ્તે ચાલવા મંડે , પણ અક્કલ ઓછી હોય તો બાહર નીકળવાનો કોઈ રસ્તો બતાવે એ પ્રમાણે કરે પણ અક્કલ જેવું તત્ત્વ ના હોય તો ?
કવિતાઓ કરે , રાગડા તાણે , બ્લોગ લખે ,લેખો લખે અને મોટ્ટે મોટ્ટે થી બુમો પાડે ને ઉપરથી મારા જેવા ખાટસવાદિયા એને ફેલાવે ઓહો શું જોરદાર ..!!
કોગળિયું માનવ સર્જિત કે કુદરતી ? એ સવાલ ની ચર્ચા થશે, સદીઓ સુધી થશે પણ ગઈકાલે એક ન્યુઝ આવ્યા કે ડીસેમ્બર સુધીમાં ત્રણસો કરોડ ડોઝ વેક્સીન ના તૈયાર હશે,
*આનો સીધો મતલબ એમ થાય કે દુનિયા આખી એ નક્કી કર્યું છે કે ભારત ને પેહલા આ કોગળિયામાંથી બાહર કાઢો અને જો એ નહિ થાય તો દુનિયા આખી બાહર ક્યારેય નહિ નીકળી શકે..!*
આવું કેહવા નું કારણ એક જ છે કે દુનિયા આખી ના વેક્સીન બનાવનારા ને એમની સરકારો જોરદાર રીતે કન્ટ્રોલ કરી રહી છે , એ બધી સરકારો એ વેક્સીન બનાવનારા ને એમના લાયસન્સ છુટા મુક્વ્યા ભારત માટે ને ભારતમાં વેક્સીન ના પ્રોડક્શનમાં ધબધબાટી બોલાવો એવા સિગ્નલ આપ્યા..!!
હવે હું રહ્યો પંચાતિયો જીવ ,કાયમ વાર્તાની પાછળ બીજી કોઈક `બાજુ` શોધું ,
મને એમ વિચાર આવ્યો કે આ ભારતમાં દુનિયા આખી રસીઓ બનાવવા તૂટી પડી છે તો આ બધું ચીન દેશમાં ગયું કે નહિ ?
પણ “મા`ળુ હહારું” કોઈ એકપણ વેક્સીન નો લાયસન્સ ધારક એ બાજુ ફરક્યો હોય એવા વાવડ તો છે નહિ ..!
તો શું માનવાનું ?
મને એવું લાગે છે કે દુનિયા એ મોરો ઘુમાવ્યો છે ને વેક્સીનની બાબતે ભારત ને દુનિયા નું પ્રોડક્શન હાઉસ બનાવવાની ફિરાકમાં આખી દુનિયા લાગી રહી છે..!!
સરદાર મનમોહનસિંહ અને સુષ્મા સ્વરાજ ની પોલીસી કામ લાગી ગઈ લાગે છે..!!
જો કે હજી ઉતાવળા થવા ની જરૂર નથી , એલાન કરી મુકવાની ઘડી નથી આવી હરખચંદ પદુડાચંદશ્રી ..!
આ વાત ને સાચી ત્યારે જ મનાય લેખક , કવિ ને બ્લોગર્સજી કે જ્યારે ઇલેક્ટ્રોનીક્સ ક્ષેત્રે થયેલા નવા સંશોધનો ના કારખાના ભારતમાં આવે,
જૂની જૂની ચીપ ને એ બધા ધંધા હવે અહિયાં તાણી લાવવાની કઈ જરૂર નથી આ કોરોના પછી , ચુસાઈ ગઈ એ ચીંગમ..!
એ ગાડી ચુકી ગયા અત્યારે, નવું જે આવે શોધાય તે અહિયાં આવે તો “માલ” ખાવા મળે..
વેક્સીન ની જેમ..
પણ ધ્યાન રાખવું પડશે કે વેક્સીન ના લાયસન્સ પેટે કેટલા ડોલર બાહર `ઉશેડી` જશે એની ઉપર નજર રાખવી રહી ,
જો કે વેક્સીન દુનિયાભરમાં વેચી ને પણ ડોલર્સ મળવા ના જ છે એટલે એ બધું કોર્પોરેટસ ઉપર જાય કે કેટલા “જાડા નફા” ખાય છે અને લેખકો ,કવિઓ અને બ્લોગર્સ માટે કેટલા ડોલર્સ કમાવી ને ભારત સરકાર માટે કોર્પોરેટ્સ લાવે છે..!
બાકી તો આખા ભારત દેશની લાજ આજે કોર્પોરેટ્સ જાયન્ટ રાખી રહ્યા છે ,
લખો, લખો એના ઉપર પણ કઈ લેખકો લખો, કવિઓ , બ્લોગર્સ.. ધરાગુર્જરીના..!!
ગઈકાલે પેહલી વાર સીએનબીસી ઉપર સિધ્ધાર્થ જૈન નો ઈન્ટરવ્યું જોતો બેઠો હતો ,
“વિદ્વાન જન ” એમ પૂછશે કે એ કોણ ?
તો પેહલા તો કહી દઉં કે સિધ્ધાર્થ જૈન એટલે ઈનોક્સવાળા , અને હજી જે લપોડશંખ ને ઈનોક્સ શું છે એનું ભાન ના હોય તો એ પણ કહું કે ઈનોક્સ એ કંપની છે કે જેણે દિવસ રાત જોયા વિના સરકારી મશીનરી જોડે ખભે ખભા મિલાવીને ઓક્સીજન નો સપ્લાઈ દેશભરમાં પૂરો પાડ્યો છે, એ પણ સાતસો ટેન્કર અને સિત્તેર પ્લાન્ટ ની મદદથી..!!
આપણી ખામી જુવો ..બહુ ભાષણો અને કવિતાઓ ચાલી, લાગણીઓ ને વાચા આપતી, પણ એક ટકો એફર્ટ થયા ઓક્સીજન ના સપ્લાય કે બીજી કોઈ રીતે મદદરૂપ થવાના ? કોઈ પ્રકારના સંશોધન જેવી વાત ખરી ?
નર્યા પિત્તળ ભેજા , ચોપડા ફાડી ખાનારા ઉધઈ થી વિશેષ કશું જ નહિ ..!!
અલ્યા ..ઓ… એકવાર ખટારે ચડ તો ખરો ભઈ મારા, બોન મારી..!!
અરે ઓક્સીજન ટેન્કર તો છોડો નર્મદાનું પાણી ની ટેન્કર ભૃગુકચ્છ થી લઈને વડી ને ઠેબીમાં એકવાર ખાલી કરી દેજો ચાલો બસ..!!
પણ ના અમે તો સ્વતંત્ર ભારતના સ્વતંત્ર મગજના વાચા આપીએ બીજું કઈ ના થાય..!!
સર્જનાત્મકતા ને બંધન ના હોય, પણ સમજણ તો હોય ને..!!!!??
અત્યારે આવા ભીષણ સમયમાં ગાળો કાઢવાનો શો મતલબ ? જન્મારો આખો પડ્યો છે અને જિંદગી ઉપર વિશ્વાસના હોય તો લખી લખી ને મૂકી રાખો તમારી `વાંહે` વાળા છ્પવાશે..!
પ્રેક્ટીકલી યુદ્ધ કરતા બદતર સમય છે આ..!!
અત્યારે મધરાતે લખી રહ્યો છું ત્યારે એક નજીકના સગા પંચ્યાશી થી વધુ ઉંમરના સિધાવી ગયા , શૈશવ શું કરે ?
ઉભો થયો ,એકટીવા નો સેલ માર્યો અને હોસ્પિટલ ગયો આશ્વાસન ના ઠાલા વેણ કહી ને ભાગી આવ્યો બાહર બાહર થી , બીજી શું થાય ?
ડોક્ટર્સ ની સખ્ત સુચના છે ત્રણ મહિના સુધી પબ્લિક પ્લેસ ભૂલથી નહિ તારે જવાનું..!! એટલે સ્મશાન જવાની વાર્તા ત્યાં જ પૂરી..!!
આ મારા જેવા લેખકો ,કવિઓ અને બ્લોગર્સ કરતા સારા એવા એક મને ફોન આવ્યો , હું ત્યારે ૧૦૩ ડીગ્રી તાવમાં ધખતો હતો ..!!
ફોન પણ એવા સમયે આવ્યો કે કે જયારે ઓક્સીજનની સખ્ખત જરૂર હતી દેશ ને,
અને ફોન પણ એવા માણસ નો કે જેને જીઆઇડીસીમાં તરંગી કે અતરંગી ગણવામાં આવતો હતો..
એ શૈશવભાઈ સીએનજી ના સીલીન્ડરમાં ઓક્સીજન ભરાય ? મેં કીધું ના ના થાય ..
પેલો પૂછે કેમ ? તાવ નો માર્યો હું વાત ને ટાળવા મેં કીધું ..અલ્યા સીધું લંગ્સમાં જાય ઈમ્પ્યોરીટી રહી જાય તો ઉકલી જાય ,
એમ નહિ તો બીજા કયા ગેસના સિલિન્ડર વપરાય .. મેં કીધું આર્ગન , નાઈત્રોજ્ન જેવા ઇનર્ટ ગેસ ના હોય ને એ વપરાય, પણ એને વાપરતા પેહલા પ્રોપર ફ્લશિંગ કરવું પડે તો જ વપરાય ..
પેલો અતરંગી હજી છાલ છોડવાના મુડમાં નોહતો , એમ નહિ તો એ બધા ગેસ કોણ વાપરે ? એ લોકો ને ખબર છે કે એમને ત્યાં પડેલા સીલીન્ડર ઓક્સીજન માટે કામમાં આવી શકે ?
મેં કીધું તારો ઈરાદો શું છે ?
હવે જવાબ સાંભળવા જેવો છે .. એમ નહી શૈશવભાઈ હું નેટ નવરો છું અત્યરે આખી જીઆઇડીસીના એક-એક કારખાનામાં સવારથી ઘુસી જાઉં અને જેને ના સમજણ પડતી હોય એને સમજણ પાડું ને આવા બધા ઓક્સીજન માટે ના સીલીન્ડર ભેગા કરતો આવું..! સાંજ પડ્યે આટલી મોટી જીઆઇડીસી છે તો બસ્સો પાંચસો તો આવા ખૂણે ખાંચરે થી બાટલા વીણી લાવીશ..!!
સાલું આંખમાં પાણી આવી ગયા..
મેં કીધું વ્હાલા શ્રમ મંત્રાલય , મ્યુનિસિપાલીટી અને દરેક જીઆઇડીસી ના એસોસીએશન બધાય આ જ કામે લાગ્યા છે ને આર્ગનના તો ભરેલા સીલીન્ડર ને ટેન્કરો ને ખાલી કરવા હવામાં ઉડાડી મુક્યા છે રૂપિયા ની તમાં રાખ્યા વિના , ને એ બધું ઓક્સીજનમાં ફેરવી રહ્યા છે બધાય તું ધરપત રાખ ..
અતરંગી બોલ્યો એમ નહિ તો હું શું કરી શકું તમે મને સમજાવો ,આમ ઘરમાં તો નાં જ બેઠું રેહ્વાય ..!! છેવટે હું તો રોજ સુખડી બનાવી ને સિવિલમાં જઈને લોકો ને ખવડાવી આ`વે .. પણ મને એમ થાય કે આપણી જીઆઇડીસી ને લાગતું કામ આપો મને તો સારું..!
હું પોત્તે ત્યારે કોરોન્ટાઇન , છેવટે કીધું કે કોઈ નો સમ્પર્ક કરી ને હું કહું તમને કામ આપશે,પણ પછી હું એને મદદ ના કરી શક્યો કેમકે મારા પોતાના કોમ્પ્લીકેશન વધ્ય હતા પણ આજે પણ પણ પાર્ટી લાગેલી છે સેવા કાર્યમાં ..!!
કેવા કેવા લોકો પડ્યા છે આ માટીમાં…!!
આટલા વર્ષથી ધંધા ફેણ્યા છે , કંડલા હોય કે જેએનપીટી ,પીનીયા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ હોય કે બદ્દી. ખટારે ખટારા ફેરવ્યા, લાખ્ખો ટન માલ દુનિયાભરમાં અને દેશભરમાં આમ થી આમ “સાર્યા” ,
બીજી બાજુ ઓછામાં ઓછા પાંચ લાખ શબ્દો ઉપરાંતના બ્લોગ લખ્યા ને લાખ્ખોમાં વાઈરલ થયા પણ પછી શું ?
ઘણીવાર બધી વાર મને ટોકવામાં આવે છે કે આર્ટસ અને કોમર્સના લોકો માટે તું ચોપડા ફાડી ખાનારી ઉધઈ જેવા શબ્દો કેમ વાપરે છે ?
અરે પણ યાર આ દેશ સદીઓ પેહલા જયારે સોના ની ચીડિયા કેહ્વાતો ત્યારે દેશ એના સંશોધન ને આધારે બેઠો થઇ ને દોડ્યો હતો પણ જે દિવસથી સંશોધનની બદલે એકલા ચોપડા ચીતર્યા ત્યારથી પતન શરુ થઇ ગયું ..!
આચાર્ય રજનીશ કહે છે એમ બાબર ની તોપો જીતી હતી હિંદુ નોહ્તો હાર્યો..!!
આજે પણ જીતશે તો કોવીડ ની વેક્સીન અને એન્ટી વાઈરલ દવા જીતશે નહિ કે ગીત, ગઝલ, કવિતા ,લેખ કે પછી બ્લોગ..!!
મને અત્યારે બ્લોગ લખવાનું મન જ નથી થતું , બિલકુલ નવું નવું દિમાગ વિચારે છે , ક્રિયેટીવીટી ને ૧૦૦ ટકા સંશોધન તરફ વાળી દીધી છે , કરી શકીએ કે નહિ એ વાત જુદી છે ,પણ મચી તો પડ્યા છીએ ..!
રોજ નવા ટ્રાયલ કારખાનામાં મુકાય છે , એક બહુ જાણીતી વાત છે કે કેમિકલ બજાર ની માં એટલે જર્મની અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન થયેલા સંશોધનો ને આજે પણ દુનિયા વાપરી રહી છે ..!
એમ આ જ સમય છે ભારત માટે , ચોપડા ફાડી ખાવાને બદલે અને જ્ઞાન વેહચવા ને બદલે સંશોધનથી જ્ઞાન વધારીશું તો એ જ્ઞાન ને વેચાશે , વેહચવું નહિ પડે..!!
યુનિવર્સીટી ઓ ની લેબોરેટરીઓ ના બારણા ઉદ્યોગો માટે ઉઘાડો અક્કરમીઓ,એકબીજા ના થીસીસ ચોરી કરી ને કેહવાતા પીએચડી ઓ..!!
નક્કર પ્રોડક્ટ જોઈએ ચોપડામાં થીયરમ નહી ..!!
૧૫૦૦ થી વધારે રોકેટ દાગ્યા અને એને હવામાં જ તોડી પાડ્યા ..
કવિતાઓ ,લેખો અને બ્લોગ્સ તોડી શકે ?
કલમ ની તાકાત ને બધી વાતો રહી જાય જ્યારે બંધુક ની ગોળી સનનન કરી ભેજામાં ઉતરે તો..
નક્કર પ્રોડક્ટ ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*