જબરજસ્ત યુદ્ધ છેડાઈ ગયું છે ..!!
જે વર્ષો પેહલા મારા મનમાં ચાલતું એ અત્યારે સોશિઅલ મીડિયા અને નેશનલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે..!!
મહારાણા પ્રતાપ હીરો કે અકબર ? છત્રપતિ શિવાજી મહારાજ હીરો કે ઔરંગઝેબ ?
મારે કોના ઉપર ગર્વ લેવાનો ?
હું નસીબવાળો હતો છું અને રેહવાનો ..! ભારત દેશના દોઢસો કરોડ લોકોમાંથી કાશ્મીર થી લઈને કોલંબો અને દ્વારિકાથી લઈને થીમ્પુ જીવનમાં જેમને ત્રણ ચાર વખત જોવા મળ્યા હોય એવા લોકો કેટલા ?
ભારતવર્ષના એક એક પત્થર જોયા છે અને વાતો કરી છે એમની જોડે ઉભા રહી ને એટલે મને ચોક્કસ ખબર છે કે દિલ્લી નો કુત્તુબ મીનાર એ જૈન દેરાસરો અને મંદિરો તોડી ને ચણવામાં આવ્યો હતો દિલ્લી ફત્તેહ ની ખુશીમાં ..!!!
કોઈ મોગલ કે ઇસ્લામિક સ્થાપત્ય નથી …
ક. મા. મુનશી ની “ગુજરાત નો નાથ” લઇ લઉં અને એનું પૂઠું ફાડી નાખી ને કે એના ઉપર મારું નામ ચોંટાડી દઉં તો ? અરે થોડો ક્રિએટીવ થાઉં પાત્રો ના નામ બદલી નાખું હવે તો સાવ સેહલું છે , આખી નવલકથા ને વર્ડ ફાઈલમાં કન્વર્ટ કરું અને પાત્રોના નામ બદલી નાખું ત્રણ થી ચાર મિનીટ થાય પછી ? થોડા ચેપ્ટર આઘા પાછા કરું અને થોડું મારા દિમાગ નું ભૂસું એમાં ઠાલવું અને “નવો ગુજરાત નો નાથ” એમ કરી ને `ઓથર` બની બેસું તો ?
અંદર નું કન્ટેન્ટ તો ચીસો પાડી ને બોલે ને કે હું ,હું ,હું મુજાલ ..કનૈયાલાલ માણેકલાલ મુનશી નો ..!! હું મીનળ …હું ચૌલાદેવી ..!!!
નાખી દીધા જેવી વાત છે…!!
ચોખ્ખી દિવા જેવી વાત ને અંગ્રેજી અને આઝાદી પછી આપણા કોણ જાણે ક્યા ઈતિહાસકારો એ લખ્યા કે મહાન અકબર અને સહિષ્ણુતા ભરેલા ઔરંગઝેબ ..!!
ઠેર ઠેર બનેલા જૌહર કુંડ અને પાળિયા એનું શું ?
ઉખાડી ને ફેંકી દેવાના એવું ? જો હું અકબર ને મહાન માનું તો પછી તો થઇ જ રહ્યું ને ..!!! મારે મેવાડની ચારે ચાર રાજધાનીઓ ના નામ બદલવા પડે અને બાપ્પા રાવલના વંશજો ને વિદ્રોહી કેહવા પડે..!!! ઔરંગઝેબ ને મહાન ગણી લઈએ તો તો જજિયા વેરા માટે તૈયાર રેહવું પડે..!!!
બાહરથી આવેલા આક્રાંતા ને આક્રાંતા જ ગણવા રહ્યા..!!!
મિત્ર જન્મેજયભાઈ લખે છે કે ઈતિહાસ ફક્ત યુધ્ધો નો નથી હોતો સંસ્કૃતિ નો પણ હોય છે ..!!
તદ્દન સત્યવચન ..!! અકબરે ક્યાં સંસ્કૃતિ ને છોડી હતી ? નવું નવું અપનાવી લેવામાં આગળ એવી હિંદુ જીવનશૈલી થી જીવન જીવતા લોકો ને વ્યવસ્થિત રીતે “ડબા” માં લીધા..!!
સંગીતની પથારી ફેરવવામાં કઈ બાકી ના રાખ્યું ..! પખવાજ કાપી ને તબલા બનાવી કાઢ્યા તે હજી પણ દરેક મેહફીલમાં કુટાય છે..!
વીણા ને સેહતાર કરી ને સિતાર કરી મૂકી .. રાગ અને રાગીણીઓમાં નામો બદલાઈ ગયા ..!!
ખાનપાનમાં પણ એ જ ધંધા ..!!
હિંદુ જીવનશૈલીથી જીવન જીવતા અને સત્ય-અસત્ય ,સુર-અસુર વચ્ચેની મુલ્યો ની લડાઈ લડતી પ્રજા ની ઉપર એમના કોર્સ બાહરના સવાલો નો જવાબ આપવાનો આવ્યો અને આજે પણ હજી સેક્યુલર એટલે શું ? એની ક્લેરીટી હિંદુ માંગી રહ્યો છે ..!!
બીજા ના ધર્મ પ્રત્યે સમભાવ ? કે પછી વધુ પડતો ભાવ ? કે પછી તું તારું કર હું મારું કરું એવો ભાવ ? કે મારું ખરાબ અને તારું બહુ સારું એવો ભાવ પ્રગટ કરી ને સેક્યુલર થવાય ? કે પછી મારા ની હાંસી ઉડાવું નીચો દેખાડું અને તમારા અવગુણો ને ઢાંકી ને નાં હોય ત્યાંથી ગુણ પ્રગટ કરી ને દેખાડું તો હું સેક્યુલર ?
હજી કન્ફયુઝ છે .. !!
બારસો વર્ષથી આ કન્ફયુઝન જઈ નથી રહ્યું ..!!
મૂળે તકલીફ છે રામાયણ અને મહાભારત બંનેમાં વિલન હિંદુ હતો ..!!
બંનેમાં લગભગ ભાઈ ભાઈ ને લડાવ્યા છે ..!!
વાલી ખોટો અને સુગ્રીવ સાચો ,રાવણ ખોટો અને વિભીષણ સાચો .. મહાભારત માટે તો વિચારવાનું જ નહિ કે કોણ ખોટો અને કોણ સાચો ? સદીઓ થી નવરી બજારો લખ લખ કરી રહી છે એક એક પાત્રો ના એન્ગલથી વાતો ,વાર્તાઓ અને ટીકાઓ ..!
જન્મતાની સાથે ભાઈ પણ ખોટો હોય તો એની સાથે બાઝી મરવાનું ,અને સાચો કે ખોટો કોણ એ નક્કી કોણે કરવાનું ?
તારે જાત્તે …!!
પછી શું થાય ?
મુઠ્ઠીભર અંગ્રેજ કેમ રાજ કરી ગયા ?
ભાઈ ભાઈ ને લડાવી માર્યા..!!
જલિયાંવાલા બાગમાં હુકમ આપનારો જનરલ ડાયર હતો પણ ગોળી ચલાવનારા કોણ હતા ? ભારતીય ..! કેમ એકેય નો માંહ્યલો જાગ્યો નહિ ? નહિ તો એ જ સમયે ડાયર ને ગોળીએ દઈ દીધો હોત તો ? ( મુવી ની કલીપ જોઈ લેવી રેફરન્સ માટે )
આજે પણ વિભીષણવૃત્તિ કેમ જીવી રહી છે ભારતીયમાં ?
તૂટીના પડશો મારી ઉપર કે વિભીષણ સાચા હતા અને બીજું બધું જ્ઞાન ઠાલવવા.. હકીકત નો સ્વીકાર કરો કે ભારત ઉપર આવેલા તમામ આક્રાંતા મુઠ્ઠીભર જ હતા ..!!
અંદર અંદર ભાઈ ખોટો અને હું સાચો અને સત્ય નો સાથ આપવા માટે હું ભાઈ નો વધ કરવા પણ તૈયાર છું અને વધ કર્યો કે હત્યા એની ચર્ચા જીવનભર કર્યા કરીશ પણ પેહલા એકવાર એને પૂરો કરું અન્યાય નો નાશ કરું ..!!
આજે હિંદુ જાગરણ ના ઘણા પ્રોગ્રામ ચાલી રહ્યા છે ,રોજ અનેક મેસેજ આવી રહ્યા છે જાગો જાગો કરી ને .. પણ હિંદુ જીવનશૈલીથી જીવતા લોકો ને કન્વીન્સ કરવા એ ખુબ અઘરા છે ,એમના માટે કોઈ જ કમાંડ આપવો અને એનો અમલ કરાવવો એ શક્ય જ નથી ..!!
તમામ બીજા ધર્મોમાં ભાઈચારા ઉપર જ ભાર મૂકી ને કેહવામાં આવી રહ્યું છે કે ભાઈ ખોટો હોય તો ખોટો પણ એને છોડવાનો નહિ ..!!
મારો ભાઈ ગમ્મે તેટલો નાલાયક હોય તો પણ એ સાચો ,આ વાત હવે નહિ શીખવાડાય ત્યાં સુધી જયચંદ અમીચંદ મળ્યા જ કરશે ..!!
જનરલ ડાયર ના હુકમે ગોળીઓ ચાલ્યા જ કરશે..!!!
ગુરુ નહિ વિજેતા બનવું એવા સપના દેખાડો ..!!
ગુરુ ગમે તેટલા જ્ઞાન આપે પણ કાનપટ્ટી ઉપર બંધુક મુકાય તો જ્ઞાન હવામાં ઉડી જાય..!!
ખોટી ચર્ચાઓ છે અને ખોટા સમયની …!!
વધુ ચર્ચાઓ થશે તો પથ્થરો ને મારી ને બોલતા બંધ કરી દેવાશે..!!
બિચારા પથ્થર ની કેપેસીટી કેટલી તોપ ની સામે ?
બામિયાન ..!!!!
કોઇપણ કોમેન્ટ અસ્વીકાર્ય, ચર્ચા નો મંચ બીજે ..!!
સોરી ફોર ધેટ ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*