સર્ફ એક્સેલની જાહેરાતની બબાલ ચાલી છે ..
દાગ હૈ તો અચ્છે હૈ ..!!
ટેગ લાઈન ..
શરુ થઇ આ ટેગ લાઈન ત્યારે તો નાના છોકરાઓ ને કાદવમાં રગડતા હતા ,પણ હવે હોળી સુધી લઇ ગયા , અને એમાંથી આગળ વધી ને હિંદુ મુસ્લિમ સુધી પોહચી ગયું..!!
અલ્યા ભાઈ સાબુ વેચવા છે તે સાબુ વેચને ભઈ .. તારે વળી `કોમ્યુનલ હાર્મની` જોડે શું લેવા દેવા ?
ખોટે ખોટી સોશિઅલ કોર્પો રિસ્પોન્સીબીલીટી બતાડવા જતા કોઈ કારણ વિનાનો સાપ ના પુછડે પગ પડ્યો છે..
સખ્ખત દોઢ ડાહી જાહેરાત બનાવી છે ,
એક હિંદુ બાલિકા એના હિંદુ મિત્રોને કહે છે કે ફુગ્ગા ફેંકો અને રંગ લગાડો, પછી એ બધા ફુગ્ગા નો સ્ટોક ખતમ થઇ જાય છે ત્યારે એક મુસ્લિમ બાળક છોકરો ધોળા દૂધ જેવા કપડા પેહરીને ફ્રેમમાં આવે છે,
અને પેલી નાની છોકરી એને કહે છે ચલ બહાર આવી જ સ્ટોક ખત્મ છે તને કોઈ નહિ રંગે ..
એ રંગે રંગાયેલી બાલિકા પેલા મુસ્લિમ બાળકને ઈબાદતગાહ સુધી પોતાની સાયકલ ઉપર મૂકી આવે છે..!!
પેહલી નજરે કઈ ખોટું નથી,
પણ મને તો અકબર ને જોધાબાઈ પરણાવ્યા ત્યાંથી જ ખોટું લાગે છે, હું તો આજે પણ કહું છું કે કેમ જે રાજાઓ એ એમની બો`ન પરણાઈ અકબરને ત્યારે સામસામે સાટું કેમ ના કર્યું ?
જોધા ત્યાં જઈને મૂર્ગ મુસલ્લમ ખાતી થઇ ગઈ તો મરિયમ આ બાજુ આવી ને ઘેવર ખાતી થઇ ગઈ હોત ..!! છેક મહાભારત કાળથી પરદેસી રાણીઓ રાણીવાસમાં આવી ને રેહતી હતી..!
એ વાત અલગ છે કે પછી પાછળથી આમેર-જયપુર જોડે વર્ષો સુધી રાજપુતાના એ રોટી બેટી નો વ્યહવાર તોડી નાખ્યો હતો..!!
પણ એ ઘટના લવ-જેહાદની શરૂઆત હતી એટલું તો ચોક્કસ..
મને એમ થાય કે કેમ અલ્યા મુસ્લિમ છોકરી કોઈ હિંદુ છોકરા ને મંદિર સુધી છોડી આવતી ક્યારેય કેમ નથી બતાડતા..?
શું તકલીફ થાય ? એવું બતાડાય તો કોમ્યુનલ હાર્મની ઓછી જળવાય ?
એશી ટકા જાહેરાતો અને પિકચરોમાં હિંદુ છોકરી અને મુસલમાન છોકરો બતાડવામાં આવે છે..!
ભલે આપણે સંકુચિત માનસના કેહવાઈએ પણ હકીકત છે, એ તો છે જ..!
વધારે પડતા સેક્યુલર થવાનો કોઈ જ મતલબ નથી , અત્યારે તો ટ્વીટર ઉપર “સેક્યુલર” અને “કોમવાદી” બધાય સામસામે છે..!
ઘણા સમય બાદ હિંદુ ઝીણી વીસી એ કાંતતો થયો છે, નાની નાની બાબતોમાં બબાલ ઉભી કરી મુકે છે હિંદુ ..
અને એ સારી વાત છે ..
પરિણામ સ્વરૂપ આ મહાશિવરાત્રી એ દૂધ “રેડવા” માટે એકપણ મેસેજ નથી આવ્યો અને હોળી ઉપર પણ “લાકડા” “પાણી બચાવવાવાળા” હજી ડોકાણા નથી..!!
દૂધ સીધું ગટરમાં જતું દેખાય છે મને, તો હું કોથળી લઈને કોઈને બહાર પીવડાવી દઉં છું પણ બીજાની આસ્થા જોડે ટીખળ શું કામ કરવી ..?
હોળી ને હું દુનિયા નો ગંદામાં ગંદો તેહવાર માનું છું, મને જરાક પણ હોળી રમવી ગમતી નથી એટલે મોટેભાગે હું ક્યાંક ચિત્રવિચિત્ર જગ્યાએ છુપાઈ જાઉં છું , પણ એનો મતલબ એમ તો નહિ જ ને કે બીજા ને પણ હું રમતા બંધ કરી દઉં ..
આ તો તાલેબાની વિચારધારા થઇ..
મને નાં ગમે એ કોઈએ નહિ કરવાનું નહિ તો `ઢીશકાંઉ`..!! ગોળી મારવાની અથવા કોઈ બીજી રીતે દિમાગ ઉપર હથોડા મારવાના નાના કે મોટા અને વિચારો ને બદલાવ્યે છૂટકો કરવાનો ..
ત્રણેક વર્ષ પેહલા કોર્ટમાંથી મારી ઉપર ફરિયાદીનું વોરંટ આવ્યું હતું અને મારે હાજર થવું જ પડે, નહિ તો મારી ધરપકડ કરવામાં આવશે એવું લખ્યું હતું ..
હવે ઘટના એવી હતી કે પચ્ચીસ વરસ પેહલા મારું યામાહા આર એક્સ-૧૦૦ બે ચૌદ-પંદર વર્ષના ટેણીયા ચોરી કરી ગયા ,અને જુહાપુરા આગળ પોલીસવાળા એ એમને ઝાલ્યા, બે `રસીદ` કરી એટલે બંને બોલી ગયા કે બાઈક ની ચોરી એમણે કરી હતી,
એ સમયે નવરાત્રી નજીકમાં આવી રહી હતી ને નવરાત્રીમાં બાઈક ફેરવી અને `છોકરી પટાણે કુ વાસ્તે બાઈક ઉઠાયેલા`..
હવે એ ચોરી નો કેસ બોર્ડ પર આવ્યો અને હું ફરિયાદી હતો માટે મારે હાજર રેહવું કમ્પલસરી હતું માટે મારું વોરંટ આવ્યું..!!
વીસ-પચ્ચીસ વર્ષે પેલા બે ટેણીયા ચાલીસ ના થઇ ગયા હતા અને જામીન ઉપર છુટેલા હતા એટલે એમણે ઘેર પ્રોડક્શન લઈને બીજા ચાર પાંચ ટેણીયા જણી મુક્યા હતા..!!
મને કહે માફ કર દો ના સાબ `જવાની` મેં ગલતી હો ગઈથી ..
સાલું ચૌદ વર્ષે `જવાની`..?
મને હોઠ સુધી આવી ગયું હતું કે તુમેરે કો કિસને સિખાયા થા કી નવરાત્રી મેં બાઈક હોવે તો છોકરી પટતી હૈ ?
પણ હવે મારે ખોટી દયા માયા દેખાડવાનો કે ચર્ચા કરવા નો મતલબ નોહ્તો એટલે જે સાચું હતું એ કહી ને કોર્ટની બહાર નીકળી ગયો ..!
પણ વિચાર તો આવ્યો કે આ `છોકરી પટાણે કી` માનસિકતા કેટલી ઉંમરથી એ બાળમાનસમાં નાખવામાં આવી હશે ?
અને એમાં જો આવી સર્ફ એક્સેલ જેવી જાહેરાતો મુકો તો `છોકરી પટાણે કી` માનસિકતા ને શું બળ ના મળે ?
કોઈ કારણ વિના ઉક્સવવામાં આવી રહી છે પ્રજા ને ,કોમ્યુનલ હાર્મની ને નામે કોમ્યુનલ હાર્મની તોડવાની વાત થઇ રહી છે..
બોલીવુડ એ હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાની માનસિકતામાંથી બાહર આવવા ની જરૂર છે અને એવું થશે ને તો જ પેલી `છોકરી પટાણે કી` માનસિકતામાં ફસાયેલો એક વર્ગ બાહર આવશે..!!
કોઈ એમ કહે કે આ તો માસુમ બાળકોની ઉપર બધું ફિલ્માવ્યું છે ,તો એક વાત કહી દઉં કે આપણે ધારીએ છીએ એટલા માસુમ બાળકો પણ હોતા નથી ,એટલે ખુબ નાનપણથી હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાની જાહેરાતો માથે મારી અને ફેન્ટસીઓ આપી દેવાનો મતલબ નથી કેમકે આગળ જતા એ ફેન્ટસી `છોકરી પટાણે કી` માનસિકતામાં પરિવર્તિત થાય છે..!!
બહુ મજા લીધી છે બોલીવુડે હમેશા હિંદુ છોકરીના બાપ ને પ્રેમ નો દુશ્મન બનાવી અને વિલન બતાડી ને..!
સર્ફ એક્સેલની જાહેરાત જોતા એવું લાગે છે કે એનો બીજો ભાગ આવવાનો બાકી છે કેમકે પેલી બાલિકા અંતમાં એમ કહે છે કે નમાઝ પઢી ને આવ પછી રંગે રંગાવું પડશે હો ..!
હવે જો બીજો ભાગ આવવા નો જ હોય તો ધૂળેટી ભેગાભેગું રક્ષાબંધન પણ કરાવી જ દેજો હો સર્ફવાળા ભ`ઈ, એટલે અમારા જેવા “પ્રેમ ના દુશ્મન” , “વિલનો” ને ધરપત થાય.!!
ત્યારે શું વળી ?
કારણ વિના શાંત પાણીમાં પથરા માર્યા છે..
જલ્દી જહેરાત પાછી ખેંચાય એમાં જ સાર છે..
હિંદુ ઘણા વર્ષે “જાગ્યો” છે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા