ચૂંટણીના પડઘમ વાગવાના ચાલુ થઈ ગયા આવતીકાલ ૧૧મી એપ્રિલ , પહેલા તબક્કાની ચૂંટણી ચાલુ થશે અને ઘણા બધા ઉમેદવારોના ભાવિ સીલ થશે
આ વખતની ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ રહેવાની કારણો ઘણા છે..
પણ સવાલો તો દર વખત ની જેમ એક જ પ્રકારના દરેક લોકો પૂછે છે , શું થશે ? કેટલી સીટ આવશે ?કોણ આવશે ? અને પછી જાતજાતનાં અડસટ્ટા અને અંદાજ ચાલુ થઈ જાય છે..
મારુ આકલન મુકું તો દેશભરના નેવુ કરોડ મતદાતાઓ આ ચૂંટણીમાં મત આપવા ને લાયક છે ,અને એમાંથી લગભગ 65 થી 75 ટકાની વચ્ચે વોટીંગ થાય એમ ગણીએ, તો 60 કરોડ મતદાતાઓ ચોક્કસ મત નાખશે ..અને ઍ સાહીઠ કરોડ મતદારમાંથી એન.ડી.એ વર્સીસ યુ.પી.એ લઈએ તો જીત માટે જોઇતી ટકાવારી નો ફર્ક ફક્ત બે થી પાંચ ટકા જ હોય છે ,
આ બે પાંચ ટકા માં આખી સંસદ નું ચિત્ર બદલાઈ જતું હોય છે , મારા-તમારા જેવા ‘જુના’ છાપેલા કાટલા જેવા મતદારો ગમે તેટલું ઈચ્છે કે …દર વખતે ભાજપને વોટ આપવા જઈએ છીએ , પણ આ વખતે કોંગ્રેસને આપવો છે …તો પણ મતદાન મથકની અંદર જઈ અને છેવટે તો કમળ નું બટન દબાવીને બહાર આવે ..એવી જ રીતે કોંગ્રેસનો વફદાર વોટર ક્યારે ય ભાજપનો મત આપવાનો નથી..અને આ જ પ્રમાણે પરિસ્થિતિ રહે તો મોટેભાગે એક ખંડિત જનાદેશ મળે..અને ફરી પાછું 2021 કે ૨૨ માં લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવું પડે ,
પણ એવું થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે ઍનું મોટું કારણ એ છે કદાચ આ પેહલી ચૂંટણી એવી છે કે જેમાં નવા પહેલી વખત મત આપનાર એવા આઠ કરોડ છોકરા-છોકરીઓ છે , જે એમના મતાધિકારનો જીવનમાં પહેલીવાર પ્રયોગ કરશે..!!!!!
આ આઠ કરોડ નાના-નાના, તાજા તાજા વોટરો નથી ભાજપ સાથે જોડાયેલા નથી કોંગ્રેસ સાથે જોડે જોડાયેલા , એ 8 કરોડ છોકરા છોકરીઓ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી પોતાના મતાધિકારનો પેહલીવાર પ્રયોગ કરશે..
હવે તો એમ ધારી લઈએ કે આઠ કરોડ નવા મતદાર છોકરાઓ પેલા 60 કરોડ મતદાતાઓની સાથે વોટીંગ કરે તો આ નવા છોકરાઓના વોટ લગભગ દસ ટકા વોટ થાય અને એ 10 ટકા મત એ આખે આખી સંસદનું ચિત્ર બદલવા માટે સમર્થ છે ..
એટલે બીજી ભાષા માં કહું તો આ બધા નાના છોકરાઓ પાસે આવનારી લોકસભા કેવી હશે ઍ ચિત્ર નક્કી કરવાની ચાવી સંપૂર્ણપણે એમના હાથમાં છે..
અને એનો બસ્સો ટકા અંદાજ બન્ને મોટા પક્ષોને આવી ગયો છે , એટલે ઍ લોકો નવા ‘જન્મેલા’ ૮ કરોડ વોટરો ને ટ્રેપ કરવા માટે સોશિયલ મીડિયાનો જબરજસ્ત ઉપયોગ કરી રહ્યા છે…
ગઇકાલના પ્રધાનમંત્રી ના ભાષણમાં આ નવા ૮ કરોડ મતદારોને ડાયરેક્ટ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને આવનારા દિવસોમાં આ નાના નાના મતદારો ઉપર નુ આક્રમણ વધતું જશે…
પણ અત્યારે તો સોશિયલ મિડિયા ના પ્રતાપે આ નાના છોકરાઓ ની વચ્ચે ભાજપનો ઘોડો તેજ જાય છે અને ખૂબ સાદી ગણતરી મૂકીઍ તો પણ 300 સીટ થી નીચે ભાજપ ના જાય..
અને એ કેસમાં ભાજપ એકલે હાથે સંપૂર્ણ બહુમતી વાળી સરકાર બનાવી શકે..
અહિયા ભાજપ નો ઘોડો વિન મા છે એવુ કેહવા ના કારણ મા છેલ્લા બે મહિના ની ફક્ત અને ફક્ત સોશિયલ મિડિયા ની પોસ્ટ અને કોમન્ટ્સ છે ..
નરેન્દ્ર મોદી દેશના યુવાધનને પોતાની તરફ વાળી લેવામાં સફળ રહ્યાં છે..
બીજુ આજ સુધી લોકસભામાં હંમેશા યુપી જ સદન ના નેતા, પ્રધાનમંત્રી નક્કી કરતુ આવ્યુ છે.. અને રાજકિય પંડિતો મહાગઠબંધન ને લીધે ત્યાં એનડીએ ને માર આવે તેમ જોઇ રહ્યાં છે પણ પેલી વફાદાર વૉટર વાળી વાત અહિયા પણ લાગુ પડી રહી છે..
બુઆ-બબુઆ ના વફાદાર મતદારો હંમેશા એકબીજા ની સામે કટ્ટરતા પુર્વક મત આપતા આવ્યા છે અને આ વખતે પેહલીવાર બુવાજી નો વફાદાર મતદાર ઇવીએમમાં હાથી નહિ જોવે..!અને બબુઆજી નો વફાદાર સાયકલ નહિ જોવે ..!
તો પછી ઍ શું કરશે ?
હું માનુ છુ કે ‘જુનો’ મતદાર પંજો પકડશૅ અને ‘નવો’ કમળ..એટલે યુપી મા જબરજસ્ત ઉલટફેર થવાની શક્યતા છે..પણ એડવાન્ટેજ કમળ… !!
અને ત્યાં પણ છેવટે જીત ની ચાવી યુવા મતદારોના હાથમાં રહેશે એટલે હરી ફરીને વાત યુવાનો ઉપર આવી ને ઉભી રહી છે ..
હવે વારો ‘પણ’ નો, કે જો સોશિયલ મીડિયા સાથે ચોવીસ કલાક ચોટેલા રેહતા યુવા મતદારો ‘પણ’ જુના મતદારો એમના માતા-પિતાઓ ની જેમ એક ફ્રેક્ચર જનાદેશ આપે તો શું?
એક ના જોઇતી પરિસ્થિતિ દેશભરમાં ઉભી થાય અને થોડીક અરાજકતા ચોક્કસ ફેલાય , કારણકે સોશિયલ મીડિયા ઉપર જે પ્રકાર યુદ્ધ ખેલી રહ્યા છે એ યુદ્ધ શેરીઓમાં ઉતરી આવે અને ફરી એકવાર દેશભરમાં અસ્થિરતાનો માહોલ ઉભો થઈ શકે એવી શક્યતા રહે છે ..
પાછલા દશકામાં દુનિયાભરના લોકતંત્રની ચૂંટણીઓમાં જો મતદાન ની પેટર્ન જોઈએ તો મોટેભાગે દરેક જગ્યાએ ફેક્ચર જનાદેશ જ મળ્યો છે અને પછી યેનકેન પ્રકારેણ નેતાઓએ સત્તા હાંસલ કરી છે …
આજે ભારતની સાથે ઇઝરાયેલ પણ ચૂંટણી માં જઈ રહ્યો છે અને એના પરિણામો આવી રહ્યા છે બેન્જામિન નેત્યાંન્યાહું પણ બહુ પાતળી બહુમતીથી વિજય તરફ જઈ રહ્યા છે બ્રિટનમાં થેરેસા મે બ્રેક્ઝિટ માટે જે રીતે ઝઝૂમી રહ્યા છે એ દુનિયા થી જોઈ રહી છે..
બાકી રહી વાત મીડિયાની, તો લોટા જેવું મીડિયા ફટાક કરતો પોતાનો મોરો બદલી કાઢશે અને નવા સત્તા ઉપર બેઠેલા પ્રભુને ઇન્દ્ર ગણી અને ભક્તિ કરવા લાગશે
દરેકને પોતાની દુકાન ચલાવવાની છે ,અને લગભગ તમામ મોટા મીડિયા હાઉસ ને પોતાનો સાઈડમાં મીડિયા સિવાયનો બીજો ધંધો પણ છે ,જેને “સારી રીતે”અને “સરખી રીતે” ચલાવવા માટે પોતાનું એક મીડિયા હાઉસ હોવું જરૂરી છે અને એના માટે બે-ચાર પબ્લિસિટી ઘેલા એન્કરો પણ જોઈએ જે ટીવી ઉપર બહુ પ્રેમથી રાડારાડી અને ભાટાઈ કરી જાણતા હોય..
મોટે ભાગે આ ચૂંટણી મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર લડાઇ રહી છે , પોસ્ટર યુદ્ધ કે નાની-નાની સભાઓ કે પછી રિક્ષામાં ભૂંગળા લઈને નીકળતા , સામ સામે ચૂંટણી સભાઓ થતી… આ બધું ધીમે ધીમે ભૂતકાળ થતું જાય છે અને ટીવી અને મોબાઈલ સૌથી મોટા હથિયારો થઈ ગયા છે ..
બહુ બહુ તો છેલ્લા દિવસોમાં રોડ શો થાય છે અને વીજળીની ગતિએ સભાઓ થાય છે અને વિખેરાય છે..
બાકી તો ‘પરજા’ શાસક ચૂંટે તો સારૂ ..
સેવક ના વેશ ધરી ને આવેલો શાસક બહુ રંજાડ કરે ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા