













ગઈકાલે સવારે અમદાવાદ વિમાન પતન સ્થળ ઉપરથી અમેં વિમાન પકડયુ અને ગોવાની “પાવનભૂમિ” ઉપર અમારા ચરણ પડ્યા,
ગોવાના વિમાન પતન સ્થળ ની બહાર નીકળતા ની જ ત્યા બંદુક વિનાના લૂંટારા ઉભા હતા , અને એમણે 20 કિલોમીટર માટે લગભગ 1500 રૂપિયા અમારી પાસેથી ઠોકી લીધા…યુનિયનો ઍ દાટ વાળયો છે ટેક્ષી ના ..! મન ફાવે એવા રુપિયા તોડે છે..
રસ્તામાં બંદૂક વિના ના ઍ લુંટારા ટેક્સી ડ્રાઇવર જોડે થોડી વાતો કરી, એના કહેવા પ્રમાણે ગોવામાં ક્રાઇમ રેટ બહુ જ ઓછો છે…
મને જરાક નવાઈ લાગી કે જ્યાં રોજનો લાખો લિટર દારૂ પીવાય છે ત્યાં તો નર્યા બળાત્કાર જ થવા જોઈએ , અને એકલી લૂંટફાટ નો જ માહોલ હોય ભાઈ….
અને આપણે ટિપિકલ ગુજરાતીઓ તો એવું જ માનીએ છીએ કે રોજ દારૂ પી અને લોકો બેકાર થઈ જાય ,નવરા થઇ જાય, બૈરા ને મારે , સમય આવે બળાત્કાર કરે, ચોરી કરે, લૂંટફાટ કરે , અને પછી જે કોઈ બાકી રહી ગયા છે તે બધા અસામાજિક કાર્યો દારૂ પીધા પછી માણસ કરે..
પણ ગોવામાં આવુ કંઇ નથી થતું ,બધા ય મોજ કરે છે આવું કેમ ?
અહીં તો અત્યારે રાત ઢળી ચુકી છે અને બાગા બીચ ઉપર ઉપર બેઠો બેઠો આ લખી રહ્યો છુ અને મારી ચારે બાજુ બીયરના મોટા-મોટા પીચર ભરેલા છે ,પણ કોઈની સામે જોવા પણ નવરો નથી…
આજુબાજુ બેઠેલા ગુજરાતી કુટુંબો ,માઇન્ડ વેલ ‘કુટુંબ’ બોલી રહ્યો છું , ગુજરાતી કુટુંબો મસ્તીથી દારૂ ઠોકારી રહ્યા છે, એમના છોકરા બીચની રેતીમાં રમી રહ્યા છે, એમના પિતા શ્રી ઓ અને માતા શ્રી ઓ પ્રેમપૂર્વક બિયર વડે એમનો જઠરાગ્નિ ઠારી રહ્યા છે..
હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ શું થશે આ બધાને તો ગંગાજીમાં સ્નાન કરવા લઇ જવા પડશે ને પ્રાયશ્ચિત કેમનું કરવુ?
ગુજરાતી માણસ થઈને દારૂ પીવે છે અરરર..
એક જુવાન છોકરો એક જુવાન છોકરી બીચ ઉપર ભરી દુનિયા ની સામે તસ્તસતુ આલિંગન આપી રહ્યો છે..
સંસ્કાર જવુ કઈ રહ્યુ જ નથી..
આખા ગોવા મા ચારે બાજુ ગુજરાતીઓ તરખાટ મચાવી રહ્યાં છે ..
અહી નો સિન જોતા તો એક વાત કન્ફર્મ છે કે દારુ અને ગુજરાતી નો અતુટ રિશ્તો બંધાયેલો છે , લગભગ ત્રણ ત્રણ પેઢીઓ જતી રહી દારુબંધી ની અસરમાં ગુજરાતમાં , પણ હજી સુધી પરજા દારુ છોડી શકી નથી..
અત્યારે તો એવુ કેહવાય છે કે ગુજરાત મા સખ્ખ્ત ટાઇટ છે, અને તો પણ ગુજરાત મા દારુ વેચાય છે ..
બહુ જ જરૂરી થઈ ગયુ છે હવે દારુબંધી ને માપસર હળવી કરવા નો ..
ઘણા વર્ષે ગોવા આવ્યો છુ , લગભગ પંદર સોળ વર્ષ પછી..
પણ જબરજસ્ત ફેરફાર જોવા મળી રહ્યો છે ..
મારા સિવાય સસ્તુ કોઇ શોધી જ નથી રહ્યુ, અને પાણી ની જેમ રુપિયા વહી રહ્યાં છે ..ચારેબાજુ ધબકતુ યૌવન હેલે ચડેલું દેખાય છે..
રાત ના અંધારા મા બીચ ઉપર જવાની ખૂલ્લેઆમ લેહરાઇ રહી છે અને કામદેવ અને રતિ ચારે બાજુ ઘુમી રહ્યાં છે..
દરિયો બધાય બીચ ઉપર ઘુઘવાટ કરે છે અને સામે ‘સેગ’ ના ભૂંગળા એટલા જ જોરથી એમના મ્યુઝિક ફેંકી રહ્યાં છે ..
જો કે મંદી ચોકક્સ દેખાય છે, શુક્રવાર અને શનિવાર હતા તો પણ એટલી “વસતી” દેખાતી નથી..
લગભગ આખા ગુજરાતમાંથી કંપનીઓ એમના મેનેજર નામના ઘેટાંબકરાં ને ઝાલી ઝાલી ને ગોવા લાવી છે અને સવાર થી સાંજ મેનેજરો ની વ્યવસ્થિત બજવણી થાય અને સાંજે પછી પ્રેમથી પીવડાવે..એટલે વેહલી પડે સવાર એની માં ને…સીધો બ્રેકફાસ્ટ ઉપર આવે ઘેટો અને ફટાફટ બ્રેકફાસ્ટ કરીને નાહી ને તૈયાર થઈ ને આવે.. મોટા સાહેબો ચલો ઠોકો તમારા વાગબાણ..
ઇલેક્શન ને લીધે તમામ બીચ ઉપર રાત્રે સાડા દસે દારુ પીરસવાનુ બંધ થઈ જાય છે એટલે અમારા જેવા નિશાચર ને રાતના બાર વાગ્યા પછી ના સન્નાટા કઠે..
જેના માટે ફેમસ છે ગોવા, ઍ ધોળીયા ઘણા ઓછા થઈ ગ્યા છે અને સવારના અગિયાર પછી તો આખુ ગોવા એસી શોધતું હોય એવુ લાગે..તાપ આકરો છે .
લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ પેહલા આ ભુમિ ઉપર પેહલીવાર અમે આવ્યા હતા અને ઍ પછી કદાચ ચારેક વાર આવી ચુક્યો છુ..આસમાન જમીન નો ફર્ક આવી ગયો છે..પણ એક વસ્તુ ત્યારે પણ હતી અને આજે પણ છે .. ક્યાંક ક્યાક હોટલો ના પાટિયા ગુજરાતી માં માર્યા છે..અને જૈન ફુડ મળશે એવુ લખેલુ વંચાય છે ..
ગુજરાતી ..ગુજરાતી ..
દરિયો અને દારુ …!!! આટલુ મલે તો પછી બાયડી ને પણ ભુલી જાય..!!!
હોટલ ના સ્વિમિંગ પુલમાં જેમ ફુલ્લ્લ પંજાબી પેહરી ને ગુજરાતણ ધુબકા મારે છે એમ જ દરિયે પણ પંજાબી ડ્રેસ મા ધુબકા મારી લે છે..
અને હા એક બીજી વાત દરિયે ધુબાકા લેતા ભાયડા પણ એમના ગંજી ફરાક પેહરી ને જ ધુબાકા લઈ રહ્યાં હતા ..
કાકા સલમાને બહુ બધા ને ઇન્ફીરીયાટી કોમ્લેક્ષ આપી દીધો છે ..
દુનિયભર ના કુઝિન મળતા થઈ ગયા છે, અને ખાવા માટે જ જીવતી પરજા પ્રેમથી ખાઈ “પી” રહી છે ..!
અરે હા ગોવાપ્રેમીઓ માટે બીજા એક સારા સમાચાર છે , ગોવા ના મોટા ભાઇ એવા તિર્થ સ્થાન બેંગકોક જવા માટે ઍર એશિયા અમદાવાદ થી સીધી ફ્લાઇટ ચાલુ કરી રહી છે પેહલી તારીખ થી…અને ઇનોગરલ ઓફર મા ફક્ત પાંચ હજાર મા બેંગકોક લઈ જશે અને પાંચ હજાર માં પાછા લવાશે.. બળયું આ તો ગોવા ના ભાવ મા બેંગકોક ..
કેવુ ખુશી નુ લખલખું પસાર થઈ જાય નહિ…!!
પણ મારુ બેટુ ગોવા હોય કે બેંગકોક એક વાત તો કેહવી પડે..
પેલું ગીત કાનમાં વાગ્યા જ કરે..
ફઝા ભી હૈ જવાં જવાં..સુના રહા હૈ યે સમા ..
અમે બીજી એક વસ્તુ માર્ક કરી .. મારુ બેટુ બધુંય ગોવા મા અડધી ચડ્ડી મા જ ફરતું હતુ અને પાછુ બીચ ડિઝાઇનરવેર મા..
હવે અમુક જુના દેસી ને બીચ વેર ની ડિઝાઇન કેવી હોય ઍ ના ખબર હોય તો કહી દઉ કે બીચવેર કપડા મા મોટા “ફુલ ફુલ ” એટલે કે ફ્લાવરી ડિઝાઇન હોય..
ગંજીમાં અથવા ચડ્ડી મા , અને ફરાક મા..પણ..!
ટોપ કે બોટમ ફ્લાવરી ડિઝાઈન હોય અને બીજુ વસ્ત્ર પ્લેઇન હોય..અચરજ ની વાત હતી કે પરજા ડ્રેસકોડ મા સમજતી થઈ ગઈ છે ..
જો કે ઢેબરા પણ હતા.. મારા જેવા , પણ ઓછા…!!
વેહલી સવારે બીચ ઉપર થોડાક “ફિટ ” લોકો ને દોડતા જોયા અને એમ થઈ ગયુ કે હજી બીજુ દસ બાર કિલો ઓછુ કરી અને ..6 પેકસ ના બને તો કઈ નહિ પણ આ “ફેમિલી પેક” ઉર્ફે પેટ ઉપર ના ટાયરમાથી તો ચોકક્સ મુક્તિ લેવી જોઇએ..
થોડાક પિક્સ મુકું છુ પણ એક વાત ની ચોખવટ.. અમે દારુબંધી નો વિરોધ કરીયે છીએ પણ અમે નથી પિય્ક્ક્ડ કે નથી ચાખ્યો..
વિરોધ એટલે છે કે ગુજરાત ની છ્મ દારુબંધી ભ્રષ્ટાચાર ની ગંગોત્રી છે અને દંભ ની જમનોત્રી છે..
અઢાર વર્ષે તો શું ખાવું એની સમજણ હોય , તો શું પીવું એની પણ સમજણ હોય જ ..એટલે સરકારે દારુબંધી મર્યાદિત રીતે હટાવી અને બીજા ઘણા કામોમાં ધ્યાન કેન્દ્રીત કરવા ની જરુર છે ..
બાકી અત્યારે અમદાવાદ પાછો આવી રહ્યો છુ અને ઍશી ટકા ફ્લાઇટ પીધેલી છે..
ભારતભર ના એરપોર્ટ ઉપર દારુ પીરસવા માં આવી રહ્યો છે… સિવાય ‘સંસ્કારી’ ગુજરાત ..
દારુ હવે એટલો મોટો દૈત્ય નથી ..વિચારજો અને સમજવાની તૈયારી હોય તો જ કોશિશ કરજો ..
કોઇ પ્રકાર ની ચર્ચા અસ્વીકાર્ય છે , કોમેન્ટ ડિલિટ કરીશ ચોકક્સ ..
પર્સનલ બ્લોગ છે ..કોમેન્ટ નહિ કરો તો મને સારૂ લાગશે રીએક્શન માટે પાંચ ઓપ્શન છે જ..
કોઇ ને ખરાબ લાગે તો ક્ષમા ..
શુભ રાત્રી
શૈશવ વોરા