ઈમરજન્સી ..
૨૫ જુન સાલ ૧૯૭૫ની .. મારી ઉમર ફક્ત પાંચ વર્ષની ..ઈમરજન્સી માટે કઈ પણ લખવું એ કોઈના કીધા પર કે કોઈ ચોપડી વાંચીને જ લખવું પડે ..ઈમરજન્સી વિષે જે વાંચેલું છે એમાં એવું છે કે ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧ની ચૂંટણીમાં એમના રાઈવલ રાજનારાયણથી જીતી ગયા પણ રાજનારાયણ કોર્ટમાં ગયા કે સરકારી મશીનરીનો દુર ઉપયોગ કર્યો ચુંટણી જીતવા માટે અને અલ્હાબાદ હાઈકોર્ટ ને વાત સાચી લાગી ,એક બહુ બોલ્ડ ચુકાદો આવ્યો જેણે ભારત ના ઈતિહાસને બદલ્યો …અલ્હાબાદ હાઈકોર્ટે આખી ચુંટણીને ગેરકાયદેસર ઠેરવી , અને ઇન્દિરા ગાંધીને છ વર્ષ માટે ચુંટણી લડવા માટે પ્રતિબંધ લગાડી દીધો …..અને અડધી રાત્રે રાષ્ટ્રપતિ ફકરૂદ્દીનઅલી પાસે ઈમરજન્સી ના કાગળ પર સહી કરાવી … અને લોકતંત્રનો કાળો અધ્યાય ચાલુ થયો .. હવે સાંભળેલી વાતોમાં નગરવાલા ખૂન કેસમાં ઇન્દિરા ગાંધી ઉપર ગાળિયો આવે એવું હતું માટે ઈમરજન્સી નાખી સાચું ખોટું રામ જાણે ,…
હવે ઈમરજન્સીની પેહલી તાત્કાલિક અસરમાં જે થયું એમાં તમામ વિપક્ષી નેતાઓ ને જેલ ભેગા કર્યા અને એક કાયદો આવ્યો મીસા .. મીસા લગાડો અને ગમે તેને અંદર કરો બસ .. જેલો ભરાઈ ગઈ મીસાના આરોપીઓથી , એક ચોકડી ના હાથમાં દિલ્લી નું રાજ આવ્યું , આર.કે ધવન , વિદ્યા ચરણ શુક્લ ,સંજય ગાંધી .. અને બીજા થોડાક કોંગ્રેસી નેતાઓ …નસબંધીની સ્ટોરીઓ બહુ સાંભળી , એક વાયકા બહુ વર્ષો એવી પણ સાંભળી કે ઈમરજન્સી દરમિયાન ટ્રેઇનો એકદમ ટાઈમ પર આવતું , તંત્ર સીધું દોર થઇ ગયું હતું.. .. પણ દેશભરમાં હાહાકાર હતો , દમન નો કોરડો વિઝાણો હતો …પ્રેસ પર અંધકાર છવાયો હતો..લોકતંત્ર બેહોશ હતું ..
હવે વાત થોડી ઇન્દિરાજીની …હમણા હમણા થોડા વર્ષોથી મારે દિલ્લીના સત્તાના ગલીયારામાં થોડું ઘણું રખડવાનું થાય છે .. એક જુના બહુ મોટા આઈએએસ અધિકારી સાથે હું ગપ્પા મારતો એરપોટ પર બેઠો હતો ..લગભગ ત્રણ ચાર વર્ષ પેહલાની વાત છે … એ અધિકારી ઇન્દિરા ગાંધીના બહુ મોટા સમર્થક હતા …અમે બંને જણા સરદાર પટેલના પુત્રી મણીબેન અને નેહરુની દીકરી ઇન્દિરા એ બંનેની સરખામણી કરતા હતા , મણીબેન પટેલને નજીકથી જોવાનો મને અવસર મળેલો છે .. એમની જીવન શૈલી મેં જોયેલી છે , અને વાત વાતમાં અમે ઈમરજન્સી નામના ઇન્દિરા ગાંધીના પાપ ઉપર પોહચી ગયા ,મેં ઘણી બધી દલીલો આપી એમને ઈમરજન્સીની વિરુધ્ધમાં એમને ..
મને એમણે કીધું બેટા શૈશવ આપ ક્યાં જાનતે હો ઈમરજન્સી કે બારે મેં ..?? મૈ તો ઉધર થા નોકરી પે થા ..બિલકુલ ઈન્દિરાજી કે બાજુ કે દફતરમેં … લેકિન એકદમ જુનિયર થા .. મૈને ખુદ દેખા હૈ ઈન્દિરાજી કો , અપની એ આંખો સે બેટા , યે ઈમરજન્સી ઉનકી લગાઈ હુઈ નહિ થી , વો તો તૈયાર હો ગઈ થી રીઝાઈન કરને કો , બલ્કી વો તો ખુદ રાષ્ટ્રપતિ ભવન જા હી રહી થી .. લેકિન ઉનકી સેકન્ડ લાઈનથી ,જો કોંગ્રેસ મેં ઉસને ઉનકો રોક લિયા ઔર યે સારા કાંડ હો ગયા …, મેં ત્યારે સજ્જડ દલીલ આપી .. સર મૈ માનને કે લિયે તૈયાર નહિ હું , જો ઔરત અમરિકા કો આંખ દિખા કે પુરા બંગાલ જીત કે બાંગ્લાદેશ કો પેદા કર સકતી હૈ વો કિસી કી બાતો મેં નહિ આ સકતી …મૈને કહી પઢા હૈ અમરિકા ને અપના છઠ્ઠા નૌકા કાફિલા બે ઓફ બેન્ગાલમેં ઉતાર દિયા થા , ઔર એસી સિચ્યુએશનમેં અમરિકા કી આંખ મેં આંખ ડાલ કે ઇન્દિરાજીને બાંગ્લાદેશ કો પેદા કિયા થા … આપ ગલત હો ..મૈ માનતા હું કી ઈન્દિરાજી કો કોઈ ડોમીનેટ નહિ કર સકતા …
એમણે મને કીધું નહિ બેટા ઈન્દિરાજી કે દો રૂપ થે , જહાં વો સખ્ત હોતી થી ફિર ઉનકો કોઈ નહિ રોક સકતા થા , ઔર દુસરા રૂપ બહોત હી માસુમ , એકદમ સીધી સાદી , કેરીંગ ઔર બહોત હી કોમ્પ્રોમાંઈઝીંગથી … મેં કીધું ક્યાં બાત કર રહે હો સર કોમ્પ્રોમાઝીંગ ..?? આર યુ શ્યોર ..?? એમણે કીધું હા બેટા ઇતના બડા દેશ ચલા રહી થી વો , સિર્ફ એરોગંસી સે નહિ ચલતા દેશ …છેલ્લી દલીલ એમની એવી હતી કે અગર વો સહી મેં ચાહતી તો ઈમરજન્સી કો જીતના લંબા ચાહે ઉતના ખીંચ સકતી થી …લેકિન ઉન્હો ને ઈલેક્શન દે દિયા , ભલે વો બુરી તરહ સે હારી લેકિન ઉસકે બાદ મેં ઉસી ભારત કી જનતા ને ઉનકો જબ તક વો મરી તબ તક સર પે બિઠાકે રખ્ખા ….
મારે એમની છેલ્લી વાત સાથે એગ્રી થવું પડ્યું , ઈતિહાસને કોઈ બદલી ના શકે …ઘણી બધી વાતો કરી એમણે ઈન્દિરાજી ની .. એર ઇન્ડિયાની મેહરબાનીથી અમે દિલ્લી એરપોર્ટ પર પાંચ કલાક સાથે બેઠા.. ફરી ક્યારેક બીજી વાત …
પણ એટલું ચીક્ક્સ કહીશ કે ઈમરજન્સી એ ભારતીય લોકતંત્ર નું બહુ મોટું કલંક છે , અને એ ઈમરજન્સી લગાડનારી સરકાર શ્રીમતી ઇન્દિરા ગાંધી ની હતી એટલે કોઈ ગમે તે કહે એ જવાબદારી સદીઓ સુધી ઈતિહાસ ઇન્દિરા ગાંધી ના માથે જ નાખશે ,
અને હવે આજની વાત કરું તો લાલકૃષ્ણ અડવાણીના બયાન સાથે હું એગ્રી કરું છું કે ગમે ત્યારે ફરી પછી ઈમરજન્સી આવી શકે તેમ છે .. અને આગાહી કરું તો ૨૦૧૭ -૨૦૧૮માં ઈમરજન્સી લાગવાના પુરા ચાન્સ છે , અત્યારે મોદી સરકારની પોઝીટીવ વાતને પણ વિપક્ષ નેગેટીવ લે છે ..પોઝીટીવ વાત માં પણ વિપક્ષ સહકાર નથી આપતો , અને સરકારની નેગેટીવ વાતને તો વિપક્ષને થેક જ નથી લેતી .. સાલ ૨૦૧૭ -૧૮ એટલે કહું છું કે રાષ્ટ્રપતિ હજી નવા છે … અને ભારતના દરેક રાષ્ટ્પતિ એમના કાર્યકાળના છેલ્લા વર્ષો માં હમેશા સરકારની સાથે સંઘર્ષ માં ઉતર્યા છે , ઈતિહાસ સાક્ષી છે …ઇન્દિરા ગાંધી માટે હું ઝાડું મારવા તૈયાર છું એવું કેહનાર જ્ઞાની ઝૈલસિંહ એમના જ દીકરા રાજીવ ગાંધીને સસ્પેન્ડ કરવા સુધી આવી ગયા હતા … એટલે હજુ મુખર્જી સાહેબ કયું અને કેવું રુખ લે છે એની ઉપર પણ ઘણું બધું જાય છે ….
અને છેલ્લે ૧૫મી ઓગસ્ટના લાલકિલ્લાના પેહલા ભાષણથી જ હું કહું છું કે અત્યારે સરકાર નરેન્દ્ર મોદીની નથી , ઇન્દિરા ગાંધીની છે.. સો એ સો ટકા નરેન્દ્ર મોદી ઈન્દિરાજીના રસ્તે જઈ રહ્યા છે .. સારી વાત છે , દેશને અત્યારે એક મજબુત નેતાની જરૂર છે … પણ જો ધાર્યું ના થયું તો તો ..
શુભ રાત્રી
શૈશવ વોરા