
ફેસબુક હવે ડેટિંગ નું ફીચર ઉમેરશે…
એ ..હા ..પત્યું …!!!
દુનિયામાં બે જ વસ્તુ વેચાય “કામ” અને “ધર્મ”..!!
ગઈકાલે માર્ક ઝુકરબર્ગ લાઈવ આવ્યા અને એમણે ફેસબુકના આ નવા ડેટિંગ ફીચરની જાણકારી આપી..
એમના કેહવા પ્રમાણે તમારે ડેટિંગ ફીચર ઓન કરવું હોય તો એક નવી ડેટિંગ પ્રોફાઈલ બનાવવાની રેહશે અને એ ડેટિંગ પ્રોફાઈલ તમારી ટાઈમલાઈન કે ન્યુઝફીડમાં ક્યાંય નહિ દેખાય..
ટૂંકમાં તમારું “છાનગપતીયુ” છાનું જ રેહશે…!!!
જરાય “ઝલાઈ” જવાના ચાન્સ નથી..!! એવું ઝુકરબર્ગ સાહેબ કહે છે..
આગળ ઝુકરબર્ગ સાહેબ કહે છે કે આ ડેટિંગ ફીચર “લોન્ગ-ટર્મ-રિલેશનશિપ” માટે હશે “હુક-અપ” માટે નથી..!!
હા હા હા હા હા હા…
પેટ પકડીને હસવું આવે ને આવું બોલે ત્યારે..!
શું કેહવું હેં ?
અહિયા જમ્બુદ્વીપે તો આજકાલ ઓનલાઈન હોટેલના બુકિંગ કરતા પોર્ટલો એવું લખે છે કે “સેઈમ સીટી ચેક ઇન એલાઉડ” અને “કપલ એન્ટ્રી વિ એક્સેપ્ટ”..!!
હવે મારા બિચારા ભોળા-ભલા ગુજરાતીને “સેઈમ સીટી ચેક ઇન એલાઉડ” અને “કપલ એન્ટ્રી વિ એક્સેપ્ટ”.. આ બધું શું છે એ જ ખબરના પડે..
ડોન્ટ વરી મૈ હું નાં હંસા..!! (ખીચડી સીરીયલનો પ્રફુલ)
જો હ્ન્સુકડી ..
“સેઈમ સીટી ચેક ઇન એલાઉડ” એટલે હું અમદાવાદનો છું, અને અમદાવાદમાં જ મારે કોઈ હોટેલમાં રેહવું હોય તો મારા અમદાવાદના આઈડી કાર્ડ ઉપર ઘણી હોટેલો મને રૂમ પેહલા નોહતી આપતી, કારણ એટલું જ કે તું તારા સીટીમાં છે તો ઘેર જઈને ઉઘી જા ને ભાઈ, મારી હોટેલમાં તારું શું કામ ?
તું તારા ઘેર જઈ ને નથી ઊંઘતો તો એનો મતલબ થાય કે તું કૈક ગોરખધંધો કરવા મારી હોટેલમાં આવ્યો છે એટલે તું અહીંથી પાછો જા…
અને “કપલ એન્ટ્રી વિ એક્સેપ્ટ”..
એટલે પરણેલા હોવ કે ના હોવ બીજા કોઈપણ સ્ત્રી કે પુરુષ જોડે તમે આવશો તો અમે તમને આવવા દઈશું..સમજી હંસા..?
ઢેઉ .. ઢેઉ ..!!
ઝુકરબર્ગ ભાઈ.. અમને લાગે છે કે તમે આ ફેસબુક પર ડેટિંગના ફીચર ચાલુ કરશો એટલે તમે ટીંડર જોડે સીધી કોમ્પીટીશનમાં આવશો..
હવે ટીંડર એપ માટે તો પેહલા પણ લખી ચુક્યો છું..
ટીંડર જમ્બુદ્વીપે તો લગભગ “દલાલ” નું જ કામ કરી રહ્યું છે..
ટીંડર બેહનો ને કામક્રીડા માટે ઈચ્છુક “હડકાયા” ભાઈઓ ના ફોટા દેખાડે અને ભાઈઓ ને બેહનો ના ફોટા..!
રોજના કૈક દસેક ફોટા આપે અને સામસામે “પાસ” આવે તો ચેટ વિન્ડો ખુલે, અને પછી વાતો થાય અને પછી “સેઈમ સીટી ચેક ઇન એલાઉડ” અને “કપલ એન્ટ્રી વિ એક્સેપ્ટ” વાળી હોટેલમાં પ્રણયના ફાગ ખેલાય અને અંતે તું કોણ ને હું કોણ ..!!
બીજા દિવસે શ્રીમાન “ટીંડર” કુમાર દલાલ, તમને નવો “લોટ” મોકલી આપે..!!
હવેથી આ “કાર્ય” માં શ્રીમાન ઝુકરબર્ગ પણ જોડાશે..!!
મારું હાહરું અઘરું છે હો આ “ઘોર કળજગ” માં જીવવું..!!
હમણાં એક સામાજિક મેળાવડામાં જાહેર જીવનમાં પડેલા સામાજિક કાર્ય કરતા એક બેહન મંડી પડ્યા હું ફલાણા ભાઈ જોડે બહુ સેઈફ ફિલ કરું ..નહિ નહિ તો ય ચાર પાંચ વાર બોલ્યા..
મને એમ થાય કે આમનો મતલબ શું છે આવું બોલવા પાછળનો ?
હું ગુંડો મવાલી છું ? કે પછી મને એમને અનસેઈફ ફિલ કરાવવા માટે નું આમન્ત્રણ હતું એ..!!? આપણે તો ઝાઝી બુદ્ધિ ચલાવ્યા વગર ..
स्त्रीणां चरित्रं, पुरुषस्य भाग्यं, देवो न जानाति कुतो मनुष्यः॥
આટલું યાદ કરી લીધું ..
ધંધા તરીકે જોઈએ તો ડેટિંગ એપ નો ધંધો જબરજસ્ત છે પણ જેમાં રૂપિયા મળે તે ગમે તે ધંધો કરી લેવો જોઈએ એવું વિચારવું હોય તો બીજા ઘણા ધંધા દુનિયામાં પડ્યા છે..
અમેરિકામાં ચાલતી મોટેલોમાં ઘણા બધા અંશે અવરલી બેસીસ પર જ રૂમો રાખવામાં આવતી હોય છે..
હવે આપણે ત્યાં પણ આ બધું ચાલુ થયું છે, ડેટિંગ એપ એમના ધંધામાં વધારો કરી આપે છે..
લગભગ દરેક ધર્મ એવું કહે છે કે દુનિયાનો પેહ્લો ધંધો વેશ્યાવૃત્તિ છે..સદીઓથી ચર્ચાઓ ચાલી રહી છે પણ આજે આયામો બદલાઈ ગયા છે..
શરીરની જરૂરીયાતના એક ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે આ તત્વને ..
સમાજ રચના અને સામાજિક બંધારણ માટે થોડું ઘાતક નીવડે એવું પરિબળ છે આ..
મુક્તતા હવે સ્વછંદતા અને ત્યાંથી આગળ વધીને વિકૃતિનું સ્વરૂપ ધારણ કરી રહી છે..
માનવ સભ્યતા સદીઓથી “કામ” સામે ઝઝૂમી રહ્યો છે, સમાજની રચના કરી ને
એક જમાનાના આલ્ફા મેઈલનો કન્સેપ્ટ હતો ..
સારી સંતતિ ઉત્પન થાય એના માટે માદા મજબુત નર ને એલાઉડ કરતી,ધરતીની પશુ પક્ષીની ઘણી બધી પ્રજાતિઓ હજી પણ આલ્ફા મેઈલના કન્સેપ્ટ ને અનુસરે છે..
પણ પ્રાણીઓ સંતતિ માટે કામક્રીડા કરે છે જયારે મનુષ્ય મનની મોજ માટે..
આ જ તકલીફ છે અને હવે મન ની મોજ માટે કોણ જવાબદાર ?
એક જ દેવ છે ભાઈ, જેણે આ કામ કર્યું છે અને દુનિયાના બધા ઝેર પીધા છે બાપડા એ..
મારો મહાદેવ..
કામદેવને ભસ્મ કરી અને પછી ફરી એમને જીવતા કર્યા ,અને ક્યાં જીવતા કર્યા તો કહે મનમાં જીવતા કર્યા..
કામદેવને જીવવાની અને રેહવાની જગ્યા પ્રાણીના મનમાં આપી..!!
શું કર્યું મહાદેવજી તમે આ ?
અને મનએ શું ખેલ કર્યા ?
હ્રદય ને આંખોને અને શરીરના બધા ભાગને પોતાના ટાર્ગેટને એચીવ કરવા “કામે” લગાડી દીધા..!!
પછી શું થાય હેં ?
તો પછી ઝુકરબર્ગ પણ વેહતી ગંગામાં હાથ ધોવામાં શું કામ બાકી રહી જાય ?
મનની મોજ કરાવવામાં અને પ્રેક્ટીકલી કશું જ કર્યા વિના ડોલર ઉતરતા હોય તો ઉતારી જ લ્યે ને એમના મમ્મી ક્યાં આપણી મમ્મી ની જેમ રોજ મેથી મારે છે ?
જો હો મારા ઘરમાં અનીતિનો રૂપિયો નહિ જોઈએ.. તારા બાપે આજ સુધી કન્સલ્ટેશન ફી નથી લીધી એથીકલી પ્રેક્ટીસ કરી છે..
શું કરવું ? જે કરીએ એ કરતા રહીએ..
બાકી આઈડિયા તો આપણી પાસે પણ છે..
ડેટિંગ એપમાં જોડે હોટેલનું ઓપ્શન પણ આપી જ દેવાનું ..
અને હોટેલવાળા જોડે ટાયઅપ કરી નાખવાના..
ડેટા એવું કહે છે દુનિયામાં દરેક સેકન્ડે પાંચ લાખ જોડા કામક્રીડામાં રત હોય છે..!!
કર લો બાત..કેવડું મોટું “માર્કેટ” થયું ?
ઝુકરબર્ગ સાહેબ ડેટિંગ ફીચર પછી નવો “ધંધો” શેનો કોન્ટ્રાસેપ્ટીવનો ?
ફેસબુક પિલ્સ ? અને ..??
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા