કેવા દિવસો આવ્યા છે ..? સોરી રાતો આવી છે ..?
પેહ્લે નોરતે રાતના સાડા અગિયારે શૈશાવ્યો ડોબો લેપટોપ ખોલી ને લખવા બેઠો છે અભાગીયો..!!
રેડિયા ઉપર ધમધમાટ છે , એકે એક એફએમ ઉપર ગરબા વાગી રહ્યા છે ,
હૈયા ની આરપાર જઈ રહ્યા છે..!!
એક ફેસબુક મિત્ર એ કોમેન્ટ કરી છે કે ગરબા નથી એટલે એની નાનકડી દીકરી રડી રહી છે , દોસ્ત જરાક પણ વાર ના લગાડ ફુલ્લ વોલ્યુમથી ગરબો વગાડવા નો ચાલુ કર અને ડ્રોઈંગ રૂમ ની ટીપોય ને બીજા રૂમમાં મૂકી આવ અને ફરવા માંડ ગરબા તારા ડ્રોઈંગ રૂમમાં દીકરી ની જોડે ..!!
આવો મોકો છોડાય જ નહિ ..!!
બહુ નસીબવાળા ને ઘેર પેહલા તો દીકરી હોય અને પછી દીકરી ગરબા રમવા ની જીદ કરે એવું નસીબ તો ક્યાંથી આ અંગ્રેજી મીડીયમ ના જમાનામાં ..??
હું તો દીકરીઓ જન્મી એ દિવસથી એમને લઈને ગરબે ઘુમવા જાઉં છું અને એનો મોટ્ટો ફાયદો થયો છે કે મારા છોકરાઓ ને એલિયન ફીલિંગ
નથી આવતી ..!
ગરબા સાંભળવા એમને ગમે છે અને હવે તો સમજવા પણ ગમે છે..!!
તમને થાય કે ગરબામાં વળી સમજવાનું શું ? અરે બહુ બધું ..!!
એક એક ગરબો સમજવું હોય તો ભર્યો ભર્યો ભંડાર છે ..!!
ભાષા ના નામની મોકાણો માંડી ને બેઠેલાઓ માટે તો ખાસ ..!!
ગુજરાતી જીવશે કે મરી જશે ? અલ્યા મેલ ને છા
લ આ નવ દાડા રેડિયે આવે એટલા ગરબા
ગઈજા એટલે ભાષા જીવશે તારામાં અને તારા વસ્તારમાં પણ..!! અત્યારે ગરબો વાગી રહ્યો છે .. ઢોલીડા ઢોલ ધીમો વગાડ ને રઢીયાળી રાતડી નો રંગ જાય ના .. લટકંતી ચાલ સાથે ઘૂઘરી નો ઝંકાર નેપૂર ના નાદ સાથે તાળીઓ ના તાલ ..!! પેહલો સવાલ રઢીયાળી રાતડી એટલે ? બીજો સવાલ નેપૂર નો નાદ ? તાળીઓ નો તાલ ? સમજાવવું હોય તો ઢોલના પ્રકાર પણ સમજાવી શકાય ... આજે જવાબો લખવાનો મૂડ નથી ,સવાલો જ નાખવા છે ..!! તમે તમારા વસ્તાર ને પણ જવાબો શોધી શોધી આપજો ..!! ભાષા ને જીવાડવી છે ને તો આટલું કરજો..!! આવતા જતા જરા .. કેમ છો કેહતા જતા જજો..!! યાર કેટલા બધા ગરબા ... ખજાનો ... લુંટાઈ રહ્યો છે..!!! પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી
પાવલી લઈને આરાસુર ગઈ તી
આરાસુર ક્યાં આવ્યું ? પાવલી ઈઝ વોટ ?
બહુચર માં ના દેરા પાછળ કુકડો ..
કુકડો કેમ ?
જેતલપુર માં પાવો વાગ્યો મારો સુતો સોનીડો જાગ્યો ..
જવાન લાલ ભમ્મર યાર લાલ ભમ્મ્ ર યાર ..
નેહડો લગાડી ને અલ્યા હાલ્યો તું મુબઈ ,મુંબઈ મોટું શેર . તારા વિજોગે ... પાવો અને વાંસળી માં ફર્ક ખરો ? સુતો સોનીડો જાગ્યો ? નેહડો લગાડી ને એટલે ? વા વાયા ને વાદળ ઉમટ્યા .. હે ગોકુલમાં ટહુક્યા મોર .. તમે રમવા તે આવો ને સુન્દીર શામળિયા .. વા વાય એટલે શું ? સુન્દીર શામળિયો ? કોણ છે ? તારી બાંકી પાઘલડી નું ફૂમતુ રે મને ગમતું રે આ તો કહું છે પાતળિયા તને અમથું ... હે પારકો જાણી ને ઝાંઝું શું બોલવું .. તને છેટ્ટો રે જાણી ને મન ભમતું ..!! બાંકી પાઘલડી એટલે શું ? અને ફૂમતુ વળી કઈ બલા નું નામ ? પાતળિયો કોણ ? લીમ્બુડા ઝૂલે તારા બાગમાં છબીલા તારા બાગ માં ...! હેજી મારો હઠીલો ઝૂલે તારા બાગમાં ... લીન્બુડો જોયો છે કે બતાડ્યો છે ? કાંટા કેટલા ? હઠીલો ? મેહદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત ને મેહંદી રંગ લાગ્યો .. હાથ રંગી ને વીરા .. મેહદી રંગ લાગ્યો .. માળવા ક્યાં આવ્યું ? કેમ માળવામાં વાવેલી મેહંદી નો રંગ ગુજરાત ને ચડ્યો ? પાણી ગ્યા તા બે
ની તળાવ નારે પાળે લપસ્યો પગ બેડ મારા નંદવાણા રે .. લાંબા તાણ્યા રે બેની અમે ઘુમટા ..!!! આ પાણી ગ્યા તા એટલે શું વળી ? બેડ નંદવાઈ એ શું ? ઘૂમટા ? વોટ્સ ધેટ બેબી ? બેડ મા
ર અન્ગુઠડી નો ચોર .. બેડ મારી અન્ગુઠડી ખોવાણી ..
ના રે નારે હો વીરા .. હા રે હા હો ભાભલડી ..
અન્ગુઠડી ? ભાભલડી ? અને વીરા ?
હે માડી મહીસાગર ને આરે ઢોલ વાગે ..ગોમ ગોમ ના ઢોલીડા આવે સ ..! આ મહીસાગર નો આરો ?આ ક્યા આવ્યો ? ઢોલીડા કેમ આવે નવરી બજાર છે બધી ? ખેલ ખેલ રે ભવાની માં જય અંબે માં .. મારી અંબા માની કાજે .. તું પાવા પટરાણી રે માં જય અંબે માં .. ભવાની માં અને અંબે માં એક જ ? પટરાણી એટલે શું ? ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના , ડાક ને ડમરું વાગે માડી ... રણચંડીનું મા
એ રૂપ જ ધર્યું … ડાકલા વાગ્યા..
ડાકલા એટલે શું ? ડમરું અને ડાક એક જ ? અને રણચંડી કોને કેહવાય ?
ઓલી શાંતા ,ઓલી કાન્તા , મેં તો હોમ્ભ્લી તી એક વાર્તા .. ગબ્બર ચોક વાળી ની ,ચાચર ચોક વાળી .. દાદીમાં તારી દાદીમાં તારી રોજ કેહતી તી.. માં મહિસાસુર મારીણી માં તું જગત તારિણી ..!! આ કોન્તા ને શોનતા વળી કોણ અને ચાચર ચોક ક્યાંથી વચ્ચે આવ્યો ? મહિસાસુર કોણ હતો ? જા તારી ચુન્દલડી નહિ ઓઢી ..જા તારી ચુન્દલડી નહિ ઓઢું .. ગોતી લે ,ગોતી લે .. નબળી તું નગર ગોતી લે .. હે મોતી લે .. ઝૂમખાં ની ચાર મોતી લે..! આ કોની ચુંદડી ઓઢવાની વાત કરે છે ? એનો મતલબ શું વળી ? તમે એકવાર મારવાડ જજો રે હો મારવાડા .. તમે એલ્લું લાવજો પેલ્લું લાવજો હો મારવાડા..! મારવાડ ક્યાં આવ્યું ? વાન્ક્કી વાળું તો મારી કેડ વળી જાય .. નીચી નમું તો મારી ડોક નમી જાય.. ના કેહવાય .. ના સેહવાય ..!! સીધી ઉભી રે તું કેમ વાંકીચુકી થાય ..!! બહુ નાજુક તું અલી ...!!??? શેતર શેડ્યા તો ભલે શેડ્યા ને મારો રાફડો શા માટે શેડ્યો ? હે રાફડામાં રેહતી મારી મેલડી .. શેતર ઉર્ફે ખેતર શેડ્યા એટલે ખેડ્યા પણ આ રાફડો એ શું ? જેટલા પ્રશ્નાર્થ ચિન્હ છે એના જવાબ જો તમે તમારા સંતાન ને આપી શકો તો જાણજો કે તમારા ઘરમાં હજી ગુજરાતી ભાષા બીજી ત્રણ પેઢી નહિ જાય અને તમારું સંતાન તમને અને તમારી માટી ને પ્રેમ કરશે..!!! અને અડધા જવાબ પણ ના આવડે તો તમે માં ને છોડી ને કુતરી ધાવી છે ..!!! સીધી વાત ..!! પોણો વાગ્યો , હવે ઊંઘ આવી ...!! આરતી નો સમય થયો ..!!! માતાજી ની આરતી તો મોઢે છે ને ભૂંડા તને કે નહિ ? ના પાડી તો ઢાંકણી માં પાણી હો...ગુજરાતી ..! ઓછામાં ઓછા બસ્સો પાંચસો ગરબા એક પછી એક ગાઈ જવાય એમ છે..!! મા
ડી ની મેર ..બીજું કા
ઈ નહિ..!!
સંસ્કૃતિ નો એક ભાગ છે આ ગરબા..સંસ્કાર છે ,સમય મળ્યો છે તો ઉતારજો આગલી પેઢીમાં ..!!
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे।।
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)