આજકાલ જ્યાં જુવો ત્યાં એક રીંગટોન સાંભળવા મળે છે ..!!!
ફરમાની નાઝનું ગાયેલું હર હર શંભુ હર હર શંભુ… શિવ મહાદેવ શંભુ ..!!!
ગજ્જબ ચાલ્યું છે ..!
ગુગલ કરીને ફરમાની નાઝની ડીટેઇલ કાઢી,
પેહલા પણ એમની બીજી કલીપો વાઈરલ થઇ ચુકી છે અને સારા યુટ્યુબર તરીકે નામ કાઢયું છે..!!
બહુ મોટા મોટા માધાંતાઓને સાંભળ્યા, માણ્યા નજીકથી જોયા અને જાણ્યા,
આટલી બધી પબ્લીસીટી મળે એના માટે અચ્છા અચ્છા લોકો કંઈ પણ કરી છૂટવાની હદ સુધી જવા તૈયાર હોય છે, પબ્લીસીટી બહુ કુત્તી ચીજ છે..!!
ફરમાની નાઝ એક એવું ચિંથરે વીંટેલ રતન કે જેને સોશિઅલ મીડિયા એ ખોળી કાઢ્યું છે..!
મારા સંગીત ગુરુ શશીકાન્તભાઈ ગુંદાણી હંમેશા કહે .. ત્રણ કલાક નહિ પણ દસ કલાક શાસ્ત્રીય કે ઉપશાસ્ત્રીય કે પછી ફિલ્મી કે બીજા ગમ્મે તે સંગીત ગાઈ વગાડો અને છેલ્લે લોકગીત કે લોક ભજન અને એ પણ કોઈ લોક ગાયક કે ગાયિકા ગાય એટલે આખ્ખા પ્રોગ્રામ ઉપર પાણી ફરી વળે..!
લોકગીત અને લોક ગાયક એના પ્રભાવ જ એવા હોય કે સીદ્ધાં હૈયે સોંસરવા જાય..!!!
ફરમાની નાઝનો અવાજ એની તાકાત છે, બહુ વેરાઈટી અને વેરિયેશન નથી પણ એક અપીલ છે , જે જનસાધારણને હૈયે સોંસરવી જાય છે અને એમાં પણ શ્રાવણ ચાલી રહ્યો છે અને શંભુ આવે એટલે દોડવાને ઢાળ મળે એવો ઘાટ છે..!
આખું હર હર શંભુ ..સાંભળ્યું, કોઈ મોટા વાજિંત્ર નથી વાગ્યા કે નથી કોઈ બીજા સાથી કલાકારમાં ભલીવાર , શ્લોકના ઉચ્ચારણ પણ એટલા સ્પષ્ટ નથી પણ આવું જ હોય અને એટલે જ જનસાધારણને ગમે..!!
આપણા ગરબામાં પણ આવું જ થાય છે..!
વેરણ વાંસળી વાગી ..
હો રે કાન અલ્યા કાળિયા કા
ન,
તારા નિત નિત નવા નામ ..
એની બદલે ..
વેરણ વોંહળી વાગી ..
હો રે કોન , અલ્યા કાળિયા કો
ન ..
તારા નિત નિત નવોં નોં
મ..
મજ્જા આવે સાંભળવાની, ચીપી ચીપીને શુદ્ધ ગવાય એના કરતા એકદમ છુટ્ટા મોઢે ગાવાની અને ગવાયેલા સાંભળવાની મજા અલગ જ છે..!!
હવે મારો બ્લોગ છે એટલે મારી વાત તો આવવાની જ ..
બહુ પેહલાની વાત કરું ..
આજે શ્રાવણીયો સોમવાર છે એમ પચ્ચીસ-ત્રીસ વર્ષ પેહલાના આવા જ એક શ્રાવણીયા સોમવારે નિત્યક્રમ મુજબ સમર્થેશ્વર મહાદેવની આરતીમાં હું ગયેલો ,
ત્યાં પેહલા શંભુ ચરણ પડી ..માંગું ઘડી ઘડી
..ભજન પેહલા પબ્લિકમાં ગવાય અને પછી હરિહરા
ની આરતી ગવાય ..
હવે ત્યાં જે મહારાજ શંભુ ચરણે પડીને
અને આરતી
માઈકમાં ગાય છે એ મહારાજ મારા કરતા પણ વધારે બેસૂરા અને બેતાલા છે ..!!
મને ઘણીવાર પેહલા એમ થતું કે આ માઈક એમની પાસેથી છીનવી લઉં ,
મને બીજી પણ એક ઈર્ષ્યા થાય એ મહારાજની ..આખ્ખી આરતી પાર્ટી ઠાઠથી કરે અને આપણે ભીડમાં પીસાવાનું …!
એ સમયે શૈશવ સંગીતને એક સબ્જેક્ટ તરીકે શીખતો એટલે મારા મનમાં એક એવો વિચાર ઉઠ્યો, નાદબ્રહ્મથી આરંભ થયેલી આ સૃષ્ટીનો દેવતા મહાકાલ કે જેણે સૌથી પેહલા રાગ ગાયા એની સામે બેસી અને આ મહારાજ કેવી ધૃષ્ટતા કરી રહ્યા છે ..!
ભયાનક બેસૂરા અને બેતાલા રીતે મહારાજ ભજન અને આરતી કરી ને કેવી ધૃષ્ટતા આચરી રહ્યા છે..!!
ભયંકર મનમાં ગુસ્સો ચડે, છેવટે ભડાસ શશીકાંતભાઈ પાસે કાઢી .. મેં કીધું સાહેબ મંદિરના મહારાજ એવા બેસૂરા અને બેતાલા છે જરાય ગાવાની મજા નથી આવતી એમની સાથે, અને ભગવાન પણ ખરા છે એના ગળામાં બે સૂર નાખતા એનું શું જતું હતું ..!
શશીકાંતભાઈએ જવાબ આપ્યો .. બેટા એને ભગવાને શબ્દ આપ્યા છે ,અને તને સૂર, પણ એની ભક્તિ તારા કરતા આગળ એટલે એ ત્યાં છે ..!! બેટા શૈશવ, સૂરની સમજ અને સૂર જ્ઞાનનું અભિમાન ના હોય, કૃતઘ્નતા હોય ..!!
મને બધું અધ્ધર અધ્ધર જતું હતું ત્યારે એટલે તરત જ મેં ફૂંફાડો માર્યો ..મેં વળી કયું અભિમાન કર્યું હજી તો સા
માંડ પકડાય છે ..!!
બેટા શૈશવ એ તારું અભિમાન જ છે કે જે ભક્તિમાં સૂર શોધી રહ્યો છે.. મંદિરમાં ભજન હોય કે આરતી હોય એમાં સૂર તાલ કંઈ જ ક્યારેય નહિ શોધવાના ,કોઈ કારીગરી, કલાકારી નહિ શોધવાની, બસ ભક્તિ જોવાની અને કરવાની ,સમજ્યો ..!! હવે ત્યાં જ્યારે પણ તું જાય ત્યારે તું પણ એ મહારાજની જેમ મોટ્ટે મોટ્ટેથી ઘાંટા પાડી પાડીને ગાઈ લેજે , ઈશ્વરમાં ધ્યાન પોરવવાની કોશિશ કરજે , પણ કોઈ ની ટીકા ના કરીશ..!!
આજે બે નાના નાના ટેણીયા મારી જોડે આરતી કરવા આવ્યા હતા .. પેહલીવાર આવ્યા હતા.. અને જોગાનુજોગ માઈક બગડ્યું , એ જ મહારાજ ભજન ગાય પણ બાહર સુધી અવાજ પોહચે નહિ એટલે શૈશવ પાર્ટીએ મોરચો સંભાળી લીધો … ભજન અને આરતી પત્યા પછી પેલા બે ટેણીયાના સંવાદ ..
બેએ
આ શૈશવભઈ તો જો કેવું જોર જોરથી ખેંચી ખેંચીને ગાતા હતા .. આખા મંદિરમાં પાર્ટી એમનો જ અવાજ આવતો હતો ..!! બીજો ખડખડાટ હસતો હસતો બોલ્યો .. બાકી જોર હો હોં ભ
ઈ વાંદરી પાનું બાકી બધ્ધે લાગી જાય…!!
પચ્ચીસ વર્ષ પેહલાનો શૈશવ દેખાઈ ગયો મને એ બંનેમાં…!!
ભક્તિ ,શબ્દ ,સૂર ,તાલ .. કંઈ જ નહિ ..!!!
બસ મજા …!!!!
આમ તો સાંભળ્યું ના હોય એવું બને નહિ છતાં પણ લીંક આપું છું ..!!
મજા આવશે .. અને હા કોઈ મૌલવીને વાંધો છે .. હસવું આવે એવી વાત છે ..!!
સંગીતએ વળી ક્યા દિવસે સીમાડા બાંધ્યા છે ?
નાત ,જાત ,ધર્મ ..કશુંય નહિ
ફક્ત અને ફક્ત કરમ અને કૃપા ..!!
હર હર શંભુ… હર હર શંભુ
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)