૧૫મી એપ્રિલથી ટ્રાફિક ટેરરીઝમ ચાલુ થવા નો છે…
પશ્ચિમની આંધળી નકલનો ઉત્તમ નમુનો એટલે હેલ્મેટ..
મને ઘણી વખત સવાલ થાય કે જે ગેલસ્પ્પાઓ ને હેલ્મેટ,હેલ્મેટ કરીને કાગારોળ કરવા જોઈએ છીએ એને આ ત્રણ પૈડાની રીક્ષા અને શટલિયા નથી દેખાતા..?
પશ્ચિમના રોડ સલામતીના માપદંડો જો તમારે અનુસરવા છે તો પછી સેફટી માટેના એમના જે નિયમો છે એમાં આ તમારી ત્રણ પૈડાની રીક્ષા ક્યાં સેટ થાય છે..? કેટલી રીક્ષા લંડન અને ન્યુયોર્કમાં રખડે છે ?
રીક્ષા ઉંધી પડે છે ત્યારે એના ડ્રાઈવર અને અંદર બેઠેલા પેસેન્જરના “માથા” ની સલામતીનું શું ..?
શટલીયામાં જમણી બાજુના બંધ કરેલા સળિયા ઉપર બેઠેલા અને બહાર લટકતા “કુલા” (મરાઠીમાં “ધગડા” કેહવાય અને ગુજરાતીમાં બીજા ઘણા સમાનર્થી શબ્દો છે..) ની સલામતી નું શું ?
એઆરઆઈ પુના ના અને આંતરરાષ્ટ્રીય સેફટીના માપદંડો શું એક સરખા જ છે ?
ભારતમાં બનેલી અને ભારતમાં વેચાતી,અને ભારતમાં જ બનેલી પણ ભારતની બહાર વેચાતી બધી જ ગાડીઓ માટેના સેફટી નોર્મ્સ એક સરખા છે ??
મુઆ, જુઠ્ઠા, નખ્ખોદીયા રૂપિયા ખાઉં રાજકારણીઓ એટલા બધા નાલાયક છે કે આપણને એમ શીખવાડે કે બધું તારી સલામતી માટે છે,પણ ગધેડીના તારી એકપણ હેલ્મેટ આંતરરાષ્ટ્રીય માપદંડ ઉપર ખરી ઉતરે ખરી..??
છેલ્લો રેન્ડમ ટેસ્ટ હેલ્મેટનો બજારમાંથી ખરીદી અને કઈ સરકારે અને ક્યારે કર્યો હતો ..?
બોબડી બંધ થઇ જાય એકે એક ની ..!!
શું એકસો બ્યાસી કે પાંચસો બોતેર ..
રતન તાતા એ થોડીક વધારે સેફટી મળે અને કૈક સારું કરવા માટે નેનો બનાવી પણ રીક્ષા બનવવાવાળી જમાત સમજી ગઈ કે આ આવી તો આપણો ધંધો બંધ થશે પછી શું ખેલ થયા ?
પછી તો છેક સિંગુર થી સાણદ અને એમાં પણ એટલો બધો ભયંકર નેગેટીવ પ્રોપેગેન્ડા થયો કે છેવટે એને બંધ કરવાના વારા આવ્યા..
એકપણ સરકારે નેનો ને ટેક્ષી પાસીંગ ના આપ્યું ..
અરે યાર, આ ત્રણ પૈડાની રીક્ષા કરતા તો નેનોમાં સેફટી કૈક વધારે છે પણ બિચારો તાતા વાળો નફો કરવા થોડી ના કંપની ચલાવે છે ?
હેલ્મેટના નામે સદીઓથી આપણને હેરાન પરેશાન કરવામાં આવે છે..
સાલું અમદાવાદ જેવા શેહરમાં સુપર બાઈક લઈને નીકળવું હોય અને ૧૦૦ કિલોમીટરની સ્પીડ લેવી હોય તો પણ રાત પડે બે વગ્યે રીવરફ્રન્ટ કે પકવાન ના ભોંયરે જવું પડે ત્યારે ૧૦૦ ની સ્પીડ માંડ આવે બાકી તો ચારેબાજુ ટ્રાફિક જ ટ્રાફિક..
આજકાલ તો એવા સીન છે કે એકાદા બાઈકવાળાને જો ચાલુ બાઈકે હાર્ટએટેક આવે અને બેલેન્સ ગુમાવે તો રોડ પર નહિ પણ બાજુના બાઈકવાળા ઉપર જ પડે..એટલી ભયાનક ભીડ હોય છે અને એમાં ઈનોવા અને સ્કોર્પિયોમાં ફરતા આપણા રાજનેતાઓ આપણને એમ કહે છે કે તારી સેફટી માટે હેલ્મેટ પેહરવાની છે તારે..
અરે “મહાતામાઓ” પેહલા અમને સ્પીડ લેવાય એવા મોટા અને ખાલી રોડ તો આપો પછી અમને હેલ્મેટ પેહરાવજો…પણ આ જ બધા મહાતમાઓ ના મિત્રો અને કલીગ્સ એ ચારેબાજુ આડેધડ બિલ્ડીંગ ઉભા કર્યા, પછી થોડુક પબ્લિકને સારું લાગે એટલે બાગબગીચા કર્યા..
પણ પાર્કિંગ ક્યાં ..?
લગ્ન કર્યા પેહલા છોકરા પેદા કરી નાખ્યા હોય એવા ઘાટ છે..
પેહલા પાર્કિંગ કરવાને નામે સીજી રોડની માંપરણી અને રંડાપો આવ્યો તો હવે ફરી એકવાર …
દરેક બિલ્ડરે પાર્કિંગ માટે છોડેલી જગ્યામાં બિલ્ડરો એ જ ઓટલા ઉભા કરી મુક્યા, પાર્કિંગના નામે પાસ કરાવેલા ભોયરામાં દુકાનો ઉતારી અને વેચી મારી એટલે છેવટે જે તે બિલ્ડીંગમાં આવનારા લોકો પાર્કિંગ કરે રોડ ઉપર..
અલ્યા લોકોને નો પાર્કિંગમાં પાર્ક કરવા બદલ દંડ ઠોકો છો તો જે હરામખોરો લોકો નું જ પાર્કિંગ પચાવી પાડીને બેઠા છે એને કઈ નહિ કરવાનું ?
ઉપરથી “ઈમ્પેક્ટ ફી” અને “ઢીમપેક્ટ ફી” ભરાવીને ગેરકાયદેસર છે એને કાયદેસર કરવાનું ?
ટૂંકમાં આ દેશમાં કશું પચાવી પાડવું હોય તો પરમેનેન્ટ પચાવી પાડો ટેમ્પરરી પચાવી પાડો તો તમને સજા..
જે માણસ બે પાંચ મિનીટ કે દસ મિનીટ માટે પાર્કિંગની જગ્યા પચાવી પાડે એને દંડ, અને જે કાયમી ધોરણે પચાવીને બેઠા છે એને કશું જ નહિ…
૧૫મી એપ્રિલથી કેમેરા ઉપરથી ફોટા પાડીને દંડ લેવાનો ખેલ કરવો હોય તો પેહલા દબાણખાતા ને લઈને રોડ ઉપર બનેલા ગેરકાયદેસર દબાણો ને હટાવો અને તમામ કોમર્શિયલ કોમ્લેક્સમાં જે પાર્કિંગની જગ્યા ઉપર ઓટલા અને દુકાનો તાણી મુક્યા છે એને તોડો ..
ચાલીસ મીટરથી વધારે પોહળા રોડ ઉપર ઊંટગાડા,બળદગાડા, વહાલી ગાય અને દવલા રસ્તે રખડતા કુતરા અને છેલ્લે જેમની ઉપર ડીપાર્ટમેન્ટની ઉપરની ઇન્કમ છે એ શટલિયા બંધ કરાવો પછી પ્રજા ને કનડવાનું ચાલુ કરજો..
બાકી તો જે દિવસે પરજા નો રોષ ફાટી નીકળશે ત્યારે સૌથી પેહલો ભોગ કેમેરા જ બનશે..
આજે અમદાવાદના તમામ રોડ ઉપર સાંજ પડ્યે લગભગ લારીઓ વાળાના રાજ સ્થપાઈ જાય છે..
એક દુકાન કરતા વધારે વકરો લારીવાળો કરી ને ઘેર જાય છે અને છતાં પણ લારીવાળો બિચારો..
ક્યારેય રસ્તા ઉપર દબાણ કરી અને ઉભેલા પાણીપૂરીવાળાના વકરા જોયા છે..?
મારા ઘરની બાજુમાં પાણીપુરીવાળા બે વર્ષમાં એ સાહીઠ લાખની દુકાન લીધી …
અને આપણને છોકરાએ એન્જીનીયર અને ડોક્ટર બનાવવા લાતો માર્યા કરીએ છીએ..!
ઉઠ સાલા સુવ્વર ભણ બેવકૂફ નાલાયક..
પંદરમી એપ્રિલથી લારી, ગલ્લા, ગાયો વગેરે વગેરે ઉપર દયા ખાઈને મેસેજ ફેરવનારાઓ એ જ બધાના વાંકે તમારે હેલ્મેટ કમ્પલસરી પેહરવાની છે અને પરસેવે નીતરજો ..
અને પરસેવે નહિ નીતરો તો તમને દંડ..!!
તમારી પાર્કિંગ ની જગ્યા ખાઈ અને બેઠેલા બિલ્ડરો અને પછી એ બધાને રેગ્યુલરાઇઝ કરી આપનારા રાજકારણીઓ ને વાંકે બે મિનીટ માટે પણ તમે ક્યાંક બાઈક પાર્ક કરીને ગયા તો તમને દંડ..!!
ચાલો ચાલો હવે તો આધુનિક કેમેરા આવી ગયા છે,
તમારે સિંગાપુર બનાવવું હતું ને લ્યો અમદાવાદ બની ગયું સિંગાપુર,,
સિંગાપુરની જેમ જ તમારા ઘરે ઈ-મેમો આવશે..
સગવડ હિન્દુસ્તાનની અને દંડ સિંગાપુર નો વાહ રે વાહ…
ગોરી રાધાને કાળો કા`ન ગરબે ઘૂમે ભૂલી ભાન…
ભાન ભૂલ્યો છે કા`ન …
આપણો રવિવાર શુભ રહે
શૈશવ વોરા