એ અક્કલ આવી..
હજ્જારો ગાડીઓની માં-પરણી અને કેટલીય જિંદગીના ભોગ લીધા પછી કોઈની બુદ્ધિ ચાલી ખરી..
જીવરાજ ઓવરબ્રીજ અને સોલા ઓવર બ્રીજ ઉપર થી બ્રીજની વચ્ચોવચ ઉભા કરવામાં આવેલા લાલબસના સ્ટેન્ડ દૂર કરાયા..!!
કેટલાય વખતથી લખું છું અને ગાળો કાઢું છું કે આ કઈ “નોટ” હશે કે જેણે બ્રીજની બરાબર વચ્ચે બસસ્ટેન્ડ ઉભા કર્યા હશે ..?
બે ચાર “મુન્સીટાપલી”ના અધિકારીઓને પૂછ્યું હતું તો એમણે એવું કીધું હતું કે અમારે ત્યાં ક્યારેક એક ફૂટ લાંબી ,અડધી કાળી અને અડધી ધોળી ચોટલી, અને પોણા બે ફૂટ લાંબી દાઢીધારી ડિઝાઈનર આર્કિટેક આવે છે, અને એ બધા આ બધા તુક્કા ને અંજામ આપી અને જતા રહે છે..
મેં એવું પૂછ્યું કે લાલબસ ના પેસેન્જરને બસ પકડવા માટે આખો પુલ નો એપ્રોચ ચડાવાની ક્યાં જરૂર છે ? પુલના છેડે બસસ્ટેન્ડ હોય તો શું તકલીફ છે ?
“ટાપલી” ના અધિકારી બોલ્યા..અમે પણ એવું એ દાઢી-ચોટલીને પૂછ્યું હતું તો એણે જવાબ આપ્યો હતો કે પેસેન્જરને કસરત થાય શરીર સારા રહે..
આપડા મોઢામાંથી ગાળ નીકળી.. એની માં ને (ગાળ ,ગાળ .ગાળ ) સાલો આવા જવાબ આપતો હતો (ગાળ) (ગાળ) ..(ગાળ ગાળ ગાળ )
તમને થશે કે કેમ આટલી “ગાળો” બોલો છો યાર..
પણ દોસ્ત સોલા ઓવરબ્રીજ ઉપર મેં મારી સગ્ગી આંખે એક જિંદગીને જતા જોઈ છે..
હું ગાડીમાં હાઈકોર્ટ તરફથી આવતો હતો મારી આગળ આઠદસ ગાડી જતી હતી અને સામેના છેડેથી એક લાલબસ બ્રીજની વચ્ચે ઉભા કરેલા બસસ્ટેન્ડ પર બસ ઉભી રહી, અને એમાંથી એક છોકરો ઉતર્યો અને આજુબાજુ જોયા વિના જ એણે રોડની વચ્ચેની રેલીંગ કુદીને રોડ ઓળંગ્યો, એક ઈનોવા જેની સ્પીડ સ્વભાવિક રીતે બ્રીજનો એપ્રોચનો ઢાળ ચડવાનો હોય એટલે વધારે હોય એની નીચે..
એક મિનીટ પણ નોહતી લાગી યમરાજને..
ખાબોચિયું લાલ લાલ..
હવે બોલો વાંક કોનો ? પેસેન્જર છોકરાનો વાંક ખરો, પણ આ ઘટના બ્રીજના છેડે બસસ્ટેન્ડ હોત તો નિવારી શકાઈ હોત..
કદાચ છોકરો રોડ ઓળંગતે જ નહિ, અને ઈનોવા પણ થોડીક ઓછી સ્પીડમાં હોત..!
દરેક બ્રીજ ઉપર એક ગાડીના `પછાવડા`માં બીજી ગાડી ઘુસવી એ તો બહુ જ કોમન છે..!
આટલા વર્ષોથી આવા એક્સીડેન્ટ લગભગ રોજ કોઈના કોઈ બ્રીજ ઉપર થાય છે પણ કેમ કોઈ વિચારતું નથી ..?
જો કે એમાં વાંક આપણો જ છે, આપણે પણ એક એવી “સીસ્ટમ” ઉભી કરી છે, જેમાં આટલું બધું વિચારનાર ની જગ્યા જ નથી, આજે એકે એક પક્ષ એવા જ ઉમેદવારને ટીકીટ આપે છે કે જે “જીતી શકે..”
ફક્ત અને ફક્ત “જીતી શકે..” એ જ ક્રાયટેરીયા હોય એવા જનપ્રતિનિધિનો તો શું અપેક્ષા રાખી શકાય..!!?
બીજો પણ એક એવો મુદ્દો છે છે અને એ છે હેલ્મેટ અને રીક્ષા..
આજે હું ફરી એકવાર નેનોનું માર્કેટિંગ કરીશ અને રીક્ષાનો વિરોધ ..
આપણે હેલ્મેટ પરાણે પેહરાવવા મથતા “સત્તાધીશો”ને રીક્ષા કેમ નથી દેખાતી ..?
ક્યાં એન્ગલથી આ ત્રણ પૈડાની રીક્ષા સેઈફ છે ?
હાલતાને ચાલતા રીક્ષા અને છકડાના અકસ્માત થાય છે અને એક સામટા દસ-દસ માણસો મારી જાય છે . કેવી રીતે રીક્ષા અને છકડાને ચાલીસ ફૂટથી મોટા રોડ પર ઓપરેટ કરવા દેવાય ?
અત્યારે ગાંધીનગરના છ લેનના રોડ પરથી મારી ૧૬૦૦ સીસીની ગાડીમાં જતા જતા બ્લોગ લખી રહ્યો છું..મારો ડ્રાઈવર રીઢો છે આ રોડ માટે..પાંચમા-છઠ્ઠા ગીયરમાં ગાડી રમાડે છે ,મારી આજુબાજુ પણ બધી જ ગાડીઓ એકધારી સ્પીડમાં જઈ રહી છે અને રીક્ષા નામના ટુંણટુંણીયા બેફામ ટુ વ્હીલરને ઓવરટેઈક કરી અને મેઈન લાઈનમાં ઘુસી અને બહાર નીકળે છે..
લગભગ દરેક બાઈક વાળાએ હેલ્મેટ પેહરી છે…
ચાલીસ ફૂટથી મોટા રોડે હેલ્મેટ પેહરાવો એ બરાબર છે અને જોડે જોડે ચાલીસ ફૂટથી મોટા રોડે રીક્ષા પ્રતિબંધીત કરો..
છ લેનના રોડમાં એક રીક્ષામાં છ-છ પેસેન્જર અને સાતમો ડ્રાઈવર કેમ નહિ દેખાતા હોય તંત્રને..
ફરી એકવાર એઆરડીઆઈ પુના,ના ક્યા સેફટી ટેસ્ટમાં રીક્ષા પાસ થઇ છે ? ક્રેશ ટેસ્ટ કેમ નથી થતો રીક્ષાનો ?
કોણ છે એ વીરલો કે જેણે સેફટી ટેસ્ટમાં રીક્ષા ને પાસ કરી છે ?
કોઈ બ્રીજના એપ્રોચની વચ્ચેવચ જ બસ સ્ટેન્ડ ઉભા કરનાર ચોટલી-દાઢી તો નથી ને ? જેને રીક્ષા સેઈફ લાગી રહી છે !!
સીધું લોજીક છે કે જો રીક્ષા સેઈફ છે તો પછી બાઈક એનાથી વધારે સેઈફ છે અને એને ચલવનારને હેલ્મેટની જરૂર નથી..
આ પિસ્તાલીસ ડીગ્રીની ગરમીમાં હેલ્મેટ પેહરી અને ગરમીમાં શેકાતા પરસેવે ગંધાઈ જાય છે હેલ્મેટો, અને કમબખ્તી એ છે કે સાલી હેલ્મેટ ધોવાતી પણ નથી…
હેલ્મેટ અંદરથી નથી ધોવાતી, ગેલસપ્પા બહારથી તો રોજ લૂગડું વાગે..
પરસેવાથી લથબથ હેલ્મેટની અંદર કેટલા જીવાણુઓ હોય છે ? એ માપ્યા છે ક્યારેય ?
પછી થાય માથમાં સ્કીન ઇન્ફેકશન..
”ગુમડા” થાય ગુજરાતીમાં ..
અંધેર નગરીને ગંડુ રાજા..
બે દિવસથી શ્યામલ ચાર રસ્તાની પેહલા કોઈક `વીરલો` બમ્પ બનાવી ગયો છે, લગભગ પોણા બે ફૂટ ઉંચો બમ્પ છે, અને તમામ ગાડીઓ ત્યાં પટકાય છે..
હજી એની ઉપર સફેદ પટ્ટા પણ નથી માર્યા કેટલાય જીવ લઇ લેશે આ બમ્પ ..
પણ દેશ આખો રામ ભરોસે અને રામ ને પૂર્યા ઝુપડીમાં ..!!
પડ્યા રહો ને છાનામાના.. ઝુપડી તો આપી પછી શું છે..?
સેક્યુલર દેવતાની જય..!!!
ઠઠાડી ઉપાડો ત્યારે, સેક્યુલર બોલો સેક્યુલર કરો ..!! (રામ બોલો રામ નહિ બોલવાનું )
જીવતર ઝેર કરી મુક્યા છે, આ રાજકારણીઓ એ અક્કલ પાઈ નહિ અને ભાષણો ગળા ખેંચી ખેંચીને કરે…!!
નરી ગંદકી કરી મૂકી છે ચારેબાજુ ..
વિચારોની ગંદકી..!!
જેને જ્યાં મન થાય ત્યાં હંગે છે..પોદળા મુકે છે અને સોશિઅલ મીડિયા અને મીડિયા રાજકારણીઓના પોદળાના એનાલીસીસ આપે ..!!
આમાં ક્યાં આપણે ઊંચા આવીએ ??
કોઈને હેલ્મેટ અંદરથી કેવી રીતે ધોવાય એનો રસ્તો ખબર હોય તો જરા કેહજો ..!!
કોશિશ કરી હતી પણ અંદરનું યુ-ફોર્મ ઉખડી જાય છે..
સાચું કહું કોઈની હેલ્મેટ પેહરવીને એના કરતા કોઈ નો જાંગીયો…
કમ સે કમ ધોયેલો તો હોય ..
હેલ્મેટ તો બાપરે છી છી છી.. વાસ વાસ ને વાસ..
અરરર ..
આપની હેલ્મેટ સુગંધીત અને હાયજીન રહે..!
શૈશવ વોરા