લોકડાઉનમાં વીતી રહેલા દિવસોમાં શરુ શરુ ના દિવસોમાં લોકોએ એક્વેરિયમની માછલી અને ઝૂ માં રેહતા પ્રાણીઓ સાથે સરખામણી કરી પણ પચાસથી વધારે દિવસો કાઢ્યા પછી હવે લોકડાઉન જિંદગી કોઠે પડતી જતી હોય એવું લાગી રહ્યું છે…!
જિંદગી જીવવા માટે પોતાના રસ્તા કરી જ લેતી હોય છે ,
ભય ,ભૂખ ,નિંદ્રા અને મૈથુન આ ચાર સંજ્ઞાઓ લઈને જન્મેલી જિંદગી જરૂરીયાત પ્રમાણે એનો રસ્તો કરી જ લેતી હોય છે,
તકલીફ ખાલી એટલી જ છે કે પ્રાણીઓ ને ખાવા પીવા ની ચિંતા હોય , બાકી મનુષ્ય સિવાયની સમગ્ર સૃષ્ટિ નગ્ન અવસ્થામાં જ જીવે છે એટલે એને કઈ બહુ ચિંતા હોતી નથી..!!!
માણસજાત ને ભૂખ માટે રોટી નું કમ્પ્લઝન હતું ત્યાં સુધી વાંધો નોહતો પણ પછી આગળ વધી ને રોટી ,કપડા અને મકાન પોતાની સાથે જોડ્યું ..!!
બહુ દ્રવિત
થઇ જવાય એવા મેસેજીસ અને લેખો આવી રહ્યા છે ચારેય બાજુથી શ્રમિકોના પલાયનના ,
લોક તૂટી પડ્યું છે પોતાના વતનમાં જવા માટે શેહરોમાંથી ગામ જવા.. જોડે જોડે નવી નવી વાર્તાઓ પણ બનતી જાય છે.. બહુ દુઃખ થાય .. પણ દુઃખ નું કારણ તો સરકાર માઈ બાપ ને તો ઉદ્યોગો દેખાય, ચાલતા જતામાં બધાય એમને તો કારખાનાના કારીગર જ દેખાય ..ક્યાં તો કન્સ્ટ્રકશન ના કારીગરો દેખાય ..અને બિચારા ભોળા કબુતર જેવા અધિકારીઓ ને તો શું ખબર પડે..? અમારા આ
કબુતરજેવા મિત્રો પૂછો છે કે આ રોડ ઉપર નીકળી પડેલી પ્રજા છે કોણ ? બધાય કારખાનાઓમાં જ કામ કરતા હતા..? અમને પણ એમ થાય કે ..હેં આ બધાય કારખાનાઓ માં જ કામ કરતા હતા? કન્સ્ટ્રકશન ઉદ્યોગમાં જ કામ કરતા હતા ..? સરકારે પણ એવું જ ધારી લીધું છે એટલે પત્રકારો એ પણ એટલે શ્રમ મંત્રાલય થી લઈને બધી સીસ્ટમ એમ જ કહે છે કે પગારો કાપશો નહી પગારો આપી દો.. પણ મારા વહાલીડાઓ સાવ એવું નથી આમાંના કેટલા બધા અહિયાં અહમદશાહ બાદશાહના નગરમાં ભૂતકાળમાં ચાલતી હોટેલોમાં ઝુડાવતા હતા એનો સર્વે કર્યો ખરો..?? કેટલા બધા લોકો અમારી અમદાવાદી નગરીની સન્નારીઓની સાંજ પડ્યે જીહ્વા તૃપ્ત કરતા હતા પાણીપુરી ખવડાવી ખવડાવીને.. *બોલો તમે જ કહો કે તમે ક્યારેય મકવાણા પાણીપુરી, પટેલ પાણીપુરી , શાહ પાણીપુરી વાઘેલા પાણીપુરી, વ્યાસ પાણીપુરી..આવી એકેય ગુજરાતી અટક ધરાવતો પાણીપુરીનો ખુમચો લઇ ને ઉભેલો જોયો છે ?* ફરસાણની દુકાનોમાં કામ કરતો એકેય ગુજરાતી જોયો છે..? તમે ગુર્જર નરનારીઓ હોટેલમાં જઈને આવડે કે નાં આવડે તો પણ કેમ હિન્દીમાં બોલો છો ? “એ ભાઈ જરાક પાણી ભર દેના..અને પનીર બટર મસાલા મેં હૈ ના થોડા સ્પાઈસી બનાના હમારે ઇનકો સ્પાઈસી હી ભાતા હૈ..!!” તો અબ ઉસમેં ઐસા હે કી વો ઓર્ડર લેનેવાલા જો
ભાઈહૈ ના વો ભી હેંડ કે અપને ગાંવ જાણે કો નિકલા હૈ હો..!! શ્રમ મંત્રાલય ને હોટેલો ,એ પણ પેલી હોટેલો.., તમને યાદ છે જે તમને પંજાબી ખવડાવતી હતી ..? નામો પણ કેવા કેવા હતા એમના..! અનુરાધા ,આરાધના ,સદભાવ ...વગેરે વગેરે..! લોકડાઉન પછી આ એકેય હોટેલમાં એકેય અધિકારી ગયા છે ક્યારેય ? આ હોટેલોમાં કામ કરતા વેઈટર ક્યાં ગયા છે ? રસોઈયા ? ડીશો ધોવાવાળી બાઈઓ ? કારખાનેદારો અને કન્સ્ટ્રકશનવાળા કમાયા છે તો પછી શું આ હોટેલોવાળા નથી કમાયા..? ક્યાં ગયો એમનો સ્ટાફ ? નાનામાં નાની હોટેલ મીનીમમ દસ બારના સ્ટાફથી ચાલે તો એ બધો સ્ટાફ ગયો ક્યા ? પેલી ગુજરાતથી દોડેલી સ્પેશિઅલ ટ્રેઈનમાં ? કે બસોમાં ? કે ચાલતા ? સરકારે હાઈવે ના ઢાબા ખોલવાનું કીધું પણ કેટલા ખુલ્યા ? હવે બીજો એન્ગલ , સરકાર એમ કહે છે કે આપણે જલ્દીમાં જલ્દી એવું કરવાનું છે કે દરેક ને માથે છત હોય .. સારી વાત છે જરાક પણ ખોટું નથી એમાં પણ હવે અત્યાર નો સીન જોઈએ તો જે પલાયન ચાલુ થયું છે એમાં પ્રોબ્લેમ એ છે કે અહિયાં ભાડા ભરવાના છે અને ત્યાં ઘર ખાલી પડ્યું છે .. મતલબ કે એક પરિવાર ને બે ઘર જોઈએ એક ગામમાં અને એક શેહરમાં ..!! આ પરિસ્થિતિ ને જાહોજલાલી કે વૈભવના કેહવાય ? એક પરિવાર બબ્બે ઘર ધરાવે તો એને શું ગરીબ ગણાય ? અને આવી રીતે તો કેમ સરકાર નો ટાર્ગેટ પૂરો થાય ? ખરેખર હવે દારૂની દુકાને આધાર કાર્ડ કમ્પલસરી કરવાનો સમય છે ને જોડે જોડે સરકારી સહાયતાથી આપવામાં આવતા મકાનોમાં પણ સેહજ ક્રોસ ચેક કરવાનો સમય છે નહિ તો જીડીપીના દસ વીસ ટકા નહિ આખે આખી જીડીપીના રૂપિયા નાખશો ને તો પણ આ ઉધઈ ખાઈ જશે અને ગરીબના ગરીબ ઉભા હશે..!! એક એવા ઉદ્યોગકારની વાત કરું.. જુના જમાનામાં હાઉસિંગ બોર્ડ ના મકાનો મધ્યમવર્ગ ને આપવામાં આવતા એમાં એક ઉદ્યોગકાર એ જમાનામાં ત્યાં રેહવા ગયા , એ સમયે ખરેખર મધ્યમવર્ગમાં હતા એ , પણ સમય જતા મેહનત ને ભાગ્ય એ સાથ આપ્યો ને સારું એવું કામ્યા , બે પાંદડે થયા એમાંથી ચાર પાંદડા થયા.. ઘેર ચાર બંગડીવાળી ગાડી ઝૂલે પણ હાઉસિંગ બોર્ડ નો મોહના છૂટે ,લગભગ એમના બ્લોકના છ-સાત મકાનો ખરીદી ને મેહલ બનાવી દીધો..!! બોલો હવે હાઉસિંગ બોર્ડના મકાનો મધ્યમવર્ગ માટે હતા એવો હેતુ ક્યાં ગયો..? ઘણી બધી વિસંગતતા ભરેલી આ ભારત દેશની કોમ્લીકેટેડ સીસ્ટમ છે, અને પરજા
ઢીટછે ,સાચો શોધી ને મદદ કરવા માટે પણ બહુ મેહનત કરવી પડે તેમ છે... છેન્તાલીસ ઇંચની કમ્મર ધરાવતો “શ્રમજીવી” પણ ગામડે જવા નીકળ્યો છે..! એક આવા કેહવાતા “શ્રમજીવી” જોડે વાત થઇ હતી.. સોલામાં ,લાંભામાં ,મકરબામાં અને વેજલપુરમાં ચાર જગ્યાએ એ શ્રમજીવી ને મકાનો “લાગ્યા” હતા .. અમે એમ પૂછયુ કે એક નામે ફક્ત એક જ ના મળે ..? તો કહે ..”મો
માં માસી ના છોકરા ના નામે લેવાય ને .. મિલકત તો ઉભી કરવી પડ ને..ભાડા ની આવક કરવી પ
ડ , નેનું હોય ન ઈ
મ વધારે હારું ઇના ભાડામાંથી હપ્તો કપાય..!” મસ્ત રોટલા તોડે છે પેલી સરકારી સહાયવાળા..!! અને નવી સ્કીમના ફોર્મ શોધે છે..! અઘરું છે “રાજ” કરવું આ પ્રજા ઉપર..! મુસીબત ના એંધાણ જમીન ઉપર રેહતા લોકો ને પેહલા આવતા હોય છે , દરેક પાણીપુરીવાળા ને ખબર છે કે આવતા છ મહિના સુધી કોઈ ગુર્જર નર કર નારી ખુમ્ચે આવવાનો નથી એટલે ઉચાળા ભરાઈ રહ્યા છે.. હોટેલમાં
ઇનડાઈનઝટ ખુલે એમ નથી
ટેઈક અવેમાં બહુ ભલીવારના આવે .. “સાચો” શોધી ને
સહાય` કરવા નો સમય છે ભાઈ બાકી તો ઘણી વાડ પોતે જ ચીભડા ગળી ચુકી છે પાછલા સિત્તેર વર્ષમાં..
ભરકોગળિયા ની વચ્ચે એક એવા ખરા શ્રમજીવી પણ છે કે જેમના શેઠિયા એ એમને પૂરો પગાર આપ્યો છે એટલે એમના વાસમાં આવતા સહાયના ફૂડ પેકેટ ક્યારેય નથી લીધા…બીજા ને આપો, અમારે તો શેઠ પગાર આપે છે..!!
ઘણા રસ્તા છે જિંદગી જીવવાના ..!!
ચાલો આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)