મોડે મોડે સરકાર જાગી અને હવે અમેરિકાથી અહિયાં તાણી લાવવાના લાખ રૂપિયા અને યુકેથી પચાસ હજાર લેવામાં આવશે..!!
વાહ..!!!
અને જે ૧૫ જાન્યુઆરીથી આવ્યા અહિયાં ને એમને ઘેર બેઠા સગવડો આપી ને સાજા કર્યા એમનું ? જેમના “પુણ્ય પ્રતાપે” દેશ આખો ચાલીસ ચાલીસ દિવસથી લોકડાઉનમાં સબડી રહ્યો છે એનું શું ..?
સરકાર એ એનો ધર્મ બજાવ્યો છે તો પ્રજા એ સામેથી જેટલા દિવસ મફત નું ખાધું એના રૂપિયા ના ચુકવવા જોઈએ ?
પ્રજા પોતાની જવાબદારી ના સમજે તો પછી જેટલા ને કોરટાઈન કરી ને ઘેર બેઠા જમાડ્યા છે એ બધા , અને બીજા આખા ને આખા એરિયા ને સીધું સામાન આપ્યા છે એ બધા ઉપર સામુહિક કર નાખો, પછી ભલે એ સિંગલ સોર્સ
હોય કે મલ્ટીપલ
..!!
આજે ઉદ્યોગો અને વેપારીઓ પોતાના કામધંધા ખોલી નાખવા ઉતાવળા થયા છે એની પાછળ ના કારણ કોઈ વિચારવા તૈયાર જ નથી..!!
નિર્મલા સીતારમણજી એક કહે છે કે ટેક્ષ પેયરનું સન્માન થવું જોઈએ ..!!
ઉત્તમ વાત કરી આપે ,વાહ ..,પણ સન્માન ખાલી શાલ ઓઢાડી ને જ કરશો કે પછી પુરસ્કારમાં કઈ આપશો ?
જીવનભર પ્રોડક્ટ ને નામે પોતાના છોકરા ને દેખાડનારા ને સન્માનમાં એકલી શાલ ઓઢાડો તો ઠીક મારા ભાઈ..,પણ જેમણે કારખાનામાં મજુરીઓ કરી કરી ને લમણા લઇ લઇ ને રોજે રોજ પ્રોડક્ટ બનાવી ને ડીસ્પેચ આપ્યા છે એમને શાલ ઓઢાડે કઈ મેળ ના બેસે.!!
આ જ સમય છે કે ભારત સરકારની સારામાં સારી હોસ્પિટલના રૂમો જે સૌથી વધારે ટેક્ષ ભરતો હોય એમને આપો , ટેક્ષ ભરનાર ને સવલતો આપો..
મહામારી ગરીબ અમીર વચ્ચે નો ભેદ નથી કરી રહી એટલે જેમણે રાષ્ટ્ર ને કૈક આપ્યું છે પોતાના સંતાન સિવાય , એમને કૈક પાછું વાળવું જરૂરી છે..!!
અહિયાં તો મફત નું બધું નોન ટેક્ષ પેયર ને, અને ટેક્ષ ભરનારાએ બધું જાત્તે કરી લેવાનું અને જાત્તે કરવા જાય તો કે તારા દુકાનો અને કારખાના બંધ..
બે હાથ અને પગ બાંધી કહે કે નાખો સ્વીમીંગ પુલમાં તરવા એ તો એનું કરી લેશે..!
તરતો રહે , ચોક્કસ તરતો રહે એ ટેક્ષ પેયર… પણ એના શ્વાસ ના ચાલતા હોય..મડદું થઇ ને ચિર-અનાદિ કાળ સુધી તરતો રહે..! જો કોઈ એને પણ કોઈ ફાડી ના ખાય તો..!!
ટેક્ષ પેયર નામના પ્રાણી ને દુનિયાભરમાં જમણેરી સરકાર હોય કે ડાબેરી દરેક જગ્યાએ આજે સન્માન જોડે પુરસ્કાર મળ્યો છે..ભારતનો વારો છે હવે..!!
છેલ્લા પાંચ દાયકાથી ફલાણું મજરે મળશે અને ઢીંકણું મજરે મળશે એમ કરી કરી ને જે તે સરકારો એ લોનો ઉભી કરાવડાવી હવે ..? ધાબેથી ભૂસકા મારવાના ટેક્ષ પેયર એ..?
જમણેરી મૂડીવાદી અર્થ વ્યવસ્થામાં ટેક્ષ પેયર ના હિતો ને ધ્યાનમાં રાખી ને નીતિઓ ઘડાતી હોય છે ,પણ છેલ્લા સિત્તેર વર્ષમાં સરકારી સગવડના નામે ટેક્ષ પેયર ને ભાગે પથરા જ આવ્યા છે…!
માન્યું કે ડાયરેક્ટ ટેક્ષ ભારતની કર પ્રણાલીમાં બહુ ઓછો છે પણ જેટલો છે તેટલો અને જે આપે છે એમને તો આજે કઈ આપો ..!
કમ સે કમ સારી મેડીકલ ફેસેલીટી ..!!
ગરીબો ને માં કાર્ડ
આપી ને સિક્યોર
કર્યા તો આજે સમય છે કે લોનો
ઉપર નભતા કેહવાતા અમીરો ને આઠ આઠ લાખ ખર્ચી ને ઈલાજ કરાવવો પડે એની બદલે જેટલો જુનો ટેક્ષ પેયર એટલી ઓછી ફી એવું કૈક સ્ટ્રક્ચર ગોઠવી ને રાહત ના આપી શકાય ?
જો કે છેલ્લા બે દિવસની દારુ ની લાઈન જોઈ ને કેટલા ગરીબ છે ભારતમાં એ પણ નક્કી કરવા જેવું છે , એક વિચાર એ પણ સારો છે કે દારુ ની દુકાને આધાર કાર્ડથી જ વેચાણ થાય એટલે ખબર પડે કે ખરેખર “ગરીબ” કેટલા છે..?
શું ગુન્હો કર્યો છે ટેક્ષ પેયર એ ?
ઘણા બધા ને થશે કે મહામારી ફાટી નીકળી છે એની વચ્ચે આવા બધા સવાલો કેમ ?
પણ દુનિયા આખીમાં જે રીફોર્મ થયા શોધખોળ થઇ એ બધી આપત્તિના સમયમાં જ થયા છે ,આ એ જ સમય છે કે જેમાં દુનિયાભરના સ્ટ્રક્ચર બદલાશે..!
અત્યારે લોનો
લઈને બેઠા છે એમને બંને બાજુની બીક છે , સાલું આ કોગળિયું ફાટી નીકળ્યું છે એમાં હું ઉકલી ગયો તો બેંકો કો-લેટરલ અને બાય-લેટરલ બધુય લઇ જશે અને પોતાના રૂપિયા લઇ જશે ,પાછળથી મારા બૈરી છોકરા રસ્તે આવે..!
કેમકે જનસાધારણ ને તો સિબિલ છોડો બેંકો એના જાંગીયાની બ્રાંડ સુધ્ધા જોઇને લોન આપે છે.. એટલે અત્યારની લોનોમાં બેંકો સિક્યોર છે પણ આ કોગળીયામાં માણસ..?
એક રસ્તો થાય જેમાં પ્રજા અને સરકાર બધા સિક્યોર થાય.. જેની જેટલી લોન હોય એટલો એનો ટર્મ ઈન્સ્યોરન્સ ફરજીયાત કરવો અને એ પણ એલઆઈસી જોડે ,
એક એવી જનરલ છાપ તો ખરી કે પ્રાઈવેટ કરતા એલઆઈસીમાં કલેઈમની ચુકવણીમાં ધાંધિયા ઓછા..! અને સરકાર સરકારી કંપની ને પેહ્લો પ્રેફરન્સ આપે તો સારું.. ઘી ઢોળાય તો ખીચડીમાં જાય..બાકી આપણે પ્રાઈવેટ જોડે કોઈ દુશ્મની નથી..!
એમાં રાહત એટલી આપો કે આવનારા પાંચ વર્ષ સુધી પચાસ ટકા પ્રીમીયમ સરકાર ભોગવે અને બાકી ના વર્ષોમાં ટર્મ પ્લાનના પ્રીમીયમ માટે વિચારીશું..!!
એનો ફાયદો એટલો કે સરકારના રૂપિયા સેઈફ, લોન લેનારના પાછળવાળા
સેઈફ અને સરકારી ઇન્શ્યોરન્સ કંપનીઓ ને ધંધો વધે..!!
બીજું એવું પણ થાય કે આવનારા વર્ષોમાં જ્યાં સુધી કોગળિયું ચાલે છે ત્યાં સુધી ટેક્ષ પેયરના મેડીક્લેમ પ્રીમીયમના પચાસ ટકા એમના ખાતામાં પાછા જમા આપી શકાય તો કમ સે કમ પ્રાઈવેટમાં દવાઓ કરાવી લે ટેક્ષ પેયર..!!
જેન્યુઈન વાત કરી છે , સમાજના બીજા વર્ગો જેવું નથી કર્યું કે બધું દેવું માફ કરો.!!
છેલ્લા સિત્તેર સિત્તેર વર્ષથી નોન ટેક્ષ પેયર ને પ્યારા
કર્યા છે આજે હવે સમય છે કે ટેક્ષ પેયર ને પ્યાર
કરવાનો..ભવિષ્ય માટે દાખલો બેસાડવા નો કે ટેક્ષ ભરવાથી ફાયદો ઘણો થાય છે માટે ટેક્ષ વધારે ભરો નહિ કે ટેક્ષ ચોરી કરો તો ફાયદો વધારે છે..!
માત્ર ને માત્ર ભય ચોર ,લુંટારા, ઠગ, પીંઢરા ને જન્મ આપે અને આજકાલની ભાષામાં ઝોમ્બી ને ,
પાછલા સિત્તેર વર્ષોની “ગરીબો ની બેલી” સરકારો એ એ ગરીબી જ આપી છે , તો એકવાર પ્રયત્ન કરીએ તો કઈ ખોટું નથી અને હા ગરીબો નું લઈને આપવાની ટેક્ષ પેયર ને આપવાની વાત નથી એનું એને આપવાનું છે..!
આ તો ઠીક છે મન માનવી લઈએ કે વસ્તી એ આપણી સ્ટ્રેન્થ છે પણ મુસીબતના સમયે કેવી માથે પડે છે એ વસ્તી એ અત્યારે સમજાઈ રહ્યું છે..!!!
નાના ધંધાવાળા પાંચ પચ્ચીસ હજાર રૂપિયા શોધતા થઇ ગયા છે , એક જમાનામાં એવું કેહવાતું કે અમેરિકા એટલે ઉધારી ઉપર ચાલતો દેશ પણ અહિયા એ જ હાલત છે, ગાડીઓ છોડો બાઈકો પણ ઉધારીએ જ ફરી રહી છે..એકલી પોઝીટીવીટી નહિ ચાલે..!
આર્થિક પડીકા
ઓની દરેક જણ ચાતક નજરે રાહ જોઇને બેઠું છે એ સામાન્ય રીક્ષાવાળો હોય કે પછી નાની દુકાન કે કારખાનેદાર..!
અંતે ..
ઘરમાં રહો સ્વસ્થ રહો
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)