આઈપીએલ નો ભવાડો ….
કેટલા ભોગ લેશે …??? કેટ કેટલા કૌભાંડો થયા …?? કેટલા મોટા માથા સલવાયા છે ..?? કોના નામ લેવા અને કોના નહિ …?? બીક લાગે દોસ્તો લખતા પણ … કોણ જાણે મેં આજે કઈ પણ લખી નાખ્યું અને કાલે તો તમને સમાચાર મળે કે પંચમહાભૂતમાં ભળી ગયા…..
કોના ભેજાની પેદાશ છે આ આઈપીએલ …?? શું આઈપીએલ નામનો જિન્ન હવે પાછો બાટલીમાં ફરી પાછો પુરાય એમ નથી ..?? જેન્ટલમેનની રમત ક્રિકેટ…ક્રિકેટ નામની રમતની તો મા બેન એક થઈ ગઈ આ આઈપીએલના આવ્યા પછી …!!! ફીક્ષિંગ કેટલા ..?? રૂપાળા બૈરા કેટલા સલવાયા ..?? રાજકારણી કેટલા અને કયો પક્ષ બાકી રહ્યો …??અરે કયો દેશ બાકી રહ્યો ..?? સવાલો જ સવાલો વિચારવાનું ચાલુ કરીએ તો મગજ બેહર મારી જાય …પણ જવાબ ના મળે ,
હમામ મેં સભી નંગે ….. કોઈ જ બાકી નહિ….. ફિલ્મવાળા , રાજકારણી ,ક્રિકેટર ,ઉદ્યોગપતિ ,ઓહોહો… હવે વારો છે પત્રકારો નો .. ઘુસી જાવ તમતમારે પાડો બુમો અને પછી વેહતી ગંગામાં તમે પણ હાથ ધોઈ લો …
એક બયાન આવ્યું છે કે આસ્તીનના સાપે ડંખ માર્યો છે … અલ્યા તમે આસ્તીનમાં સાપની વાત કરો છો ..!!!! અહિયાં તો આખે આખી કાલિંગરી સાપો અને નાગથી ખદબદે છે .. એકાદો કાળીનાગ ને નાથ્યે કેવી રીતે મેળ પડશે ..??
બધ્ધે બધ્ધું જ ખોટું છે આઈપીએલમાં ,ક્યાય કશું જ સાચું નથી એવું માનવા હું બહુ મક્કમતાથી પ્રેરાઉં છું , હું બહુ ગર્વથી કહું છું કે મેં ક્યારેય એક પણ આઈપીએલની મેચ જોઈ નથી ..અને ભગવાન મેહરબાની કરી અને આઈપીએલ ને મારે જોવી પડે એવો દા`ડો ના દેખાડતો …..
સટ્ટો કેટલા કરોડ નો રમાય છે ..?? કોઈ વાઈલ્ડ ગેસિંગ ..?? અશક્ય …. છે કશું જ તમારા મારા જેવા સામાન્ય માણસ માટે અંદાજ મુકવો .. કેટલા રૂપિયા સલવાયા છે …
સાલું આ બધુ કેટલા બધા વર્ષોથી થાય છે…!!! આપણે એકલા જ નથી જોતા આ બધું આખી દુનિયા જોવે છે … હવે ૧૯૭૦નો જમાનો નથી કે બધું દેશમાં અને દેશમાં જ દટાયેલું રહે ..એક સેકંડમાં ખુલી જાય છે ઈન્ટરનેટથી, આવા ભવાડા …
ચારે બાજુ રોજ ફજર ફાળકો લઈને ફરો છો .. અમે આમ અને તેમ .. અને પાછા સંબંધો જુના જુના કાઢી અને એની દુહાઈ દેવાય .. પણ પછી શું ..?? તો કહે હરામખોરી .. નાલાયકી .. મક્કારી … શું સુપ્રીમ કોર્ટ આ ભવાડાને બંધ ના કરી શકે ..?? કેટલી બધી વાર દેશની આબરૂ ના ધજાગરા થયા છે આ આઈપીએલમાં ….ખરેખર કહું ને તો બહુ જ શરમ આવે છે આ બધા ભવાડા જયારે પરદેશ માં હોઈએ અને કોઈ આવો ટોપિક કાઢે ત્યારે ધીમેકથી નીકળી જવું પડે છે ….
કોઈક તો એવું છે કે આખા દેશમા …જે જયારે અને જ્યાં , જે ધારે તે કરી શકે છે .. એ કોઈપણ સરકારી તત્ર એની આગળ પાણી ભરે છે ….સરકાર ગમે તેની હોય પણ એ બધાથી ઉપર છે…
કોણ આ કાલિંગરીને સાફ કરશે ..?? અવતાર લેવો પડશે ..?? કે શેષનાગએ પડખું ફેરવવું પડશે…
છેલ્લે બહુ નેગેટીવ થોટ આપું છું પણ
સત્યનાશ નો એક જ ઉપાય છે … અને એ છે સર્વનાશ…
સર્વનાશ એ જ ઉપાય છે સત્યનાશ નો …!!
કરો ભગવન સર્વનાશ ….
શુભ રાત્રી
શૈશવ વોરા