એ સૌથી પેહલા તો સૌને હેપી દિવાળી..અને નવા વર્ષની શુભકામનાઓ..!!
શું લખવું એ ખબર નથી પડતી વાર્તા માંડવાની ઈચ્છા થઈ રહી છે..!!
લ્યો ત્યારે માંડી દીધી..!!
*કાનવ એની એસયુવી ગાડીની રીવર્સ લઇ રહ્યો હતો…દામિની એની જગ્યાએ ગોઠવાઈ ગઈ હતી એસયુવીમાં..*
આખા બંગલામાં દિવાળી ની ધમ્મ્માલ હતી અને ઓફીસ જવાની પણ ઉતાવળ હતી, કાનાવની એસયુવીમાં બધા જ સેન્સર ચાલુ હતા છતાં પણ મનથી થોડો ડીસ્ટર્બ એવા કાનવે બેધ્યાનપણામા એની એસયુવીની પાછળ એકદમ જ અડી ને ઉભી કરેલી દામિનીની મર્સિડીઝ ને અડાડી દીધી..
એસયુવીના સેન્સર ચી ચી ચી કરી ને રાડારાડ કરી ગયા, જોડે જોડે દામિની એ પણ ચીસ નાખી કા`નુ શું કરે છે ..?
એકવડિયો પતલો બાંધો કાનવનો થોડીક ઓછી કહી શકાય એવી પાંચ ફૂટ પાંચ ઇંચની હાઈટ પણ ગોરો ગોરો અને કન્સ્ટ્રકશન ની સાઈટ ઉપર ઉભો રહી રહી ને આખો તાંબાવર્ણો થઇ ગયો હતો કાનવ પિસ્તાલીસ ની ઉંમરે પોહચતા સુધીમાં તો ..
દામિની એક્સ્ટ્રા ઓર્ડીનરી રૂપની માલકિન હતી, મરાઠી પરિવારમાં જન્મેલી દામિની કોલેજમાં જ જેકપોટ જીતી ગઈ હતી અને કાનવ ને પામી લીધો હતો, જીવનના પચ્ચીસમાં વર્ષે એક દીકરો આશય અવતરી ચુક્યો હતો અને પોતાના સસરા ના કન્સ્ટ્રકશન ના બીઝનેસ ને કાનવે એક મોટા કન્સ્ટ્રકશન હાઉસમાં ફેરવી નાખ્યો હતો ..
જીવનના અઢી દસકામાં માધ્યમ વર્ગના નોકરીયાત પરિવારમાં જન્મેલી દામિનીએ નાકલ્પેલી ખુશીઓ ને જોઈ જાણી અને માણી લીધી હતી..!!
સફળતા ના એકપછી એક શિખરો સર કરતા પતિ ની પત્ની હોવાનું બેહિસાબ ગૌરવ દામિની એ ભોગવ્યું હતું..!! અમદાવાદની અપર સર્કીટમાં દામિની કાનવ ની જોડી જુગતે જોડી ગણાતી..
કાનવ નું એનકે કન્સ્ટ્રકશન હજાર કરોડથી ઉપરની પ્રોપર્ટીના આસામીમાં ગણાતું અને અમદાવાદના પેહલા સો માલેતુજારના લીસ્ટમાં શામેલ નામ થઇ ચુક્યું હતું..!!
પણ આજે દિવાળી ના દિવસે અચાનક કાનવ ને આટલો બધો ડીસ્ટર્બ થયેલો દામિની એ ઘણા વર્ષે જોયો..!
આ પેહલા જયારે દામિનીના પપ્પા એ કાનવ મરાઠી છોકરો નથી માટે દામિની ને પરણાવાની ના પાડી હતી ત્યારે આટલો હેરાન પરેશાન જોયો હતો..
તો આજે શું થયું અચાનક કેમ કાનવ આટલો હેરાન પરેશાન છે ..?
દામીનીએ બંગલાની પોર્ચમાં જ એસયુવીમાં બેઠેલા કાનવ ને કીધું કા`નુ મને ડ્રાઈવિંગ સીટ આપ તો ..
ઝભ્ભો પાયજામાં માં સજ્જ થયેલો કાનવ કોઈ જ સામે દલીલ કર્યા વિના એસયુવી માંથી ઉતરી ગયો, બાહર ખડે પગે ઉભેલા ચારેય ડ્રાઈવરમાંથી સીનીયર એવા કાકા દોડતા આવ્યા બાબા ભાઈ હું લઇ લઉં છું .. પણ પ્યોર સિલ્ક ની બનારસી સાડીમાં સજ્જ એવી દામીનીએ કીધું ના કાકા હું લઇ લઉં છું..
ડ્રાઈવર કાકા બોલ્યા બેટા તમને સાડીમાં ગાડી.. હજી આટલું બોલ્યા અને દામિની એ ખાલી હાથ ઉંચો કર્યો અને સિધ્ધી ડ્રાઈવીંગ સીટ ઉપર બેસી ગઈ.. કાનવ કશું જ બોલ્યા વિના ચુપચાપ એસયુવી ની બાજુની સીટ પર બેસી ગયો..ડ્રાઇવર પાછળ ખસી ગયો..
બંને જણા એનકે કન્સ્ટ્રકશન કંપની ના હાઉસ ઉપર પોહ્ચ્યા, લગભગ બસ્સો માણસો નો સ્ટાફ રાહ જોઇને ઉભો હતો.. જેવી એસયુવી એન કે હાઉસ ઉપર પોહચી કે તરત જ ઘણા લોકો ના ભંવા ચડ્યા ..શેઠ ને બદલે શેઠાણી ને ડ્રાઈવિંગ સીટ ઉપર જોઈ ને ..પણ અપર મેનજમેન્ટમાં રહેલા થોડાક જુના લોકો કાનવની બોડી લેન્ગવેજ જોઈ ને આવનારા તોફાન ને માપી ગયા..
દિવાળી અને બેસતા વર્ષના પૂજાનો પત્યા.. દામીનીએ રાહ જોઈ કે કાનવ કશું બોલે છે પણ કાનવ વધારે અને વધારે મુંઝાતો ગયો..
છેવટે ભાઈબીજના દિવસે દામિની એ કીધું કા`નુ શું વાત છે ..?
કાનવ બોલ્યો દા`ની મારે કૈક કેહવું છે..બાવીસ વર્ષના લગ્નજીવન પછી દામિની કોઈપણ સ્થિતિ ને કેવી રીતે ટેઈકલ કરાવી એ શીખી ચુકી હતી ..દામિની સેહજ પણ અસ્વસ્થ થયા વિના એકદમ તેજ ધારદાર નજર કાનવ ઉપર કરી ને બોલી બેધડક બોલજે કા`નુ..
કાનવ દામિનીની આંખમાં આંખ નાખી અને પછી કાનવ સેહજ બાજુ પર જોઈ ગયો..
દામિની બોલી તું સા`ન ડિ`યાગો થી કોસ્ટારિકા ગયો હતો અને ત્યાં તમે ચાર ફ્રેન્ડસ વચ્ચે પાંચ લેડી એસ્કોર્ટ હાયર કરી હતી એની મને ખબર છે..જો એ વાત ને લઈને આટલો ટેન્સ રેહતો હોય તો બધો સ્ટ્રેસ કાઢી નાખ..!!
સખ્ખત ટેન્શનની વચ્ચે કાનવના મોઢા ઉપર સેહજ હલકું સ્માઈલ આવી ગયું અને બોલ્યો તું કેવી રીતે સહન કરી લે છે દા`નુ મારી આ બધી બેવફાઈ ..?
દામિની નિઃસાસો નાખી ને બોલી..દરેક સફળ પુરુષમાં કોઈ ને કોઈ એબ હોય જ છે, અને નિષ્ફળ પુરુષ કોઈ સ્ત્રી ને ગમતો નથી, એટલે ચલ આટલી જ વાત હતી તો પછી તું રીલેક્સ થઇ જા..!
કાનવ બોલ્યો ના બીજી વાત છે ..
દામની રુક્ષ સ્વરે તો બોલી જલ્દી , સીધી વાત કર કા`નુ..
કાનવ બોલ્યો..નેહલ .. મારી બાર તેર વર્ષ પેહલા ની સેક્રેટરી તને યાદ હોય તો..
દામિની બોલી યાદ છે તે એને છેક આપણા ઘર સુધી ખેંચી હતી, આશયની ટીચર બનાવી ને હવે આગળ બોલ..
કાનવ બોલ્યો હા એ જ.. અત્યારે `મી ટુ` ના વાવાઝોડામાં એ પણ જોડાવા માંગે છે અને લાભપાંચમે એનો ઈન્ટરવ્યું છે અમદાવાદ વન ચેનલ ઉપર ..
દામિનીએ તરત જ ગણિત મુક્યું અને બોલી તે `સારું એવું` બધું એને આપ્યું હતું ..તારી ફ્લેટની સારામાં સારી સ્કીમ માં અડધા ભાવે ફ્લેટ અને પછી એના મેરેજ વગેરે વગેરે .. તો પણ ..?
કાનવ બોલ્યો ..હા એનાથી પણ બીજું ઘણું વધારે આપ્યું છે ..
દામિની બોલી ..તો શું છે હવે એને ?
કાનવ બોલ્યો ..એ જ સમજાતું નથી, સાલ્લી હવે કેમ આટલું લીધા પછી ..જાહેરમાં મેલા લૂગડાં ધોવા કેમ નીકળી છે ..??!!
દામિની બોલી બસ ખાલી એટલી જ વાત છે તો હું જોઈ લઈશ ..
કાનવ બોલ્યો દા`ની એની પાસે મારી અને આશય, બંને ની `મેટર` પડી છે..
To read more pl click here
Kaanu-Daani -2
http://shaishavvora.com/kaanu-daani-2/