
કરતારપુર સાહિબ..
બધી જ ચેનલો બચી બચી ને બોલી રહી છે..દરેક ને ખબર હતી કે નવજ્યોત સિધ્ધુ પાકિસ્તાન પોહચી ગયા છે, અને મારા જેવા જેને જુમ્મા જુમ્મા ચાર દિવસ નથી થયા ટીવી ઉપર ડીબેટ કે ટોક-શો માં ગયેલા ને એને પણ ખબર હતી કે આજે ઇમરાનખાન કૈક પલીતો ચાંપશે..અને છતાંય લગભગ બધી જ ચેનલો ખુલીને બયાન નથી આપી રહી..!!!
ઇમરાન સરકારને તો મોજ આવી ગઈ છે નવજ્યોતસિંગ જેવા `રમકડા`ને રમાડવામાં ..
ભારતની સદીઓથી અને આજે પણ મજબૂત છાતી એટલે પંજાબ ..
સૌથી પેહલો ઘા દરેક યુદ્ધ વખતે પંજાબે ઝીલ્યો અને પેહ્લો વાર પણ પંજાબે કર્યો..
આજે કરતારપુર સાહિબ કોરીડોરના નામે ઇમરાનખાન ને પેહ્લો મોકો મળ્યો અને એણે છક્કો મારી દીધો..!!
નવી દિલ્લીનું કામ એટલું એણે બધું વધારી મુક્યું કે બધું સીધું કરતા વર્ષો નીકળે…
ભાજપના પ્રવક્તા કહે છે અમારી પાસે બધું વેલ પ્લાન છે..
હોવું તો જોઈએ બાકી બહુ ભરોસો હવે તમારી ઉપર પણ થાય તેમ રહ્યું નથી..કાશ્મીર હજી સળગે જ છે..
આજે ભારતના ત્રણ ત્રણ મુખ્ય પક્ષોના નેતાઓની હાજરીમાં પાકિસ્તાનમાં ખાલિસ્તાની નેતા અને હાફીઝ સઈદના નજીકના લોકો વત્તા બાજવા ની હાજરી ઇમરાન સરકારે સમારંભમાં રખાવી અને પોતાની બાજુની કોરીડોરનો શિલાન્યાસ કર્યો..નાક વાઢી લીધું હોય એવી ફીલિંગ આવે છે..!!
આખા ભાષણમાં પેટમાં ફાળ પડે એવી એક જ વાત છે કે ઇમરાનખાન એક જ વાત પોપટની જેમ બોલતા હતા કે શીખ ભાઈઓ, શીખ ભાઈઓ ..
કરતારપુર સાહિબ સરહદથી ચાર કિલોમીટર અંદર છે, એકવાર ચાર કિલોમીટર અંદર ગયેલો ભારતીય જો સમયસર પાછો ના આવે અથવા બીજી કોઈ ગડબડ થાય તો પછી એવા સંજોગોમાં આપણો કન્ટ્રોલ કેટલો ..?
બીજી કોઈ ગડબડ એટલે આતંકવાદી પ્રવૃત્તિ ..
બરાબરનું `હાડકું` આ સિધ્ધુ નામનો માણસ ગળામાં ભેરવી ગયો છે ,
ભારત સરકાર કોરીડોર ખોલવાની નાં પાડે તો શીખ વિરોધી કેહવાય અને ખોલ્યા પછીના કન્ટ્રોલ કેવી રીતે કરવા એ વિષે કશું જ નક્કી નથી..!!
કોંગ્રેસ ભાજપની લડાઈથી ઉપર ઉઠી ને જોવી પડે એટલી મોટી સમસ્યા છે આ…
હવે માનો કે પાકિસ્તાન સરકાર એમ જાહેર કરે કે કરતારપુર સાહિબ ફક્ત અને ફક્ત શીખ શ્રધ્ધાળુઓ જ આવી શકશે અને આપણે એને મંજુર રાખ્યું ,
તો પછી કરતારપુર સાહિબ નો ઉપયોગ પાકિસ્તાન ખાલીસ્તાન તરફી પ્રવૃત્તિમાં કરવામાં આવે અને ત્યાં જતા શ્રદ્ધાળુઓના બ્રેઈન વોશ ચાલુ કરે તો ..?
ભૂતકાળ હજી નજર થી દુર નથી, સુવર્ણ મંદિર પરિસર નો ઉપયોગ કેટલી ભયાનક રીતે કરવામાં આવ્યો એ આખા ભારતને યાદ છે ..
ઓપરેશન બ્લુ સ્ટારના જખમ હજી પણ રૂઝાયા નથી..!!
ખતરનાક રમત પાકિસ્તાને માંડી છે ..
કાશ્મીરની બાજી હજી આપણે જીત્યા પણ નથી, અને હાર્યા પણ નથી ત્યાં તો એક બીજું શૂળ છાતીમાં ભોંકી દીધું.
સિધ્ધુની પર્સનલ મહત્વકાંક્ષા અને રાજનીતિ ભારત નો બેડો ગર્ત કરે એમ છે..!
એકવાર કરતારપુર કોરીડોર ચાલુ થઇ અને પછી એને રોકવી એનો મતલબ જ એમ થયો કે પંજાબમાં `બળવા` ને આમન્ત્રણ આપવું , અને કોરીડોર ચાલુ થઇ ગયા પછી ધાર્મિક લાગણીથી છલોછલ થઇ ગયેલા ભારતીય ને સરહદની ચાર કિલોમીટર અંદર જઈને કેમનો સાચવવો ..?
ઇમરાનખાન નો હરખ તો એમના ભાષણમાં સમાતો નોહ્તો..
જાણે પોતે રામચંદ્રજી હોય અને એમને ત્યાં વિભીષણ આવ્યો હોય એ અદાથી સિધ્ધુ ને ભારતના પ્રધાનમંત્રી પદ સુધી પોહચાડી દીધા..!!
બસ ખાલી લંકાપતિ સિધ્ધુની જય બોલાવવાની બાકી રાખી..!!
અનાડી ના ખેલ ને ખેલ કા સત્યનાશ..!!
બંને દેશો ન્યુક્લીઅર સ્ટેટ છે અને બે ન્યુક્લીઅર સ્ટેટ વચ્ચે યુદ્ધ શક્ય જ નથી એમ કીધું ,આવું બોલીને ખોટી ખોટી રીતે પોતાને ભારતની સમોવડિયું મુકવાનો `ઘટિયા` પ્રયત્ન..
અલ્યા ખાલી ન્યુક્લિયર બોમ્બ ફેંકવા ખાલી ફ્યુઝન તો ચાલુ કરો એક ઉપર બીજી મિનીટ નહિ ભાળો ..
હેંડી નીકળ્યા છે ન્યુક્લિયર સ્ટેટ બનવા..તારો બાપ મંગળ સુધી ગયો અને રોજ નવા નવા સેટેલાઈટ મુકે છે તારી માથે ..લખનૌના ગટરના ઢાંકણ ના ફોટા લેતા હોય તો લાહોર ના નહિ લેતા હોઈએ એમ ..?
નકરો બકવાસ આદર્યો હતો..ઈતિહાસ ભૂલી જઈએ આપણે, ફ્રાંસ અને જર્મની એ એકબીજાના કેટલા માર્યા આપણે એના કરતા ઓછા આપણે એકબીજાના માર્યા છે..
એમ ,,?
હિંદુકુશ પર્વતમાળા નામ કેવી રીતે પડ્યું છે ભાઈ ..?
ઈતિહાસ કેમનો ભૂલવો ? અને ભૂલવો જ છે તો તમે આવો નવી દિલ્લી…
ઇન્ડિયન પીનલ કોડ નંબર એક હેઠળ તમારું પણ અમે ભારતીય સંઘમાં પાંચસો બાસઠ નું કર્યું તેમ તમારું વિલીનીકરણ કરી દઈએ એટલે પત્યું ,
તમારી આખી સેના ને હોમગાર્ડ માં લઇ લઈશું ટેન્શન ના કરતા..!!
તમારી ગરીબી નહિ વધારીએ..!!
અને આમ પણ અમારે ત્યાં જે કોઈ પ્રધાનમંત્રી થાય છે એ બધા `સેક્યુલર` જ થઇ જાય છે અમે પ્રજા અને મુખ્યમંત્રીઓ જ કોમવાદી રહીએ છીએ..!!
એટલે તમારી પ્રજાની પણ લગીરે ચિંતા ના કરશો..
ખોટી ખોટી સુફિયાણી વાતો..!!!
અત્યારે તો ટ્રમ્પ કાકા એ બરાબર ટેટ્વો દબાવ્યો છે ,પેહલા ચીન પાસેથી કેટલા રૂપિયા તોડી લાવ્યા એ જાહેર કરો પછી આગળ વાત..એટલે એમની જોડે ચીનીકાકા પણ હલવાણા છે..!
આપણે કે આપણા રાજનેતાઓ ગમે તેટલા ડાહ્યા અને સેક્યુલર થાય તો પણ એક અમદાવાદીના કાને અમદાવાદ ની ધરતી ઉપર જ સાંભળેલા સુત્રો જેવા કે .. હંસકે લિયા હૈ પાકિસ્તાન લડ કે લેંગે હિન્દુસ્તાન ..એને કેવી રીતે ભૂલાય..?
આપણી ધરતીની અંદર ઘુસી અને આપણા લોકોના `દિમાગ` જો આ પાકિસ્તાનીઓ ફેરવી શકતા હોય અને પછી એ દિમાગને સીધું કરતા વર્ષો લાગે તો પાકિસ્તાનની ધરતીમાં અંદર ઘુસેલા ભારતીયના દિમાગનું આ લોકો શું ના કરે ..?
બહુ અમનના આશાવાદી લોકો તો આવી કોરીડોર અજમેર માટે પણ બનાવવા નું કેહશે અને મારા જેવો હરખપદુડો એમ પણ કહે કે હરિસિદ્ધ માતાના મઢ સુધીની કોરીડોર બનાવો..!!
બધું બરાબર લાગે છે ..?
ઇમરાનખાન બોલે છે એવા ભાઈચારા શક્ય છે ? મને તો નથી લાગતું..
એટલા જ તમે સારા હોત તો ધર્મના નામે ભાગલા પડ્યા જ ના હોત..!!
ચાર કિલોમીટરથી વધારે અંદર પ્રજા ને જવા દેવાય નહિ ..
જાય તો સેના જાય બાકી પ્રજા તો હરગીઝ નહિ..!!
પાકિસ્તાન ક્યારે ય ના સુધરે..
વીંછી એની પ્રકૃતિ ક્યારેય ના છોડે ..ડંખે, ડંખે અને ડંખે જ ..
જય હિન્દ
જય હિન્દ કી સેના
શૈશવ વોરા