કરુણા કે ક્રૂરતા ?
ભારત બહુ જ કફોડી પરિસ્થિતિમાં આવી ને પડ્યું છે,
જીવનને પ્રાધાન્ય આપી અને ઈકોનોમી ને બાજુ ઉપર મૂકી છે એટલે ભારતમાં બીજા કોઇપણ દેશ કરતા વૃધ્ધો નું જીવન વધારે સલામત છે એવું ચોક્કસ માની લેવું રહ્યું..!
ફ્લોરીડાના ટેમ્પામાં વસી રહેલા ઘરડા બુઢા એક જમાનામાં જે ભારતીય હતા એ બધાને અત્યારે ભારત સારું લાગી રહ્યું છે..!
ખાધે ખૂટશે નહિ એટલું ધાન છે ભારતમાં, પણ ભારત નું ધાન ભારત ની બહાર ખૂટે એવા એંધાણ વર્તાય છે ..!!
એક્સપોર્ટ બંધ છે એમાં ચીકુડીઓ ચીકુના ભારથી લચી પડી છે ને ચીકુ ના બાગ માલિકો કોઈ આવી ને મફત તો મફત ચીકુ લઇ જાય એવું ઈચ્છી રહ્યા છે..!
બિલકુલ એવી રીતે ભારતથી બાહર જતા ધાન મરીમસાલા વગેરે વગેરે નું એક્સપોર્ટ બંધ હોવાને લીધે ભારત ને તો તકલીફ નહિ આવે પણ ભારતની બહાર તકલીફ ઝટ દેખાશે..
આર્થિક જગત પાયમાલી તરફ પ્રયાણ કરી રહ્યું છે આખા વિશ્વનું,
બારા ખુલતા નથી અને જહાજો લાંગરતા નથી, ક્રૂર
પરિસ્થિતિ નું નિર્માણ થયું છે જગતમાં..!
કોરોના જાતીભેદ નથી કરી રહ્યો ,પણ લિંગ ભેદ કરી રહ્યો હોય એમ દેખાય છે પુરુષો ને ઝટ અસર કરી રહ્યો છે સ્ત્રીઓ ના પ્રમાણમાં..!!
એક વોટ્સ એપ કલીપ આવી હતી પાકિસ્તાનની ,
જેમાં એવું દેખાડવામાં આવી રહ્યું હતું કે “પાકિસ્તાને કોરોના સામે લડવાની પૂરી તૈયારી
કરી લીધી છે,”
સોરી વાક્ય રચના બદલવી પડશે..!
“પાકિસ્તાને કોરોના સામે લડવા ની તૈયારી પૂરી
કરી લીધી છે..!!”
હવે બરાબર ,
કેમકે કરાંચીની બાજુમાં એશી એકર જમીન કોરોનાના કબ્રસ્તાન માટે જુદી કરી દેવાઈ છે અને ત્યાં ખાડા ખોદવાના પણ ચાલુ કરી દીધા છે, જેથી એક સાથે એક સમયે જ્યારે ઘણી બધી લાશો આવે તો કફન તો નહિ આપી શકે પણ દફન ફટાફટ થાય ..
ખાડા પુરવા જેસીબી ખૂટે તો ભારતે મોકલવું જોઈએ કે નહિ ?
માનવતા ના દુશ્મન..! ક્રુરતા નરી..!!
અહિયાં ભારત દેશ વેન્ટીલેટર ભેગા કરી રહ્યો છે, નવા નવા વેન્ટીલેટર આઈઆઈટી રૂરકી અને આપણું રાજકોટ ઇન્વેન્ટ કરી રહ્યા છે ત્યારે સામે પાર ત્યાં એશી એકરમાં કબ્રસ્તાનમાં ખાડા ખોદાઈ રહ્યા છે..!!
ભારતવર્ષમાં ઈતિહાસ ફરી એકવાર કરવટ લઈને જુદા રૂપે સામે આવી રહ્યો છે,
નક્કી કરવા નો સમય છે ભારતના રાજકાજ સંભાળી ને બેઠેલા લોકો માટે કે ક્રુરતા અપનાવવી કે કરુણા..?
જે માનસિકતા પેલે પાર છે એ જ માનસિકતા અહિયાં પણ થોડીક છે, તો શું દરેક વ્યક્તિ અને ધર્મ માટે ના જુદા જુદા કાયદા બનાવી ને જે બંધારણે ઘણા બધા હક્કો આપ્યા છે એ બંધારણની રુએ મળેલી સત્તા નો ઉપયોગ કરી અને પાકિસ્તાન ની જેમ કબ્રસ્તાન માટે જુદી જગ્યા એલોટ ના કરી શકાય ?
અહિયાં પણ કોરોનાથી મૃત્યુ થયેલા માટે દફનવિધિ માટે પ્રોબ્લેમ તો થાય જ છે ને..!
જ્યાં જ્યાં કોરોના એ કેહર વરસાવ્યો છે ત્યાં ના મીડિયા એમ કહી રહ્યા છે કે એમના શાસકો એ ગંભીરતા સમજી જ નહિ અને આ પરિસ્થિતિ આવી પડી..
દુનિયા આખી નું ડહાપણ ધરવતા પશ્ચિમ જગતની પરિસ્થિતિ ને સમજવાની સમજણ ક્યાં ગઈ તો ? મતિ ભ્રષ્ટ થઇ ચુકી હતી એટલે સમજણ નો નાશ થયો હતો, મતિ કેમ ભ્રષ્ટ થઇ ? નશામાં હતું પશ્ચિમ ,મદ્દ ચડ્યો હતો .. શેનો ?
વર્ણન ની જરૂર ખરી ?
મહામારી હોય કે યુદ્ધ એકવાર તમે એને પકડો કે એ તમને પકડી લે પછી એ તમને ક્યારે છોડશે એની ખબર નથી પડતી , મહામારી કે યુદ્ધ પુરા માણસજાત નથી કરી શકતો અને બંનેમાં ઘણું બધું હોમાઈ જાય છે..
સલ્તનતે બર્તાનીયાની હાલત બે બાજુથી ખરાબ થઇ છે એક બાજુ ટણીમાં બ્રેક્ઝીટ કરી મુક્યું છે અને બીજી તરફ કોરોનાનું કોગળિયું..
મહામારી અને યુદ્ધ આ બંને ની આડ અસર પણ હોય છે ,બંને કાળ દરમ્યાન નવા સંશોધનો પુર જોશમાં થતા હોય છે અને એના લાભ આવનારી પેઢી ખુબ મળતા હોય છે .
ચીન દેશ બહુ મોટી સંખ્યામાં રસાયણો બનાવે છે છતાં પણ રસાયણ ઉદ્યોગની માં તો જર્મની જ છે અને આજે પણ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન શોધેલા રસાયણો કામ લાગી રહ્યા છે..
દુનિયા એન્ટી બેક્ટેરીઅલ ઘણી બનાવી શકી છે પણ એન્ટી વાઈરલ બનાવવામાં પાછી પડી છે , કોરોના ની પાછળ જે રીતે અમુક બે પાંચ હજાર ને બાદ કરતા આખી માનવજાત પડી છે એ જોતા વાઈરલ ઇન્ફેકશનના ઈલાજ હાથ લાગ્યે જ છુટકો અને એ દિવસ બહુ મોટો દિવસ ગણાશે જયારે વાઈરલની દવા મળશે દુનિયા ને, વેક્સીનની વાત નથી કરતો .. દવાની વાત કરું છું..! ફર્ક રાખજો..
રોજ બરોજની બનતી ઘણી બધી ઘટનાઓમાંથી બોધપાઠ લઈને માનવજીવન આગળ વધતું જતું હોય છે ,પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય કે જે તમને પદાર્થ પાઠ શીખવાડે, અને એ જ ઘટનાઓ આગળ ના રસ્તા નક્કી કરતી હોય છે, દિશાનિર્દેશન કરતી હોય છે..!
આટલી ભયાનક પરિસ્થિતિમાં પણ સુફિયાણી સલાહ હજી પણ ભારત દેશ ને અપાઈ રહી છે , કટ્ટરતા નો ત્યાગ કરવો જોઈએ અને કરુણા ના રસ્તે ચાલવું જોઈએ..!
હું ફરી એકવાર સવાલ કરું કે કરુણા કે ક્રુરતા ?
યાદ છે ઈતિહાસ મરું કે મારું કરતા લોકો નો ?
ન્યાય નો તકાજો છે ..
ક્રુરતાની સામે ક્રુરતા અને કરુણાની બદલે કરુણા..!!
चार बांस चौबीस गज, अंगुल अष्ट प्रमाण
ता उपर सुल्तान है,मत चूको चौहान।।
હર હર મહાદેવ ..!!
જય સોમનાથ ..!!
થોડામાં ઝાઝું જાણજો રાજ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)