રોમ ભડકે બળી રહ્યું છે અને નીરો ચુંટણી લડવામાં વ્યસ્ત છે..?
શું ચાલી રહ્યું છે કાશ્મીરમાં..? રોજ રાત પડ્યે ટીવી ચાલુ કરીએ અને ખીણમાં પથ્થર ખાતી સેનાને જોઇને ઉતરેલી કઢી જેવા ન્યુઝ એન્કરોના મોઢા જોવા મળે છે, રોજે રોજ ચાલતો પથ્થરમારો અને સેના અને લોકલ પોલીસને માર ખાતી જોવાની..
પેઢીઓથી હરામખોરી કરતા કશ્મીરી લોકલ રાજનેતાઓની ટોળકી, સરકારી ખર્ચે આવીને દિલ્લીમાં કૈક બોલે અને હરામી જેવો સરકારી ખર્ચે શ્રીનગર ઉતરે એ ભેગો ફરી જાય..
કાશ્મીરનો પ્રશ્ન કોઈક “અનાડી”ના હાથમાં તો નથી અપાઈ ગયોને..? જેમ બાબાજીની બુદ્ધિએ નોટબંધી કરી નાખી એમ કોઈકની બુદ્ધિએ કાશ્મીરમાં “બફાટ” નથી થઇ રહ્યોને..?
નોટબંધી એ તો ઘણા બધાને જાહેરમાં ડૂસકે ડૂસકે રડાવી દીધા હતા, પણ કાશ્મીરની ભૂલ તો આખા દેશને લોહીના આંસુએ ચોધાર રડાવશે..
તંગધાર થી નંગરહાર સુધીનો ઇલાકો ખીણને બેકઅપ આપી રહ્યો છે, બરફ હવે નામનો પણ નહિ રહે મે મહિનો આવતા આવતા તો, એલઓસી બિલકુલ ખુલ્લી થઇ જશે અને સામે પારથી ફાયરીંગ ચાલુ થઇ જશે,ઘુસણખોરી વધશે..ઘરઆંગણે પથરા ખાવાના અને એલઓસી પર ગોળીઓ..!
બે વર્ષ પેહલા ગળા ફાડી ફાડીને બોલનારા “વિકાસ પુરુષ” હવે “યુદ્ધખોર” ના લેબલથી ડરી ગયા છે..? કે પછી વાઘે ગાયનું ચામડું ઓઢી લીધું છે..? અને માનસિકતા પણ ગાયની થઇ ગઈ..?
અથવા સાવ ઊંધું હતું કે શું ? ગુજરાતની “ગીરની ગાય” “ગીરનો સિંહ” બનીને ફરતી હતી..?
પત્થરબાજી કેમ થાય..? કેવી રીતે થાય..? અને કોણ કરે? કોણ કરાવે? આ બધુ સાબરમતીના પાણી પી પી ને મોટા થયા હોય એને શીખવાડવું પડે તો એને “ફટ” છે, જીવતર ધૂળમાં ગયું કેહવાય..!
ખાડિયા,રાયપુર,શાહપુર,ખાનપુર,મિરઝાપુર..જેની પાછળ “પુર” લાગે ત્યાં રહેલો “જણ” ,એને પત્થરબાજી કેમ કરવી ? કોણ કરે, કેવી રીતે કરે, કોણ કરાવે..?આ બધી ખબરના હોય એ તો કેવી રીતે બને..? જુલિયસ રીબેરો સાહેબને હવે સ્વર્ગેથી બોલાવવા પડશે ત્યારે ખીણ શાંત થશે..?
હું યાદ દેવડાવુ, અમે તો નાના હતા ૧૯૮૫માં પણ પથરા મારીને પાછા આવે ને એમના બાવડા બહુ દુ:ખે,પણ “મજા” બહુ આવે એમના પરાક્રમો સાંભળવાની, આપણે તો એક જ ઢેખારો માર્યો અને સનનન કરતો સીધો પેલા પીઆઈના માથે, “ભોડું” ફોડી નાખ્યુ..અરે એક જ ઈંટાકડો માર્યો તે સીધો પેલા એસઆરપીના પેટમાં, તઈ નો તઈ રોડ પર જ ઉંધો પડીને આરોટવા મંડ્યો..
કેટ કેટલા રાયટસ થયા અને કાબુમાં લીધા પણ આજે એવી કઈ મજબુરી છે કે ખીણને કન્ટ્રોલ નથી થતી..?
નોટબંધી વખતે તો “જશ” ખાધો પણ પછી બધું ફરી ચાલુ થઇ ગયું..!
અમદાવાદના તોફાનોને એક પેટર્ન હતી પગારોની તારીખ નજીક આવે એમ તોફાનો અટકી જતા અને પછી પાછા ચાલુ થતા..
પત્થર મારીને ઘેર આવે ને એના બાવડા ઘણા દુખે, અને એને ખાવા પણ વધારે જોઈએ, માવરુઓ પણ ખુશ થાય કે મારો “લાલ” અન્યાયની સામે લડીને આવ્યો છે,માથે હાથ ફેરવી અને જમાડે અને ગરમ પાણીનો શેક કરી આપે અને “લાલ” સાંજે કે રાત્રે ફરી યુધ્ધે ચડે.. માં ની મમતા અને આશીર્વાદ લઈને..!
પણ જો પથરા મારીને આવેલા “લાલ”ને ઘેર હાંલ્લા કુસ્તી કરતા હોય તો માં શું કરે..? ગાળો આપે..નીખટ્ટુ ના કામ કા ના કાજ કા ઔર ઢાઈ મણ અનાજ કા, રોડ પર જઈને પથરા મારે છે એના કરતા તો બે કામ મેહનત અને ઈમાનદારીથી કામ કર તો આ ઘેર હાંડલામાં ખીચડી ચડશે..!
અને “લાલ” અઠવાડિયા દસ દિવસમાં કામ શોધતો થઇ જાય..!
ભર્યું પેટ જ પથરા મરાવે,પેટની આગ બધું શાંત કરી દે..ઈતિહાસ વાંચો ભિખારી થઇ ગયેલા ભારત પર કેટલા વર્ષ રાજ કર્યું ..? અને આજે સ્નેપચેટવાળો સેહજ બકવાસ કરી ગયો તો આખો દેશ તૂટી પડ્યો એની ઉપર કેમ ? પેટ ભરેલું છે અને તન સુરક્ષિત છે એટલે હવે “ટણી” કરવાના દિવસો છે..!
આર્થિક મોરચે નાકાબંધી કરવી જ પડે એવી હાલત છે ઘાટીની, સામેથી ફલાણું પેકેજ અને ઢીંકણું પેકેજ આપ્યા જ કરશો તો વધુ પરિસ્થિતિ વકરાવશે, પહાડી પ્રજા છે, રસ્તે રખડતું બકરું મારીને ખાઈ લેશે અને અઠવાડિયું કાઢી લેશે..
હિમાલયને યુદ્ધ ભૂમિ ના બનવા દેવાય બરાબર છે પણ અડધો હિમાલય તો ગયો હાથથી..ખૈબરથી હિમાલય ચાલુ થાય છે અને મિઝોરમમાં પુરો થાય છે,
માં ગંગાના સોગંધ ખાઈને કહો “ગંગાપુત્ર” કે કેટલો હિમાલય તમારા તાબામાં છે? ચાલીસ ટકા પણ નહિ..!
ભક્ત ગણાતા ગુજરાતી છાપા પણ હવે તો લખે છે કે કાશ્મીર ગયું હાથથી કે શું..? અંતરિયાળ પ્રદેશમાં ગાર્ડનમાં એકે-૪૭ હાથમાં લઈને રખડતા છોકરાના ફોટા ફરતા થઇ ગયા છે, એક સામટો કોઈ મોટો હુમલો અંદર અને બહારથી આવશે તો શું કરશો..?
કાશ્મીર હાથમાંથી પડ્યું તો પછી મેદાનોને હાથથી જતા બહુ વાર નહિ લાગે, ઈતિહાસ સાક્ષી છે મેદાનોને રંગ બદલવામાં એક મિનીટ નથી લાગી, ગદ્દારો ઠેર ઠેર ફેલાયેલા છે ખીણમાં પણ અને મેદાનોમાં પણ..
એટલે જ જેટલો છે એટલો હિમાલય હાથથી જવા દેવાય એમ નથી..જો હિમાલય હાથથી જાય તો “ગઝવા-એ-હિંદ” નક્કી જ છે..
લશ્કર કે પોલીસ અત્યારે બહુ કામમાં નહિ આવે, જ્યાં સુધી ગોળી ના ચાલે ત્યાં સુધી ગોળી નહિ ચલાવી શકાય, પત્થરનો જવાબ અત્યારે પત્થરથી જ આપવો પડે, બીજો કોઈ જ રસ્તો નથી,૩૭૦મી કલમ જલ્દી કાઢો અને ૧૯૯૦ પછી પંડિતોને કાઢી મૂકીને મેજોરીટીમાં આવેલી પ્રજાને માઈનોરીટીમાં લાવો..
કોઈના ભરોસે બેઠા હો તો હવે બેસાય તેમ નથી, તારક ફ્ત્તાહ અને મલાલા યુસુફઅફ્ઝાની વાળો ઇસ્લામ તો એક મિનીટમાં હવામાં અદ્રશ્ય થઇ જશે..એ બંને જણા પણ કેનેડામાં શરણ લઈને બેઠા છે..!
આપણે તો હવે પાણી છાતી પર આવતુ જાય છે.. દિલ્લી દુર નથી જાગો “શહેનશાહે હિંદ”..સોરી “રાજાધિરાજ પ્રધાન સેવક”
”ગઝવા-એ-હિંદ” બારણે ટકોરા મારી રહ્યું છે..
સ્નેપચેટવાળો ખોટું નથી બોલતો ગરીબી ઘણી છે,અને યુદ્ધ લડ્યા તો ખુવારી મોટી છે..પણ બીજો કોઈ આરો કે ઓવારો દેખાતો નથી, પેહલો ઘા રાણાનો મારી અને ઘરમાં જ સાફસૂફીનું ઓપરેશન કરવું પડે તેમ છે..
ઓપરેશન બ્લ્યુ સ્ટાર કરતા કૈક મોટું ઓપરેશન લોન્ચ કરવુ પડે તેમ છે, ઈઝરાઈલી સેનાને ઇન્વોલ્વ નહિ કરાય, રાજીવ ગાંધી ઈઝરાઈલ જોડે અણી ચુક્યા હતા અને પાકિસ્તાન ન્યુકલીયર સ્ટેટ થઇ ગયુ ,હવે અણી ચુક્યા તો સામે વાળો સો વર્ષ જીવશે..!
કાશ્મીર ખીણ સિવાયનું ભારત એક થઇ ગયું છે, જશ તમારા નસીબમાં લખાયો છે સુપ્રીમ કોર્ટ ઓર્ડર કરે અને હાર્ટમાં નાખવાના સ્ટેન્ટ નો ભાવ ઘટી જાય, પણ યશકલગી તો તમારા સાફામાં જ લાગે છે..”જશરાજજી”
એકવાર હવે પોલીટીકલ વિલ (રાજકીય ઈચ્છા) બતાડો સેના બાધુ ચુપચાપ સાફ કરી નાખશે, આર્થ્રોપોડા(વંદા જેવા જમીનમાં ભરાઈ રેહતા જીવ જંતુ) જમીનની બહાર આવી ગયા છે, તાત્કાલિક ધોરણે મોટાપાયે પેસ્ટીસાઈડનો ઉપયોગ કરવો રહ્યો..!
ભાડમાં ગઈ ચુંટણીઓ, અમને ખબર છે કે તમારામાં દુનિયા આખી સામે લડી લેવાની તાકાત છે અને એ તાકાતના જોરે જ અહી પોહ્ચ્યા છો..દિલ્લીથી સેહજ નજર ઉપર ફેરવો અને ધડબડાટી બોલાવો..
ઈતિહાસ અમર કરી દેશે, મંદિરો બંધાશે તમારા પણ હવે મોડું ના કરશો બાપલીયા..
એક મોટુ ઓપરેશન લોન્ચ કરો લાલચોકમાં તો તિરંગો ભૂતકાળમાં લેહરાવ્યો હતો હવે મુઝફરાબાદમાં વારો છે..
આજે ઘણા વર્ષે હિન્દુસ્તાનમાં બે નારા જોડે બોલાય છે,
હર હર મહાદેવ..અલ્લાહો અકબર..!
ચપટીમાં જીતી લેવાશે રણ..!
ફાલતુ વિવાદો ને છોડો..
મુઓ માલ્યા બ્રિટનમાં પડી રેહતો આંગણે ધ્યાન ધરો..
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા