એક બેટ દડાવાળા ભાઈએ ફિલ્લમવાળા બાઈ ( મરાઠીમાં બાઈ એટલે બેહન, સ્ત્રી) જોડેનો ફોટો મુક્યો અને સોશિઅલ મીડિયા હાલી ગયું ..!!
મારા રોયા બધાય હાલી મળ્યા .. મને મેસેજ ઉપર મેસેજ નાખે પબ્લિક.. “બે મિનીટનું મૌન એ લોકો માટે કે જે જીમમાં જઈને
મજુરોકરે છે ..!” આને “જોણું” કર્યું કેહવાય..! હવે જીમવાળાઓની વાત .. તો બકા સમજી લ્યે અત્યારે જેની જોડે ઘરગરણું થવાનું છે ને એની પેહલા એ પાર્ટી એક જીમ ફ્રિક જોડે ઘણો બધો સમય એ પણ ક્વોલીટી ટાઈમ રહી ચુકી છે , અને જીમ કરવાવાળો જે ભોગવી ચુક્યો છે ને એ આ નરૂપિયાવાળાના નસીબમાં નથી હોં ..!! પછી મિસ યુનિવર્સ હોય કે મિસ વર્લ્ડ ..!! સમજદાર કો ઇશારા .. ! ત્યારે શું બધા હાલી મળ્યા છે..!! હવે વાત ... એક મારો જીમ બડી અને જાણીતો મોડેલ .. એક દિવસ મને પૂછે .. “હેં સૈસવભાય આ બોડી બિલ્ડીંગ અને રૂપિયાને બહુ લેણાદેણી કેમ નહિ ?” (એને શૈશવને બદલે સૈસવ જ બોલવા જોઈએ સત્તર વખત શીખવાડ્યું , કોશિશ કરે પણ પછી એમ કહી દે આવું બોલતા આવડતું હોત તો એકત્ર થઇ ગયો હોત આ મોડેલ થઇ ને અટકી ના ગયો હોત..!) મેં કીધું ..અલ્યા કેમ તને એવું લાગ્યું ? પછી એણે ચાલુ કર્યું એક પછી એક અમદાવાદના અચ્છા અચ્છા બોડીબિલ્ડરોના નામ લીધા , બધ્ધે બધ્ધા બધા કડકાબાલુસ , અને અમુક એવા નામ લીધા કે પેહલા રૂપિયાવાળા હતા પણ પછી બોડીબિલ્ડીંગને ચસકે ચડ્યા એમાં કડકી આવી ગઈ .. મારે જવાબ માટે બે મિનીટ માથું ખંજવાળવું પડ્યું .. જો બકા બોડીબિલ્ડીંગ માટે શું જરૂરી ? “ડેડીકેશન..” “ઓકે બીજું.. ?” “ટાઈમ અને રૂપિયા ..” “હમમ ટાઈમ કેટલો..?” “રોજ ત્રણથી ચાર કલાક એકસરસાઈઝ અને નવ થી દસ કલાક ઊંઘ ..અને એક દિવસના છ મિલ (જમવાનું) ઓછામાં ઓછા ..” “એટલે ટાઈમ કેટલો જાય ટોટલ ..?” “સમજોને કે આખો દિવસ બોડીની પાછળ જ લાગેલા રેહવું પડે.. ?” મેં પૂછ્યું .. “જો આખો દિવસ બોડીની પાછળ પડ્યા રહો અને એને ફટવતા રહો તો પછી કમાવા ક્યારે જવાનું ?” “હમમ પોઈન્ટ સૈસવભાય ..કમાવાનો ટાઈમ તો રે
જ નહિ ,અને પછી તો બેઠા બેઠા તો રાજાના રાજ લુંટાઈ જાય .. હવે હમ્જાયું કે બોડી બિલ્ડીંગ કરવાવાળા જોડે રૂપિયા કેમ નથી ટકતા..!!” “સૈસવભાય બીજો બી એક પોઈન્ટ છે .. એકવાર બોડી બની જાયને એટલે માણસ સેલ્ફઓબ્સેસ થતો જાય છે,આખો
દિ ફોટા પાડ્યા કરે અને સોશિઅલ મીડિયા ઉપર ચડાવ્યા કરે અને લાઈકો ગણ્યા કરે , બીજું કશું હુજે
જ નઈ ..” “બરાબર .. પછી પેલી બધીઓ મેસેજ આવે એનું શું ?” “એ પણ ખરું .. આખા ગામની વાંહે દોડે સવાર સાંજ ઈનબોક્સ ભરેલા રહે એકલી પેલી બધી નહિ હોં પેલા બધા પણ મેસેજો કર કર કરે....” “તો પછી એમાં સમય કેટલો જાય..?” “અરે સૈસવભાય એમાં તો ટાઈમ કાઢવો એટલો જાય .. પછી કો
કને મળવા બોલાવો કે કોક તમને બોલાવે અને પાર્ટી કરાવે હેઈ મોજે દરિયા થાય પછી તો ..”
“તો પછી હવે આમાં પોતાનો હોય કે બાપદાદાનો ધંધો હોય તો પણ રૂપિયા ટકે ?”
“ના હોં ના ટકે સૈસવભાય બધું સફાચટ થઇ જાય પણ આવું તો તમારી જોડે પણ થાતું હસે તો તમારે કેમ ટક્યા ..?”
“સીધ્ધો બાઉન્સર આવ્યો ..”
“અલ્યા એઈ લપોડશંખ તું મારા બોડીમાં કયું બિલ્ડીંગ જોઈ ગયો અને એવા તો કેવા રૂપિયા તું જોઈ ગયો મારી પાસે ?”
“એમ નહિ સેસવભાય સોશિઅલ મીડિયા ઉપર તો તમે પણ એક્ટીવ છો અને આટલા બધા ફોલોઅર છે તો તમારે પણ ..પછી તો ..!!”
આટલું કરીને લપોડશંખએ આંખો નચાવી..!
વારો મારો હતો હવે ..
“જો બકા હું છે ને બ્લોગ લખું છું , બ્લોગ એટલે શબ્દો અને એ પણ લગભગ એક બ્લોગ આઠસો શબ્દો હોય અને એ વાંચનારી પબ્લિક હોયને એને ઘણી ધીરજ હોય, અને સમજણ પણ હોય, નહિતર આઠસો શબ્દો વાંચવા એ ખાવાના ખેલ નથી..
પેહલવાન બોલ્યો … “હા સેસવભાય બહુ લાંબુ લાંબુ લાખો છો મેં એક મારી ફ્રેન્ડને મોકલ્યો તો ને તો કહે બહુ લર્નેટ લાગે છે એમ કહીને અડધો વાંચીને મૂકી દીધો હતો..!” ધીમે ધીમે શૈશવ નું સૈસવ અને પછી સેસવ થવા માંડ્યું હતું..
મેં કીધું .. “હમમ એટલે અમારે તમારી જેમ અડધા ઉઘાડા શરીર જોઈને બગલીઓ બળી મરવાના આવે સમજ્યો..!”
“હવે રેવા દ્યો એ સેસ્વભાય આવતું તો હોય જ પણ તમે કયો નહિ કોઈ ને ..!” હવે મારા નામ નો
સ` પણ અડધો ખવાઈ ગયો ..!
મેં મારા ઉપરથી પાછો ટોપિક ઉપર લાવવા કીધું .. “આ આખું ગામ અત્યારે જીમવાળા માટે બે મિનીટનું મૌન પાળવા વાળો મેસેજ મોકલે છે..”
“હવે એ બધી અક્કલ વિનાની જલણીયા વસ્તીને ક્યાં ખબર છે કે આવી મોટી મોટી માયાઓ તો જીમવાળાની પાછળ કેવી મરતી હોય છે ..એક મેસેજ મોકલીએને તો અચ્છી અચ્છી ધણી ને ઘેર ઊંઘતો મૂકીને દોડી આવે ..”
મેં કીધું “સુ વાત કરે છે ? સાવ આવું ?”
“અરે જાવ દો ને તમારે તો અમારી પાસેથી વાતો જ કઢાવવાની અને પોતે કશું બોલવાનું નહિ ,આજ સુધી તમારા એકાઉન્ટમાંથી મારે એકપણ મ્યુચ્યુઅલ રીક્વેસ્ટ આવી નથી , બાકી એકેય ફ્રેન્ડ આવો કે એવી નથી કે એની રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી નથી અને એના ફ્રેન્ડ લીસ્ટમાંથી મને બે ચાર રીક્વેસ્ટ ના આવી હોય .. સમજ્યા.. જીમવાળાનો આવો પાવર હોય છે..!!”
“હશે ત્યારે .. સમજ્યા સમજ્યા ..બીજું શું ..!!”
જગત છે ભાઈઓ અને બેહનો ..
કાગડાને ગંદકી કરવી હોય તો જગ્યા ક્યાં શોધવા જવી પડે ? અને કાગડીને પણ ..!!
ડુ અન્ડરએસ્ટીમેટ પાવર ઓફ જીમવાળા..!!
પણ મજા આવે આવા જોડા કજોડા થતા જાય જગતમાં ત્યારે ગામ ને પંચાતો કુટવાની ક્યારે કોઈક પોતાની જાતને પણ જોઈ લેતું હોય એમાં અને બે ઘડી આનંદ લઇ લે ..!
મનમાં પરણી લ્યે અને મનમાં …!!
ચાલી શુભ રાત્રી
શૈશવ વોરા .. ના ના ..સૈસવ ના…ના સેસવ ..નાં સેસ્વ ..!!!!!
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)