હવે મારે ઈઝરાઈલ વિષે જ્ઞાન લેવાનું છે…!
ચાલો હિંદના વાસીઓ તમે પણ તૈયાર રહો ઈઝરાઈલ શું છે એ જાણવા માટે અને પછી પોરસાવો કે ઓહો આપણે તો ઈઝરાઈલ જોડે “ઘર” જેવું અને આપણે તો ઇઝરાયેલ જોડે “સદીઓ”થી સબંધ, કેવો બહાદુર દેશ અને કેવા કર્મઠ લોકો..
ઇઝરાયેલમાં હવેથી ગરબા ગવાશે..
સાથીયા પુરાવો રાજે દીવડા પ્રગટાવો માં
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..!
ધીન તાક ધીન તાક ધીધી તાકતાક..!
ભારત વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યું છે, એકસો પચીસ કરોડમાંથી બે પાંચ માથા તો રોજ ક્યાંક ક્યાંક વાઢી લેવાય તો એમાં શું થઇ ગયું, આખા વિશ્વને આપણે દોરવણી આપવી હોય તો એટલો “ભોગ” તો આપવો પડે..
અને આમ પણ ભારતભૂમિ તો ભોગ આપવા માટે જ સર્જાઈ છે,
દ્વાપરમાં યુગમાં પેલો બકાસુર રોજ એક માણસનું ભોજન નોહ્તો કરતો..?
તો પછી અત્યારે તો કલિયુગ છે, અને એ પણ ઘોર કલિયુગ,તો પછી નવા બકાસુરો રોજના એકાદ બે મારે હવે, ખરેખર તો રોજના સો બસ્સો મરે ત્યાં સુધી વાંધો ના ઉઠાવવો જોઈએ..
આપણે શાસ્ત્રોમાંથી શીખ્યા જ છીએ આ બધું ત્યાગ,બલિદાન,અહિંસા,મોક્ષ,સંયમ, હથિયાર ઉપાડી અને બીજાને નુકસાન કરવું એ તો કાયર માણસની નિશાની છે..!
અહિંસા પરમો ધર્મ..!
પેલું ગુજરાતી ગીત યાદ આવે..
ગોકુળમાં કોક વાર આવો તો કાન હવે રાધા ને મુખના બતાવશો ..
ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાવ ભલે જમુનાને કાંઠે ના આવશે..
એ ગીતમાં રાધાજી કેવું બોલે છે..?
સમરાંગણ તમને તો શોભે હો કાન વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો..
જમુનાને કાંઠે ન આવશો..
એ તો રાધાજી હતા એના કાનાને મેહણું પણ મારી જાણતા..
અઢાર અઢાર અક્ષેણી સેના લઢી મરી અને તમે એક હથિયારના ઉપાડ્યું..?
કુરુક્ષેત્રની માટી આજે પણ લાલ છે કેહવાય છે કે સવા કરોડ લોકોનું રક્ત વહ્યું હતુ અને માટી લાલ થઇ ગઈ હતી..!
આપણે યુદ્ધ તો માથે આવે તો જ કરાય બાકી ઘેર આવીને કોઈ મારી ને પાછો જાય તો ઠીક મારા ભાઈ, અહિયાં તો કોઈ ગાળ બોલી જાય તો નાનપણથી એમ શીખવાડાય છે કે આપી ને ગયો ને તને કઈ ક્યાં તારું કઈ લઇ ગયો..?
ખોટા વલોપાત ના કરાય, બે માણસના માથા વાઢી લીધા તો વાઢી લીધા એમાં શું છે..?ક્યાં સંસદ પર હુમલો થયો છે અને થયો ત્યારે પણ અમે અને તમે, બધાય બચી ગયા `તા પછી શું છે..?
સંસદ હુમલાની દરેક વર્ષીએ મૌન પાળીએ અને પ્રાર્થના તો કરીએ છીએ બીજું કેટલું હોય પછી..?
શાંતિ શાંતિ શાંતિ.. આપણે વિશ્વ વિજેતા નહિ વિશ્વ ગુરુ બનવાનું છે..!
લૂક ઇસ્ટની પોલીસી છે, લડાઈખોર માણસ બુદ્ધનો સંદેશો કેવી રીતે પ્રસાર કરે..?
પણ મારા વાહલા, બુદ્ધ અને મહાવીર પેહલા ચક્રવર્તી રાજા થયા હતા અને પછી શાંતિ અને અહિંસા પકડ્યા હતા..!
શાંતિ અને અહિંસાનો સંદેશો યુદ્ધ પછી શોભે..!
બધેય કુનેહ અને આપણા વારસાનો વૈભવ દેખાડ્યા કરીએ એ ના ચાલે..
વિશ્વગુરુ બનવું છે તમારે એમ ને..?
આવી સામેવાળાને ખબર પડે એટલે શું થાય..? એનું કામ કઢાવવા માટે તમારો “ઈગો” જોરદાર સંતોષે,તમારું મસ્ત મસ્ત ફોટો શેષન ગોઠવે એમના દેશની જૂની જૂની જગ્યા લઇ જાય અને તમારી જેમ જ તમારા માસીના સસરાની બેનના વેવાઈના સાઢુ ભાઈ ના પાડોશી જોડે સગપણ શોધી આપે, અને પછી પોતાનું કામ કઢાવે અને તમે રહો ઠેરના ઠેર..! અને પાછા તમે “સલ્લાહ” ઠોકતા આવો કે જો આમ નહિ આમ કરાય..!
અલ્યા પણ ક્યાં એવી ફાંકા ફોજદારી કરવાની જરૂર છે ? ઘેર બૈરા(માનાર્થે બહુવચન સમજવું) તમારું કીધું કરતા નથી અને આખી દુનિયાના તમારે ગુરુ થવું છે અને એવું ટાર્ગેટ રાખવું કે તમે કહો એમ દુનિયા કરે..!
એવું કરવું છે ?
ગુરુ બનવાના ઠેકાણા નથી અને વિશ્વગુરુ બનવા નીકળ્યા..!
ગુરુ એટલે શું ?જ્ઞાનનો ભંડાર અને જ્ઞાન જેને આપે એનો બેડો પાર થઇ જાય..
ગુરુ વિશ્વામિત્ર રામ લક્ષમણને લઇ ગયા તે છેક પરણાવીને ઘેર લાવ્યા ત્યાં સુધીનો કારભારો કરી આપ્યો અને અત્યારે આપણો કોઈ ગુરુ ?
અને અત્યારે ભૂલથી ચેલો પરણેલો હોય તો એની લઈને ગુરુ નાસી જાય..!
કોઈ બાકી નથી એકબીજાને કનડવામાં અને નબળો ધણી બૈયર પર શૂરો..!
ક્યાં સુધી આવી રીતે જીવવાનું પરજા એ? કોઈ આવી અને મારો ઉદ્ધાર કરશે એવી માનસિકતા લઈને દિવસો ક્યાં સુધી કાપવાના?અને છતાં પણ “વિશ્વવિજેતા” નહિ “વિશ્વગુરુ”ના ધખારા કરવાના..!
શું મનમોહનસિંહ અને શું નરેન્દ્ર મોદી ?એક ઉઠાડો અને બીજાને બેસાડો શું ફેર પડ્યો જીવનમાં..?
કેટલા સૈનિકો ઓછા મર્યા કે કાશ્મીર સમસ્યાનું સમાધાન થઈ ગયું..?
જે લોકો બુમાબુમ કરતા હતા એમને સત્તા સોપી શું ફેર પડ્યો ..?
દિલ્લી કેજરીવાલ..
હા લોકો વોટ્સ એપ અને ફેસબુક પર ટાઈમપાસ વધારે કરતા થઇ ગયા.. લગભગ છેલ્લા પચાસ પચાસ વર્ષથી પ્રજા બિલકુલ ટાઈમ પાસની ગેઈમ રમે છે અને રાજકારણીઓ એમને રમાડે છે..!
ઇકોત્તેરના યુદ્ધ પછી સાવ નવરી પ્રજાના દિવસો બચ્ચન દાદાની ફિલ્મો એ કાઢી આપ્યા..
અરે ઓ સાંભા.. કિતને આદમી થે..કાલીયા જહાં સે ખડા હોતા હૈ..
સાવ દિમાગથી નવરી પ્રજાના દિવસો હિન્દી સિનેમા જોતા જોતા પુરા થયા, સીસ્ટમ સામે લડતા હીરો અને હિરોઈનોના ઠુમકા,અને બુમો પાડતા રહ્યા આધી રોટી ખાયેંગે ઇન્દિરા કો લાયેંગે..આખી રોટી ખાવી જ નોહતી એ જમાનાના ભીખારીઓને..
છેક ત્રીસ ત્રીસ વર્ષે ભાન થાય કે સલીમ જાવેદ તો દરેક વખતે હિંદુ દેવી દેવતાને ટાર્ગેટ કરતા અને ઇસ્લામને આગળ વધારતા..
નિર્બળ અને નિર્માલ્ય થઇ ગયેલી પ્રજાને જગાડવા ગમે તેટલા ગતકડા કરો કે લખાણો લાખો વાંચવો કોઈ ફેર નહિ પડે, મારી બદલે “મોસાદ” હુમલો કરે અને આતંકવાદી ઠેકાણા તોડી પાડે..!(હવે જેને “મોસાદ” શું છે એની ખબરના હોય તો તાત્કાલિક ઢાંકણીમાં પાણી ભરી લ્યો ..)
અહી તો “રો” શું કરે છે એની કોઈને ખબર નથી, ક્યારેય “રો” ના કારનામા ક્યાય છપાયા નહિ..ફિલ્મોમાં અક્ષયકુમાર અન્ડર કવર એજન્ટ બને અને આપણે હરખ હરખ..!
દુર્બળ પ્રજા પેહલી મે ના રોજ થયેલી રોશની ને પેરીસ જોડે સરખાવે છે,અલ્યા અકકલના ઓથમીર તારી સાત પેઢીમાં કોઈએ પેરીસ જોયું છે ભિખારા..?
નદી કિનારે ઝુપડપટ્ટીને તોડી નાખી પણ માનસિકતા ઝુપડપટ્ટી ની જ રાખી, સેહજ ચાર લાઈટો શું કરી કે સીધી પેરીસ જોડે સરખામણી..
ઢોકળે રાજી રેહતી પ્રજાને બીજું કશું સારું છે એની સમજણ જ નથી અને રાજકારણીઓ સમજણ ડેવલપ પણ થવા દેતા નથી..
હું તો અઢાર વર્ષ પેહલા બેંગકોક ગયો ત્યારે લગભગ બેહોશ થઇ ગયો કે સાલું નગરવધૂઓ માટે વખાણતો આ દેશ આટલુ જોરદાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરી ગયો અને આપણે ક્યાં છીએ..?
કેમ સીસ્ટમને સાપ સુંધી ગયો છે એ સમજાતુ નથી..
નથી ધાર્યું ડેવલોપમેન્ટ કે નથી સરહદે શાંતિ..!
ફરહાન અખ્તરને જે પ્રજા સિંગર માને અને એની કોન્સર્ટ થાય એ પ્રજા પાસે અપેક્ષા પણ શું રાખી શકાય..
ટોટલ ફાન્દેબાજ પ્રજા આપણે, અને આપણી અંદર જ રહેલો માલ્યા.. જે દા`ડે ટીપુ ની તલવાર લઈને આવ્યો ત્યારે ઓવારણા લીધા અને હવે ગાળો..
“સહારાશ્રી” લખવું પડે અને સુપ્રીમ કોર્ટ ગમે તેટલા પુછડા પછાડે હજી એમ્બીવેલીની હરાજી થતી નથી..
ગેલ્સપ્પાઓ મેસેજ ફેરવે કે દાઉદ વેન્ટીલેટર પર છે..
ગધેડીના કયો તારો કે મારો “રો” નો એજન્ટ એને ગોળી મારીને પાછો આવ્યો છે તો આટલો હરખાઈને મેસેજ ઠોકે છે, આ તો તારી છપ્પનની છાતી ઉપર મગ દળીને મોજ કરીને એના કુદરતી રીતે મળેલા સો વર્ષ પુરા કરી રહ્યો છે..!
કેવી કેવી આશાઓ હતી અને મોટે ઉપાડે મતદાન કરવા દોડી જઈએ, કીમતી અને પવિત્ર ફરજ બજાવવા,અને પછી તમારી જેમ પાછલા પાંચ વર્ષમાં “બજી” હોય એના કરતા વધારે “બજે”..!
કોઈ આરો કે ઓવારો દેખાતો નથી, એકસો પચીસ કરોડ “રાજા” અને એક “પ્રધાન સેવક” ,દર બે ત્રણ અઠવાડિયે “સેવક” કુમાર “રાજા”ને કેહવા બેસી જાય કે તમારે આવું કરવું જોઈએ શ્રી “રાજાધિરાજ” ,
અને “રાજ્યો” ટોપો ખુશ થાય કે જોયું “સેવકે” કેવું સરસ કીધું..!
(લોકતંત્રમાં પ્રજા “રાજા” છે અને સત્તાધીશો “નોકર”, લાલબત્તી એટલે કાઢી છે)
ખિન્ન થઇ જાય છે દિમાગ રોજ સવારે છાપું ખોલીએ ત્યારે અને હતાશા છવાય છે પોતના અને આજુબાજુ રહેલા તમામ ઉપર પુરુષ હોવા માટે શંકા જાગે છે..!
આખો દેશ માનસિક નપુંસકતાનો શિકાર થઇ ગયો છે ?
કાળી કાળી વાદળીમાં ક્યાંક તો વીજળી ઝબુકે ભગવાન તો સારું..
પેલો લોંઠકો કારગીલ સુધી ઘુસીને છ છ મહિના ચોંટી રહ્યો હતો એમ એકાદી ટેકરી તો આગળ વધો હવે “સેવક”..
હું “રાજદંડ” કે “રાજમુગટ” વિનાનો “રાજા” તમને “રાજઆજ્ઞા” આપું છું “પ્રધાન સેવક”..આગળ વધો..
મારા જેવા ૧૨૫ કરોડ “રાજાધિરાજો” તમે ખરેખર ઈચ્છતા હો તો કરો “રાજઆજ્ઞા” તમારા “પ્રધાન સેવક”ને કે ઓળંગો હવે લાઈન ઓફ કન્ટ્રોલ..
શુભ રાત્રી
શૈશવ વોરા