હાય હાય લે…મલાનિયા ભાભી ખોવાઈ ગયા છે…
છેલ્લા એક મહિનાથી `કાકા` એકલા એકલા ફરે છે, ભાભી ક્યાંય એમની જોડે દેખાતા નથી..
હોબાળો મચ્યો છે અમેરીકાન મીડિયામાં, અને એવામાં ભાભીના એકાઉન્ટ ઉપરથી ટ્વીટ આવી ને ખણખોદીયા પ્રજા એ શોધી કાઢયું કે આ તો `કાકા`ના જ શબ્દો છે ભાભી ના નહિ ..
અમારા ભાભી આવું “કઈ” લખે જ નહિ..!!
મારું હાહરું આ તો બહુ કરી નહિ.. હમણા જ ભાભીના બા-બાપુજી અમેરિકા આવ્યા હતા અને બધું મોજ કરતુ હતું..અને અચાનક ભાભી ક્યાં ગયા..?
બધા ને ટેન્શન ટેન્શન થઇ ગયું છે કે કાકા-ભાભી વચ્ચે તિરાડ તો નથી પડીને..?
કાકા પાછા છે રંગીલા,હમણાં કઈક કો`ક ની જોડે બહુ નજીક ઉભા રહીને કાકા એ ફોટા પણ પડાવ્યા હતા..
તે ભાભી બગડ્યા પણ હોય..!!
મારું બેટુ પશ્ચિમનું આ બધું ખરું હો, રિસાય પણ જલ્દી અને માફ પણ જલ્દી કરે..
અને આપણા બૈરા છેક ઘર સુધી ધણીનું લફરું નાં આવે ત્યાં સુધી ફેસબુક અને વોટ્સએપ પર મચ્યા રહે..!
જોરદાર ધીરજ રાખે..
અને પેલી જેવી ઘેર ટકોરા મારે તો પછી આપણા દેશી ભાભી ઉભા થાય અને રણચંડીનું રૂપ ધારણ કરે…!
પછી તો બંને જીવનભર ભૂલે પણ નહિ એવું સમરાંગણ આંગણ માં ખેલાય..!!
આખું પીયરયું ભેગું કરે..!! પથારી ફેરવી નાખે માટીડાની તો ..!!
અમેરિકામાં આ પેહલા ક્લીન્ટન માસા રંગે હાથ ઝલાયા હતા, પણ માસી ખરેખર મોટા દિલના હતા કે જા તને માફ કર્યો હવે આવું ના કરતો..
જો કે માસા પણ સુધરી ગયા હો ..મોનિકા ડાર્લિંગ પછી બીજું કઈ બાહર નથી આવ્યું..!!
ભગવાન ભગવાન .. કેવું કેવું દુનિયામાં ચાલે નહિ..?
આપણે ત્યાં તો એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એ ચોખ્ખું કીધું હતું કે કુંવારો છું કઈ બ્ર્હમ્ચારી નથી..
પણ સાલું આજ નો જમાનો જ એવો છે ..લપસણો..
મુ`આ રોજ બે ચાર ઈમેઈલ અને મેસેજ આવે ..અમારે ત્યાં સ્પામાં ઓરીજીનલ થાઈ ,રશિયન ગર્લ થેરાપી આપે છે, આવો પધારો ..”જમાઈ રાજ”..!!
સ્પાને બારણે “જમાઈ” જેવો જાય કે પેહલા “સાસુ” પોંખે અને ખિસ્સા ખાલી કરાવે પછી એની દીકરી વારો કાઢે..!!
ચારે બાજુ “ખેલ” ચાલે છે..!!
ટીંડર થી લઈને સ્પા સુધી..
હમણાં હમણાં તો અમારા “જાસૂસો” ખબર લાવ્યા કે જે સ્પાવાળા એ ઈમ્પોર્ટ કરી હોય ને એ ઈમ્પોર્ટેડ થેરાપીસ્ટ “પર્સનલ”માં પણ થેરાપી આપે એટલે સ્પા ના ચાર્જ કરતા ત્રીજા ભાગમાં પડે..!
મારું હાહારું આ તો ચોર માં મોર…!!
બચારી ઘરવાળી તો આમાં ઘેર બેઠી વોટ્સ એપ અને ફેસબુક જ જોયા કરે..અને શૈશવ ભાઈના બ્લોગ વાંચ્યા કરે કે પછી ગ્રુપોમાં ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજીસ નાખતી રહે અને ભરથાર સ્ટેટ્સ નાખે બીઝી લાઈફ વિથ વર્ક..!!
ઘરવાળી ને ભાન જ ના પડે કે..રંગ મહેલ કે દસ દરવાજે ના જાને કૌન સી ખિડકી ખુલી ..સૈયા નિકસ ગયે મૈ ના લડી થી..!!
સૈયો સૈયો …!!
પછી વ્હાઈટ હાઉસ નો હોય કે ઝુપડી નો..
પશ્ચિમના છાપાવાળા પણ હોય ખણખોદીયા સેહજ કૈક દેખાય તો આખે આખું હાડપીંજર કાઢી લાવે..
હમણાં હમણાં વચ્ચે છોટી રાણી સાહેબાનું બહુ ચાલ્યું..
આખો ભૂતકાળ ખોદી લાવ્યા અને પછી કહે કે ભલે ત્યારે રાજાને ગમી તે રાણી..
અત્યારે તાજા સમાચાર પ્રમાણે ભાભી કાકા જોડે જાહેરમાં દેખાયા છે અને એક ઈન્ટરવ્યુંમાં ભાભી એ કહી દીધું કે હું એવી ઢીલીઢાલી નથી કે તમારા કાકાથી દબાઈ જાવ, મને મારી લડાઈ જાતે લડતા આવડે છે અને હું મારું કુટી ખાઈશ..બાકી અત્યારે મારો દીકરો નાનો છે એટલે મારે એના ઉપર પણ ધ્યાન આપવું પડે એટલે હું દેખાતી નથી માટે શાંતિ રાખો ..
સિદ્ધી અને બે ટૂંક વાત ભાભીએ એ કહી દીધી ..
પણ મીડિયા કોને કીધું હેં ..
છેક કાકાના શપથવિધિના ફોટા અને કલીપો કાઢી કાઢીને ઝીણવટથી જુવે છે અને પૂછે છે કે ભાભી ત્યારે દુઃખી તો નોહતા ને ..?
ભાભી કાકાના નિર્ણયો અને પોલીસીની ખિલાફ છે ? એટલે જાહેરમાં બહુ હસી ને ખીલીને વાત નથી કરતા ?
એક જમાનામાં ભાભી ટોપ મોડેલ હતા અને જ્વેલરી ડીઝાઈનીંગ કરતા ત્યારે ભાભી કેવા ખુશ રેહતા .. અને અત્યારે આવા મુરઝાયેલા મુરઝાયેલા કેમ લાગે છે ?
પંચાત ..પંચાત .. જોર જોર પંચાત પશ્ચિમનું મીડિયા કરે છે અને આપણે ત્યાં તો ફિલ્લમ વાળાની પંચાત થાય બાકી રાજકરણીઓનું તો નામ સુધ્ધા ના લેવાય..
કુંવારાને એમ હરગીઝના પુછાય કે તમે બ્રહ્મચારી ખરા ..?
પક્ષ ના કુંવારા હોય કે વિપક્ષના ..
બિલકુલ નહી વાત કરવાની એ બાબતે તો..
છોડો ત્યારે નથી કરવી ભાઈ આપણે પણ એવી વાત હેં ..
એ બધા પુરુષ થોડી છે કે એમને આવી બધી “ક્ષુલ્લક” બાબતો અસર કરે , મહાપુરુષો છે..
એક સર્વે એવો આવ્યો હતો કે ગમે તે ઉંમરનો પુરુષ હોય એની બાજુમાંથી જો સુંદર સ્ત્રી પસાર પણ થાયને તો પુરુષ નો એડ્રીનાલીન વધી જાય છે..
પુરુષો ઉપર નો સર્વે હતો હવે મહાપુરુષોને શું થતું હોય એ તો રામ જાણે..
ભાભીએ ઈન્ટરવ્યું માં એવું પણ કીધું કે કોઈ મને બિચારી ,બાપડી ,ગરીબડી એવું બધું ના સમજશો..
ના ભાભી ના …બિલકુલ નહિ ..અમે એવી ભૂલ કરીએ જ નહિ ..
તમે બિચારા બાપડા હોત તો કાકા તમને થોડી હેલ ઉતારવા દેત..
અમને ખબર છે મજબુતી ટકે વરસો વરસ ..
તમતમારે દુનિયાની ફિકર છોડો અને અમારા ભત્રીજાને મોટો કરો, કાકા આજકાલ સિંગાપોર જવું કે નહિ એની બબાલમાં પડ્યા છે..
લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે , કે બીજા શબ્દોમાં જોડી સ્વર્ગમાં બને છે ..
એવું ખરેખર કોણ માને છે .. ?
જેના લગ્ન નાં થયા હોય એવો રખડી પડેલો કુંવારો ,
બાકી પરણેલાને પૂછો ..??
બાકી કાકા છે નસીબવાળા .. કુંડળી કાઢવી પડશે .. શુક્ર ક્યાં પડ્યો છે જરાક નજર તો કરીએ..
ત્રણ ત્રણ લગ્ન અને ઉપરથી પછી ઈતર પ્રવૃત્તિઓ…!!
ભગવાન ભગવાન…નિ:સાસે નિ:સાસા નીકળે છે…!!
ઈર્ષ્યાના માર્યા..
આપણો દિવસ શુબ રહે
શૈસવ વોરા