મેઈલ મેનોપોઝ..આપણા સમાજમાં બહુ દબાતા અવાજે બોલતો શબ્દ છે “મેનોપોઝ” ,અને જયારે મેઈલ મેનોપોઝ બોલીએ એટલે પેહલા તો અડધી દુનિયા સમજે નહિ અને સમજે તો તરત જ મોઢું બગાડે અને બોલે ..તારી છટકી ગઈ છે એવું કશું હોય જ નહિ ..!
ગુજરાતી પુરુષ મેઈલ મેનોપોઝ શબ્દને સીધે સીધો એના પુરુષત્વ જોડે જોડી લે છે અને માટીડો તરત જ ગાળાગાળી પર ઉતરી આવે, એ બિલકુલ માનવા જ તૈયાર ના થાય કે આવી કોઈ અવસ્થા એના જીવનમાં આવવાની છે આવી છે કે આવશે.. !
બસ એ એના મગજમાંથી એ પોતે વીકી ડોનર છે એ વાત ને હરગીઝ કાઢી નથી શકતો , પણ હરામ છે જો એવું કઈ જીવનમાં કરી શકતો હોય તો ..!
એટલે મને લાગે છે કે આ દંભી સમાજ ને એની જગ્યાએ પડી રેહવા દઈને એની વાત ના કરાવી જોઈએ..
હું થોડી જુદી રીતે અર્થ કાઢું છું આ મેનોપોઝ શબ્દનો ,
સ્ત્રી હોય કે પુરુષ દરેક ને જીવનમાં ક્યાંક પડાવ લેવો જરૂરી છે,
અને જો પોતે પડાવ ના લે તો કુદરત એ પડાવ લેવા મજબુર કરે છે એને એટલે ક્યારેક એક બ્રેક મારીને ઉભા રહીને પાછળ ફરીને જોઈ લેવું પડે છે ક્યાં છીએ અને ક્યાં જવું છે , બસ આ પડાવ લઈને ઉભા રેહવાની અને થાક ખાવાની પ્રક્રિયાને હું મેનોપોઝ માનું છું ..
મારા માટે મેનોપોઝ શબ્દ એ એક જિંદગીનો પડાવ છે બસ બીજું કઈ નહિ ,મેનોપોઝમાં કિશોર અવસ્થા અને જુવાનીથી ચાલુ થયેલા હોર્મોનના સ્ત્રાવ ઓછા થાય છે ,
અને બીજા શબ્દોમાં જેને અક્કલ કહીએ તે અક્કલ અને શરીરની જરૂરિયાતોને બાજુ પર મુકીને અને પાછળ જોઇને ફરી પાછું આગળ જોવાનું અને ક્યાં જવું છે એ નક્કી કરવાનો સમય ..!
શારીરિક રીતે જોઈએ તો દાદરા ચડતી વખતે જયારે એક સાથે ત્રણ ચાર પગથીયા કુદતો કુદતો ચડી જાય એ કિશોર,બબ્બે સાથે પગથીયા ચડે એ જુવાન અને ધીમે ધીમે ચડે એ માણસ અને ચાર પગથીયા ચડીને ઉભો રહે કે એકપણ પગથીયું ના ચડે અને લીફ્ટ શોધે એ ડોહો..
ચાર પગથીયા ચડતા થાક લાગે અથવા ક્યાં પગથીયા ચડવા..? બસ એવી વૃતિ આવે એ મેઈલ મેનોપોઝની શરૂઆત શારીરિક રીતે ..
કોઈ એક ચોક્કસ ઉમર નથી હોતી એના માટે ,
ભારત દેશમાં તો આપણે ઘણી તકલીફોની વચ્ચે આપણે જીવીએ છીએ , તમારી દીકરી કે દીકરો મોટો થાય અને તરત જ તમને ટોકવાનું ચાલુ કરી દે ..
કોલેજમાં ભણતો દીકરો જો તમે આઈ ફોન ૬ લાવો અને એને ના અપાવો એટલે તરત જ કોમેન્ટ કરે હવે ડેડી આ ઉમરે તમારે શું જરૂર છે ..?
કોલેજમાં ભણતી દીકરી તમે નવા સારા કપડા ના અપાવો અને તમે પોતે જો નવી દસ બાર હજારની સાડી ખરીદો એટલે તરત જ કોમેન્ટ આવે ..મમ્મી તારે હવે આબધા ખર્ચા કરવની ક્યાં જરૂર છે ..
બસ મેનોપોઝ આવી ગયું ભાઈઓ અને બેહનો તમારે..! તમને તમારા જ સંતાનો મેનોપોઝ આપે છે..!
દરેક તમારા શોખ અને જરૂરિયાતો ઓછા કરવાનો સમય..! અને શોખ અને જરૂરિયાતો ઓછી કરો એટલે શરીરમાં હોર્મોન એની મેળે ઓછા થઇ જાય ..!
આ બ્લોગ લખતો હતો ને એક મેસેજ વોટ્સ એપ પર આવ્યો..! એક મધ્યમ વર્ગના પીસાતા પુરુષની વાત
35 + उम्र के मित्रो के लिए एक कविता…..
जरूर पड़े…..
जीवन में पैतीस पार का मर्द……..
कैसा होता है ?
थोड़ी सी सफेदी कनपटियों के पास,
खुल रहा हो जैसे आसमां बारिश के बाद,
जिम्मेदारियों के बोझ से झुकते हुए कंधे,
जिंदगी की भट्टी में खुद को गलाता हुआ,
अनुभव की पूंजी हाथ में लिए,
परिवार को वो सब देने की जद्दोजहद में,
जो उसे नहीं मिल पाया था,
बस बहे जा रहा है समय की धारा में,
एक खूबसूरत सी बीवी,
दो प्यारे से बच्चे,
पूरा दिन दुनिया से लड़ कर थका हारा,
रात को घर आता है, सुकून की तलाश में,
लेकिन क्या मिल पाता है सुकून उसे,
दरवाजे पर ही तैयार हैं बच्चे,
पापा से ये मंगाया था, वो मंगाया था,
नहीं लाए तो क्यों नहीं लाए,
लाए तो ये क्यों लाए वो क्यों नहीं लाए,
अब वो क्या कहे बच्चों से,
कि जेब में पैसे थोड़े कम थे,
कभी प्यार से, कभी डांट कर,
समझा देता है उनको,
एक बूंद आंसू की जमी रह जाती है,
आँख के कोने में,
लेकिन दिखती नहीं बच्चों को,
उस दिन दिखेगी उन्हें, जब वो खुद, बन जाएंगे माँ बाप अपने बच्चों के,
खाने की थाली में दो रोटी के साथ,
परोस दी हैं पत्नी ने दस चिंताएं,
कभी,
तुम्हीं नें बच्चों को सर चढ़ा रखा है,
कुछ कहते ही नहीं,
कभी,
हर वक्त डांटते ही रहते हो बच्चों को,
कभी प्यार से बात भी कर लिया करो,
लड़की सयानी हो रही है,
तुम्हें तो कुछ दिखाई ही नहीं देता,
लड़का हाथ से निकला जा रहा है,
तुम्हें तो कोई फिक्र ही नहीं है,
पड़ोसियों के झगड़े, मुहल्ले की बातें,
शिकवे शिकायतें दुनिया भर की,
सबको पानी के घूंट के साथ,
गले के नीचे उतार लेता है,
जिसने एक बार हलाहल पान किया,
वो सदियों नीलकंठ बन पूजा गया,
यहाँ रोज़ थोड़ा थोड़ा विष पीना पड़ता है,
जिंदा रहने की चाह में,
फिर लेटते ही बिस्तर पर,
मर जाता है एक रात के लिए,
क्योंकि
सुबह फिर जिंदा होना है,
काम पर जाना है,
कमा कर लाना है,
ताकि घर चल सके…..
ताकि घर चल सके…..
ताकि घर चल सके…..
બોલો આવી પરીસ્થીમાં જીવતા પુરુષને ક્યાં મેનોપોઝની રાહ જોવાની રહી ? ભારતીય પુરુષ ક્યારે મેનોપોઝમાં આવ્યો અને ક્યારે લાકડા ભેગો થયો એની એને જ ખબર નથી પડતી,
ધીમે ધીમે પોતાની જાતને સંકોરતો સંકોરતો એટલી બધો સંકોચાઈ જાય કે એનું અસ્તિત્વ જ ખતમ થઇ જાય છે ..
એક જ રસ્તો છે , કોઈપણ એક શોખ પકડો અને એને દિલથી નિભાવો અને પકડી રાખો અંત સુધી દુનિયા જખ મારે ..જે હોર્મોન ઘટવા હોય તે ઘટે અને વધવા હોય તે વધે , હું કેર્સ ..!
બાકી તો હોર્મોનલ થેરાપી અવેલેબલ છે ,લીધા કરો અને મોજ કરો ..!
શુભ રાત્રી
શૈશવ વોરા