માસ્ક ..
ગઈકાલે રાત્રે જરાક મોડું થઇ ગયું પણ થયું કે સોમવાર છે તો મોડું તો મોડું મહાદેવજી ને મળી આવવા દે એટલે આપણો ઇટાલિયન ઘોડો પલાણ્યો ..!
સેહજ ચમચો દબાવ્યો ને ગરજ્યો એટલે બાજુવાળું એક નાનું બાળક એના ઘરની બાહર ડોકાયું ને બુમ આવી.. એ હું આવું છું ..અમે એ બાળક માટે જરાક રોકાયા , બાળક દોડી ને જમ્પ મારી ને અમારી પાછલી સીટ ઉપર સવાર થઇ ગયું..
અમે પાછળ ફરી ને ચેક કર્યું કે માસ્ક પેહર્યું છે કે નહિ ..બાવીસ ત્રેવીસ વર્ષનું બાળક કૈક નવું માસ્ક લઇ આવ્યું હતું , ગળાથી લઈને ફરતે આખું મોઢું ઢંકાય એવું કપડું લઇ આવ્યું હતું..
ગમ્યું અમને..એટલે ચાલુ બાઈકે અમે પૂછ્યું કે આ કપડું ક્યાંથી લાવ્યો ?
ભાઈ.. ત્રણ દરવાજા.. મસ્ત છે .. પેલા બધા માસ્ક છે ને એમાં ક્યાં તો દોરા ને લીધે કાન ઉપર આંકા પાડે છે , ક્યાં તો નાક ને બહુ જોર થી દબાવે છે એટલે ગુંગળામણ થાય છે..!! અને ઢીલું રાખીએ તો નીચે ઉતરી જાય છે..!
બાળક એકદમ સહજતાથી મારા તન ની અને મનની પીડા કહી ગયું..!!
ચીન દેશ , જાપાન દેશ અને બીજા પૂર્વના દેશોમાં કોરોનાકાળ પેહલા જતો ત્યારે ત્યાં ઘણા બધા ને માસ્ક પેહરેલા જોતો , ત્યારે જ મનમાં સવાલ ઉઠતો કે આ માસ્ક જોડે આમને જીવવું ફાવે કેમનું ?
હવે આ કોરોના કાળખંડમાં મારે જખ મારી ને માસ્ક પેહરવો પડે છે ત્યારે ખરેખર બહુ જ પ્રોબ્લેમ થાય છે ,પેલા બાળકે કીધું એમ જ કાન ઉપર આંકા, ખેંચી ને બાંધીએ તો ક્યાં તો નાક દબાય..! ગભરામણ થાય…અને મારે તો જીવનમાં બહુ પેહલેથી પ્રોબ્લેમ છે નાક ને કઈ પણ અડકે, અથડાય તો સખ્ખત છીંકો આવે..!
માર્ચ મહિનાથી આ સમસ્યાથી ઝઝૂમી રહ્યો છું..!!
ચાલુ બાઈકે સમસ્યા વિશે વિચારી રહ્યો હતો,
લો ગાર્ડન આગળ યુટર્ન લીધો ત્યાં મહાદેવની બાહર મકાઈવાળા અને વાળીઓ ઉભા હતા.. અમારી બિલકુલ પાછળ જ એક પોલીસની જીપ એ પણ ટર્ન લીધો, અચાનક પાછળથી પોલીસની જીપની સ્પીડ વધી, મને ઓવર ટેઈક કરવા જીપ એ ચમચો દબાવ્યો..સો બસ્સો મીટર આગળ મને આંતર્યો એટલે અમે ઘોડો સાઈડ કર્યો ,તરત જ એક પોલીસવાળા ભાઈ આવ્યા અને મારી પાછળ બેઠેલા બાળક નો ફોટો એના મોબાઈલમાં પાડી લીધો, પછી તો આખી જીપ ખાલી થઇ ગઈ ત્યાં જ , બીજા બે ચાર દોડ્યા મકાઈના લારીવાળા અને વાળીઓ ને તગેડવા..!!
મારો ઘોડો સેહજ પણ હાલી ના શકે એમ મને આંતરવામાં આવ્યો હતો એટલે એન્જીન ઓફ કરી ને ચાવી ખિસ્સામાં મૂકી ને અમે જીપ તરફ ધસ્યા બોલો શું છે ?
તમારી પાછળવાળો માસ્ક ઉતારી ને હવા ખાતો હતો ,એક હજાર રૂપિયા નો દંડ એમ કરી ને પાવતી ની બુક કાઢી..!!
મેં બાળકની સામે જોયું વાત સાચી હતી કપડું બાળકના નાક પરથી નીચે આવી ગયું હતું..!
હજારની ચાકી
પાક્કી થઇ ગઈ હતી..હવે એવામાં એક બીજા હવલદાર મકાઈવાળા અને વાળીઓ ને ભગાડતા હતા, એમાંથી એકેય એ માસ્ક નોહતા પેહર્યાં ..
બાળક ને હજાર રૂપિયા કઠતા હતા એટલે એણે પેલા હવાલદારકાકા ને કીધું કે આ કોઈએ ક્યાં પેહર્યાં છે જુવો ..!!
હવે હવાલદારકાકા નું વર્ણન કરું તો અસલી ઓરીજીનલ તારક મેહતા નો તંબક તાવડો જ જોઈ લ્યો .. એમની ફાંદ ઉપર બિસ્તરો બાંધ્યો હોય એમ એક બેલ્ટ બાંધ્યો હતો , પણ બેલ્ટ ઉપર નું ટેન્શન હિમાલયના તંગધાર ઇલાકા કરતા વધારે હતું..!
બાળકે હવાલદાર સાહેબ ને કીધું એટલે હવાલદાર સાહેબે બુમ મારી.. એઈ લી ચ્યમ માસ્ક ન
હિ પેર્યું ..
એમની લી અઘરી હતી..
લી એ કેડ થી લઈને આંખ સુધીના બધા અંગો ઉલાળ્યા ને બોલી …સ પણ લબડી જ્યું હ
.. એટલું બોલી ને લી એ ગંદુ સ્માઈલ આપ્યું .. હવાલદાર સાહેબ પાણી પાણી.. એમની આંખો
લી ના વક્ષ ઉપર સ્થિર થઇ એટલે લી એ સાડી નો છેડો અધ્ધર કર્યો ને શરમાઈ.. હવાલદાર ભીના ભીના ..
લી ઉંમર થાય તે લબડી જાય એમ કરી ને હવાલદાર સાહેબે એમના ડોઝા તરફ ઈશારો કર્યો અને પછી બોલ્યા તારે તો હજી વાર સે ..હેન્ડ હવ નખરા કર્યા વ
નાની માસ્ક મોઢે ચડાય ને ભાગ ..
લી હી હી કરી ને શરમાઈ ને લારી ભગાવી લઇ ગઈ ..! મારી જોડેવાળું બાળક અકળાયું ,હજાર ખીસામાંથી કાઢ્યા એણે અને પાવતીમાં લખાવ્યું એક હજાર પુરા ..!! અને પેલા હવાલદાર સામે કતરાયો .. મને લાગ્યું કે હમણાં કૈક બોલશે બાળક ,પેલી
લી નો ઉલાળો ને એની જોડે ની વાતો બાળકે પણ સાંભળી હતી ..
એટલે મેં એને ચૂંટીયો ભર્યો ને ઈશારો કર્યો ચુપ મર નહિ તો આ પોલીસ કેહવાય એમને લોહી પીવું હોય તો લાખ્ખો કાયદા છે.. મરવા દે હજાર..!!
મહાદેવજી ને બહારથી જ કેમ છો કર્યું અને ભારે હ્રદયે નીકળી ગયા બે લીલી પત્તી કોઈ કારણ વિના ગઈ હતી..બાળક રસ્તામાં બોલ્યું પેલી નું લબડી જ્યું તું તે મારે વળી કયું..(ગાળ ગાળ ગાળ ).. કૈક નવું શોધો ને ભાઈ આ માસ્ક નો રસ્તો કરો ને..!!
અને આપણું દિમાગ ચાલ્યું..
ઘણીવાર અમે માસ્કની જગ્યાએ મુખ લંગોટ શબ્દ નો પ્રયોગ કરીએ છીએ એટલે જેમ લંગોટ ની બદલે અત્યારે બજારમાં જુદી જુદી સાઈઝ ને પેટર્નના જાંગીયા મળે છે તેમ હવે કોઈક
મહાત્માએ જુદી જુદી સાઈઝ ના ચેહરાઓ અને એ ચેહરા પર ના નાક ના માપ લઈને વીસ ત્રીસ પ્રકારના જુદી જુદી સાઈઝ સાથેના મુખ લંગોટ ઉર્ફે માસ્ક બનાવવા જોઈએ..!! જાપાન કે બીજા પૂર્વના દેશોવાળા ને નાક ચપટા હોય છે એટલે એમને માસ્ક પેહરવામાં બહુ તકલીફ નથી થતી, એક જ પ્રકાર ના માસ્ક એમને ચાલે, પણ મુઆ આપડા તો નાક પણ એવા લાંબા ને પોહળા કે જોરથી માસ્ક ની દોરી બાંધે તો નાકે લીસોટા અને ક્યાં તો કાને ઘસરકો..! આ કોગળિયું એમ ઝટ જાય એમ નથી લાગતું એટલે જેમ શરીરના બીજા ભાગો ને ઢાંકવા ના વસ્ત્રોની સાઈઝ ના સ્ટાન્ડર્ડ નક્કી થયા છે તેમ જ મુખ લંગોટ ઉર્ફે માસ્ક ની જુદી જુદી સાઈઝના સ્ટાન્ડર્ડ નક્કી થઇ ને બજારમાં પ્રોડક્ટ આવે ને તો આવી હજાર ની ચાકીમાંથી બચીએ..!!!
સ પણ લબડી જ્યું , એવું કરી ને આપણે તો ના છુટાય ..!!
નાકે ચોંટાડી જ મેલવું પડ..તા
રે શું વળી..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)