મિસ્ટર ગાંગુલી …
“શૈશવ , કેન યુ હિયર મી ?”
“યસ સર ..”
“આઈ એમ મિસ્ટર ગાંગુલી એક્સ —-“ (એમની કંપનીનું નામ)
(મિસ્ટર ગાંગુલી નામ કાલ્પનિક છે પણ ઘટના બિલકુલ સત્ય એટલે મારા ફ્રેન્ડ લીસ્ટમાં મિસ્ટર ગાંગુલીને શોધવાની કોશિશ ના કરતા ..! )
“યસ મિસ્ટર ગાંગુલી, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ.. ટેલ મી સર ..”
“શૈશવ ,કમ ડાઉન ટુમોરો, આઈ વોન્ટ ટુ ગીવ યુ એવરીથિંગ વોટ આઈ હેવ, ઓન્લી યુ કેન યુટીલાઈઝ માય નોલેજ, આઈ વોન્ટ ટુ સી યુ ઓન ટોપ ..”
ચાર પાંચ સેકન્ડ માટે હું અચકાયો ..
જીવનમાં પેહલી જ વાર વાત થઇ રહી હતી, મિસ્ટર ગાંગુલી એક મલ્ટીનેશનલ કંપનીમાં જનરલ મેનેજર હતા, મેં એમનું ફક્ત નામ સાંભળ્યું હતું ..
એમની કંપનીનો મેં માર્કેટમાંથી સફાયો કરી મુક્યો હતો, અને અલ્ટીમેટલી એ કંપનીએ ભારત દેશમાંથી વાવટા સંકેલી અને ઘરભેગી થઇ ગઈ હતી ..!
અવાજ ઉપરથી એટલું લાગતું હતું કે મિસ્ટર ગાંગુલી અત્યંત ઘરડા થઇ ચુક્યા હશે , મિસ્ટર ગાંગુલીના રીટાયર્ડ થયાના ચાર પાંચ વર્ષ પછી એમની કંપની બંધ થઇ હતી ભારતમાંથી ,
એમનો ફોન જીવનમાં પેહલીવાર એટલે કે લગભગ પંદર વર્ષે આવ્યો હતો ..!
શૈશવ .. શૈશવ .. આર યુ કમિંગ .. ટુમોરો ..? આઈ ડોન્ટ હેવ ટાઈમ .. જસ્ટ ટુ ટેઈક ડીસીશન ફોર માય સેલ્ફ..
મેં અચકાતા અચકાતા કીધું સર .. સર.. બટ.. મૈ કલ રાત કો હી ડેલ્હી સે હોમ ટાઉન આયા હું , ઔર બેંગ્લોર કા શિડયુઅલ હૈ, ડે આફ્ટર ટુમોરો ..આઈ નીડ સમ ટાઈમ ..
સામેથી દર્દીલો અવાજ આવ્યો.. નહિ શૈશવ મેરે પાસ વક્ત હી નહિ હૈ ..આ સકતે હો તો કલ હી આ જાવ.. ફોન કપાઈ ગયો ..!!
મને સખ્ખત કાળ ચડ્યો ..હજી કાલે તો આ ભૂંગળામાંથી ( હવાઈ જહાજ )બાહર નીકળ્યો અને ફરી પાછું આવતીકાલે સવારે જવાનું અને ત્રીજા દિવસે બેંગ્લોર તો ઉભું ને ઉભું છે..!
મિસ્ટર ગાંગુલીને મળવાનો કોઈ જ વાંધો ન હતો પણ આવી રીતે અચાનક કોઈ નોટીસ વિના અને સાવ આવી તિકડમ વાતો .. મારે ડીસીશન લેવું છે , મારી પાસે જે નોલેજ છે એ બધું મારે તને આપી દેવું છે..આઈ વોન્ટ ટુ સી યુ ઓન ટોપ ..!
એક બે મિનીટમાં તો મેં નિર્ણય લઇ લીધો કે છોડ ને ભાઈ ..ગુઝરા ઝમાના છે ,એમનું નોલેજ કે બીજું જે કઈ એમની પાસે હશે તે સદીઓ પુરાણું હશે, મારે કંઈ એન્ટીકની દુકાને નથી જવું ..
બપોર પડી , મનમાં ઘુમરાયા કરે વાત..એક વાત મનમાં ફરી રીપીટ થાય ..મારી પાસે સમય નથી .. અને એનું દર્દ કાનમાં વાગે ..!
છેવટે સાંજે એમ થયું કે કોઈ ઘરડું માણસ બોલાવી રહ્યું છે ચલ ખાઈ લે એક ધક્કો, એક વધારા નો ધક્કો જીવનમાં..!
તરત જ લેપટોપ ખોલી અને વેહલી સવારની પૂનાની ટીકીટ બુક અને રાતની પછી આવવાની ..!
ફોન કરીને કીધું મિસ્ટર ગાંગુલી કાલે સવારે હું આવું છું અર્લી મોર્નિંગ .. સામેથી જવાબ આવ્યો …નો .. હું તને બપોરે બે વાગ્યે જ મળીશ ..
મારી ઓર છટકી..એક તો એના માટે અડધી રાત્રે ત્રણ વાગે ઉઠીને હું પાંચનું જહાજ પકડીશ અને ડોહો સાત વાગ્યે મળવાની બદલે મને છેક બપોરે બે વાગ્યે મળશે ..??
પણ ટીકીટ કાઢી લીધી હતી એટલે ઓકે કર્યા સિવાય છુટકો નોહતો..!
ફરી અડધી રાત્રે દાતણ પાણી કરીને જહાજમાં ભરાયો ..વેહલી સવારે પૂના ઉતરી અને આગળ જતો રહ્યો એક મીટીંગ પતાવી અને બપોર પડ્યે તળ પુનામાં પાછો આવી ગયો ..!
એક એવી જગ્યાએ બોલાવ્યો લગભગ આપણું માણેકચોક એક વિચિત્ર દુકાન આગળ મને ઉભા રેહ્વાનો સંદેશો આપ્યો અને એક્ઝેક્ટ બે વાગ્યે એક એકદમ ઘરડો ,દુબળો પાતળો પણ મક્કમ ડોસો મારા ભણી દોડતો આવતો મને દેખાયો .. હું સમજી ગયો આ એ જ મિસ્ટર ગાંગુલી ..!!
મારી આગળ આવીને મારી સામે આંગળી ચીંધીને બોલ્યા શૈશવ ..? મેં કીધું યસ સર ..
કમ ફોલો મી ..આટલું બોલીને એ ઝડપથી ચાલવા લાગ્યા ..હું પાછળ ઘસડાવા લાગ્યો , એક પછી એક સાંકડી ગલીઓમાંથી એ મને એક જરી પુરાણા બિલ્ડીંગમાં લઇ ગયા બિલકુલ મુંબઈની ચાલ જોઈ લ્યો ..ધડાધડ દાદરા ચડે અને હું પાછળ ખેંચાઉં ..!
ત્રણ દાદરા ચડીને એક ફ્લેટ આગળ ઉભા રહ્યા અને તાળું ખોલ્યું એમણે ..
હું સમજી ગયો કે પાર્ટી એકલી લાગે છે .. ઘરમાં એક જુનું સી ટીવી , એક સોફો પણ તૂટેલો બેસવા યોગ્ય નહિ બે ખુરશી લાકડાની .. મને એક ખુરશી ધરી .. બૈઠો ..
મિસ્ટર ગાંગુલી અંદર ગયા, સ્ટીલના ગ્લાસમાં પાણી લાવ્યા ..પણ ત્યાં સુધીમાં ઘર ઉપર મારી નજર ફરી ચુકી હતી .. ગરીબી નાચી રહી હતી કે સાદગી એ હું નક્કી કરી શકતો નોહતો , એક બંગાળી સ્ત્રીનો ફોટો …જેની ઉપર હાર ચડેલો હતો ..
હું સમજી ગયો કે કાકાની વાઈફ લાગે છે .. મિસ્ટર ગાંગુલી બોલ્યા મેરા વાઈફ હૈ .. ચાર સાલ પેહલે ચલા ગયા ..
મેં પાણીનો ગ્લાસ હાથમાં લઈને પૂછ્યું ..ઔર કોઈ નહિ હૈ ?
મેરા દો બેટી હૈ, દોનો પીએચડી કિયા એકને બાયો ટેકનોલોજી ,મેં આઉર દૂસરીને ઇલેક્ટ્રોનીક્સ મેં, દોનો દામાદભી પીએચડી .. બડીવાલી સ્વિડન મેં સેટલ હૈ, છોટીવાલી જર્મનીમેં..લેટ મી ટોક સ્ટ્રેટ .. દેખો તુમ નહિ જાનતે લેકિન તીસ સાલ પહેલે મૈને હી — કંપની કો ઇધર ઇન્ડિયામેં ખડા કિયા થા , એન્ડ ટીલ એન્ડ મૈને ઉસકો નિભાયા, લેકિન તુમને ફિર મેરે કો હરા દિયા .. કોઈ બાત નહિ.. આઈ એપ્રીશીયેટ યુ .. બીઝનેસ હૈ , ઉસ કંપની કો ખડા કરને મેં મેરા જિંદગી નીકલ ગયા, મેરા બીવી કો મૈને વક્ત નહિ દિયા મૈને ,ડોટર્સ કો ભી વક્ત નહિ દિયા બટ એક બાત હૈ મેરા હેન્ડસમ સેલરી થા તો મૈને બેટીઓ કો અચ્છા એજ્યુકેશન દિયા એન્ડ નાઉ આ ડેઝ બોથ આર મિન્ટીંગ મની ..! બહુત પૈસા ભેજતા હૈ મુઝે દોનો , લેકિન મૈ અકેલી જાન ઇધર ક્યા ખર્ચા કરું ? વો લોગ હર સાલ મેં એકબાર જરૂર આતા હૈ, પેહલે ઇધર યે ઘર મે રેહતા થા, લેકિન અબ મેરે ગ્રાન્ડ ચિલ્ડ્રન .. ધે સ્ટે ઇન ફાઈવ સ્ટાર હોટેલ .. તો મૈ ભી ચલા જતા હું ઉનકે સાથ ..!
મારે ભાગે કશું બોલવાનું હતું જ નહિ .. હું મૌન રહ્યો ..
દેખો .., મૈને પેકિંગ કર લી હૈ .. નાઉ આઈ વિલ વર્ક ફોર યુ ,જૈસે મૈને — ઉસ કંપની કો ટોપ મે લાયા થા વૈસે હી તુમ્હારી કંપની કો ટોપ પે લે આઉંગા , આ ડોન્ટ વોન્ટ એની સેલરી ફ્રોમ યુ , મૈ ઉધર તુમ્હારી ગાંધીનગરવાલી ફેક્ટરી કે કોઈ રૂમ મૈ રેહ લુંગા .. ઇસ સે ખરાબ કમરા હોગા તો ભી ચલેગા .. અભી મેરે પાસ વક્ત હી વક્ત હૈ ,એન્ડ માય એન્ટાયર ટાઈમ ઇસ ફોર યુ ..!!
યુ વિલ રુલ ધ માર્કેટ .. આઈ સી `ધ રૂલર` ઇન યુ ..!!
મારા મોઢાની ડાકલી ખુલ્લી રહી ગઈ .. હેં ? આ તો નમાજ પઢવા ગયોને મસીદ કોટે વળગી ..! કાકાએ તો બેગ તૈયાર કરી લીધી છે અને મારે એમને લઈને જવાનું ,ને સાચવવાને છે ..!
મેં બચવા માટે ઠોકી .. સર ઇટ્સ ઓનર ફોર મી ટુ હેવ યુ ઓન બોર્ડ બટ આઈ હેવ ટુ ચેક વિથ માય અંકલ ફર્સ્ટ , આઈ ડુ નોટ હેવ ધેટ ઓથોરીટી ટુ હાયર યુ ઓર એની વન..
એકદમ કાકા ઉભા થઇ ગયા અને પાછા અંદર જઈને છાપામાં એક વડાપાંવ લઇ આવ્યા મને છાપા સહીત વડાપાંવ પકડાવ્યો .. હેવ ઈટ, આઈ કેન નોટ ઓફર યુ મોર ધેન ધીસ.. ઇફ યુ વોન્ટ સમ કોફી ધેન વી કેન ગો આઉટ ..
મેં કીધું.. ના ના આ ચાલશે .. પાણી સાથે હું વડાપાંવ ગળે ઉતરતો રહ્યો અને મિસ્ટર ગાંગુલી મને ટગર ટગર જોતા રહ્યા ..!
દસેક મિનીટના મૌન પછી એ બોલ્યા ડુ યુ વોન્ટ માય સીવી ? આઈ વિલ આસ્ક માય ડોટર ટુ મૈઈલ યુ ..
મેં કીધું ..ના સર ઇફ રીક્વાયર્ડ આઈ વિલ લેટ યુ નો ..
ઘરમાં મેં ફરી એકવાર નજર ફેરવી, કશું જ નહિ એક ઉંદર પકડવાનું પાંજરું.. હું ઉભો થઈને રસોડામાં પાણીનો ગ્લાસ મુકવા ગયો, ઘણા વર્ષોથી રસોડામાં ચા પણ બની હોય એવું લાગતું નોહતું ..
મિસ્ટર ગાંગુલી મારી પાછળ આવ્યા બીજા બે કમરા ખોલીને મને બતાવ્યા ,બંનેમાં એક પલંગ હતો અને ચાદર ચોળાયેલી, ચોખ્ખું એક બેચલર ડોસાનું ઘર લાગતું હતું ..!!
મેરા મેઈડ દો બજે જાતા હૈ ..ઇસીલીએ મૈને તુમકો બુલાયા દો બજે કે બાદ , ઉસકે સામને મૈ યે બાત નહિ કરના ચાહતા થા.. વો મેરી બેટીઓ કો બતા દેતી , વો લોગ ચાહતા હૈ કી મૈ ઉન લોગો કે પાસ મેં ચલા જાઉં ,ઈનફેક્ટ વો દોનો મિલકર આ રહી હૈ નેક્સ્ટ વિક મેં ઇન્ડિયા..લેકિન મૈ નહિ જાના ચાહતા .. મુઝે યહાં રેહના હૈ ઇન્ડિયામેં .. પ્લીઝ શૈશવ મેરી અપોઈન્ટમેન્ટ કરા દો ,, માય રીક્વેસ્ટ ..!!
આખો સીન સમજાઈ ગયો મને .. મિસ્ટર ગાંગુલી મફત નોકરી કરવા ઘરડે ઘડપણ તૈયાર હતા પણ દીકરીઓના મેહલોમાં દેશ છોડીને રેહવા જવા તૈયાર નોહતા ..!!
કદાચ બધ્ધે હાથપગ મારી ચુક્યા હશે અને એક છેલ્લો દાવ ફેંક્યો હશે એમની દિકરીઓ પાસે કે મારી પાસે નોકરી છે, હું નવરો નથી માટે મને મારા દેશમાં રેહવા દો ,અને એ દાવ નો હું શિકાર થઇ ચુક્યો હતો ..
મેં ખાલી એટલું જ કીધું આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ સર..
મિસ્ટર ગાંગુલી રીક્ષામાં મને અઢાર-વીસ કિલોમીટર દૂર છેક એરપોર્ટ મુકવા આવ્યા .. કોઈ જ બીજી વાત નહિ, થોડીક અછડતી પુના ના ટ્રાફિક અને બીજી જનરલ વાતો..!
ખબર નહિ પણ સહજભાવે મારાથી એરપોર્ટ ઉપર એમના પગે પડાઈ ગયું ,
એ મને ઝાલી લીધો ભેટી પડ્યા એમની ઘરડી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા .. મારી આંખો પણ ભીની થઇ ગઈ ..
મેં લાગણી ભીના સ્વરે કીધું સર આપ અપની બેટીયોં કે સાથ જાઈએ પ્લીઝ , આપ વહાં સેઈફ રહેંગે , ધે લવ્સ યુ , ધેટ્સ વાય ધે આર કમિંગ ટુ ગેધર ..બોથ ઓફ ધેમ આર વરીડ ફોર યુ સર..
પેહલીવાર મિસ્ટર ગાંગુલી `બેટા` બોલ્યા .. આઈ થીંક યુ આર રાઈટ બેટા .. મૈ વહાં ચલા જાતા હું .. આઈ એમ સોરી બેટા મૈને આપ કો અહમદાબાદ સે પુના દોડાયા ..
મેં કીધું કોઈ બાત નહિ સર આપ કા બ્લેસીન્ગ્સ મિલ ગયા, મેરે લિયે વોહી બહોત હૈ ..!!
ઘરડા ધ્રુજતા હાથ મારા માથે મૂકીને મિસ્ટર ગાંગુલી બોલ્યા ગોડ બ્લેસ યુ બેટા ..!!
અને પછી ઉંધા ફરીને એ ઝડપથી જતા રહ્યા ..
મેં દોટ મૂકી .. પુના એરપોર્ટ ઉપર ત્યારે ચાલીને જ જહાજમાં બેસવા જવું પડતું …
હવાઈ જહાજના નાકની સામે જઈને હું ઉભો રહી ગયો ..
અરે યારર .. મારે ફરી આ ભૂંગળામાં બેસવાનું .. આખી ફ્લાઈટ મારી જાતને કોસતો રહ્યો ..મૂરખની જેમ દોડ્યો આવ્યો પુના ..
અને બીજું મન મનાવતું હતું હશે કોઈક ઘરડાના આશીર્વાદ લેવાના ભાગ્યમાં લખ્યા હશે એટલે દોડીને તું આવ્યો .. નસીબદાર છે તું ..!!
ક્યારેક ફેસબુક મેસેન્જરથી હજી પણ મિસ્ટર ગાંગુલીનો મેસેજ આવે છે ગોડ બ્લેસ યુ બેટા આઈ એમ ઇન સ્વિડન / જર્મની ..!!
મારી અંદરનો વેપારી કહે છે મુરખો છે તું ..અંદરનો માણસ કહે છે જે છે તે બરાબર છે..!!
અક્કરમી કોઈ લઇ જાય તો ટોપ ઉપર જવાય ? કે જાત મેહનત કરવી પડે ?.. હશે જે હશે તે આપણને પણ ખબર પડીને કે રૂપિયા જ સર્વસ્વ નથી ..
ચૌદ હજારની ટીકીટ પડી હતી એ જમાનામાં … ગધેડા કરોડોના આશીર્વાદ મળ્યા અને એના પ્રતાપે ઉજળો છે ..!
આવું છે બધું ,જિંદગી છે, રોજ નવા-જુના અનુભવો થાય છે ..!!
લખતો રહીશ વાંચતા રેહજો ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*