અંબાજી મંદિરમાં પ્રસાદરૂપે અપાતો મોહનથાળ બંધ કરવામાં આવ્યો..!
બહુ સારી વાત છે એમાં ખોટું શું છે ? આપણે બાહરથી ખરીદીને માતાજીને મોહનથાળ ધરી દેવાનો અને પ્રસાદરૂપે પાછો લઇ લેવાનો , એમાં વળી કકળાટ શેનો કરવાનો હોય..? અમદાવાદથી કંદોઈ ભોગીલાલ મુળચંદનો વર્લ્ડ ફેમસ મોહનથાળ લઈને જવાનો વળી..!!
બ્રેડ નથી મળતી તો કેક ખાવ..
એવી ફીલિંગ આવી ને ..????
કાલ સવારે મહુડીની સુખડી બંધ કરે કોઈ , કે પછી નાથદ્વારાની મઠડી કે તીરુપત્તીનો લડ્ડુ તો શું કરવાનું ? અરે ઘેર સત્યનારાયણની કથા કરે અને મહાપ્રસાદમાં કંઈ ભળતું જ મુકવામાં આવે તો ?
કંઈ ના થાય, તમે “ભક્ત” છો અને “ભક્ત”એ મર્યાદામાં રેહવું જ રહ્યું ,
ઈશ્વરનો સંકેત સમજી કશું બોલવાનું જ નહિ , ઈશ્વરની અકળ લીલાનો એક ભાગ સમજી લેવાનો અને ભૂલી જવાનું શ્રધ્ધાને સેહજ પણ ડગવા નહિ દેવાની ..!!!!
જે લોકોને આ નિર્ણય લેવાની સત્તા મળી છે એ લોકો પણ દૈવી સ્ત્રી-પુરુષો હશે ત્યારે જ ઈશ્વરે તેમને આવી સત્તા આપી હશે એવું સમજવાનું , જરાય દુઃખ નહિ લગાડવાનું શીંગની ચીકી એના બદલે આપશે ..
કેટલા સારા છે આ લોકો એ તમે જુવો “ભક્તો”..
આપણે તો નોરતામાં પ્રસાદ કરતા તો શું કરીએ શીંગ અને સાકરિયા એની બદલે શીંગની ચીક્કી આપશે ..
સદીઓ સુધી એ ચીક્કીનો પ્રસાદ તમે સંઘરી શકશો , ચીક્કીના ગુણગાન કરો “દૈવી” પુરુષોને “દૈવી” આજ્ઞાઓ થતી હોય છે પામરોને તો શું બિચારા..!
આજે પ્રસાદ રૂપે લાવેલી ચીક્કીને તમે તમારી આવનારી સાત પેઢી સુધી સાચવી શકશો એ તો જુવો ..!!!
મોહનથાળ તો અહિયાં અમદાવાદ નગરીએ ગધેડે ગવાય છે .. ઠેર ઠેર મળે છે ..!!
કેમ આવા મનસ્વી નિર્ણયો લેવાતા હશે ? આસ્થાની સાથે રમત કેમ ?
એ મોહનથાળના પ્રસાદની કણી લઈને કેટલીવાર તમે અને હું ધન્ય થયા અને ધન્યતા અનુભવી ? અનેકો અનેક વાર ..!!
ક્યાંક વેપારીમાં બજારમાં બેઠા હોઈએ અને એનો ગુમાસ્તો તાસક ઉપર મોહનથાળ લઈને મુકે અને એમાંથી એક કણી માત્ર આપણે લઈએ અને ગુમાસ્તો કશું બોલ્યો ના હોય તો પણ કણી મોઢામાં મુકાય એ ભેગું મોઢામાંથી જય ઘોષ થઇ જાય .. જય અંબે..!
કેહવું પણ ના પડે કોઈ ને કે અંબાજીનો પ્રસાદ છે ..
પ્રસાદના દર્શન કે પ્રસાદની કણી મોઢામાં જાય એ ભેગા બોલાઈ જાય .. જય અંબે ..!!!
જાણે સાક્ષાત માં ભગવતી અંબાભવાની દર્શન આપવા આવી હોય એવો ભાવ જાગે..!!
આરાસુરની મા`ડીને મળવા જવાની ઈચ્છા થઇ જાય ..!!
હવે ચાંપલો શું થાય છે શૈશવ વળી ? માતાજીની ઈચ્છા હશે એટલે આવું કર્યું હશે .. તારા મનમાં ભાવ હશે તો ચીકીમાં પણ તને દર્શન થશે ..!!
લે લેતો જા ..!!
અને જો માતાજીની ઈચ્છા નહિ હોય તો એ જ ફરી મોહનથાળ ચાલુ કરાવશે..!!
પિત્તળ ..
દેવી દેવતાઓને તમારા કરેલા કામને સીધા કરવા હરકતમાં આવવું પડે તો તમે કોણ થયા..?
રાવણને મારવા ,અને દુર્યોધનને મરાવવા આવવું પડ્યું હતું …!!
અસુર છે તું ? કે તારા કરેલા કામને સીધું કરવા માટે માતાજી એ પરચા બતાડવા પડે ?
ચાલતું હતું એમાં શું “નવું” કરવાની મજા લીધી ?અને કોના માટે ?
આસ્થાની જોડે રમત કોણે આદરી ?
હું હંમેશા કહું છું કે રાવણ કે દુર્યોધન બંને હિંદુ જ હતા ..!!!!!!
દસ વાર ઉપરનું વાક્ય વાંચો .. હજી અક્કલના ચાલે તો વીસ વાર ..!!!
હિંદુને હિંદુ સાથે રમત કરવાની બહુ મજા આવે છે , બાહરની રમતો સામે રમવા કરતા અંદર અંદર રમવાની મજા ઘણી..
ક્યાં સુધી આવું ચાલશે ? ચૌદસો વર્ષની ગુલામી ઓછી પડી છે ? ભગ્ન અવસ્થામાં પડેલા મંદિરોના ફોટોગ્રાફ્સ નથી જોયા ? હજી પણ આખા ભારતવર્ષમાં સદીઓ જુના મંદિરોની મૂર્તિઓના નાક કાન કાપેલા શિલ્પો નથી પડ્યા ?
બોધપાઠ લેવો જ નથી ?
સત્તા મળી એટલે “રાજાપાટ”..?
પ્રસાદનું મહત્વ કેટલું ? અનહદ ..
જે વ્યક્તિ જે તે તીર્થસ્થાન ઉપર ગઈ નથી તે જ વય્ક્તિને જે તે તીર્થ સ્થાન સાથે જોડી રાખે છે આ પ્રસાદ ..!
ગઈ દિવાળીએ કાશીવિશ્વનાથનો હુકમ થયો હતો અને અમે ત્યાં કાશીવિશ્વનાથના દરબારમાં હાજર થયા હતા, કાશીવિશ્વનાથની કૃપાએ બબ્બે વખત દર્શનનો લાભ મળ્યો,
કાશીમાં ફરવા માટે લોકો ડ્રાઈવર અને ટેક્ષી ભાડે કરી હતી, પેહલી વખત દર્શ કર્યા ત્યારે પ્રસાદની કણી ટેક્ષી ડ્રાઈવરને આપી અને અત્યંત ભાવપૂર્ણ રીતે ડ્રાઈવરએ ગ્રહણ કરી , બીજી વાર દર્શન માટે છેક રાત્રે સાડા અગિયારે ગયા હતા ,
ત્યારે ટેક્ષી ડ્રાઈવરએ રીક્વેસ્ટ મૂકી .. “સાહબ હો સકે તો અંદર સે એક પ્રશાદ કા એક પેકેટ હમારે લિયે ભી જરૂર લાઈયેગા, હંમે ભી બહોત કમ મોકા મિલતા હૈ અંદર જાને કા..હમારે ઘરવાલેભી પાવન હો જાયેંગે પ્રશાદ ગ્રહણ કરકે ..”
સ્પેશીઅલ પ્રસાદ માટેની રીક્વેસ્ટ કાશીના લોકલ ટેક્ષી ડ્રાઈવરએ પણ મૂકી ..!!
જેટલું મહત્વ તીર્થસ્થાનોનું છે એટલું એના પ્રસાદનું છે, સમજુ વ્યક્તિ એક કણ પણ ખરાબ નથી થવા દેતી પ્રસાદનો, ભૂલથી પણ જમીન ઉપર પડે તો લઇ લેતી હોય છે..!
અંબાજીની યાત્રા સાથે મોહનથાળ જોડાયેલો છે, અભિન્ન છે..!!
અત્યારે તો માં અંબાને અરજ કે પરચા દેખાડતી રેહજે નહિ તો તારા જ “ભક્ત રાક્ષસો” આવું જ કંઇક નવું નવું કર્યા કરશે..!
મરકટવૃત્તિ છે મનુષ્યમાં ત્યાં સુધી આવું ચાલતું રેહશે ..!!
વિરોધ આપણો…સો ટકા વિરોધ ..!
ડંકા ચોટ ઉપર ..!
મોહનથાળ પ્રસાદ રૂપે જોઈએ જ ..
અસુર હરણી દુષ્ટ દલની, સિંહવાહિની દુર્ગે માં ..!
असुर हरनी दुष्ट दलनी सिंह वाहिनी दुर्गे माँ…
सुख प्रदायनी भय निवारनी जय भवानी दुर्गे माँ
चंड मुंड विनाश कारिणी रुंद मुंड सदा धरे
महिष मर्दिनी कर कपालिनी साधकों के दुःख हरे
माँ गणपति शिव अर्धांगिनी महारानी दुर्गे माँ
असुर हरनी दुष्ट दलनी सिंह वाहिनी दुर्गे माँ…
सुख प्रदायनी भय निवारनी जय भवानी दुर्गे माँ
બોલ મારી અંબે .. જય જય અંબે ..!
બોલ મારી અંબે.. જય જય અંબે ..!
જય જય અંબે .. જય જય અંબે ..!
બોલ મારી અંબે જય અંબે ..!!
બોલ શ્રી અંબે માત કી જે ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*