આજે એક અજીબો ગરીબ ખેલ થયો, મારી એક બહુ જૂની પણ બહુ વાઈરલ થયેલી પોસ્ટ શ્રી જયનારાયણ વ્યાસે શેર કરી એમની ફેસબુક વોલ ઉપર પણ ક્રેડીટ કોઈક ભળતી વ્યક્તિને આપી ..!!
મારા બ્લોગ હેન્ડલ કરતા છોકરાઓ એ મર્યાદામાં રહીને લગભગ પચ્ચીસ રીમાઈન્ડર આપી કે સાહેબ આ બ્લોગ શૈશવ વોરાનો છે પણ સામે છેડેથી કોઈ જવાબ ના આવ્યો..!
આમ તો ગુન્હો બને છે ,પણ હવે ઠીક છે, જવા દઈએ..!! કોણ લમણાં લ્યે ? અને એવડી મોટી બુદ્ધિજીવી વ્યક્તિ આપણી વાત સાથે સંમત થઇ એ જ ઘણું છે..!
મને પેહલા લોકો કેહતા કે સાથે સાથે ચેતવણી લખવાનું રાખ પણ હું ત્યારે નોહ્તો માનતો ,પણ પછી એકાદ બે ઘટના એવી ઘટી કે મારે ફરજીયાત ચેતવણી મુકવી પડી ..
જો કે હવે ચેતવણી નાખ્યા પછી આ બધા “ધંધા” ઓછા થઇ ગયા પણ થાય છે, આ બધું આજે પણ થાય છે ..!!!
આજે બપોરે હું મારા બ્લોગ સાચવતા છોકરાવને મળવા ગયો હતો.. “એ શૈશવભાઈ હવે ભૂલી જાવ ગયું તમારું ફેસબુક અને બ્લોગીંગ…જમાના પતવામાં છે …!!એમાં એકલા ડોહે ડોહા જ છે, ઈન્સ્ટા અને સ્નેપ ઉપર આવો..”
““વીલોગ” મારો હવે ..તમને વળી ક્યાં કેમેરાની બીક છે ? આટલું બધું તો ટીવીમાં જઈને બોલી આવો છો ..અને કેમ હજી બ્લ્યુ ટીક નથી આવી, લોકો તો એક બે ટીવીના શો આપે ત્યાં બ્લ્યુ ટીક લાવે છે. તમને શું તકલીફ છે ?”
છોકરાં તૂટી પડ્યા મારી ઉપર.. પછી ઇન્સ્ટા ઉપર રીલ્સ બતાવવાનું ચાલુ કર્યું એ બધાએ મને ..
મેં કીધું ..અલ્યા ખબર છે અમે આ રીલ્સ બીઝનેસ બહુ ચાલ્યો છે પણ નાગા થવું પડે ક્યાં તો ગાળાગાળી કરવી પડે, તો વ્યુ વધારે આવે ..
“એ ભૂલી જજો તમારા કપડા ઉતારે કોઈ નહિ આવે પેલી જે રીલ્સમાં હોય છે ને એને અડધા કપડા પેહરાવવા પડે પછી જો લાઈન લાગે ..”
મેં કીધું ..અલ્યા એઈ હવે આ ઉંમરે મારે “પેલી” ક્યાંથી લાવવી ?
ખડખડાટ હાસ્ય વેરાયું ..”તમારે ક્યાં લાવાવાની છે બે ચાર રીલ્સ નાખો એટલે સામેથી શોધતી તમને આવશે ..!! અત્યારે તો બધા ને એક જ વાત છે ફેમસ થવું છે સોશિઅલ મીડિયામાં બસ બીજી વાત નથી ..!!”
મેં બે હાથ જોડ્યા ..ભાઈ આટલું થયું છે એટલું ઘણું ..કશા વિલોગ-ફીલોગ બનાવવા નથી ત્યારે શું વળી ..!!
પછી સાંજે પેલો ખેલ પડ્યો `અંતિમ યાત્રાના અંતિમ દિવસોવાળો ..!!`
પેહલા જયારે મેં બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારે એવું થતું કે મારી આજુબાજુના લોકો એમ જ માનતા કે શૈશવ ક્યાંકથી ચોરી કરીને લખી પાડતો લાગે છે પણ સ્વભાવ મુજબ બધાને ઇગ્નોર કરીને આપણે આપણું કામ ચાલુ રાખ્યું અને હવે એવું થઇ ગયું છે કે જે લોકો મને ડફોળ સમજતા એ હવે મને કલિકાલસર્વજ્ઞ માની રહ્યા છે ..!
મારે બે હાથ જોડવા પડે છે .. ભૈશાબ હું નથી ડફોળ કે નથી કલિકાલસર્વજ્ઞ ..!
આવે સમયે કબીરની વાત યાદ આવે નાં મૈ ધર્મી નાહી અધર્મી ..આપણી બહુ ગમતી ચીજ છે ચાલો કોપી પેસ્ટ મારું
ना मैं धर्मी नाहीं अधरमी ना मैं जती न कामी हो
ना मैं कहता ना मैं सुनता ना मैं सेवक-स्वामी हो
ना मैं बंधा ना मैं मुक्ता ना मैं बिरत न रंगी हो
ना काहू से न्यारा हुआ ना काहू के संगी हो
ना हम नरक-लोक को जाते ना हम सुरग सिधारे हो
सब ही कर्म हमारा किया हम कर्वन तें न्यारे हो
या मत को कोई बिरलै बूझै सोई अटर हो बैठे हो
मत ‘कबीर’ काहू को थापै मत काहू को मेटे हो
લતાજી અને રૂપકુમાર રાઠોડના કાંઠે ગવાયેલી બહુ જ સુંદર ચીજ છે ..! હ્રદયનાથજીનું કમ્પોઝીશન છે, ગુગલ કરીને શોધી લેજો , યુટ્યુબ ઉપર પણ મળી જશે..
કબીર સંસારમાં મને ગમતી વ્યક્તિઓમાની એક વ્યક્તિ છે, મારું જાગૃત મન મૃત્યુ પછીના સંસારનો અસ્વીકાર કરે છે, આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા ,આ જગતમાં કોઈના પણ માંબાપ મરી પરવાર્યા પછી રસીદ નથી મોકલાવતા કે હું ક્યાં છું, કે ક્યાં નથી, બસ આપણે કલ્પના જ કરવી રહી, અને જો મર્યા પછીના જીવનનો છેદ જ હું ઉડાડી મુકું છું તો પછી ઈશ્વરના નામની સંસ્થાનો પણ છેદ ઉડી જાય છે ,એના અસ્તિત્વ ઉપર જ પ્રશ્નાર્થ થઇ જાય છે,
છતાં પણ ક્યાંક ઊંડે ઊંડે એવું રહ્યા કરે કે કોઈક તો છે કે જે આ સમસ્ત બ્રહ્માંડનું સંચાલન કરી રહ્યું છે, આટલું મોટું બ્રહ્માંડ એમ સાવ એક તુક્કામાં જ બની ગયું હશે ? અજાગ્રત મન હંમેશા ઈશ્વર અને એના સ્વરૂપોની પાછળ ખેંચાયા કરતુ હોય છે અને એકવાર જેવો એના ભાવવિશ્વમાં પ્રવેશ જેવો થઇ જાય છે પછી તો ખલ્લાસ જાગ્રત મનને સાવ માળીયે મૂકીને લાગણીઓ અને ભાવનાઓ હાવી થઇ જાય..!!
હવે આગળ જેમ મારી પોસ્ટ કોઈ કે પોતાના નામે ચડાવી અને શેર કરી તેમ આજે કબીર વિષે થોડુક વીકીપીડીયા ઉપરથી કોપી પેસ્ટ મારીને પૂરું કરું છું ..!!
કબીરના દોહા અને તેનાં અર્થ
कबीर साहेब जी के प्रसिद्ध दोहे:
कबीर,हाड़ चाम लहू ना मेरे, जाने कोई सतनाम उपासी।
तारन तरन अभय पद दाता, मैं हूं कबीर अविनाशी।।
भावार्थ: कबीर साहेब जी इस वाणी में कह रहे हैं कि मेरा शरीर हड्डी और मांस का बना नहीं है। जिसको मेरा द्वारा दिया गया सतनाम और सारनाम प्राप्त है, वह मेरे इस भेद को जानता है। मैं ही सबका मोक्षदायक हूँ, तथा मैं ही अविनाशी परमात्मा हूँ।
क्या मांगुँ कुछ थिर ना रहाई, देखत नैन चला जग जाई। एक लख पूत सवा लख नाती, उस रावण कै दीवा न बाती।
भावार्थ: यदि एक मनुष्य अपने एक पुत्र से वंश की बेल को सदा बनाए रखना चाहता है तो यह उसकी भूल है। जैसे लंका के राजा रावण के एक लाख पुत्र थे तथा सवा लाख नाती थे। वर्तमान में उसके कुल (वंश) में कोई घर में दीप जलाने वाला भी नहीं है। सब नष्ट हो गए। इसलिए हे मानव! परमात्मा से तू यह क्या माँगता है जो स्थाई ही नहीं है।
सतयुग में सतसुकृत कह टेरा, त्रेता नाम मुनिन्द्र मेरा। द्वापर में करुणामय कहलाया, कलयुग में नाम कबीर धराया।।
भावार्थ: कबीर परमेश्वर चारों युगों में आते हैं। कबीर साहिब जी ने बताया है कि सतयुग में मेरा नाम सत सुकृत था। त्रेता युग में मेरा नाम मुनिंदर था द्वापर युग में मेरा नाम करुणामय था और कलयुग में मेरा नाम कबीर है।
कबीर, पत्थर पूजें हरि मिले तो मैं पूजूँ पहार। तातें तो चक्की भली, पीस खाये संसार।।
भावार्थ: कबीर साहेब जी हिंदुओं को समझाते हुए कहते हैं कि किसी भी देवी-देवता की आप पत्थर की मूर्ति बनाकर उसकी पूजा करते हैं जो कि शास्त्र विरुद्ध साधना है। जो कि हमें कुछ नही दे सकती। इनकी पूजा से अच्छा चक्की की पूजा कर लो जिससे हमें खाने के लिए आटा तो मिलता है।
जाति न पूछो साधु की, पूछ लीजिए ज्ञान। मोल करो तलवार का, पड़ी रहन दो म्यान ।।
भावार्थ: परमात्मा कबीर जी हिंदुओं में फैले जातिवाद पर कटाक्ष करते हुए कहते थे कि किसी व्यक्ति से उसकी जाति नहीं पूछनी चाहिए बल्कि ज्ञान की बात करनी चाहिए। क्योंकि असली मोल तो तलवार का होता है, म्यान का नहीं।
माला फेरत जुग भया, फिरा न मन का फेर। कर का मनका डार दे, मन का मनका फेर।।
भावार्थ: कबीर साहेब जी अपनी उपरोक्त वाणी के माध्यम से उन लोगों पर कटाक्ष कर रहे हैं जो लम्बे समय तक हाथ में माला तो घुमाते है, पर उनके मन का भाव नहीं बदलता, उनके मन की हलचल शांत नहीं होती। कबीर जी ऐसे व्यक्ति को कहते हैं कि हाथ की इस माला को फेरना छोड़ कर मन को सांसारिक आडंबरों से हटाकर भक्ति में लगाओ।
मानुष जन्म दुर्लभ है, मिले न बारम्बार । तरवर से पत्ता टूट गिरे, बहुरि न लागे डारि ।।
भावार्थ: परमात्मा कबीर जी हिन्दू और मुस्लिम दोनों को मनुष्य जीवन की महत्ता समझाते हुए कहते हैं कि मानव जन्म पाना कठिन है। यह शरीर बार-बार नहीं मिलता। जो फल वृक्ष से नीचे गिर पड़ता है वह पुन: उसकी डाल पर नहीं लगता। इसी तरह मानव शरीर छूट जाने पर दोबारा मनुष्य जन्म आसानी से नही मिलता है, और पछताने के अलावा कोई चारा नहीं रह जाता।
पानी केरा बुदबुदा, अस मानस की जात । एक दिना छिप जाएगा, ज्यों तारा परभात ।।
भावार्थ: कबीर साहेब लोगों को नेकी करने की सलाह देते हुए इस क्षणभंगुर मानव शरीर की सच्चाई लोगों को बता रहे हैं कि पानी के बुलबुले की तरह मनुष्य का शरीर क्षणभंगुर है। जैसे प्रभात होते ही तारे छिप जाते हैं, वैसे ही ये देह भी एक दिन नष्ट हो जाएगी।
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*