ઘણા સમયથી પંડિત ભીમસેનજી જોશી અને લતાજી નુ ગાયેલું એક ભજન મારા ડાઉનલોડ લિસ્ટમા છે..
શબ્દો છે ..
राम का गुणगान करिये, राम का गुणगान करिये
राम का गुणगान करिये, राम का गुणगान करिये
राम प्रभु की भद्रता का, सभ्यता का
ध्यान धरिये, ध्यान धरिये
राम के गुण, गुण चिरंतन
राम के गुण, गुण चिरंतन
राम, राम, राम, राम, राम
मनुजता को कर विभूषित
मनुज को धनवान करिए
ध्यान धरिए
राम का गुणगान करिये, गुणगान करिये
सगुण ब्रह्म स्वरूप सुंदर
सगुण ब्रह्म स्वरूप सुंदर
सुजल रंजन…
ખૂબ સરળ ભાષામાં અને સરળતાથી ગવાયેલી ચીજ છે..
ભારતવર્ષ માટે રામ નો મહિમા ચિરંજીવ છે , નિરંતર છે.. મંદિર હોય કે ના હોય ..!!
ઉપર ની લીટી કટાક્ષ છે , પોતાની જાતને હિંદુ કહેવડાવી અને મત માંગતી, નેહરુ ,ગાંધી અને સરદાર ને નામે ઘાસ ચરતી રાજકારણી નામની મનુષ્ય ની એક જાતિ માટે..!!
રામ મર્યાદા નો આદર્શ ..!!
મને ઘણીવાર વિચાર આવે કે જેના પિતાશ્રી ઍ ત્રણ ત્રણ ઘર માંડ્યા એનો છોકરો કેમ એક પત્નીવ્રત ધારી…?
પણ ઍ ત્રેતા યુગ હતો અને આ ઘોર કળજગ…!!
અત્યાર નો બાપ એના સૉળ વર્ષ ના છૉકરા ને એમ કહે છે કે તુ તારે ફેરવ હૉ છૉકરિયૉ ફેરવ .!
અને મજાની વાત તો ઍ થાય છે કે જેનો બાપ છોકરીઓ ફેરવવા ની સલાહ આપતો હોય છે એને એકેય મળતી નથી , અને જેને ફેરવવી નથી એની પાસે લાઇન લાગે છે..!!
ગઈકાલે વહેલી સવારે કેન્ડોલીમ બીચ ઉપર વોક લેવા નીકળ્યો હતો, દરિયો એના પુરા ઊફાન ઉપર હતો, પશ્ચિમે થી એવું લાગતું કે ..છે એટલી બધી તાકાત કરી અને પછાડીને મોજા ધરતી પાસે લાવે છે ..
જ્યારે પૂર્વ માંથી સૂર્યનારાયણ હજી એમનો રથ લઈને સંચર્યા નહોતા , પણ પો ફાટી ગયેલું એટલે બીચ ઉપર ચાલવાની મજા આવતી હતી ..
મારી સાથે એક 26 વર્ષ નો મિત્ર પણ હતો , અને અમારી જેમ બીજા ઘણા લોકો વહેલી સવારે વોક લેવા નીકળી ગયા હતા એકાદ બે કિલોમીટર જેવો હું આગળ નિક્ળયો ને સામેથી પરદેશી લોકો કે જેમની ચામડી ધોળી હતી એવા લોકો જોગિંગ કરવા માટે નીકળ્યા હતા ઍ મલ્યા,
એમાં એક પરદેશી મહિલા ખૂબ જ ટૂંકા વસ્ત્રમાં ‘જોગ’કરતા હતા .. મારી નજીક આવી અને એ થાકી ગયા અને ઍ ઊભા રહી ગયા..
ઍ મહિલાના શરીરમાં ક્યાંય ચરબી નામે દેખાતી નૉહતી , દરેક મસલ્સ ખૂબ પ્રોમીનેઁન્ટ હતા..જીમનુ પ્રાણી બીચ પર આવી ગયુ હતુ એવો અંદાજ આવી જતો હતો, તેઓ પરસેવે રેબઝેબ હતા ..
એમને જોતા એવું લાગ્યું કે લગભગ પાંચ દસ કિલોમીટર નું જોગિંગ કરી અને થાક્યા હોય તો નવાઈ નહીં, અમારી આંખથી આંખ મળી, તેમણે સેહજ હલકી સ્માઈલ મારા સામે જોઈ ને કરી , એટલે મેં સ્વાભાવિક રીતે ગુડ મોર્નિંગ એવું કહી અને અંગૂઠો દેખાડ્યો કે ચાલુ રાખો.. થાકૉ નહિ..
સામેથી ગુડ મોર્નિંગ નુ વીશ આવ્યું અને હસીને ફરી પાછા તેઓ દોડવા લાગ્યા , મારી જોડે જે મિત્ર હતો તે ઉંમરમાં ઘણો નાનો હતો મને કહે ભાઈ તમે તો યાર હજી પણ ‘ઉડતા’ પાડો છો, મે કીધુ અલ્યા શંખ આને કર્ટસી કહેવાય , આનો મતલબ એમ ના થાય કે જે તું મતલબ કાઢવા માંગે છે ..
પણ હવે શું કહેવાનું ?
એ નાનકડા મિત્ર એ તરત જ મને સવાલ પૂછયો કે પરણ્યા પછી બીજી સ્ત્રીની સામે જુઓ તો તમને ગીલ્ટ ફિલ ના થાય..?
મેં ત્યારે એને જવાબ વાળયો કે ના ના આવે , પણ ‘તમારી’ જેમ જોવો તો ગિલ્ટ આવે..!!
હસતા હસતા એ વાત ત્યાંથી આગળ વધતી મેં અટકાવી દીધી કેમ કે સવાર સવાર ને ઍવો ટોપીક ને નોહતો છેડવો કે જે રાત્રે પૂરો કરેલો.. પણ પેલો છોડવાના મૂડમાં નોહતો..
મને પૂછે …સિરિયસલી યાર કહોને ..
મેં કીધું શું કહું તને ? શું જાણવું છે તારે ?
પેલો ફરી બોલ્યો એક વાર પરણી ગ્યા પછી આવી રીતે કોઈ છોકરી સાથે વાત કરો, જોવો તો તમને ગીલ્ટ ના આવે?
મેં કીધું અલ્યા મે ક્યાં એની સામે કુદ્રષ્ટિ નાખી છે ? તારી દ્રષ્ટિમાં “કુ” છુપાયેલો છે, મારી દ્રષ્ટિ માં હજી “કુ” નથી આવ્યો ,
ફરી પાછો ઍ બોલ્યો પરણ્યા પછી કોઈ સુંદર સ્ત્રીને જોવાનો તમને આનંદ આવે કે ના આવે?
મેં કીધું ભઈલા નેવું વર્ષે પણ આનંદ આવે , અને એક વાર પરણ્યા પછી , નહીં ચાર ચાર પાંચ પાંચ વાર પરણી ગયા હોય ને એને પણ આનંદ આવે, અને એમાં કોઈનો વાંક નથી ભગવાનને બનાવેલી મિકેનિઝમ જેવી છે કે જેમાં પુરુષ માત્ર સલવાઇ જાય છે, અને બીજી વસ્તુ સમજ કે જો પુરુષ સ્ત્રીની સામે જ ના જોતો હોત તો આજે એક પણ બ્યુટી પાર્લર ચાલતા ના હોત..
એણે એક જોરદાર નો બાઉન્સર બોલ ફેંક્યો . .તો પછી એવુ હોય તો લગ્નના કરાય ..
મેં કીધું તું ના કરતો ભઈલા , મોજ મોજ કરજો ને
મેં એવું કીધું એટલે પાછું અટવાયો અને મને કહે એટલે તમે કહો છો એમ તો કોઈએ લગ્નના જ કરવા જોઈએ ને બરાબર મારી નસ પકડી પકડી ને ખેંચતો હતો..
મેં કીધું યાર તારે પ્રોબ્લેમ શું છે ઍ કહે ને…!!
મને કહે પ્રોબ્લેમ નથી , પણ યાર મારાથી રેહવાતુ નથી, મારે ગમે તે રીતે ફટાફટ લગ્ન કરવા છે ,કયાં સુધી આવી રીતે એકલા રહેવાનું?
મને ખડખડાટ હસવું આવ્યુ મેં કીધું અલ્યા તને 26 થઈ ગયા છે , તું ગમે ત્યારે પરણી શકે તેમ છે..પણ આવા સવાલો કેમ કરે છે?
ભાઇ મારી એક્સ હતી ને ઍ જબ્બર પઝેસિવ હતી મને ચાર વર્ષ જીવનમાં એવો પકડી રાખ્યો કે હું એના સિવાય બીજા નો વિચાર સુધ્ધા નોહતો કરી શક્તો અને હજી પણ કોઇની સામે જોતા હું ડરૂ છુ ..
મને નવાઇ લાગી પણ એની આંખમા સચ્ચાઈ હતી..મને લાગ્યુ કે જ્ઞાન આપવુ જરૂરી છે ..એટલે અમે કેન્ડોલિમ બીચ ઉપર કથા નો સાર શરુ કર્યો..
જો વત્સ એવુ કઈ નથી હોતુ કે પરણ્યા પછી બીજી સ્ત્રી ને જોવાય કે વિચારાય સુધ્ધા નહિ, આવુ તો ફક્ત આઇડિયલ કંડીશનમાં જ થાય..અને ઍ કંડિશન ને આપણા શાશ્ત્રૌ સતિ કહે છે , ડેફીનેશન આવી બેસે.. જે સ્ત્રી કે પુરુષ પોતના પતિ કે પત્ની સિવાય બીજા ને મનસા , વાચા ,કર્મણાં વિચારતા સુધ્ધા નથી તેને સતિ કેહવાય..તુ તારે જલ્સા કર ..
મને કહે યુ મીન ગમે તેની સાથે ગમ્મે તે..?
મેં કીધું ના બકા પુરુષ પત્થર જેવો છે અને સ્ત્રી ઍ મુઠ્ઠી ઘઉ..
પત્ત્થર ના બનેલા પુરુષે પોતની જાત ને જાતે કંડારવાની હોય છે, અને ઘણા બધા પથરા ઘંટી ના પથરા જેવા થઈ જાય છે જે આવે એને પીસી નાખે..તુ જ બોલ ઘંટી ના પથરા ની કિંમત કે કંડારેલી મૂર્તિ ની?
ઓકે ગોટ ઈટ, ક્લિયર ..ઘઉ..?
સ્ત્રી ને મેં એક મુઠ્ઠી ઘઉ એટલે કીધી કે એક મુઠ્ઠી ઘઉ જો દર વર્ષે પ્રોપરલી ખેતર મા જાય તો એક દસકા મા તો એજ અનેક મા ફેરવાય..
સ્ત્રી જન્મદાત્રી છે,સંસ્કારદાયિનિ છે..જો ઍ પોતાની જાત ને સાચવે તો પોતની જાત ને એના સંતાનો મા ઉગતી ઉછરતી જરુર જોઇ શકે..
પેલા તારી કોલેજ મા બાઇકો લઈને એક ની એક જગ્યા ઍ કોઇની પાછળ ફરતા પેલા પથરા હોય છે ને ..ઘંટી ના પથરા ની જેમ..એણે માથુ ધુણાવ્યું હા બહુ બધા.. અને એમા ફસાઇ અને પીસાતી કેટલી મુઠ્ઠીઓ?
બહુ બધી ..
નક્કી કર તારે ઘંટી ના પથરા થવુ છે કે પછી ?
ગોટ ઈટ ક્લિયર ..મારે ઐઇયાશ નથી થવુ , મારે મારા સંતાનો ની માં સાથે લગન કરવા ના છે..
તો પછી વત્સ ..કંડારો તમારી જાત ને અને આ બધામાંથી ધ્યાન હટાવો..
સખ્ખત ઉટપટાંગ જવાબ હતો મારો, પણ શું કરુ સવાર સવારમાં ..ઍ પણ બીચ ઉપર ..
રામ નો આદર્શ ..ઘોર કળિયુગ મા શક્ય નથી , પણ સદીઓ થી હિંદુ જીવનશૈલી ને અનુસારતો હિન્દુ આદર્શ પરિસ્થિતિ નજીક પહોંચવાનો પ્રયત્ન ચોક્કસ કરતો રહ્યો છે,
અને એમાં આપણા સમાજનો બહુ મોટો ભાગ સફળ પણ રહ્યા છે ,
રામ અને રામાયણ ના ઘણા બધા ઉદાહરણો દ્રષ્ટાંતો અનેક રીતે લખાયા છે , પણ આત્માને ઊંડાણ વિના સમજવું અઘરું પડે છે …
ભારત વર્ષના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામચંદ્રજી છેલ્લા કેટલાય વર્ષોથી ઝૂંપડીમાં બિરાજેલા છે , પેઢીઓની પેઢીઓ ગઈ છતાંય ઝૂંપડીમાં બિરાજેલો રામ દરેકના હૈયે છે ..
સમય અને આક્રમણના માર રામને ના ભૂલવી શક્યા કે નકારી ના શક્યા ..
જોઈએ હવે નવી મુદત આવી છે 2020 ની ..
કોને હૈયે રામ વસે છે એની ખબર પડશે ..
શુભરાત્રી
શૈશવ વોરા