એક છોક્કરી એ છોક્કરા ને આંખ મારી…અને …અને..ગાંડું..ગાંડું..થયું આખું હિન્દુસ્તાન..!!
યુટ્યુબ અને ગુગલી બધું ય ઘેલું ઘેલું થઇ ગયું ,વોટ્સ એપ ઉપર તો આહ હા હા યાદોની હેલી ચડી, મારા જેવા કૈક કેટલીય ને યાદ કરતા થઇ ગયા..
અને ખેંચ્ચી ખેંચ્ચી ને શ્વાસ ફેફસામાં લઈને બહાર કાઢવા લાગ્યા..!!!
બળતામાં ઘી હોમ્યું રાતની ઠંડકે..
ગલ્લે એની માં ને ભીડ ભીડ..
ઉપરથી આવતીકાલની શિવરાત્રીની રજા એટલે સોમવાર નો થઇ ગયો શનિવાર..!!
યાદો ના મહાસાગર છલકાયા, અને સિગારેટના ધુમાડે ધુમાડા ઉડાડી ગયા..!!
આપણ ને તો ફાગણ બે દિવસ વેહલો ફોર્યો..પેલી ચીજ યાદ આવી ગઈ,
આખી ચીજ કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી મારું છું ..
मृगनयनी को यार नवल रसिया,
नवल रसिया ।।
बडी बड़ी अखीया नैंनन मैं सुरमा,
तेरी टेढी चितवन मेरे मन बसिया ||1||
अतलस को याके लहैंगा सोहे,
झुमक सारी मेरे मन बसिया ||2||
छोटी छोटी अंगुरिन मुंदरी सोहे,
याके बिच आरसी नवल रसिया. ||3||
याके बांह बड़ाे बाजूबन्द सोहे,
याके हियरे हार दिपत छतिया ||4||
रंगमहल मैं सेंज बिछाई,
याके लाल पलंग पचरंग तकिया ||5||
पुरुषोत्तम प्रभु देख विवश भये,
सबे छांड ब्रजमे बसिया.. ||6||
મૃગનયની એ તો મારી નાખ્યા બાપલીયા, આખા દેશના “પુરુષો”ને “મૃગનયની” ના “નવલલાલ” થવાની તાલાવેલી લગાડી ગઈ, અને મહાપુરુષોને (જે પુરુષમાં નાં આવે એમને મહાપુરુષ જ કેહવાય કઈ આપડાથી કોઈ ને બહુચરાજી ના મોકલાય) એમની તપશ્ચર્યા નો ભંગ થાય એવી બીહ્ક લાગી ગઈ..!!
એક બીજી પણ ચીજ યાદ આવી ગઈ, આપડી વન ઓફ ધ ફેવરીટ પાકીઝામાંથી ..
हाँ हाँ
नजर का वार था दिल की तड़प ने छोल दी
चली थी बरछि किसी पर किसी को आन लगी
हो नजरिया की मारी
हाय
नजरिया की मारी मरी मोरी गुइयाँ -7
कोई जरा जा के बैध बुलाओ -2
आ के धरे मोरे नारी
हाय राम आ के धरे मोरी नारी
नजरिया की मारी मरी मोरी गुइयाँ -7
નજર કા વાર થા દિલ કી તડપ…રાગ પીલુની ચીજ..!!
કેવી હાલત હોય નહિ..!!
આવી રીતે કોઈ એક આંખ મારી ને જતી રહે પછી..
પેહલા તો ખબર જ ના પડે કે શું કરી ગઈ..,?? !!!!!
પછી ભાન થાય ત્યાં સુધીમાં ભીડમાં “રટ્ટી” થઇ ગઈ હોય અને પછી નાહકના ફાંફા અને આમતેમ ની દોડાદોડી..!!
છેવટે હાથ ઘસતા રેહવા નું ..”યાર સાલ્લ્લી …!!”
જાણે હાથમાં આવી હોય તો “શું” ય કરી લેવાનો ..???
ત્રણ રાત જાગવામાં જાય, દર દસ મીનીટે તરસ લાગે, અને પંદર મીનીટે સુ..સુ..!
કેવા કેવા સપના આવે..!!
લગન ના તો નાં જ આવે હો..હા ખોટ્ટી ખોટ્ટી વાતો નહિ કરવાની ..!!
એક જ ચેહરો દેખાયા કરે, અને બે ચાર દિવસે ફરી મળે ત્યારે હાઈ.. એટલું ગળામાંથી નીકળતા નીકળતા તો ડચૂરા બાઝી જાય ગળામાં..અને શ્વાસની ધમણ ચાલુ થઇ જાય..!
આ તો થઇ સ્કુલ કોલેજની વાત,
પણ પણ પણ “અડધી” ગયા પછી જો આવો “સીન” પડે તો..???..તો…તો…!!
“વાટ” લાગી જાય બોસ “વાટ”..!!
અસહ્ય થાય, ના કેહવાય ના સેહવાય..
પુરુષ હોવાનું પુરુષાતન ધબક ધબક કરતુ રીબ-કેઈજ (પાંસળીઓ નું પાંજરું) પાંસળી તોડી બહાર આવવા મથે, અને..અને..ખોપડીમાં પડેલું દિમાગ સતત યાદ કરાવે, એ “ઘોડા” ઘરમાં એક બાયડી ને બે છોકરા છે..!!
ઓ..માં..જે હાલત થાય..!!
ટીનએજમાં તો ભાઈબંધને પકડીને પપ્પી કરીને ઉભરા ઠલવાય,પણ વચ્ચેની ઉમરમાં તો બા`યડીને પકડો તો તરત પકડી પા`ડે..ક્યાં ગ`યો`તો હલકટ..??
હે રામ બળ્યો આ પુરુષનો અવતાર..!!
પુરુષ વે`ડા કરાતા નથી અને મહાપુરુષ થવાતું નથી..!!
બિચ્ચારા વિશ્વામિત્ર…!!!
મૃગનયની..!!!!
બરાબર જીવનની મધ્યે એક “મૃગનયની” એ એક મિત્ર સાથે આવો કાંડ કર્યો હતો..!!
મૃગનયની ના અંગે અંગ રૂપ અને ગુણ છલકાવે..સામે રંગે રૂડો રૂપે પૂરો દીસંતો કોડીલો કોડામણો..!!
સરદાર વલ્લભભાઇ પટેલ હવાઈઅડ્ડા ઉપર મૃગનયની નું આગમન..
એ પેહલા ફોનથી વાત થઇ હતી, હમ આ રહે હૈ કર્નાટક સે આપકે સંગીત કે જલસે મેં પરફોર્મ કરને..આપ હંમે રીસીવ કરને વક્ત પે આ જાના..
કોડીલો કોડામણો અડધે પોહચેલો, પણ લાગે હણહણતો વાછરડો..
મૃગનયની પણ અડધે પોહચેલી પણ એ જ કાતિલ અદા..!
આમનો સામનો થયો..
રીબ કેઈજ ધડ..ધડ ..પાર્કિંગમાં પડેલી એસયુવી સુધી પોહ્ચતા તો સેહતાર (સિતાર) ના “તરફ” નાં તાર ઝણઝણવા લાગ્યા હતા અને કેમ્પ હનમાન ક્રોસ થયું ના થયું ત્યાં તો હાથમાં પેહરેલી “નકલી” એ સિતાર છેડી..
જવાનું હતું બિલકુલ સામેના છેડે ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલમાં પણ રંગે રૂડો થોડો સ્માર્ટ પણ ખરો, જલસો તો રાત્રે છે, રીવર ફ્રન્ટની એક રાઈડ હો જાયે,..??
સિલ્વર લીફ(કામા હોટેલ) માં કોફી અને છેક જમાલપુર બ્રીજ ક્રોસ કરી સામે છેડે એનઆઈડી થી ફરી પાછી રીવરફ્રન્ટ પર એસયુવી ઘુસી અને ઉસ્માનપુરા બહાર નીકળી..!!
મૃગનયની એ નવલ લાલને બપોરે શોપિંગ માટે બોલ્વ્યા ..
રંગોની ભાત જાણે ફૂલો ની બિછાડ, દીપક્લા સાડીઓની અલબેલી ભાત..
દીપક્લા..!!
દિસંતા કોડીલા નવલલાલ રાત પડ્યે હોટેલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક પોહ્ચ્યા “જલસા” માં પર્ફોમ કરવા જવા માટે લેવા ..
નીચે રીશેપ્શન પરથી `લાલે ફોન કર્યો ..”નીચે આ ગયા હું..”
મૃગનયની એ કીધું ઉપર ૫૦૧ મેં આઇયે ના..!!
ધ..ધ..ક..ધ..ધ..કક..!!
૫૦૧ નું બારણું ખુલ્યું..
પગથી માથા સુધી સોળે શણગાર સજીને મૃગનયની ઉભા હતા.. પ્યોર બનારસી ટર્કોઈશ બ્લ્યુ કલર નુ સેલું..!!
લાલની છાતી ફાટ ફાટ..વગર પુશ અપ માર્યે “પમ્પ અપ” થઇ ગયો લાલો..નસો ફાટવા લાગી ..લાલાની “ડાકલી” ખુલ્લી..!!
મૃગનયની એ પૂછ્યું કૈસે લગ રહે હૈ હમ..
લાલો “જાત” પર આવી ગયો..બ્યુટીફૂલ ઓહ માય માય કાન્ટ કન્ટ્રોલ માય સેલ્ફ..
મૃગનયની હોશિયાર ..લાલાને સેહજ કોણી મારીને રૂમની બહાર લઈને રૂમ કી લઇને રૂમ બંધ કરીને નીકળી લીફ્ટ ભણી..લાલા ને ખેંચાયા વિના છૂટકો જ નોહતો..!!
ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલ થી જલસાના સ્થળ સુધી નવલલાલ ના મગજની “તમરી”ઓ બોલી ગઈ હતી..!
મૃગનયની મંચ પર બીરજ્યા તાનપુરાના તાર મળ્યા અને ડોફરાયેલો લાલો છેલ્લી “રો” માં જઈને બેઠો..એક ભાઈબંધને સ્ટોરી કરી..
પાંચસો માણસના ઓડીટોરીયમના મંચ પરથી મૃગનયની બોલ્યા નવલલાલજી કહાં પે હૈ..? લાલા ને ઉભા થયે છૂટકો,લાલને બ્હિક લાગતી હતી કે ગાલની લાલી અને આંખોમાં રમતા સાપોલિયાં કોઈ જોઈના જાય, અને મૃગનયની એ સાપોલિયાંને આંખોમાંથી કાઢી ને સીધા પેહલી “રો” માં બેસાડી દીધા અને મૃગનયની એ ફાગ છેડ્યો… मृगनयनी को यार नवल रसिया,
नवल रसिया ।।
અને પેલો છેલ્લી રો માં બેઠેલો મિત્ર એસ એમ એસ ઠોકે નવલલાલ તમારી
रंगमहल मैं सेंज बिछाई,
याके लाल पलंग पचरंग तकिया
નવલલાલને ઓડીટોરીયમમાં પેહલી “રો” માં બેઠા બેઠા પરસેવા..
છેવટે મધરાત વીતી અને ભૈરવી પત્યો..ફરી એકવાર એસયુવી ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટેલની ફોયરમાં ઉભી ..અવાચક થયેલો લાલો “ગો વિથ ધ ફ્લો..” ના મૂડમાં હતો,
અચાનક લાલાજી ના સાલે સાહબ એમના ધર્મપત્ની સાથે ફોયરમાં મધરાતે “પ્રગટ” થયા અને એસયુવીમાં એમનું “કાળમુખું” મુખારવિંદ નાખીને બોલ્યા..જે શ્રી ક્રષ્ણ જીજાજી..”
મૃગનયની પણ સમજીને ગુડ નાઈટ કરીને ઉતરી ગયા, અને સડસડાટ સિધ્ધા લીફ્ટમાં ..૫૦૧માં..!!
રાત ગઈ લાલજી ની એના ઘેર અને મૃગનયની ની ૫૦૧માં..!!
બપોરે ફોર્ચ્યુન લેન્ડમાર્કથી એસયુવી સીધી સરદાર વલ્લભભાઇ હવાઈમથક ડોમેસ્ટિક ટર્મિનલ ઉપર ઉભી રહી, રસ્તો અને એસયુવી બંને સુમસાન અને સન્નાટો..!!
એસયુવી પાર્ક થઇ `લા`લા એ ડીકીમાંથી બેગ કાઢી અને નીચી મૂંડીએ ખેંચવા માંડ્યો સિક્યુરીટી પોઈન્ટ આવ્યો ઓન્લી પેસેન્જર એલાઉડ..
નવલલાલે મૃગનયનીના નયન તાક્યા..
એક મસ્તીભર્યું અછડતું સ્માઈલ અને મસ્ત આંખ મારી ને અલ્લડ ચાલે ચાલતી ચાલતી મૃગનયની સડસડાટ બોર્ડીંગ ગેઇટ તરફ જતી રહી..!!
લાલો હજી ફેસબુક ,ગુગલ ઉપર મૃગનયની ને જોવે છે અને પોતના સાળાને ગાળો આપે છે..!!
મનમાં જ ને વળી મોઢે થોડું કેહવાય ..??
યાદ આવી કોઈ મૃગનયની..??
મોજ કર ત્યારે બકા..
શુભ રાત્રી
શૈશવ વોરા