સુપ્રભાત..
રવિવારના છાપા ખોલ્યા અને વાળીને પાછા મુક્યા,લગભગ ચાલીસ વર્ષથી સવારે આંખ ખુલે કે તરત જ છાપું જોઈએ અને રોજ છાપા વાંચવામાં જીવનની દસ પંદર મિનીટ ઓછી થાય..
રવિવારે થોડીક વધારે મીનીટો જાય..!!
પણ કશું જ નવું હવે છાપામાં લગભગ આવતું નથી,કદાચ ફેસબુક અને વોટ્સ એપના સારા માણસોના ગ્રુપમાંથી વધારે જાણવા મળે છે…!!
બે ચાર દિવસથી શ્રી શ્રી ની`સર્યા છે..રામ રામ કરવા..!!!
જો કે આ પેહલો આંટો નથી, આ પેહલા પણ સમય સમય પર એમણે પ્રયત્નો કર્યા છે…
પણ છેલ્લી ગાડી પણ ઉપડી ચુકી છે..!! ૨૦૧૯ માથે ગાજે છે..
લોકસભા,રાજ્યસભા અને ૧૭ રાજ્યોમાં બહુમતી,મહામહિમ પોતાના, અને બંને સદનો ના અધ્યક્ષ આપણા..
હવે બાકી શું રહ્યું ..??
નોટબંધી અને જીએસટીના કેઓસ પછી ફરીએકવાર બંધારણસભા બેસાડો એવી અપેક્ષા રાખી શકાય તેમ નથી..
એના માટે તો એમ જ કેહવું પડે કે “તુઝ સે ના હો પા`વેબા..!”
હા એટલી અપેક્ષા ખરી કે ૩૭૦ ક્યારે જાય ..?!!
અબુધાબીમાં મંદિર બને..!!
શાબાશી ને પાત્ર..!!
પણ તો પછી હવે ઘરમાં મંદિર ક્યારે..???
કાશીવિશ્વનાથ ઉપર નું ગ્રહણ ક્યારે છુટશે..??
સરદાર..સરદાર..કરવું છે તો એમના પદચિન્હો પર ક્યારે ચાલશો..??
સોમનાથ માટે સરદાર સાહેબે ક્યારેય કોઈને ગાંઠ્યા નહિ અને ગણકાર્યા નહિ તો કાશીવિશ્વનાથ માટે ક્યારે..??
રામમંદિર અયોધ્યામાં ફરી એકવાર બનાવીને ભારતની જનતા પોતાના વારસાને ક્યારે ઉજાગર કરશે..?જે કોઈ “જસરાજ” રામમંદિર બનાવીને જસ ખાટવાની કોશિશ કરે એના માટે તો એટલું જ કે ..
રામ તો અવિનાશી છે અચલ છે..!!
“અયોધ્યા” નું “અવધ” થયું,જે નગરીની સભ્યતા અને ભદ્રતાના ગુણગાન થતા એ નગરીમાં “રાંડો” નાચી,તવાયફોના કોઠા ખુલ્યા..
શામે અવધ ની રંગીનીયા..!!
વેદો ની ઋચાઓ ગાતા ગાતા જે બાર સ્વરોની ઉત્પત્તિ થઇ અને એ બાર સ્વરો ષડજ, રિષભ, ગંધાર,મધ્યમ,પંચમ,ધૈવત,નિષાદ..
સાત સ્વર વત્તા રેગધની કોમળ અને મધ્યમ તીવ્ર આમ કુલ મળીને બાર સ્વર થયા, જેમાંથી આજની દુનિયાનું સંગીત જન્મ્યું એને પણ વટલાવાયુ, મંદિરોમાં ગવાતા ગીત સંગીતને છેક તવાયફોના કોઠા સુધી અધમ કક્ષા સુધી પોહચાડ્યું..
વીણા ને વટલાવીને સિતાર કરી પખવાજના બે ભાગ કરીને તબલા બન્યા..
આટલી બધી કોશિશ છતાં રામ વસુંધરા ઉપર “રહ્યા”..!!
રામમંદિર એ એકલું મંદિર જ નથી કે જ્યાં ખાલી બુતપરસ્તી થાય..
રામ એક સંસ્કૃતિ છે..સ્ત્રીનું સન્માન છે પુરુષનું માન છે..!!
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન કેહતા કે રામમંદિર બનશે તો પેહલો શરણાઈ વગાડવા હું જઈશ..
એક રામમંદિર અને કેટલા બધાના લોકોના તર્પણ..!!!
ગ્લોબલાઇઝેશન ના જમાનામાં પણ રામ ઉપયુક્ત..
ટેસ્લાની ગાડી અંતરીક્ષમાં મારગ ભૂલી પણ મારો બજરંગબલી વગર રસ્તો ભુલ્યે ભાનુ ને ગળી ગયો હતો..
નવગ્રહ રાવણની ગુલામી કરતા..લંકાનો વૈદ્ય સુષેણ હિમાલયની જડીબુટ્ટી જાણતો..
બળદગાડે લંકાથી નીકળો તો અને હિમાલય ક્યારે પોહચાય..??
પર્વતને હિમાલય ઉપરથી એરલીફ્ટ કરીને લંકામાં સેટલ કર્યો.. જેસીબીથી ખોદીને બહાર કાઢ્યો હશે કે પછી ડાયનેમાઈટથી બેઇઝથી છૂટો પડી તોડી નાખ્યો અને પછી એરલીફ્ટ કર્યો હશે..?
દરેક ને સ્વીકારનારી મારી ભોળીભલી સિંધુ અને બ્રહ્મપુત્રના ખોળામાં રમતી અને ઉછરતી પ્રજાએ જીવન જીવવાની એક આદર્શ પધ્ધતિ ડેવલપ કરી નાખી હતી..પેલા શશી થરૂર સાહેબને માનીએ તો દુનિયાની ૨૮% જીડીપી ભારત દેશમાં હતો..
માથે “કેફીયા” બાંધી બાંધીને ફરતા અરબાઓ ને છેક ૧૯૬૨ સુધી ભાન પણ નોહતું કે એમની ધરતીમાં કાળું સોનું દબાયેલું છે, અને સદીઓ પેહલાથી રામને પૂજનારા એ મેટલર્જીમાં પારંગતતા મેળવી લીધી હતી..સોનું,ચાંદી,જસત,લોઢું..તાંબુ અને કાંસુ એની પ્રોડક્ટ..!
કોઈકે ક્યાંક એવું લખ્યું હતું કે ડાર્વિન એ દરેક ભગવાનનો મૃત્યુદાતા છે..!!
ડાર્વિનની ઉત્ક્રાંતિની થીયરી જો સત્ય સાબિત થાય તો દુનિયાના દરેક ભગવાને મરી જવું પડે..
ખોટી વાત બીજા બધા ભલે મરતા મારે પણ રામ અને કૃષ્ણ નહિ મરે..
કેમ ..??
રામ એક એવો હોશિયાર માણસ હતો કે જેણે પૃથ્વી ઉપર ફક્ત અને ફક્ત હોમો સેપીયંસ સેપીયંસની પ્રભુસત્તા કાયમ કરી..
રામાયણ નું યુદ્ધ જોઈએ તો એમાં ફક્ત બે જ હોમો સેપીયંસ સેપીયંસ હતા રામ અને લક્ષ્મણ..!!
બાકી બધા નીએન્ડરથલ, હોમો ઈરેક્ટસ અને બીજી બધી પ્રજાતિઓના ઉત્ક્રાંતિમાં બચેલા સમૂહો હતા..નલ-નીલ વગેરે વગેરે..
રામાયણના યુદ્ધ પછી એવા જ જીવો ધરતી પર કાયમ રહ્યા કે જેને મનુષ્ય વશમાં કરી શકે કે જે જીવ બહુધા માનવજીવન માટે હાનીકારક નથી..
કૃષ્ણની વાત મથુરામાં મંદિર બનાવે ત્યારે..!!
હા કોઈ અદકપાંસળી એમ પૂછે કે વાઘ-સિંહ તો બચી ગયા..!!
હે રામ..!!
તારું કઈ નહિ થાય..!!
રામમંદિર એ ફક્ત મંદિર નથી પણ એની સાથે જોડાયેલી આ બધી વાતો, ગુઢાર્થ છે..
આજે જેમ ભાજપ સરદાર પટેલને પોતાનો કેસરી ખેસ પેહરાવી અને ભાજપના સભ્ય બનાવવા મથી રહ્યો છે અને ગુજરાત કોંગ્રેસ જાણે સરદાર એમની બાપીકી મિલકત હોય એમ ઝાલીને બેઠી છે એમ જ રામના ગુણ હિંદુ ઝાલીને બેઠો છે અને આવનારા સમયમાં બીજા કોઈક રામને પોતાનો ખેસ પેહરાવવાની કોશિશ ના કરે એ પણ ધ્યાન રાખવું પડશે..!!
એમ “બાપીકી” મિલકત બજારમાં નહિ આવવા દેવાય..!!
હજી કોઈ ને મન થાય તો એક સવાલ આવે તો પછી હારી કેમના ગયા..??
ભાઈ યુદ્ધ પણ નિયમથી લડતા હતા રામના વંશજો…
“જાહિલ” અવસ્થામાંથી બહાર આવી ચુક્યા હતા..સ્ત્રી ને મિલકત નહિ સહધર્મચારિણી નો દરજ્જો હતો રામ રાજ્યમાં..
લાગે છે કે જલ્દી રામમંદિર તો બનશે ૨૦૧૯ પેહલા..
બધી “વાદાખિલાફી” તો કેવી રીતે ચાલે..??
૯૯ મળી તો કેવા નાક દબાવે છે રોજ કોઈ ?
આવું ઉપર પણ થાય તો ..?
સ્વર્ગસ્થ પંડિત ભીમસેન જોશી અને લતાજીનું એક આલ્બમ યુટ્યુબ પર હાથ લાગ્યું છે..
રામ કા ગુણગાન કરીએ ..
રામ પ્રભુ કી ભદ્રતા કા સભ્યતા કા ધ્યાન ધરીએ ..
રામ કા ગુણગાન કરીએ..
જય શ્રી રામ..
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા