PAGE -1
પાકિસ્તાન ને તમે ક્યારેય નહિ હરાવી શકો … ક્યુકી વહા કી ઔરતે બહોત હી સ્ટ્રોંગ હૈ ….
-શ્રી તારક ફતાહ-લેખક , ચિંતક
મને બહુ જ ગમ્યું આ સ્ટેટમેન્ટ , બહુ સર્વ વિદિત હકીકત છે કે જ્યાં સ્ત્રીઓ મજબુત છે એ જ દેશ મજબુત રહી શકે … આ સ્ટેટમેન્ટમાં ભારતની હિંદુ સંસ્કૃતિના પતનનું અને ઇસ્લામના ઉદયનું કારણ છુપાયું છે…. સનાતન કાળથી પુરુષ મેહનત કરતો રહ્યો છે ,અને મોટે ભાગે દિશા નિર્દેશ સ્ત્રીઓ કરતી આવી છે, એ માતા કે પત્ની ,બહેન કે પુત્રીના ગમે તે રૂપમાં હોઈ શકે છે… કોઈપણ પોલીસી ડીસીશન પુરુષો ભેગા મળીને લેતા પણ એ નિર્ણયની બારીકી તો સ્ત્રીઓ જ જાણતી કે એને ઇન્ટરપ્રીટ કરતી …અને અમલ કરતી કે કરાવતી …પણ જયારે જયારે જે કોઈ પણ સંસ્કૃતિમાં સ્ત્રીનું તાડન ચાલુ થયું ત્યારે ત્યારે ધીમે ધીમે એ સંસ્કૃતિ કે સિસ્ટમનું પતન થયું ,…. રામાયણ અને મહાભારત આ બંને ગ્રંથો એક બહુ મોટા લેન્ડમાર્ક ભારતીય સંસ્કૃતિના.. અને બને ગ્રંથોમાં ઘણી બધી જગ્યા એ આ વાતને બહુ મોટું સમર્થન મળે છે….થોડા આગળ આવીને જોઈએ તો , માતા જીજાબાઈ હોય નહિ ને શિવાજી થાય નહિ….
શહીદ થવા માટે સરહદ પર માં કે પત્ની જ મોકલે … એ વિના પુરુષ તો રખડ્યા કરે…
ફરી પાછો હિંદુ સંસ્કૃતિના પતન પર આવું તો હિંદુ સંસ્કૃતિનું છેલ્લું પતન , હાલનું અફઘાન અને પાકિસ્તાનના વિસ્તારો પર ઇસ્લામિક શાસકોએ ભયાનક બર્બરતા આચરી ,પુરુષો શહીદ થયા પણ સ્ત્રીઓ ઉપર અમાનુષી અત્યાચાર થયા અને છેલ્લે હિંદુ સ્ત્રીઓ હારી ગઈ અને મુસ્લિમ બાળકોને જન્મ આપ્યો …ત્યાર પછી આ પ્રક્રિયા એ વેગ પકડ્યો પૃથ્વીરાજ ચૌહાણના પતન પછી તો માઝા મૂકી …. દિલ્લી પડ્યું અને ઇસ્લામિક શાસકોના હાથમાં આવી ચડ્યું…બળાત્કારોની હારમાળા ચાલતી બાંદી ગુલામ .. અમાનુષ અત્યાચારો એ સ્ત્રીઓના મનોબળને તોડ્યું … અને પુરુષો ઇસ્લામ કબુલ કરતા ગયા …
બાકી હતું તો સતી અને જૌંહર જેવી પરંપરા એ વધુ જીજીવિષા અને ઓછી બલિદાનની ભાવના ધરાવતી સ્ત્રીઓને ઇસ્લામના રસ્તે વાળી..ક્યાંક પોતાના સંતાનો કે પતિ ને અત્યાચારોમાંથી બચાવી લેવાની વૃતિ પણ ખરી …
હવે વાત કરીએ આજની ,જે થવાનું હતું તે થઇ ગયું …ઈતિહાસ ને આપણે ક્યારેય બદલી શકવાના નથી …
CONT…2
WWW.SHAISHAVVORA.COMપાકિસ્તાન અને સ્ત્રીઓ..
PAGE-2
આતંકવાદ , સરહદ પરના રોજના છમકલા આપણા બારણે ટકોરા મારતી આઈએસઆઈએસ …અને પાકિસ્તાનના પ્રોક્સી વોરથી કંટાળેલો સામાન્ય ભારતીય જયારે ….. જયારે એમ બોલે કે આ પાકિસ્તાનને તો હવે આરપારની લડાઈ કરીને પતાવી દેવું જોઈએ ..
એકવાર જરૂર પડે તો અણુબોમ્બ નાખીને પણ ફેંસલો કરો કાયમ માટે …. કદાચ નોન રેડીકલ ભારતનો મુસ્લિમ પણ આ વાત સાથે સહમત થાય…એવું માનવામાં આવે છે કે ભારતના મુસલમાનો માં લગભગ દસ થી વીસ ટકા જ મુસ્લિમો રેડીકલ છે .. જયારે પાકિસ્તાન માં પંચોતેર ટકા ઉપર રેડીકલ છે …અને હિંદુ રેડીકલ પાંચ ટકા પણ નથી …. ચાલો એકવાર આ કામ કર્યું પણ ખરું પણ લાખ રૂપિયાનો સવાલ … પછી શું ..? શું પાકિસ્તાનને ખતમ કરવાથી આ બધી સમસ્યા થી મુક્તિ મળશે … ના નહિ મળે… શું તમે ઇસ્લામિક શાસકો એ આચરી હતી એવી બર્બરતા હવે આજ ના જમાનામાં તમે આચરી શકશો ..? ત્યાની સ્ત્રીઓ ઉપર બળાત્કારો કરી શકશો ..?? ખાલી વાતો કરવાથી નહિ મેળ પડે બોસ …. દસ મિનીટની મોબાઈલ પર પોર્ન કલીપ જોવી એ એક વાત છે અને એ વાત ને અમલમાં મુકવી બીજી વાત છે … દોસ્ત તાકાત બહારની વાત છે …..તમને એ રડતી અને કકળતી સ્ત્રીમાં તમારા ઘરની સ્ત્રીજ દેખાશે …ખરેખરો ભારતીય નોન રેડીકલ પુરુષ તો ક્યારેય બળત્કાર કરી જ શકતો નથી …એ મુસલમાન હોય કે હિંદુ, અસંભવ છે એના માટે..અને બીજી કોઈ પણ રીતે અમાનુષી અત્યાચાર કરવા આપણા માટે શક્ય નથી ,એ પણ ઘણા બધા સતત વર્ષો સુધી … હવે મને કોઈ ગોધરાકાંડ કે બીજા તોફાનોની યાદ ના અપાવતા .. એ બધું ક્ષણજીવી હોય છે અને એ અત્યાચારો પછી તો ઉપરથી પોતાના ધર્મ પ્રત્યે સ્ત્રીઓ વધારે દઢતા થી વળગે છે … એટલે ઈલાજ એકજ છે .. જ્યાં સુધી તમે એ વિસ્તારની સ્ત્રીઓને કન્વીન્સ નહિ કરો આતંકવાદને રોકવા ,ત્યાં સુધી બધું બેકાર છે …. નવા છોકરા પેદા થશે અને એ બધા નવા પેદા થયેલા રેડીકલ જ થશે, અને આપણું લોહી પીધા કરશે …એ પણ કોઈ કારણ વિના ….
હવે માની લો કે … જો આપણે એમને કકળાટ ઓછો કરવા કાશ્મીર આપી દીધું તો પંજાબ માંગશે અને પંજાબ આપશું તો રાજસ્થાન અને ગુજરાત …એમને તો એમની માં નાનપણથી શીખવે છે જો બેટા તારા બાપદાદા તો પેલો કુતુબ મીનાર છે ને એ દિલ્લી પર રાજ કરતા હતા અને તારે ત્યાં રાજ કરાવનું છે …. તારો બાપ ઔરંગઝેબ હતો અને તારા દાદા મુહમદ ગઝની હતો … જા આગળ વધ અને ફતેહ કર…CONT…3
WWW.SHAISHAVVORA.COMપાકિસ્તાન અને સ્ત્રીઓ..
PAGE -3
PAGE-3
૧૯૪૭ ના ભાગલાને ત્યાની સ્ત્રીઓ ,સોરી અહીંથી માઈગ્રેટ થઈને ગયેલી સ્ત્રીઓ એ સ્વીકાર્યો નથી .. એમને તો ફક્ત અને ફક્ત દિલ્લીની ગાદી પર એમના લાડલા ને બેસાડવા છે .પાકિસ્તાન ની સ્ત્રીઓનું માઈન્ડ સેટ હળાહળ ભારત વિરોધી છે … આ માઈન્ડસેટને બદલવા માટેનો આપણા તરફથી ક્યારેય કોઈ પ્રયત્ન થયો નથી , એક જુદી દિશા છે આ વિચારવાની … હું એક ઉદાહરણ મુકું .. અમદાવાદ માં જયારે જયારે કોમી હુલ્લડો થયા… યાદ કરો .. ત્યારે વાડીલાલ સારાભાઇ હોસ્પિટલમાં લાઈનો લગતી ઘાયલોની અને એક પછી એક પલંગો ઉભરાતા … એક ખાટલા પર હિંદુની માં રડતી હોય અને બીજા ખાટલે મુસલમાન માં રડતી હોય એકાદ કલાક સુધી બને માતાઓ એકબીજાથી અંતર રાખતી અને પછી ભેગી થઇ ને રડતી અને રાજકારણીઓ ને ગાળો આપતી.. બીજા દિવસ થી એકબીજાની દવાઓ લાવી આપતી અને ત્રીજા દિવસથી ટીફીન પણ એકબીજાના ખાતા થઇ જતા …..મારી સગી આંખે આ બધા સીન મેં જોયા છે વીએસ હોસ્પીટલના કેઝ્યુઆલીટી વોર્ડમાં ….અને સાચું કહું ને તો શાંતિ ની શરૂઆત પણ ત્યાંથી જ થતી … બંને કોમો થાકતી … અને બને કોમોની માંવરુઓ પોતાના સાજાસમા છોકરાને ગાળો ભાંડતી …અને સાથે સાથે પોલીસ અને રાજકારણી ના નામ ના છાજીયા કુટતી…અને પોતાના ઈજાગ્રસ્ત છોકરા ને ઈજા થવા માટે એમને જ જવાબદાર ગણતી…આજે પણ છેલ્લા દસકામાં કોમી તોફાનો હિન્દુસ્તાનભર માંથી ઓછા થઇ જવાનો સંપૂર્ણ યશ ભારતની સ્ત્રીઓ ને જ જાય છે … પુરુષો ગમે તેટલો બકવાસ કરે પણ ઘેર જાય અને વધારે પડતું બોલે એટલે એકાદી ઘરની સ્ત્રી જો હવા કાઢી નાખે એટલે .. વાર્તા પૂરી …એક પ્રયત્ન થવો જોઈએ ભારત તરફથી ફક્ત પાકિસ્તાનની સ્ત્રીઓનો એપ્રોચ કરીને કે માતા …બેહન અમે તારું શું બગડ્યું છે ..?? શું કરવા તારા છોકરાને તું ઉશ્કેરે છે અને મારા દેશમાં મરવા કે મારવા મોકલે છે ..?? નવાઝ શરીફના માતા બેગમ શમીમ અખ્તર અને આપણા હીરાબા ને વાત કરવા દો .. સાડી અને શાલ થી વાત આગળ વધારવાની જરૂર છે …
પૂરું કરતા પેહલા શ્રી તારક ફતાહ ના શબ્દોમાં પાકિસ્તાન શું છે …? પાકિસ્તાન એટલે પંજાબી અને અહિયાં આપણે ત્યાંથી પાર્ટીશન વખતે યુપી અને બિહારથી ગયેલા લોકો, જે મોહાજીર તરીકે ઓળખાય છે બંગાળીઓને હવે ભૂલી જાવ બાકી જે બચ્યા એ તો સિંધી ,બલુચ ,પખ્તુન,કાશ્મીરી અને અફઘાની છે … એ બધાને તો ક્યારનું આ પાકિસ્તાનીઓ ની ચુંગાલમાંથી છૂટવું છે,,, છોડાવી દો એટલે પતે ..
સંપૂર્ણ
શૈશવ વોરા
WWW.SHAISHAVVORA.COMપાકિસ્તાન અને સ્ત્રીઓ..
.