રંગ મહલ કે દસ દરવાજે,
ના જાને કૌન સી ખિડકી ખુલી થી
સૈંયા નીક્સ ગયે મૈ ના લડી થી..!!
સર કો ઝુકાયે મૈ તો ખડી થી ..!
સૈંયા નીક્સ ગયે મૈ ના લડી થી..!!
રંગ મહેલના દસ દરવાજા..
બે આંખો, બે કાન , બે નાસિકા ,એક મુખ એક મૂત્રજનન માર્ગ અને એક ઉત્સર્ગ દ્વાર દસમું દ્વાર બ્રહ્મ રંધ્ર મૂલાધાર ચક્ર પાસે ને મારા જેવા પ્રેક્ટીકલ માણસ ને પૂછો તો નાભિ..!!!
હા ,
હું નાભિ ને દસમું દ્વાર નહિ ,પણ પેહલું દ્વાર ગણું છું કેમકે જીવનથી શરૂઆત ત્યાંથી થાય છે અને મજાની વાત તો એ છે કે જીવનની શરૂઆત કરાવતી નાભિ જેવી જિંદગી શરુ થાય , શ્વાસ ચાલુ થાય એ ભેગું એ નાભિ દ્વાર બંધ..!!
કુદરત ની અકળ લીલા..!!
આજે આ દસે દસ દ્વાર એટલે યાદ આવ્યા કે કોવિડ-૧૯ ને રંગ મહેલમાં આવવા માટે ના પણ આજ દ્વાર છે..!!
નાભિ નામનું શટર
તો સજ્જડ રીતે બંધ છે પણ બાકીના નવ દ્વાર ખુલ્લા છે..!!
કોવિડ-૧૯ ગમે તે દ્વારેથી આવી ને સૈંયા
ઉર્ફે જીવ
ને ગમે તે દ્વારેથી કાઢીને લઇ જવામાં સક્ષમ છે..!!
ડરાવતો નથી..!!
પણ સાચવવાનું કહું છું ,મોઢે માસ્ક બાંધ્યા એટલે નાક અને મોઢું સેઈફ પણ કાન અને આંખ ને પણ જરાક સાચવવા..!
બાકીના બે દ્વાર મૂત્રજનન અને ઉત્સર્ગ દ્વાર ને આમ તો વસ્ત્ર અને આંત:વસ્ત્રથી સાચવીએ છીએ પણ હવે જ્યારે લોક ડાઉન ખુલ્યું છે ત્યારે જાહેર સંડાસ બાથરૂમના ઉપયોગ કરવાના આવે ત્યારે જરાક સાવધાની..!!
લોકો ના માથાની ઘણી ફિકર કરતી સરકાર હેલ્મેટ ફરજીયાત કરે છે ,જોડે જોડે તમને ને મને કોવિડ-૧૯ ના થાય એના માટે માસ્ક પણ ફરજીયાત કરે છે ,પણ કયું લોજીક ભૂલી જાય છે કે કોઈ બીજું દબાણ કામ કરી રહ્યું છે એ સમજાતું નથી..
માસ્ક કોવિડ-૧૯ નો કેરિયર પણ છીંકના ડ્રોપ લેટ ઉર્ફે છાંટા ના ઉડે આજુબાજુથી એટલે પેહરાવવામાં આવે છે ,તો મને એ સમજણ હજી નથી પડતી કે ખાઈને થૂંકવું પડે એવી કોઇપણ પ્રોડક્ટ સરકાર કેમ વેચવા
બજાર ને કેમ આપી રહી છે..?
માવા ,મસાલા ,પાન અને ચીન્ગમ આ બધી પ્રોડક્ટ કેમ બજારમાં વેચવા મૂકી છે..?
શું કોઇપણ સરકારે આવી પરમીશન આપી છે વિશ્વના કોઇપણ દેશમાં ..?
કોવિડ-૧૯ નું વર્તન કેવું છે એની હજી આપણને માણસ જાત ને બહુ સમજણ નથી પડી રહી પણ માણસજાત નું વર્તન કેવું છે એની તો આપણને ખબર જ છે ને ..!!
આજે ખુલેલા લોકડાઉન નો અમદાવાદે જરાક પણ ખોટો લાભ ઉઠાવ્યો નથી એવું હું કહી શકું છું કારણકે બે ચાર જગ્યા બાદ કરતા ક્યાંય ખોટી ભીડ થઇ નોહતી..!
કાબિલે તારીફ અમદાવાદ નું વર્તન..!
પાણીમાંથી પોરા કાઢી અને ટીઆરપી વધારવી હોય તો વધારો બાકી પ્રજા નો મોટોભાગ ઘરમાં જ રહ્યો હતો..!!
એક મેસેજ આવ્યો હતો કે પાનના ગલ્લા ક્યારે ખુલશે ? ફલાણી દુકાન ક્યારે ખુલશે એવા સંદેશ ઘણા આવ્યા પણ કોઈ એ એમ ના પૂછ્યું કે મંદિર ક્યારે ખુલશે..?!!
દોસ્ત , આજે આ તમારા શૈશવ એ સગ્ગી આંખે સજળ નેત્રે મંદિરની બહાર ઉભા રહી ને બે હાથ જોડી ને ઉભેલા ઓછામાં ઓછા વીસ લોકો ને જોયા છે..!!
હું આજે ચાર વખત બિલેશ્વર મહાદેવ પાસેથી પસાર થયો છું ને ત્યાં આ દ્રશ્યો જોયા છે છેવટે મેં પણ એ જ કર્યું છે..!
એમ ઝટ ભગવાન ને ભૂલે તેમ નથી માણસ એટલે ખોટા ખોટા લોકો ઉપર તંજ કસવાના છોડી દો ને એવા ભાવથી મેસેજ ના ફેરવો કે ભગવાન ને ભગવાન ભરોસે મૂકી દીધા..!!
જે દિવસે મંદિરના દ્વાર ખુલ્યા એ દિવસ દિવાળી નો હશે માની લેજો..!!
હવે ભગવાનની વાત નીકળી જ છે તો સાવધાની રાખી અને ભરોસો મૂકી ને કામકાજે નીકળો..!
ઘણા બધા મિત્રો અત્યારે સખ્ખત ડીપ્રેશનમાં છે .. ગઈકાલે મારો કોલેજ કાળ નો એક મિત્ર , અને એની મેં એક વોટ્સ એપ ગ્રુપમાં મેં થોડી ખેંચી તરત જ બીજા નો મેસેજ આવ્યો કે એને રેહવા દે એ બહુ ડીસટર્બ છે અત્યારે ..
મેં તરત જ એને ફોન લગાડ્યો કે શું થયું પેલાને ? કેમ ડીસટર્બ છે ? એણે નાલાયકે તો જીવનમાં ઉડતા પાડ્યા છે ને ઉડતા તીર હાથ લીધા છે..!!
પેલા મિત્ર એ કીધું તું જ પૂછ …
તરત દાન ને મહાપુન..
એક ને ચાલુ રાખી અને બીજા ને ફોન લગાડ્યો .. કોન્ફરન્સ .. કેમ બે ઘોડીના શું થયું તને..?
કઈ નહિ શૈશાવ્યા એવા વિચાર આવે છે કે મને કઈ થઇ ગયું તો મારી ઘરવાળી અને મારા છોકરાનું કોણ ?
મારી જોર છટકી એટલે મેં જવાબ આપ્યો….તારો અઢાર વર્ષનો છોકરો આજ થી મારો ને તું કેહતો હોય તો તારા કરતા સારો અને ઘર પણ સારું એવો શોધી ને તારી બૈરી ને તારી આંખ સામે જ પરણાવું શરત એટલી તારે કન્યાદાન કરવાનું તારી બૈરીનું બોલ ?
અથવા તો તારી બૈરી પાસે ભિક્ષા દેહી માતા કરી લે એ પણ ચાલશે..!
પેલા નું ડીપ્રેશન ગાયબ.. !!
ત્રીજો ખડખડ હસે ..!!
બે યાર તું તો ખરો છે શૈશાવ્યા સુધારવાનું નામ જ નથી લેતો ,હજી એવો ને એવો જ છે..!
મેં કીધું જે પરિસ્થિતિ ઉભી નથી થઇ એનો વિચાર કરી ને દુઃખી થવાનું ? તને તો ખબર છે કે તને પરણાવવા અમારે કેટલા નાટક કરવા પડ્યા છે બકા ને એકવાર તારી બૈરી ધોખો ખાઈ ગઈ બીજીવાર તો ચોક્કસ ના જ ખાય..!
ડીપ્રેશન અકળાયો …અરે યાર મુક ને નથી મને કઈ થવાનું..
મેં કીધું પાક્કું ? અને થઇ જાય તો તારી નજરમાં ખરો કોઈ કે જેની જોડે તારી બૈરી સુખી થાય ..?
સામેથી ગાળ ,ગાળ ,ગાળ ,ગાળ ,ગાળ ….વરસાદ ..!
મને ઓડકાર આવ્યો.. જુના ભાઈબંધ ગાળોની બદલે રડવા બેસે એ તો કેમનું સહન થાય શૈશવથી..?
ફટ છે એવી ભઈબંધી ઉપર..!
તમારે પણ કોઈ એવો ડિપ્રેસ હોય તો શોધી કાઢજો ને લોકડાઉન ખુલ્યું છે તે ગાડીમાં બે આંટા મરાવી ને ઘેર મૂકી દેજો ..
કોઈ દિવસ ઘરમાં ના રહેલાને પચાસ પચાસ દિવસ ઘરમાં રેહવું પડે અને ફરી રૂટીનમાં ગોઠવાવું પડે એ ઘણું અઘરું છે..કદાચ એટલે જ આપણા બાપદાદા કેહતા કે પુરુષ માણસ માટે તો ઘર સે ભલી બજાર..!!
એટલે નીકળો ને ઉઘાડો શટર સરકાર કહે તેમ ,
બજાર ખુલી છે તો સાચવી ને વેપલા કૂટજો બાપા..!
દસ દ્વાર યાદ છે ને ..? સાચવવાનું હો ,
અને પેલું “થુંકવાળું” કઈ સમજાયું ખરું ?????
માવો ખાઈ ને થુંકવા નું નહિ સમજ્યા..! એક ભાઈબંધ ને એવું કીધું તો કહે સંડાસ જાય ને તો જોડે પી પી કરવી જ પડે..!
છી ..ગંધાતો …લાજ શરમ વિનાનો કેવા ઉદાહરણ આપે છે..!
હવે ગંધાતી વાત નીકળી છે તો આગળ વધારું ખુલ્લ્લામાં હંગવા થી બેક્ટેરિયા ફેલાય એવું વિદ્યા બાલનની કાકી કેહતી , તો એ વિદ્યા બાલન ના કાકી ને પૂછવાનું કે ખુલ્લામાં થૂંકવાથી કોવિડ-૧૯ ના ફેલાય ..?
જય હો ગિરિધારી ..
દ્વારકાધીશ કી જે ..
શ્યામ સુંદર શ્રી જમને મહારાણી કી જે ..
લાલે લાલ કી જે ..
આજ કે આનંદ કી જે ..
આનંદ કરવાને વાલે કી જે..!!!
કરો ફોરવર્ડ ત્યારે ..!!
ફોરવર્ડ કરને વાલે કી જે..!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)