કેંચી ધામ.. બાબા નીમ કરોરી.. એક નવું નામ અને નવું ધામ સામાન્ય એક ભારતીય માટે ,પણ અમારા નવરા મીડીયા એ ફાઈનલી શોધી કાઢયું કે આ શું છે ક્યાં છે ,પણ શરૂઆત થઇ ફેસબુકના માર્ક ઝુકરબર્ગના સ્ટેટમેન્ટથી ..
નરેન્દ્ર મોદીની વિઝીટ વખતે ફેસબુકના માર્ક ઝુકરબર્ગએ બયાન આપ્યું .. મને મારી ભારત યાત્રા દરમિયાન ખબર પડી કે લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાઈને રહે છે અને જો આખી દુનિયાને આપણે આવી રીતે જોડી શકીએ તો દુનિયા કેટલી સુંદર બને ,મારી ભારત યાત્રા દરમિયાન હું એક જગ્યાએ ગયો હતો અને મને ત્યાંથી ઇન્સ્પીરેશન મળ્યું ..અને એ જગ્યાનું નામ મને એપલ કંપનીના સ્ટીવ જોબ્સએ આપ્યું હતું …
બસ મીડિયાને મજા પડી ગઈ ..કઈ જગ્યા છે આ ..? અને જગ્યા શોધી પણ કાઢી ..દેવભૂમિ હિમાલયમાં નૈનીતાલની નજીકમાં છે આ જગ્યા નામ છે કેંચી ધામ ,દિલ્લીથી ૩૫૦ કિલોમીટર થાય આ જગ્યા ,અને અહિયાં જે સંત રેહતા હતા એમનું નામ નીમ કરોરી બાબા , એવું કેહવાય છે કે ખુબ ચમત્કારી સંત હતા તેઓ , નીમ કરોરીમાં જયારે તેઓ આવ્યા ત્યારે ફક્ત એક ચબુતરો હતો પણ એમણે હનુમાનજીનું મંદિર બનાવડાવ્યું અને ૧૫મી જુન એ તારીખ હતી , એ કેંચી ધામમાં દિવસે દીવા ઘી ની બદલે પાણીથી થયા હતા ..
ખુબ ચમત્કારી સંત છે એવું કેહવાય છે એપલવાળા સ્ટીવ જોબ્સ જયારે ખુબ મુસીબતમાં હતા ત્યારે તેઓ અહિયાં આવ્યા હતા ,અને અહીંથી ઈન્સ્પાયર થઇ ને ગયા અને એપલ બનાવી , બીજી પણ ઘણી બધી અમેરિકન કંપની ,અને હોલીવુડના ,અને સંશોધનની સાથે જોડાયેલા લોકો પણ આ કેંચીધામ સાથે જોડાયેલા છે , બાબા નીમ કરોરી ને સ્થાનિક લોકો તેમને હનુમાનજીનો અવતાર માને છે …!!
હવે હું નીમ કરોરી બાબાને પ્રણામ કરીને મારી વાર્તા ચાલુ કરું ….કેમ પાશ્ચાત્ય જગતના માધાંતાઓ ભારતીય બાબા કે ગુરુથી ઈન્સ્પાયર થાય છે ..? એવું તો શું છે ભારતની ભૂમીમાં ..? કેમ અહિયાં ખેંચાઈને આવે છે ? અને બીજા કાઉન્ટર સવાલ
જો એવું જોરદાર કૈક જેવું તત્વ આ ભૂમીમાં છે તો આ ભૂમી પરથી આટલું બધું માઈગ્રેશન કેમ છે ..?કેમ છેલ્લા બારસો વર્ષમાં સૌથી વધુ ધર્માંતરણ થયા આ ભારત ભૂમી પરથી ..?
પેહલા સવાલ નો જવાબ શોધું … પાશ્ચાત્ય જગત ફક્ત અને ફક્ત કામ કરો અને આનંદ કરો, બસ આ બે જ ધ્રુવ વચ્ચે વેહચાયેલું , મારા વૈચારિક મિત્ર શ્રી હરેનભાઈ શાહ જેઓ ઘણા વર્ષો અમેરિકા રહીને પાછા આવી અને ભારતમાં સ્થાયી થયા છે એમના શબ્દોમાં કહું તો એ દેશમાં તમારે કામ કેવી રીતે કરવું , કેટલા વાગે કરવું અને કામનું કેટલું વળતર આ બધા સવાલો પૂછવાની છુટ્ટી છે પણ એક સવાલનો જવાબ બહુ ઓછા લોકો આપી શકે છે .. આ કામ હું કેમ કરું છું ..?
કોઈપણ કામ હું કેમ કરું છું , એનો ઇન્ટેન્સ જ્યાં સુધી ક્લીયર ના થાય ત્યાં સુધી સવારથી સાંજ સુધી કામ કરતા મજુરીયામાં અને આપડામાં કોઈ ફરક નથી ,મજુરને ખાલી એટલી જ ખબર હોય છે કે આજે મારે ધાબુ ભરવાનું છે કે પ્લાસ્તર કરવાનું છે , કઈ ઈમારત હું બનાવું છું ?શા માટે હું બનાવું છું ?કઈ જ ખબર નથી હોતી …
બસ આ જ ધાબુ ભરતા મજુરની પરિસ્થિતિ પાશ્ચાત્ય જગતના નોકરી કરતા લોકોની છે , એ નોકરોને ક્યારેય કોઈ ઉદ્દેશ સાથે કામ નથી સોપાતું ફક્ત એક સારી અને સુદઢ સીસ્ટમના એક ભાગ રૂપે કામ સોપાય છે,જેને તમારે મેન્ટેન કરવાની ..
ક્રિયેટીવ લોકો માટે આ એક ખતરનાક સિચ્યુએશન હોય છે , ક્રિયેટીવ માણસ હમેશા કોઈ ને કોઈ એક નવી વસ્તુ શોધતો હોય છે એના માટે એનું લક્ષ્ય સૌથી પેહલા હોય છે , અને બહુધા મોટેભાગે એ લક્ષ્ય બીજા સામાન્ય માણસ માટે એ તદ્દન વાહિયાત કે અસંભવ હોય છે ..
જયારે ભારતભૂમીની પ્રગતિ અને અધોગતિ બંને માટે આ બાબત કારણભૂત છે , દરેક ક્રિયેટીવ માણસને તારે જે કરવું હોય છે કર ,એવી સિચ્યુએશન અવેલેબલ છે .. ઇનફેક્ટ ઘણી બધી વખત કોઈ ને કશી ખબર જ નથી કે કોણે શું કામ કરવાનું છે , બસ તમતમારે કર્યા કરો કામ ….
અને એમાં ભગવદ ગીતા કર્મણ્યે વાધિ કારસ્તે … કર્મ કર અને ફળ ઈશ્વર આપશે , બસ એક જબરજસ્ત શ્રધ્ધા ઈશ્વર નામની સંસ્થામાં ગમે તેટલા વિઘ્નો આવે ઈશ્વરની પરીક્ષાનો એક ભાગ માની અને આગળ ને આગળ વધતા જાવ ..
અહિયાં બીજો એક પ્રોબ્લેમ થાય છે જયારે ફક્ત તનતોડ કે મનતોડ મજુરી કર્યા પછી મળેલા રૂપિયા કે ડોલરમાંથી આંનદ લેવાનો હોય છે ત્યારે ફરીવાર એક ડીપ્રેસ્સીગ પરિસ્થિતિનું નિર્માણ થાય છે,
કેમકે ડોલર ક્યારેક તો દરેક વીકએન્ડ વખતે ખિસ્સામાં હોય પણ ખરા અને ના પણ હોય,ટૂંકમાં મફતમાં પણ આનંદ કરી શકાય એ કન્સેપ્ટ મજુરી કરીને શુક્ર, શનિ રવિમાં રૂપિયા ઉડાડવાવાળા ના જીવનમાંથી જતો રહે છે અને આવા સમયે જયારે કોઈ એકાદી મોટી નિષ્ફળતા માણસને એક આંધળી ખીણમાં માણસને ધક્કો મારી દે છે …
જેવો માણસ અંધારી ખીણમાં માણસ એકલો પડે અને પોતાની જાતે સાથે સવાલ પણ કરે અને પોતેજ એનો જવાબ આપે બસ ત્યાં જ ઈશ્વર આધ્યાત્મ ગુરુ કે બાબા મદદરૂપ થાય …
કોઈ ક એવું મળે કે જ્યાંથી કોઈપણ ખર્ચો કર્યા વિના શાંતિ મળે ,એકલતામાં ગુજારેલા દિવસો પોતાના જ વિચારો ને એક નવું રૂપ મળે અને કોઈક મોટીવેશનલ ફેક્ટર બાબા કે ગુરુના રૂપમાં નિસરણીનું કામ કરી જાય ..એ અંધારી ખીણમાંથી બહાર આવવા માટેનું…!!!બસ સર્જનાત્મકતા ખીલી જાય…!!
બીજો સવાલ ભારતભૂમીમાં એવું શું છે ..? ભારતભૂમીમાં બહુ બધું છે , વર્ષો સુધી આપણા બાપદાદા ખૈબર ( આજ નું અફઘાનિસ્તાન ) થી કામરૂપ દેશ ( આજનું આસામ ) સિંધુ અને બ્ર્હમ્પુત્રના મેદાનોમાં નવરા હતા ,ચલણ હજી અસ્તિત્વમાં નોહતું અને સોનાનો મોહ હજી ભારતીય સભ્યતાને ચડ્યો નોહતો ..જે કઈ આનંદ મોજ મસ્તી ,ક્રિયેટીવીટી બધું જ મફત થતું હતું ..એન્ટરટેઈન્ટ મફત રીપીટ મફત થતું હતું ..
અને ક્રિયેટીવીટી ચરમસીમાએ હતી ..લગભગ જેણે જે કરવું હોય તે કરવાની છુટ્ટી હતી ,જે લગભગ આજના અમેરિકન સમાજની નજીકનો સમાજ કહી શકાય તેવો સમાજ ,ખાલી તેમાંથી અમેરિકન ડ્રીમ અને ડોલરનો મોહ આ બે વાતને માઈનસ કરવો પડે ..!!
આ મફતવાળું તત્વ ભારત અને એના લોકો ને હજી પણ જોડીને રાખે છે , અરે જવાદે ને યાર ,અરે આના તે કઈ પૈસા હોતા હશે , જેમાં વાટકી વ્યહવારથી લઇ ને પડોશીના છોકરા મોટા કરી આપવાની વાત આવે છે , સગા ભઈબેન કરતા ક્યારે ક ધર્મના માની લીધેલા ભાઈ બેન ના સબંધો ખુબ આગળ જાય છે .. એકબીજા માટે કશુંક કરી ફીટવાની વૃત્તિ બસ આ જ છે જેણે આ દેશ ને ટકાવ્યો છે..
જે પાશ્ચાત્ય સંસ્કૃતિ માટે બહુ જ રેર અને આશ્ચર્યજનક છે ..
રહી વાત માઈગ્રેશનની તો એના માટે તો જેમ અત્યારે ઇસ્લામ લગભગ અમેરિકાની પાછળ પડ્યો છે એમ ભારતની પાછળ પડી ગયો હતો અને જે ઓરીજીનલ સિંધુ બ્ર્હમ્પુત્ર ની ખીણમાં ઉછરેલી વૈદિક સંસ્કૃતિ હતી એનું સંપૂર્ણ સત્યનાશ વાળ્યું ઇસ્લામિક શાસકોએ અને એના પછી તો જે બાકી બચ્યું એને રાણી વિકટોરીયા ના વાઇસરોયએ પૂરું કર્યું …
જે સારું હતું હતું એ બધું પૂરું કર્યું અને એક એવી સીસ્ટમમાં દેશને લાવીને મૂકી દીધો જ્યાંથી બહાર આવતા બીજા પાંચસો વર્ષ જાય .. છતાં પણ દેશના ટુકડા તો માથે ઉભા જ રહે ..!!
બાકી જન્મ અને મૃત્યુ , કે પછી મૃત્યુ પછીના જીવનની વાતો જેટલી હિન્દુસ્થાનના ગ્રંથોમાં લખાઈ છે એટલી બીજા કોઈ ધર્મગ્રન્થમાં નથી લખાઈ …
જેણે આપણે ઇનર લાઈફ કહીએ એ જો ખરેખર કોઈને જીવવી હોય કે શોધવી હોય તો આ સુજલામ સુફલામ ભારતભૂમી પર એને પગલા કર્યા વિના પૂરી થવી એ અશક્ય છે …!!!
આત્મા અને પરમાત્મા ,માનવજીવનના મુલ્યો શા માટે મેં આ જગત અવતાર લીધો , હું કોણ છું આવા બધા એક માણસના મનમાં ઉદ્ભવતા સવાલોના થોડા ઘણા પણ લોજીકલ જવાબ જોઈતા હોય તો ભારતભૂમી તરફ આવ્યા વિના છૂટકો નથી અને ક્યારેક ક્યાંક થોડા ઘણા ચમત્કારો ..!!!
મારી ગમતી થોડીક જગ્યાઓ યાદ કરું છું જ્યાંથી મને એવું લાગ્યું છે કે આ જગ્યાઓનું એનર્જી લેવલ કઈક જુદું છે …
વિવેકાનંદ રોક કન્યાકુમારી ,શ્રી અરવિંદ આશ્રમ પોંડીચેરી ,સોમનાથ મંદિર ,અને આખે આખો હિમાલય અને એની કન્દરાઓ , થોડુક હાઈ એનર્જી લેવલ શ્રી વશિષ્ટ આશ્રમ માઉન્ટ આબુમાં પણ ફિલ થાય છે ..ઓરા ક્યારેક જુદી દેખાય છે ..!!
વિચારજો તમને પણ ક્યાંક અને કઈક પોઝીટીવ એનર્જી ફિલ થઇ હશે ક્યારેક ..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા