એનડીટીવી ઉપર નો ૨૪ કલાકનો પ્રતિબંધ..
હે રામ ..આ શું થઇ ગયું છે આ દેશ ને ? કટોકટી તરફ જઈ રહ્યો છે કે શું..? મીડિયા ઉપર પ્રતિબંધ..? કેમ ચાલે આવું ? આવું તો બિલકુલ ના ચલાવી લેવાય..
અત્યારે તો લોકતંત્ર જ ખતરામાં આવી ગયું છે..! શું આ દિવસો માટે આઝાદી મેળવી હતી? ચોથી જાગીર પર આવડો મોટો હુમલો થઇ રહ્યો છે અને પ્રજા ચુપ છે..?
પ્રજા નમાલી થઇ ગઈ છે કે નપુંસક..?
અમને બરાબર યાદ છે ૧૯૮૫માં માધવસિંહ સોલંકી સરકાર સામે ગુજરાત સમાચારે બંડ પોકાર્યું હતું અને ગુજરાત સમાચારને ધું ધું કરીને મારી નજર સામે સળગાવાયું હતું..
મારા જીવનની સૌથી મોટી આગ મેં જોઈ તે ગુજરાત સમાચારની, ગગન વિહાર ફ્લેટનાના દસમાં માળના ધાબે ઉભા ઉભા ધડકતા દિલે શૈશવ ગુજરાત સમાચારને બળતું જોતો ઉભો હતો,અને આગની જવાળા લગભગ વીસ માળ ઉંચી જતી હતી,પોલીસ હડતાલ પર અને તોફાનો ચારેબાજુ..
અરે એ બધું જવા દો,પણ પ્રજાએ માધવસિંહ સોલંકીને ઘર ભેગા કર્યે જ છૂટકો કર્યો અને કોંગ્રેસનું એ પાપ હજી પણ જનતા નથી ભૂલી, અને આજદિન સુધી અમારા જેવા કૈક લોકો કોંગ્રેસના પંજા પર બટન નથી દબાવતા..
તો શું હવે પ્રજાનો રોષ ફાટી નીકળશે ?પ્રજા રોડ પર આવી જશે એનડીટીવી પર ના પ્રતિબંધને કારણે..? નરેન્દ્ર મોદી સરકાર ઉથલી જશે..?કે નરેન્દ્ર મોદી સરકારને ઘેર જવા તરફનું આ પેહલું પગલું છે..?
“ના”
બધા જ સવાલોના જવાબ છે ચોખ્ખી “ના”
એનડીટીવી માટે પ્રજાને કોઈ જ માન નથી અને એનડીટીવી દ્વારા થતા ઘોંચપરોણાનો આ બહુ માઈલ્ડ જવાબ છે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા, ચોવીસ કલાક તો છોડો ચોવીસ વર્ષનો પ્રતિબંધ આવે ને તો પણ પ્રજા ક્યારેય એનડીટીવી ની તરફેણમાં રસ્તા પર નહિ આવે..!
સામ્યવાદી કે ડાબેરી વિચારસરણી હમેશા સત્તા સ્થાને બેઠેલાને નુકસાન કેવી રીતે કરવું એ જ કામ કરતી હોય છે ,જે દિવસે જ્યોર્જ બુશે સદ્દામ હુસેન પર હુમલો કર્યો એ જ દિવસે અમેરિકામાં વસતા વિસે વીસ હજાર સામ્યવાદીઓને જેલમાં પૂરી દીધા હતા..!
અને આપણે ડફોળ ,બેવકૂફ, સેક્યુલર,મુરખો સામ્યવાદીઓને આખે આખી ચેનલ ચલાવવા દઈએ છીએ, જે આતંકવાદી હુમલો ચાલુ હોય અને ભારતનું લશ્કર આતંકવાદીઓ સામે ઝીંક ઝીલી રહ્યું હોય ત્યારે જાણે આતંકવાદીઓને ગાઈડ કરતા હોય એવી રીતે રીપોર્ટીંગ કરે..!
ગોધરાકાંડ વખતે પણ બરખા દત્ત આણી મંડળીનું રીપોર્ટીંગ કેવું “સુંદર” હતું, અને એમાં ઉપરથી બળતામાં ઘી રેડી ગયા પિતામહ ભીષ્મ (ઉત્તર ગુજરાતમાં “ડોહા” કેહવાય) અટલ બિહારી બાજપાઈ “રાજધર્મ કા પાલન હો ”
કયું “યુદ્ધધર્મ” નું પાલન થયું હતું કે “રાજધર્મ” નું પાલન કરવું પડે..?
પણ રવીશકુમાર ને જે રીતે છેલ્લા ઘણા સમયથી સોશિઅલ મીડિયા પર ગાળો પડી રહી છે, અને એમને ઓનસ્ક્રીન રડતા જોઈએ છીએ ત્યારે દિલમાં થોડી ઠંડક તો ચોક્કસ થાય છે, અને એવું લાગે કે ઘેટી ક્યાંક બરાબરની ફીટ થઇ લાગે છે, નહિ તો પોતાની માં ને યાદ કરીને ઓન સ્ક્રીન આ પ્રજા રડે એમાની નથી..!
બે દિવસ પેહલા એનડીટીવીએ પેલા મોઢા પર ક્રીમ લગાડીને બે ડાગલા બેસાડીને જે નાટક ખેલ્યું એ પણ અઘરું હતું , હરામી માણસ ક્રિયેટીવ હોય ત્યારે કેવા કેવા ખેલ થાય એ જોવું હોય તો એનડીટીવી અત્યારે જોવાય..!
સામાન્ય માણસના દિમાગ ને લોડ આપવાનો બહુ ટ્રાય કરી રહ્યા છે એનડીટીવી વાળા, પણ ક્યાય ગજ વાગતો દેખાતો નથી, લાલુપ્રસાદ એ એનડીટીવીની ફેવરમાં થોડું અરણ્યરુદન કરી લીધું પણ બધું બેકાર છે..
પત્રકાર જગતમાં થોડી બીકનો માહોલ જરૂર સર્જાશે પણ જે રીતની અને પ્રકારની રાજનીતી અને પત્રકારત્વ થઇ રહ્યું છે તેના માટે આ પગલું જરૂરી છે,
નરેન્દ્ર મોદીની પર્સનલ અસહનશીલતા માટે દબાતા સ્વરે ખૂણેખાંચરે વર્ષોથી બોલાઈ રહ્યું છે અને વાયકા એવી ચાલે છે કે એમના ઝપાટે ચડે એ ગયો..પણ એમના ઝપાટે ચડેલા અને ગયેલાના ઉદાહરણ હજી તો ખુલીને સામે આવ્યા નથી એટલે સમય અને ઈતિહાસ જ નરેન્દ્ર મોદીની કેહવાતી પર્સનલ અસહનશીલતાને મુલવશે..
એનડીટીવી વાળા મામલામાં અને પેલા બે ડાગલાવાળા શો માં પીએમ ૨,૫ અને પીએમ ૧૦ કરી કરીને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ નરેન્દ્ર મોદીને ગજબ ચિડવ્યા પણ એનડીટીવીનો એ કારસો કામ લાગે એવું લાગતું નથી..
કદાચ એનડીટીવીનો એ સભાન પ્રયત્ન હતો કે નરેન્દ્ર મોદી ચિડાય અને ગુસ્સે થાય અને ગુસ્સામાં માણસ કોઈ “ભૂલ” કરી બેસે..
ભાઈ રવીશ હું આ માણસને ક્યારેક મહામાત્ય મુંજાલ, ક્યારેક ચાણક્ય, અને ક્યારેક ચત્તર સુજાણ કહું છું, એટલે આવા નાના નાના દાવમાં ભરાય એ નરેન્દ્ર મોદી નહિ..!
એનડીટીવીના સફેદ મોઢાવાળા ડાગલાવાળા શો પછી તો રહ્યું સહ્યું માન પણ મને ઉતરી ગયું છે..કદાચ લખનૌ અને અવધની તવાયફોના હું ચરણ સ્પર્શ કરું પણ તમારી ઉપર થુકવાનું પણ મન નથી થતું..
ઘીન્ન આવે છે તમારા ગરોળી જેવા મુખમંડળને જોઇને અને જાણી કરીને નાકમાંથી બોલાતી બિહારી લેહ્જામાં કેહવતો સાંભળીને..અને જયારે તમે તમારી ખોટી ખોટી કેહવતો ઠોકી અને તમારી તદ્દન ખોટી અને બિનવ્યહવારુ વાતોને સાચી ઠેરવવાનો પ્રયત્ન કરો છો ત્યારે મનના ખૂણેથી એક જવાબ આવે છે કે આને હિન્દીમાં નહિ પણ બિહારીમાં જ લોકો માબેનની ગાળો આપે છે એ બરાબર છે..!
સરકારે તમને તમારા હલકટ રીપોર્ટીંગ માટે જે સજા આપી છે,પણ એ ઓછી છે, મને લાગે છે તમારું ચાલે તો લાલ કિલ્લા પર તમે પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ નરેન્દ્ર મોદીના હાથે જ ફરકાવડાવો..અને નવી છાપવામાં આવેલી બે હજાર રૂપિયાની નોટ પર બરખા દત્તનો ફોટો છપાવડાવો..અને તો પણ તમને ક્યાંક કૈક વાંકું પડે..
સુધરી જાવ એવું તો નહિ કહીએ તમને, કેમકે માણસની પ્રાણ અને પ્રકૃતિ જોડે જ જતી હોય છે, અને વીંછી ગમે તેવા મહાન સત્પુરુષના હાથમાં હોય પણ ડંખ મારવાનું ના જ છોડે એમ તમે ડંખ માર્યા કરશો..
પણ એક કામ થાય તમે એનડીટીવી પાકિસ્તાન ચાલુ કરો અને જાવ રહો લાહોર અને રીપોર્ટીંગ કરો પાકિસ્તાનનું પછી જુવો અમે તમને ભારત રત્ન માટેના દાવેદાર બનાવી દઈશું..
કેમકે તમે એવા માણસ લાગો છે કે જે જેનું ખાય એનું જ ખોદે એટલે ખાવ પાકિસ્તાનનું અને ખોદો ત્યાનું..!
કરો ચાલુ એનડીટીવી પાકિસ્તાન આમ પણ પેલા ઝી ન્યુઝવાળા સુભાષચંદ્રા એ પાકિસ્તાન માટે સ્પેશિઅલ ચાલુ કરેલી ઝી ની ચેનલ બંધ કરી દીધી છે, એટલે તમને ઘણી સરળતા રેહશે ત્યાં એન્ટ્રી લેવા માટે અને હા જાવ તો જોડે બરખાબેન અને રાજદીપ સર દેસાઈને પણ લેતા જજો, પ્રણોય ભાઈ એમની રીતે આવી જશે..
રજત શર્માને રાજ્યસભાના મેમ્બર બનાવાય કે નહિ પણ તમારી ઇસ્લામાબાદની એસેમ્બલીમાં સીટ નક્કી..
પણ સાલું આવું થાય તો તો શું મજ્જા પડી જાય..! તારક ફત્તાહ અને ટીમ એનડીટીવી પાકિસ્તાન બસ..બસ..બસ..
સપનું જોઈને હું તો અડધો અડધો થઇ ગયો..!
કશું બાકી જ ના રહે ..ટાઢા પાણીએ ખસ જાય
ખરેખર
આપની રવિવારની સાંજ શુભ રહે
અને ૯ મી નવેમ્બરે એનડીટીવી બંધ રહે..
શૈશવ વોરા