શામળાજી ને મેળે રણઝણીયુ ને પૈજણીયુ વાગ્યું ..!!
શું થયું ? વાગ્યું કે નહિ ? રણઝણીયુ કે પૈજણીયુ ? લાહોર મળવા નું હતું એમ ? અને જયારે મળ્યું ત્યારે શું કર્યું ?
થોડાક દિવસ પેહલા એક બહુ મોટી યુનિવર્સીટીના કુલપતિશ્રી ને મળવા નું થયું હતું અને મને બેટિંગ કરવાનો ચાન્સ મળી ગયો , રમઝટ બોલાવી દીધી આપણે ..!
મોટા મોટા ભવનો અને ઢોરાં ચરવા મુકવાના હોય એવા મોટા કેમ્પસ બનાવો છો ઉપરથી વાઈ ફાઈ ફ્રી આપો એટલે તમારું ઢોરનું ટોળું ક્યા ખૂણામાં જઈને મોબાઈલમાં ગેઈમ રમતું હોય એની જ ખબરના પડે અને એ બધા ઢોરો ને લઈને પાછું તમારે વિશ્વ… નું શું નું શું બનવું છે ..!! કેમનું બનાય ? એકલા જીભડા ચલાવે મેળ કેમનો પડે ? લેબોરેટરીઓ ઉભી કરો અને પ્યોર પ્રોડક્ટ બનાવો પછી વારો આવ્યો ઉદાહરણ નો ..!!
આ પાકિસ્તાનથી રોજ એક ડ્રોન આવી ને પંજાબમાં ટીફીન બોમ્બ મેલી જાય છે અને સરકાર ઘડીકમાં પૈજણીયુ વગાડે ને ઘડીકમાં રણઝણીયુ એના કરતા આ તમારા ઢોરાં જે ગેમિંગ રમી ખાય છે ને ..
તમને ખબર છે આ તમારાં ઢોરાં કઈ રમત રમે છે , એ લોકો વોર ગેઈમ જ રમે છે, એક એક લખોટા ને એક એક ડ્રોન ,(અસલી હો ) નો કન્ટ્રોલ આપો ..!
પાકિસ્તાનથી એક ડ્રોન આવી ને ટીફીન બોમ્બ મૂકી જાય તો આપણે આપણા પેલા લાખ્ખો ઢોરો ને અસલી ડ્રોન આપી ને કહીએ કે રોજ સવારે પીરાણા જેવા દેશભરમાં ઠેર ઠેર ઉભા કરેલા કચરા ડુંગરોમાંથી પાંચ કિલો કચરો લઈને લાહોર અને કરાંચીમાં ફેંકી આવ ..!!
આપણે તો ક્યાં હિંસામાં માનીએ જ છીએ ?
પેલા બોમ્બ મોકલે એની સામે હું તો ખાલી કચરો મોકલવાની વાત કરું છું ..!!
અને પછી લાગ આવ્યે જો રમઝટ બોલાવવા નો વારો આવે ત્યારે દેશમાં નહિ નહિ તોય દસ કરોડ ઢોરાં કચરા ફેંકવાની નેટ પ્રેક્ટીસ કરી ચુક્યા હોય , અને પછી તો …પછી તો એન્ની માં ને ..એક એક ઢોર મરણીયો થાય તો યોદ્ધામાં કન્વર્ટ થઇ જાય..!!
છુટ્ટા મેલો તો સિંધ ,બલુચ ,સરહદ બધુય વળોટી ને હિંદુકુશ એ અટકે મારા વાલી`ડાઉ ..!!
અત્યારે તો કૈક ડ્રોન પોલીસી ડીકલેર થઇ છે , આગ લાગી છે તે કુવો તો ખોદવો જ રહ્યો ને ..! ભારત દેશ ની પરંપરા છે, બાકી તો ચોપડા ફાડી ખાવાના અને ઇધર ક જ્ઞાન ઉધર ચિપકાને કા …,
ઔર મેં બડા વિદ્વાન..!!
ચર્ચાઓ ચાલ્યા જ કરે બબ્બે હજાર અને પાંચ પાંચ હજાર વર્ષ પાછળ જઈ જઈ ને કરે પણ રોજ ની કનડગત નો ઈલાજ શું ?
વચ્ચે એક સરસ વિડીઓ આવ્યો હતો કે જાપાનના નાના નાના એમએસએમઈ યુનિટો રોકેટના પુર્જા બનાવે છે ..!!!
હવે ખાલી કલ્પના કરો કે અમદાવાદના નારોલ ,નરોડા ,રખિયાલ , કઠવાડા કે પછી ગાંધીનગરની જીઆઇડીસીઓ ના પાંચસો વારના પ્લોટમાં અઢીસો વારના બાંધકામમાં રોકેટના પુર્જા બને ..ડ્રોન બને .. તોપ ના પુર્જા બને .. તમારા વેન્ટીલેટર બને ..એમઆરઆઈ ના સાધનો બને, પાવર પ્લાન્ટ ના પુર્જા બને ..! લીસ્ટ બહુ લાંબુ થઇ શકે તેમ છે ..
જો આવું થાય તો ભારત ક્યાંય જઈને અટકે ખરું ?
પણ અહી તો મુઆ નખ્ખોદિયાઓને એન્જીનીયર થઇ ને સીધું કેનેડા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ભાગવું હોય, જે હોશિયાર છે એ જાત્તે ભણ્યો હોય એટલે એને ખબર જ છે કે એનો `ગુરો` કેટલા પાણીમાં ..!!
એટલે થાય એવું કે પઢેગા ઇન્ડિયા અને બઢેગા કેનેડા ,અમેરિકા ,ઓસ્ટ્રેલીયા ..!!!
કોઈ નવો નવો એન્જીનીયર થયો હોય એને કહીએ કે હેંડ તને રખિયાલ કે તાવડીપુરામાં કારખાનું નાખી આલું હેંડ ..
સરસ મજાની પેલી કોલેજમાં ઘાસ ચરી ચરીને મોટો થયો હોય એ તાવડીપુરા જોઈ ને જ ભાગી જાય, ના હો મારે અહી `નહી` રેહવું ..!!
થાય એને જણનારા છત્તે છોકરે વાંઝીયા..!!!!
નક્કી કરો કે અત્યારે આવું કે બારમાં તેરમાં ઉપર ? એક વિક ની જ રજા મળે તેમ છે અને મમ્મી તમારે હવે મારી જોડે જ આવવું પડે બીજો ઓપ્શન નથી ..!!
વાગ્યું રણઝણીયુ કે પૈજણીયુ ?
કેવી કમબખ્તી છે નહિ દેશમાં ..!!
દિવાળી માથે છે , ટ્રાફિક પોલીસ થી લઈને દરેક અધિકારી ને દિવાળી કરી લેવી હોય ..!
કેમ અમારા છોકરા ને ફટકડા અને મીઠાઈઓ ના ખાવી હોય ?
પરજા પણ જાણે રાણી એલીઝાબેથ સરકારના મુખિયા હોય એમ વર્તે , સરકારે આમ મફત આપવું જોઈએ અને પેલું મફત આપવું જોઈએ ..!
વોટ ભૂખી સરકારો પછી લહાણી કરે ..!!
એવું નહિ કે અમદાવાદ નો હાઈએસ્ટ ટેક્ષ કોણે ભર્યો ? એનું સન્માન જાહેરમાં કરીએ અને જો સળંગ દસ વર્ષ તમે હાઈએસ્ટ ટેક્ષ ભર્યો છે તો તો તમારા નામનો રોડ કરીશું એક..!!
નવા પાન કાર્ડ જાહેર થવા જોઈએ પ્લેટીનમ, ગોલ્ડ અને સિલ્વર .. કરોડોમાં ટેક્ષ ભરતા ને પ્લેટીનમ , લાખ્ખો વાળા ને ગોલ્ડ અને હજજારો વાળા ને સિલ્વર ..! આ પ્લેટીનમ કાર્ડ વાળા ને પછી વધુ સુખ સુવિધા આપો ..
અહિયાં બોલે તો ..સુખ સુવિધા કોને ? તો કહે સૌથી વધારે ગરીબ અને સૌથી વધારે છોકરા જણી મુકે એને .. તમામ પબ્લિક ગાર્ડનમાં કઈ વસ્તી ? બંધ કરો યાર આ બધું..!! ગાર્ડન અને પબ્લિક જીમ ટેક્ષ ભરે એને હોય ..!!
પેલા ને જમાડો તો ખરા મફત નું પછી શું હોય ? ગાર્ડનમાં ફરવા જવું છે ? તો કમાઈ ને ટેક્ષ ભર કમ સે કમ સિલ્વર કાર્ડ સુધી તો પોહ્ચ પછી અંદર એન્ટ્રી મળે..!!
એક પછી એક દિવાળી આવશે અને જશે , સીસ્ટમમાં ધરમૂળ થી ફેરફાર કરવા રહ્યા..!!
વૈષ્ણવજન તો તેને રે કહીએ રે .. નિંદા ના કરે કેની રે ..!
અરે રે રે .. નિંદા નહિ કરીએ તો તો નકરા દંભી જ પેદા થશે .. નિંદા ની બીકે દંભ અટકે..!
ઘણો બળાપો કાઢ્યો , વિચારજો ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*