નાહિદ આફ્રીન નામની નાનકડી દીકરીની સામે ફતવો જાહેર થયો,
સંગીત એ ઇસ્લામની વિરુદ્ધ છે..
ઔરંગઝેબ જીવે છે હજી..! અને એ પણ હિન્દુસ્તાનમાં ..! દિલ્લીના એક રોડનું નામ બદલ્યુ, પણ જ્યાં સુધી લોકોના દિમાગમાં ઔરંગઝેબ જીવશે ત્યાં સુધી આવા બધા ફતવા આવતા રેહશે..
દયા તો એ લોકોની આવે છે કે જે હજી એમ બોલે છે “ફતવો” એટલે ઓપીનીયન ફતવો એટલે “આદેશ” નહિ..!
અને પેલી “જમાત” આખે આખી ક્યાં ચુમાઈને સંતાણી છે એ એમના અલ્લાહ જ જાણે..!
એક પણ ખાન કે એમના બૈરા, બધામાંથી કોઈને તકલીફ પડી જ નથી, અને “સવાયા” ખાન ભટ્ટ સાહેબ પણ ચૂપ છે..!
ઘણી બધી ભૂલો બાપદાદાઓ કરી છે, અને આપણે એને આગળ ચાલુ રાખી છે, એમ કહે છૂટી પડીએ કે આ ભૂલ અમારા બાપદાદાની નથી એ નહિ ચાલે. જેમકે જોધાને અકબર જોડે પરણાવી, તો રાજા ભારમલે એકાદી મુઘલ સ્ત્રીને કેમ રાજા માનસિંગ સાથે ના પરણાવી ?
“સાટુ’ કરવું હતું ને, પણ ત્યાં આપણો ધરમ આડો આવી જતો હતો..અને એનાથી આગળ જઈને છેક બહાદુરશાહ ઝફર સુધી પેઢી દર પેઢી જયપુરના રાજઘરાના માંથી સ્ત્રીઓ પરણીને મુઘલ જનાનખાનામાં જતી..અને એ પરંપરા હજી પણ ચાલુ છે ..યાદ કરો કરો ક્યાં ફિલ્મ સ્ટાર,રાજકારણી,..
સમય તો એકદમ બરાબર થયો છે અને નક્કી તો કરવુ જ પડે કે આ દેશમાં કયો ઇસ્લામ ચાલશે..તાલેબાની ઔરંગઝેબવાળો કે ગંગા-જમની સંસ્કૃતિવાળો ઇસ્લામ.
વર્ષો જૂની લડાઈ છે સંગીત જોડેની આ કટ્ટરપંથીઓની..!
એક સમય એવો હતો કે જ્યારે હિન્દુસ્તાની સંગીતનું ઇસ્લામીકરણ કરવાનો ભરપુર પ્રયત્ન થયો અને એ સમય હતો અકબર નો..
પખવાજ(પખાવજ) ના બે ટુકડા કર્યા અમીર ખુસરો એ અને તબલા બન્યા, વીણાની બની સેહતાર જે આજની સિતાર..અમીર ખુસરો એ ફારસી અને હિન્દીને મિક્ષ કરી અને “હિન્દવી” બનાવી, ઈતિહાસ એમ કહે છે એમના માતા પણ હિંદુ હતા અને ખુસરોએ આઠ આઠ સુલતાનો સાથે રહીને એમના “કામ” કર્યા છે,અને એ જ સમયગાળામાં અનેકો અનેક રાગ રાગીણીના નામમાં “મિયાં” આગળ લાગ્યા મિયાં કી તોડી ,મિયાં મલ્હાર..
કેમ થયા આવા નામ..? તો કહે તન્ના સેન નામનો બ્રાહ્મણ સંગીતજ્ઞ થયો મિંયા તાનસેન..
શહેનશાહે હિન્દોસ્તાન અકબર એ એમનો નવો ધર્મ બનાવ્યો “દિને ઇલાહી” અને એ મિયાં તાનસેનએ અપનાવ્યો અને પાછળથી “દિને ઇલાહી” ઇસ્લામ થઇ ગયો..!
અને તાનસેનના અગ્નિ સંસ્કારની બદલે કફન દફન થયા..!
રાગ રાગીણી ના આલાપમાં ઓમકારથી શરૂઆત થતી, પણ ઓમકાર તો ઈલ્સામમાં વર્જ્ય એટલે વચલો રસ્તો કાઢ્યો નોમ, તોમ, રી, ના, આવા બધા અર્થ વિનાના શબ્દો આલાપમાં લેવા પડ્યા..!
મૂળ રાગો સાથે છેડછાડની ઘણી કોશિશ થઇ પણ એ બધું એકાદ બે પેઢી વધારે ના ચાલ્યુ અને છેવટે ઔરંગઝેબ આવી ગયો અને સંગીત તો નામે પણ “ના જોઈએ”..
ઔરંગઝેબના મૃત્યુ પછી ભારતીય સંગીત મંદિરમાંથી સીધું અવધ અને લખનૌના કોઠાઓ ઉપર પોહચી ગયું અને એ પછી આપણુ ભારતીય સંગીત વેશ્યાઓ એ સાચવ્યુ..!!
હિંદની આઝાદી પછી હિંદુ-મુસલમાન તમામ સંગીતકારોના થયેલા પ્રયત્નોથી આજે ભારતીય શાસ્ત્રીય સંગીત ફરી એકવાર સભ્ય સમાજના ઘર સુધી પોહચ્યું છે પણ એને હજી મંદિરમાં પાછુ લઇ જવાનું તો બાકી છે..!
હજી મંદિરની બહાર નક્કારખાનામાં નોબતીયા અને શરણાઈ જ વાગે છે (નાથદ્વારા અને સોમનાથ) જુના કાળમાં ગીત સંગીતના જલસા મંદિરમાં થતા એમ થવાના બાકી છે, એક માત્ર મોઢેરા સૂર્ય મંદિર ખાતે આવો પ્રાયોગિક પ્રયત્ન થાય છે, પણ ત્યાં મંદિર છે તો અંદર દેવતા નથી..!(સૂર્યદેવની મૂર્તિ જ નથી સૂર્ય મંદિરમાં) એટલે મંદિર કેહવા માત્રનું જ છે.!
કલાકારોની વાત કરું તો થોડા સમય પેહલા જ જેમનો ઇન્તેકાલ થયો એવા ઉસ્તાદ અસદઅલી ખાન સાહેબ, જે રુદ્ર વીણા વાદક હતા અને એમની સાથે સ્ટેજ પર બેસીને તાનપુરો વગાડવાનો લાહવો એક જમાનામાં અમને મળ્યો હતો ..
પ્રોગ્રામની શરૂઆત કરતા પેહલા જ એમણે સગર્વ કીધું હતું કે સોળેક પેઢી પેહલા એ લોકો ગૌડ બ્રાહ્મણ હતા, અને રુદ્ર વીણાના આલાપની શરૂઆત વીણામાંથી ઓમકારના નાદ સાથે કરી હતી..!
બેગમ પરવીન સુલતાનાને લાગલગાટ વીસેક વર્ષથી સપ્તકમાં સાંભળું છુ.. હમેશા સોળે શણગાર સજીને આવે છે, કપાળે ખુબ સુંદર શોભતો ચાંદલો કરીને આવે છે અને ઘણીવાર ક્રિશ્ન ભજન કે પછી ખુબ વિખ્યાત ભવાની દયાની..જેવી ચીજો એમણે એનકો વાર પ્રસ્તુત કરી છે..
કોના નામ લેવા અને કોના નહિ ? બડે ગુલામ અલી ખાનસાહેબ, થી લઈને ડાગર બ્રધર્સ જે પ્યોર ધ્રુપદ ધમાર શૈલી ગાતા,અને દ્રુપદ ધમાર તો સંપૂર્ણ હિંદુ શૈલી છે, મોહમ્દ રફીનો રાગ માલકૌંસ મન તડપત હરી દર્શન કો આજ ..રાગ હમીર મધુબનમેં રાધિકા નાચી રે..!
મલ્લિકા એ તરન્નુમ નૂરજહાં થી નુસરત ફતેહ અલીખાન સાહેબ જેવા પાકિસ્તાની પાસપોર્ટ હોલ્ડરસ ગાયકો..કોણે ભજનો નથી ગાયા ..?
અને સંગીત માર્તંડ પંડિત જસરાજજી ની મેરો અલ્લાહ મેહરબાન ..નિગેહબાન..
સંગીત જો અલ્લાહને ગમતુ જ ના હોત ને તો અલ્લાહ એના બંદાના ગળામાં સૂર જ ના આપતા અને ના સૂરની સમજ પણ આપતો..!
મને લાગે છે કે અલ્લાહ ના નામે ચરી ખાનારા માટે આ એક જ વાત અને દલીલ પુરતી છે, જે ચીજ (સંગીત) અલ્લાહને ગમતી નથી તો પછી એની જન્મજાત ગીફ્ટ શા માટે અલ્લાહ નાહિદ આફ્રીન જેવા ને આપે..? નાનકડી દીકરી ખુબ સાચ્ચી છે કે સંગીત એ મને અલ્લાહ તરફથી મળેલી સૌથી મોટી ભેટ છે અને એ ભેટ નો અસ્વીકાર કરીને હું અલ્લાહનું અપમાન નથી કરવા માંગતી..!
સારું છે કે હજી તાલેબનોને ખબર નથી કે સાત સૂરને સાત પ્રાણીઓ જોડે જોડેલા છે અને એ પ્રાણીઓના અવાજમાં પણ સંગીત છે જેમકે કોયલ પંચમ અને હાથી નિષાદ..
માણસ અને પશુ માં ફર્ક જ એટલો છે કે કલા અને સાહિત્ય માણસે અપનાવ્યુ અને બનાવ્યુ, મનુષ્ય પોતે કૈક સર્જન કરી શકે છે બાકી તો કુતરા બિલાડાની જેમ દરેક સીઝનમાં છોકરા પેદા કરી અને વસ્તી વધારીને શું ફાયદો ?
ભાજપની સરકાર છે આસામમાં અને જનાદેશ પણ આવા જ મુદ્દા પર મળ્યો છે અસહિષ્ણુતા નું લેબલ લાગે તો લાગે, પણ કડક પગલા તો લેવા જ પડે લગભગ ચોથો દિવસ છે પણ કોઈ પગલા લેવાયા હોય એવા સમાચાર નથી..
ખાલી એકાદ બે ચેનલ પર હોબાળા મચાવી અને છૂટી પડવાથી આ સમસ્યાનું સમાધાન નહિ થાય,દેશના કરોડો મુસલમાનોને પણ પ્રોટેક્ટ કરવા પડે આવા તત્વો થી યુપીના વોટ તાલેબાની તત્વોને લપડાક છે ..
કામ કરવાનો સમય છે ..એક્શન
ટાઈમ ટુ એકટ
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા