સેનાની ઉંમર કેટલી હોવી જોઈએ ?
સવાલના જવાબની સામે બીજો સવાલ ,કેટલી ઉંમરના સૈનિકો લઈને રામચંદ્રજીએ લંકા ઉપર આક્રમણ કર્યું હતું ? એ સેનામાં ઘરડા કેટલા ?
જવાબ ખબરના હોય તો ગુગલ કરજો અને એમાં પણ ના જવાબ મળે તો કોઈ ઘરડાં ને પુછજો..!
ઘરડે ગાડા વળે પણ યુદ્ધ ના જીતાય ..!!
માસ્ટર માઈન્ડ ઘરડું જોઈએ, પણ બંધુકડી ઘરડા ઊંચકીને લડવા ના નીકળે..
હા જરૂર પડે તો મારી જેવા જુવાન ડોહા જુવાનીયાને કહી દે “આઈ વોઝ રેડી બીફોર યુ બોર્ન સન..!!”
બબાલો ચાલુ કરી મૂકી છે સેનાની ભરતીના નિયમોમાં કૈક ફેરફાર થયા એમાં ..!
હમણાં હમણાં પદ્મ પુરસ્કાર આપ્યો એ સ્વામી સચ્ચ્ચીનંદજીની એક કલીપ બહુ વોટ્સ એપ ઉપર ફરી..!
એમાં સ્વામીજી એ ગણિત મુક્યું હતું કે બાહરથી જ્યારે આક્રમણ થયા ત્યારે ફક્ત રાજપૂતો જ લડ્યા અને એમાં પણ ખાલીને ખાલી જુવાનીયા, જે એ સમયની વસ્તીનો ફક્ત એક જ ટકો હતા અને એ એક ટકો લોકો પાછા પડ્યા એમાં આખો દેશ હારી ગયા ..!!
વાત ક્યાંક સાચી લાગે એવું છે ..!
આજે ન કરે નારાયણ અને કોઈ બે ત્રણ મહાસત્તા ભેગી થઇને યુક્રેનની જેમ ભારત ઉપર ચડી બેસે તો લશ્કર સિવાય લડવાવાળા જનતામાંથી કેટલા ..? એકાદી મહાસત્તાને ભારતનું લશ્કર આરામથી ભરી પીવે એમ છે હવે ..!!
ફરી એ જ સિચ્યુએશન આવે કે એક કરોડના ભારતના લશ્કરને હરાવો તો એકસો ને ઓગણચાલીસ કરોડ ગુલામો તમને નજરાણામાં મળે..!!
એક જમાનામાં રાયફલ ક્લબમાં ચાલતી રાયફલની ટ્રેનીંગ લેવા અમે પોહચી ગયા હતા,
સુપેરે લીધી પણ ખરી, પણ ત્યારે સાંધો મળ્યો હતો કે કેટલી ટાઈપની બંધૂકડીઓ અવેલેબલ હોય છે અને એમ પિકચરમાં દેખાડે છે એવી રીતે ઘોડા દબાવી દો એટલે ધડાકો ના થાય, અને ધડાકો થાય તો પણ ટાર્ગેટ ના ઉડે ,ટાર્ગેટની બદલે આજુબાજુવાળો પૂરો થઇ જાય..!!
.૨૨ ની રાયફલ આપી હતી ફોડવા અને પિસ્ટલ હતી, પિસ્ટલ તો કોઈકે ફોડી અને કાનના પડદા મારા ફાટી ગયા હતા, અને .૨૨ ની રાયફલ તો સૂતા સૂતા ફોડાવી હતી ,ખભે ના આપી ..
કેમ ?
તો કહે ખભામાં તાકાત જોઈએ નહિ તો ખભો ઉતરી જાય ચરકટ ..!
એરગન ફોડ્યા કરવાની.. એને એ લોકો ચિડીમાર કહે ..!
ચકલા ઉડાડ્યા કરો છાનામાના..!
યુક્રેનને પોણી દુનિયા મફતમાં હથિયાર આપી રહી છે પણ ચલાવતા કેટલાને આવડે ? એમ તમને અને મને હથિયાર આપે તો ? બહુ બહુ તો બેરલને સ્કોચબ્રાઈટથી ઘસી ઘસીને સાફ કરીને ઉજળી કરીને પછી આપવાની થાય..!!
બાકી તો ઘરમાં બે ત્રણ લાકડી મળે ..!!
ખાયણી અને દસ્તો પણ હવે તો માળીયે ચડી ગયા ,સાંબેલા તો જોયા જ નથી , તો લાકડીએ જંગ જીતાય ખરા ?
જીભ્ડાની ફાંકા ફોજદારી કેટલી ચાલે ?
બહુ બુરી દશા છે હથીયારો ચલાવવાના મામલે દેશની, બધું ઢીલુંઢસ થતું જાય છે..!
ચાર વર્ષ લશ્કરની ટ્રેનીગ લઈને બાહર પડેલો છોકરો કેટલો બધો ઘડાઈ ગયો હોય અને એનામાં દેશપ્રેમનું લેવલ કેટલું હાઈ હોય, જો કે આમ પણ અઢારથી ત્રીસ વર્ષ સુધી ઈમાનદારી અને દેશપ્રેમના લેવલ ઘણા હાઈ હોય , પછી જેમ જેમ સાચી ખોટી જવાબદારી અને અરમાનો પેદા થાય કે ઉભા કરવામાં આવે ,પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે , પછી હરામખોરીનું લેવલ વધે અને સરકારી નોકરી હોય તો “લેવાનું” ચાલુ કરે ..!! અને પ્રાઈવેટમાં હોય અને ઘણો સારો પગાર હોય તો ક્યાંક કોઈક પ્રકારે અસંતોષ આવે ત્યારે “લઇ પાડે”..!
પણ આ જ વ્યક્તિ જીવનના પેહલા ચાર વર્ષ જો સેનામાં રહીને આવી હોય તો એને કરપ્ટ કરવો થોડો અઘરો પડે ..!!
સામાન્ય જન કરતા એનું મોરલ ચોક્કસ ઊંચું હોય ..!!
પણ હવે જેમને વાંક જ જોવા છે અને બેફામ બોલવું છે એને કોણ રોકી શકે ?
આમ જોવો તો દેશમાં આજના સમયની તાતી જરૂરીયાત ઓછામાં ઓછા પાંચથી સાત કરોડ જુવાનીયા એવા જોઈએ કે જે સમય આવ્યે હથિયારને સમજી અને ચલાવી શકે..!!
એક કાલ્પનિક પરિસ્થિતિ મુકું ..
કોઈ થીયેટરમાં આતંકવાદી ચાર ઘુસ્યા અને મારા જેવા નેવું કિલોના એકાદ બે સાંઢ એ એકાદાને પકડીને દબોચી લીધો અને એની પુર ખાલી કુદકો મારી અને પડે એટલે એની છાતીનું પાંજરું બટકાવી નાખ્યું અને એની જે કોઈ ગન પાકિસ્તાને એને આપી હોય એ મારા જેવાના હાથમાં આવી પણ પછી શું ? એનું લોક ક્યાં છે એ ખોલતા ના આવડતું હોય એની પોઝીશન કેમની લેવી એ ખબરના હોય એટલે હથિયાર હોવા છતાં એ લોખંડની લાકડીની જેમ જ વાપરવી રાહી ..!!
એની બદલે એકવાર શીખેલા હોઈએ તો સામસામે રમઝટ બોલાવી કઢાય ..
ખાટલે પડીને મરવું એના કરતા આવા ચાર ને પાડીને ના મરીએ ..!!
બાવવ્ન વર્ષે પણ હજી ચાર ને પાડી દેવાની હૈયે હામ હોય તો વિચાર કરો અઢાર થી પચ્ચીસના હોય એ શું ના કરી શકે ..!
લતાજી ગાય છે ને …એક એક ને દસ કો મારા ..
આજ નો એક સો પર ભારી પડે ..!!
અને એવા છ કરોડ હોય ને છસ્સો કરોડને ભરી પીવાય..!!! છસ્સો કરોડ એટલે આખી દુનિયા થઇ..!
ઝરા યાદ કરો કુરબાની..એ ય મેરે વતન કે લોગો..!!
જય હિન્દ .. જય હિન્દ ..!
જય હિન્દ કી સેના ..!!
અપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)