શિક્ષક દિનના ધખારા હજી ચાલુ છે ..
કોણ જાણે એવા કેટલા શિક્ષકો હશે કે જે ખરેખર આવા માનસન્માનને લાયક હશે..
મને તો આજનો શિક્ષક બિલકુલ પ્રોફેશનલ લાગે છે ,જાડ્ડી તગડી ફી લઈને ભણાવતો શિક્ષક હોય એને કઈ જ માનસન્માન ના હોય, એ વેપારી છે ,અને વેપલો કરે છે એમાં વળી દિન શેના ?
અને પાછો આ તો એવો વેપારી કે ભવિષ્યમાં તું આટલા રૂપિયા કમાઈશ માટે તું કે તારો બાપ મને તગડી ફી ચૂકવ ..
મહાભારતમાં છેલ્લે અશ્વસ્થામા ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડે છે અને પછી કૃષ્ણ એનો મસ્તિષ્ક મણી ખેંચી કાઢે છે અને એને અમરત્વ આપે છે , તારી સજા મૃત્યુ નહિ જીવન છે ભટક વને વન યુગો સુધી ..તે ભવિષ્ય ઉપર ઘાત કર્યો છે ..
બિલકુલ એવી જ વાત છે ..જે બાળક ભવિષ્યમાં કમાવાનું છે એને વર્તમાનમાં વધેરો ,ઉંચી ફી ભરીને ભણી ઉતરેલી પ્રજાને સમાજ માટે શું કૃતઘ્નતાની ભાવના હોય ?
અસંભવ છે ..
એક ટીવીની ડીબેટમાં મેં જયારે એવું કીધું કે જે કામ કુટુંબ નિયોજનના મફત વેહચાતા સાધનો ના કરી શક્યા એ કામ બહુ જ સુપેરે સ્કુલ્લ કોલેજની ઉંચી ફી એ કરી આપ્યું ,હું એવા કેટલાય કપલ્સને ઓળખું છું કે જેમણે પોતાના સંતાનની ઉંચી ફી ભરવાની હોવાથી એક ઉપર બીજું અને બીજું છે તો ત્રીજું સંતાન નથી થવા દીધું પણ એ સમયે બંને મુખ્યધારાના પક્ષોના પ્રવક્તાઓ મારા વિરોધમાં આવીને એકમત થઇને ઠીઠયારા ઉપર આવી ગયા ..
હકીકત એ છે કે દરેક રાજકીય પક્ષના નજીકના લોકો શિક્ષણ માફિયા થઈને બેઠા છે , આજે ડમી સ્કુલનો કન્સેપ્ટ અગિયારમાં બારમાં ધોરણમાં બહુ જ સુંદર રીતે ચાલી રહ્યો છે પણ સરકારો કુંભકર્ણ નિદ્રામાં છે ..
સોરી તંદ્રામાં છે ,ચૂંટણી કેમ જીતવી એ સિવાય કોઈને કશું જ ધ્યાન નથી ..!!
પેલું ચાણક્યવાળું વાક્ય “શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ “
અત્યારના સંજોગોમાં શું કેહવું ?
શિક્ષક લુખ્ખા હોતા હૈ ,ઉસકો ઉસકી ફીઝ કે સિવા કુછ નહિ દિખતા મોટેભાગે ડમી સ્કૂલોમેં રૂપિયા ખંખેરતા હૈ ઔર મોજ મારતા હૈ કોઈ ઇક્કા દુકા કો છોડ કે ,બાકી ટ્યુશન કલાસીસ ઔર ટ્યુશન કરકે માલ બનાતા હૈ ,જબરજસ્ત મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટ ભી કભી કભી શિક્ષક કર દેતા હૈ ધંધા જોરદાર હૈ ,બસ એકબાર ગાડી ચલ જાની ચાહિયે ..
સીસ્ટમ સાવ પડીને ખાડે ગઈ છે, બુદ્ધિધન અહિયાં રેહવા જ નથી માંગતું ,વર્ષોથી બ્રેઈનડ્રેઈન ચાલે છે અને અત્યારે પુરજોશમાં ચાલ્યું છે ..
પેહલો જવાબદાર શિક્ષક અને બીજી સીસ્ટમ ,રાજકીય અને સામાજિક..
કોઈ કૃષ્ણ આવે અને મણી ખેંચી કાઢે તો ઠીક છે બાકી મધ્યમવર્ગએ પીસાતા જ રેહવાનું છે ..
હમણાં એક નવા નવા પપ્પા બનેલાનો ફોન આવ્યો મને પૂછે ભાઈ સારા પ્લેગ્રુપની ફી કેટલી ? મેં કીધું અમે તો ચોવીસ વર્ષ પેહલા પચ્ચીસ પુરા વર્ષના ચેકથી ભર્યા હતા ..
બિચારાની રાડ ફાટી ગઈ મને કહે તો તો અત્યારે મીંડું લાગ્યું હશે અને મારે તો ટ્વીન્સ આવ્યા છે ..
હવે બોલો શું આશ્વાસન આપવું ?
અભિનંદન બાજુ પર રહી ગયા ..
આ દેશના પતન માટે જો કોઈ જવાબદાર હશે તો એ ચોક્કસ બજાર ને હવાલે થયેલી શિક્ષણની સીસ્ટમ..
હલકાઈ ક્યાં છે ખબર છે ? ભણવાનું ટ્યુશન ક્લાસમાં અને ફોર્મ ભરવા નિશાળને ફી ભરવાની …!!!!
જાણે સરકારો અને સરકારી તંત્રોને ખબર જ નથી કે ડમી નિશાળો ચાલી અહી છે..!
કેવી પેલી અનારકલી જેવી ભોળી સરકારો ..!!
એક કબુતર હાથમાંથી ઉડી ગયું તો પૂછ્યું કે કબુતર કેવી રીતે ઉડી ગયું તો અનારકલી બીજા હાથ નું કબુતર ઉડાડી કહે એસે ..
શું ભોળપણ …!!!!!
ના ગમ્યું ?
લ્યો ત્યારે આપણે મેહતાજીને સમરીએ ..
ભોળી રે ભરવાડણ હરિ ને વેચવા ચાલી ..બસ ભોળી..!
અહિયાં શિક્ષક પણ કકળાટ કરે છે કે લાખ્ખો ખર્ચીને નોકરીઓ મળે છે એને ક્યાંકથી તો વસુલ કરવવાને ?
બોલો હવે ?
અધ:પતન ને આરે ઉભું છે બધું ..કદાચ ઓનલાઈન કરી અને બોર્ડના અને એનટીએના ફોર્મ જ્યાંથી ભરવા હોય ત્યાંથી ભરાય એને માટે સ્કુલનું એડમીશન જરૂરી નહિ એટલું થાય તો પણ વાલીઓને થોડીક રાહત મળે ..
રહી વાત શિક્ષકોની તો નવી પેઢીના રૂપિયા ખર્ચીને જ આગળ આવ્યા છે અને આવનારા ને ખબર છે , કોન્ટ્રાસેપ્ટીવનું વેચાણ વધશે જ એમાં ઘટાડો નહિ થાય અને આજે પણ હવે આજુબાજુમાં બાળકો જોવા નથી મળતા અને સમય આવશે કે બાળક રેર થઇ જશે ,મધ્યમવર્ગના સો ઘર વચ્ચે માંડ ચારપાંચ બાળક જોવા મળે છે જયારે વૃધ્ધોનો ઢગલો છે …બાળકના ખર્ચાનો મોટોભાગ સ્કુલ કોલેજની ફીઝ છે અને પછી એક્ટીવીટી નામના ડીંડવાણા ..
સમાજ વ્યવસ્થાને ફરી ગોઠવવાનો સમય પાકી ગયો છે અને અત્યારે મોભીઓ જગ્યા નહિ તો પરિણામો કળવા મુશ્કેલ છે પણ સારા તો નહી જ હોય ..
ચીન અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં આ બધા વાયરા વેહલા ફૂંકાયા હતા ,ત્યાં પણ આપણી જેમ સંયુક્ત કુટુંબ અને બીજું ઘણું બધું સમાન હતું ..આજે રસોડા નોકલી ગયા ઘરોમાંથી અને નકરા વૈતરાં ચાલે છે પ્રજાના ..
ફરી એકવાર જો સમાજ વ્યવસ્થા ભવિષ્યમાં તૂટી પડે તો એના માટે બજારને હવાલે થયેલું શિક્ષણ પણ જવાબદાર હશે .. બીજા ઘણા કારણો પણ હશે એની ચર્ચા ફરી ક્યારેક ..
હા મારી જોડે લમણાં કોમેન્ટ્સ કરીને ના લેશો આ મારો મત છે ,કદાચ તમને ના લાગતું હોય તો એ તમારો મત છે તમે તમારી વોલ ઉપર પ્રગટ કરજો ..
મંથન કરજો ..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*