શું લાગે છે ? શું થશે ?
શું લાગે છે ? શું થશે ?
વિચારો ,વિચારો..
પેહલો જવાબ કયો આવ્યો ? બીજો જવાબ કયો આવ્યો ? ત્રીજો અને ચોથો ?
પેહલા જવાબમાં જ મગજ ચક્કર ખાઈ ગયું કે બીજા ? ત્રીજા અને ચોથામાં મગજ ખરાબ થઇ ગયું ?
શું હથોડા મારે છે આ માણસ આજે ? એવા વિચારો આવી ગયા ને..!!
આજુબાજુની જે પરિસ્થિતિમાં જીવતા હોઈએ ને એવા જવાબ અને વિચાર આવે..!
જો કોઈને વિકાસ દુબે, ભારત ચીન યુદ્ધ કે પછી દુનિયા આખી ના સતાવતા કોરોના નો પ્રોબ્લેમ અને એના વિશે વિચાર આવ્યો હોય તો માની લેવું કે તમે હજી પણ આ દુનિયા ના થોડાક સુખી માણસોમાં ના એક છો ..!
કેમકે તમને તમારા ઘરની ચિંતાઓ વળગી નથી એટલે તમે ગામ આખાની પંચાતો કુટો છો..!!
ફાયદો છે આ ગામ પંચાતો કૂટવાનો ,આપણા પ્રોબ્લેમને ભૂલી જવાય અને દિવસ પૂરો થઇ જાય..!
પેહલો સવાલ આપણે કરીએ કે શું લાગે છે ? અને એના જવાબમાં એમ જવાબ આવે કે કઈ સમજાતું નથી કે આ ધંધા બંધ છે અને છોકરાની ફી ક્યાંથી ભરીશું ? કે પછી કોઈ બીમારીના રૂપિયા ક્યાંથી લાવીશું કે પછી ઉઘરાણીવાળા ને જવાબ શું આપીશું આવું કૈક આવે દિમાગમાં તો પછી સમજી લેવું કે સમય દિમાગ નહિ હાથ પગ ચલાવવા નો છે..!
લોકડાઉનના દિવસો તો “હોંશે હોંશે” કાઢ્યા પણ હવે ધીમે ધીમે અકળામણ અને જકડામણ વધતી જાય છે..!!
સવાર અને સાંજ અચાનક લાંબી થઇ જાય છે ને ક્યારેક રાત પૂરી જ નથી થતી..!!
ભીડમાં જીવવા ટેવાયેલી પ્રજા છૂટી નથી પડી શકતી , કદાચ શરીરથી છૂટી રહે છે એ મનથી છૂટી નથી રહી શકતી , સતત ફોન અને સોશિઅલ મીડિયાના સ્ક્રીન ટાઈમ બહુ ખરાબ રીતે અનહદ વધી રહ્યા છે, બેહિસાબ ડેટા વપરાઈ રહ્યો છે..!!
પેહલો નિયમ આવી ગયો છે કોઈ ને મળવાનું નહિ .. બીજો નિયમ સામાજિક ધાર્મિક મેળાવડા બંધ ..!
ગુજરાતી છોકરા ને ભુસાવળથી આગળ ખાનદેશમાં કોઈ અંતરિયાળ પ્રદેશની હોસ્ટેલમાં નવો નવો ભણવા મુક્યો હોય એવું લાગે ..!
સવારે ઉઠે ,નહાવું છે ? ભૂખ લાગી છે ચલ બ્રશ કરીએ ..ચા પાણી પત્યા નહાવું છે ? ના ભાઈ ના છોડ ,ઊંઘી જા પથારીમાં પડી રહે .. જમવું છે ? અરે યાર કપડા પેહરવા પડશે , દસ દિવસથી ધોયા નથી કપડા.. હશે અગિયારમો દિવસ .. બપોર થઇ એક ચડ્ડી ને ટીશર્ટ નાખ્યું શરીરે ને મેસ
માં જમવા ,ત્યાં ચાર પાંચ ને જોયા, પણ કોઈ ની જોડે વાત નહિ કરવાની ,ફરી પાછા રૂમ પર પથારીમાં , સાંજે શરીર તૂટતું લાગે એટલે નાહવા જાય અને પછી ધોયા વિનાનો એ નો એ જાંગીયો ઉંધો કરી ને પેહરી લે એની ઉપર ચડ્ડી ટીશર્ટ..! ચલો મેસમાં રાતનું જમવા..!
કોઈ ઓળખતું નથી ,તો સારા કપડા પેહરવા ના કેમ ? કોઈ ની જોડે વાત નથી કરવાની તો દાતણ પણ કેમ ઘસવું દાંતે..?
છ એ છ જાંગીયા ઉંધા સીધા કરીને બાર દિવસ વપરાઈ ના જાય ત્યાં સુધી કપડા ધોવા બેસવાનું નહિ અને તેરમો દિવસ ટુવાલ લપેટી ને કાઢવાનો..!
સાપેક્ષ રીતે સુખ અને દુઃખની જે જિંદગીઓ જીવાઈ રહી હતી એ અચાનક એકલી થઇ ગઈ.. દુનિયાની ફૂટપટ્ટીઓ ગાયબ થઇ ગઈ..!!
ક્યાંય મપાવા
નું રહ્યું જ નહિ તો માપ શેનું હવે ?
જૈનમના મમ્મી ને આ વેકેશનમાં યુરોપ જઈને જયતિના મમ્મી ને ત્રણ વર્ષ સુધી બોલ બોલ કરવાનું હતું કે અમે તો લંડનમાં પણ જૈન ફૂડ જ લીધું હતું અને તમે માનશો પેરીસમાં પણ અમને મળી ગયું હતું , પણ ઇટલીમાં બહુ જ હેરાન થયા હતા ત્યાં જેમાં અને તેમાં લસણ પડે અમે તો ખાખરાથી ચલાવી લીધું ..!
અને સામે પક્ષે જયતિના મમ્મી ને હવે યુરોપ ગયા હતા અને અમેરિકાની વાતો માં રસ જ નથી પડી રહ્યો ,
પ્રસંગો બંધ છે જોડે જોડે મંદિરો દેરાસરો બંધ છે ઓલ્મોસ્ટ એટલે નવા નવા લૂગડાં પેહરી ને ક્યાં જવું એ સવાલ છે , કપડા તો હંમેશા બીજા ને દેખાડવા ના હોય ને..!!
હું કેવી લાગુ છું ? કે પછી આ બરાબર લાગે છે ?
પાછળથી ના કેહતી કે તમને તો મેચિંગ ફાવતું જ નથી..! જે શર્ટ ટીશર્ટ હાથમાં આવે એ પેહરી લો છો..!!
જિંદગી હોસ્ટેલ લાઈફ જેવી લુખ્ખી
થઇ થઇ ગઈ છે..!!
ચાર દિવાલોમાં ..!
સીઝનો આવતી અને જતી તેહવારો ને સામજિક મેળાવડાની..
શું હતું એ ખબર છે ? ત્યાં આપણે આપણા સંતોષ માટે કે મજા માટે જતા ?
ના ..
મારા જેવા બીજા કેટલા છે ને મારા જેવા ઘણા બધા છે, છતાંય એનાથી હું જુદી કે જુદો ને સારો કે સારી આવો આત્મસંતોષ લઈને ઘેર આવતા..!
સાપેક્ષ ,
હમેશા ભલા ઉસકી સાડી મેરી સાડી સે ઝ્યાદા સફેદ કૈસે ?
પોતાના માટે “જીવતા” શીખ્યા નોહતા ..!!
હવે વારો આવ્યો છે પોતના માટે જીવવાનો અને ટકવા નો..!
પોઝીટીવ ,નેગેટીવ બધું જ બાજુ ઉપર મૂકી અને ક્રિયેટીવ થવા નો ..!
મોબાઈલના સ્ક્રીન ઉપર ચોંટી ને દિવસ રાત પૂરા કરો છો ને ..તો કેટલા પોઝીટીવ અને નેગેટીવ મળે છે ?
મોટીવેશનલ અને પોઝીટીવ પોઝીટીવ વાંચ્યા અને સાંભળ્યા ,જોયા પણ ફર્ક પડ્યો રાધારાણી ? રમણકાકા તમને ?
નેગેટીવ તો ન્યુઝ ચેનલ ખોલો એટલે દુનિયા નો વિનાશ …!
બંને ને પલીતો ચાંપવા નો સમય છે પોઝીટીવીટી અને નેગેતીવીટી ..
સળગાવી મારો મનમાંથી પોઝીટીવીટી અને નેગેટીવીટી ને.. ક્રિયેટીવીટી ને બાહર કાઢો..!
અને એ પણ સર્ટીફીકેટ વિનાની.. નિજાનંદ ની..!
હું કરું છું એ સાચું કે ખોટું એનું સર્ટીફીકેટ લેવા નહિ જવાનું , મારું સર્જન છે બસ એટલું જ ..ઘણું ..!!
દુનિયા જખ મારે..!!
અઠ્ઠે મારી ..!!
એક તમિલ છોકરા ને આજકાલ ફોલો કરી રહ્યો છું ,સાલો શું મસ્ત ગાય છે ..!
એકપણ શબ્દ સમજાતો નથી પણ એક એક સૂર ચોખ્ખો લાગે ,
શબ્દ ગાયનમાંથી ગાયબ થાય ને ત્યારે અર્થ પણ જતો રહે જોડે ભાવ, ફક્ત ને ફક્ત નાદબ્રહ્મ રહી જાય..!
અજાણી ભાષાના સંગીત સાંભળવાની આ મજા..!!
ભાષા અજાણી છે પણ સંગીત તો આપણું જાણીતું , એકદમ પોત્તાનું ..!
પુછ્ડામાં પેઠા પોઝીટીવ નેગેટીવવાળા ..!
થઇ જાવ ક્રિયેટીવ ..
તમિલ ગાયનમાં પણ મજા આવશે જયતિ અને જૈનમના મમ્મી-પપ્પા..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)