થૂંકાસુર …!!
ગરીબ નું કીધું ભિખારી માને ..?
કોઈ દિવસ ના માને ..!
આખા ગામ ને મોઢે ગળણા
બાંધ્યા ,પણ થૂંકવા માટે ..?
એ તો જેને બંધાણ હોય ને એને ખબર પડે કે માવા મસાલા વિના કેમ ચાલે..?
તો પેલા બધા “ગુન્હેગાર” ના એન્કાઉન્ટર કેમ કર્યા ? એને પણ બંધાણ હતું પોલીસવાળા ને ઉડાડી મુકવાનું ..!!
કેમ પેલા બકાસુર ને જેમ રોજ એક માણસ મોકલતા હતા એમ આટલી બધી વસ્તી છે તે એકાદો રોજ મોકલી દેવાનો..
કોરોનાસુર કેવો મોજ કરે છે..!!! કેટલા બધા ને ભરખી ગયો..!
રોજ એકાદ પોલીસવાળા ને મારી નાખતે અને મોજ કરતે ..!
બંધાણ તો કોઈ ને હોય તો પૂરું તો કરવું ને, તમને શું ખબર પડે બંધાણ કોને કેહવાય…?
કેવું તંત્ર છે પણ નહિ ? હવે રહી રહી ને પાન ના ગલ્લા બંધ કર્યા ..!
બિચારા મોટા મોટા બહુ ભણેલા ગણેલા હોશિયાર અધિકારીઓ ને તો એમ જ હતું કે લોકો પાન મસાલા ખાઈ ને થૂંકતા જ નથી ,બધું ગળચી જાય છે ,અને છેક સવારે હંગવા જાય ને ત્યારે આખી જીઆઈટી
પાર કરીને બાહર નીકળે એટલે એનાથી કોરોના ના ફેલાય…!!!
પણ આ તો થયું એવું કે પેલા ખઈ કે પાન બનારસવાલા
વાળા ને જ લાગી ગયો એટલે ખબર પડી કે અહી જ લોચો લાગે છે..!!
બચ્ચન દાદા પોઝીટીવ અને જોડે જોડે જુનિયર પણ ..!!
લો બોલો ..હવે ?
બચ્ચન દાદા તો દેશના સૌથી મોટા એલીટ ક્લાસમાં આવે..!! અને એમને પણ લાગી ગયો
..!!
એસીમ્ટોમેટીક છે તો પણ હોસ્પિટલમાં જતા રહ્યા , બાપડા..!!
બે ત્રણ દિવસ પેહલા પેલી ગુઝર જાયેગા
વાળી એમની પોસ્ટ આવી ત્યારે જ એવું લાગ્યું કે કૈક અસુખ લાગે છે દાદા ને ..!
વાંધો નહિ , દાદા તો ફાઈટર છે, ઘણા ઘા ઝીલ્યા છે ,ખમી ખાશે અને બાહર ચોક્કસ આવશે..! એ પણ સાજા નરવા ..!
ઘરના નોકરો ના ટેસ્ટ કર્યા પણ બધું નેગેટીવ છે હવે યાદ કરો દાદા ક્યાંક કોઈક ખાઈકે પાન બનારસવાળા ના થુંક ઉપર તો પગ નથી પડી ગયો ને…?
પણ અમદાવાદી પ્રજા હમજતી
નથી , નવો ચહડકો
પાળ્યો છે..!
પેલી કૈક સાયકલો ભાડે મળતી થઇ છે અને ઠંડક સારી છે તે બધું સાયકલો લઇ લઇ ને ભાટકવા નીકળી પડે છે..!!
અલ્યા એકલા કે બહુ બહુ તો બે જણા એ જવાય, પણ ના અમે અમદાવાદી..
વોટ્સ એપ ગ્રુપમાં નાખવાનું ને ટોળા ભેગા કરી ને જવાનું પાછું ઘેરથી કોફા
ને ચા વગેરે વગેરે લઈને જવાનું અને પીકનીક કરવાની..!!
અલ્યા જપો
ને બાપા થોડાક દાડા .. જન્મારો આખો પડ્યો છે ..!! અત્યારે તો પેલા રસ્તે રખડતા “જીવતા” બંધાણવાળા બકાસુરો
કોરોનાસુરના સાગરીતો
થૂંકાસુરજ્યાં ને ત્યાં થૂંકી થૂંકી ને તમને ભરખી જવા તૈયાર જ બેઠા છે, સરકાર હજી દંડ જ કરે છે અને મજા લ્યે છે , એમને એમ નથી થતું કે ખાઈ ને થૂંકવું પડે એવી પ્રોડક્ટ ઉપર વેચવા અને ઉત્પાદન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકીએ ..!! કેવી મજા આવે પોલીસવાળા ને થૂંકતા માણસ ને પકડવાની અને માસ્ક વિના ના પકડવાની અને બસ્સો રૂપિયા નો દંડ લેવાની ..!! કેટલા બધા ગુન્હેગાર દેશમાં ..!! બીજા નવા નવા બાઈક ના રવાડે ચડેલી પરજા બાઈક લઈને નીકળી પડે છે , પણ શું ? કેમ ? અરે સાંઢો ,બૈલ બુદ્ધિ , બળદો નથી સમય આ હજી ..!! તમે મજબુત છો એટલા તમારા ઘરડા માંબાપ નથી, દોઢ બે લાખના બાઈક લઈને રખડો છો અરે પાંચ સાત લાખ ના ચાલો ને.. તે તમારી પાસે મોટા મેહલો તો ચોક્કસ નહિ હોય બચ્ચન દાદા જેવા..કદાચ તમારા ઘરમાં માંબાપ નહિ હોય તો બીજા આજુબાજુના પડોશમાં પણ ઘરડા હશે ,શું કરવા એમના જીવનની પથારી ફેરવવા ઉપર મચ્યા છો ? કામધંધે નીકળો ત્યાં સુધી બરાબર
મોજોકરવા એકલા કે બેકલા જાવ ... ટોળા નહિ ..! મેહલમાં રહી ને જો બચ્ચન દાદા ને અને અભિષેક બચ્ચન ને લાગી જતો હોય તો તમે ને હું તો એમની આગળ ભૂખડીબારસ છીએ.. જરાક તો સમજો..! માણી જ લેવું છે ,લુંટી જ લેવું છે સમજવું જ નથી પણ જોડે જોડે શું બોનસમાં આવે છે એ તો સમજો યાર..! કોરોનાસુર ના સાગરીતો થૂંકાસુર ચારેબાજુ ભટકે છે..!! અમારો એક હીરો દર રવિવારે સાયકલો ચલાવવાના ગ્રુપોમાં સાયકલ ચલાવવા જાય બધું ઘણું જોડે હોય ,કૈક ત્રીસ ચાલીસ જણ નો કાફલો હોય ..! શું લેવા ભાઈ ? થોડાક દિવસ પેહલા બે પેહલવાન એકલા સાયકલ ઉપર આખા બસ્સો ફૂટના રીંગ રોડનું ચક્કર મારી આવ્યા હતા .. એ બરાબર ,એવું થાય ..! પણ પેલા ત્રીસ ચાલીસના કાફલામાં કેમ ? કાફલમાં એકાદો પેલા પીળા રૂમાલના ગાંઠનો અમીરઅલી કોરોના એસીમ્ટોમેટીક
થૂંકાસુરનીકળ્યો તો પછી બિલકુલ અમીરઅલી ઠગ ની જેમ જ કોરોના ની ગળે આંટી મારી દેશે, પછી જજે સીધો થલતેજના સીએનજીના ભઠ્ઠામાં અને ભૂંગળામાંથી ધુમાડો થઇ ને બાહર પછી ભટક્જે દુનિયા આખીમાં..!! છેલ્લા ત્રણ દિવસથી થલતેજનું ભૂંગળું થોડું શાંત હોય એવું દેખાય છે બાકી તો રોજ દિવસ દરમ્યાન ગમે તે ટાઈમે નીકળો ત્યારે ભૂંગળું ધુમાડા ઓકતું જ દેખાતું હતું અને ઘણીવાર તો બબ્બે ચીમનીઓ ધુમાડા ઓકતી હોય..!! એવા જીવ બળે ને જોઈ જોઈ ને ..! પણ શું થાય પરમ સત્ય દુનિયાનું અને ઉપરથી કોગળિયું..!!! આંકડાની માયાજાય અને ચક્કરમાં નથી પડવાનું પણ સાવધાની જ બાહર લાવશે.. ! કોરોનાસુરના સાગરીતો થૂંકાસુરો ને પકડવા કરતા નવા થૂંકાસુર અને જન્મતા રોકો..!! કોણ જાણે ક્યારે ખાઈ ને થૂંકવું પડે એવી પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ આવશે અને આ કોગળિયું જશે ..! ગઈકાલે પ્રહલાદનગર ચાર રસ્તે સિગ્નલ ઉપર સાંજના સાડા છ સાતના સુમારે મારો ઘોડો લઈને ઉભો હતો, આગળ એક બીએમડબલ્યુ ૬૫૦ હતી ,
ખાલી સાઈડ` નું બારણું ધીમેકથી ખુલ્યું મને ખાતરી થઇ ગઈ કે આમાં કોરોનાસુર નો સાગરિત થૂંકાસુર છે ,
આપણે ઘોડા ને એડી મારી અને જાતવાન મારો ઇટાલિયન ગરજ્યો ઘણ ઘણ ઘણ …આજુબાજુની ચારે દિશાની ગાડીઓ ધરુજી ઉઠી ઘોડાના હણહણાટી થી એટલે થૂંકાસુર એ પાછળ જોયું ,આપણે ક્લચ દાબી ને એકલસીલેટર વધારે કર્યું ઘોડો જોર ગરજ્યો…
આખા સિગ્નલ ઉપર ઉભેલા કોર્પોરેટ રોડની ઓફીસો માંથી છુટેલા બીજા મારા જેવા છોકરાઓ ને પણ ખબર પડી ગઈ કે થૂંકાસુર થૂંકવા માટે એની બીએમડબલ્યુ નું બારણું ખોલી ને બેઠો છે ..
પછી તો દસેક સેકન્ડમાં જેટલા બાઈકવાળા હતા બધા એ ગર્જવાનું ચાલુ કરી અને હોર્ન મારી ને સૃષ્ટિ ગજવી મૂકી ..
થૂંકાસુર પરાસ્ત થયો, શરમનો માર્યો થુંક ગળચી ગયો અને એની બીએમડબલ્યુ નું બારણું બંધ થઇ ગયું..!!
પ્રજા તરીકે આપને આટલું તો ચોક્કસ કરી શકીએ થૂંકાસુર દેખાય તો ભેગા થઇ ને શરમમાં નાખો અને જરાક ધમકાવો ને બે ચાર અવળવાણી ના શબ્દો કાઢો..!
કોરોનાસુર ને મારવા થૂંકાસુર ને મનુષ્ય યોનીમાં લાવવા અત્યંત જરૂરી છે નહિ તો થૂંકાસુર કોરોનાસુર ને મરવા નહી દે..!!
જાળવો ,મોઢે ગળણું અવશ્ય બાંધો..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)